Book Title: Antariksh Parshwanath
Author(s): Jambuvijay, Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

View full book text
Previous | Next

Page 28
________________ શ્રી ભાવવિજયજી ગણિને જેમની ઉપાસના-સ્તુતિ-ભક્તિ કરતાં ચાલી ગયેલી આંખો પણ પ્રાપ્ત થઈત શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનનો અપૂર્વ અને અદભૂત મહિમા આજે પણ એટલો જ તેજસ્વી અને જાગતો છે. આ રીતે અનેકાનેક વાતો મળી રહેતી હોવાથી શ્રી ભાવવિજયજીગણિએ રચેલું સ્તોત્ર શ્રી અંતરિક્ષપાર્શ્વનાથ ભગવાનના ઈતિહાસમાં અત્યંત મહત્ત્વનું સ્થાન ધરાવે ભાવવિજયજીએ ગુજરાતી ભાષામાં પણ ૫૦ કડીનું એક “શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથસ્તોત્ર' રચ્યું છે. આમાં ભગવાનની સ્તુતિ અને મહિમાનું વર્ણન છે. ઐતિહાસિક દષ્ટિએ વિશિષ્ટ કંઈ નોંધવા જેવું નથી. | તીર્થમાલા આ પછી શ્રીશિવવિજયજીના શિષ્ય મુતિ શ્રી શીતવિજયજીએ સં. ૧૭૪૬ માં રચેલી તીર્થમાળાનું સ્થાન આવે છે. આ મુનિરાજે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર તથા દક્ષિણ એમ ચારે દિશાઓમાં ખૂબ ખૂબ દૂર સુધી વિહાર કરીને તીર્થમાળા બનાવી છે. સં. ૧૭૨૧ થી ૧૭૩૮ સુધી દક્ષિણ દેશમાં વિચારીને તીર્થયાત્રા કર્યાનું તેઓએ લખ્યું છે. તેઓ નર્મદા નદી ઓળંગીને દક્ષિણ દેશમાં આવીને માંધાતા, ખંડવા, બુરાનપુર | (ખાનદેશ) તથા મલકાપુર થઈને દેવળઘાટ ચડીને વરાડમાં દાખલ થયા હતા અને અંતરિક્ષની યાત્રા કરી હતી. તીર્થમાળાની ત્રીજી ઢાળની ૧૪મીથી ૧૯ મી સુધીની ૬ કડીઓમાં તેમણે અંતરિક્ષનો બહુ સંક્ષિપ્ત ઈતિહાસ વર્ણવ્યો છે તેમાં રાવણના બનેવી ખરદૂષણનું અને એલગરાયનું નામ છે તેમજ પહેલાં પ્રતિમા નીચેથી ઘોડેસ્વાર જતો હતો પણ અત્યારે દોરા જેટલું અંતર છે એમ જણાવ્યું છે. બીજું કંઈ વિશિષ્ટ નથી. આ પછી લલિતચંદજીના શિષ્ય વિનયરાજે સં. ૧૭૩૮ માં રચેલું એક અંતરિક્ષજીનું સ્વવન છે તેમાં પણ ખરદૂષણ અને એલિચપુરના એલિચરાજાનું સંક્ષિપ્ત કથાનક જ છે. ઐતિહાસિક દર્યો વિશિષ્ટ કંઈ નથી. શ્રી જિનચંદ્રસૂરિકૃત સ્તવન આ પછી સિદ્ધપુર (ગુજરાત) થી સંઘ લઈને આવેલા શ્રી જિનચંદ્રસૂરીશ્વરજીએ સં. ૧૮૫૫ નાં ફાગણ વદ ૧૫ ને દિવસે બનાવેલું ૯ કડીનું ગુજરાતી સ્તવન મળે છે. તેમાં અંતરિક્ષનું સંક્ષિપ્ત કથાનક છે. વિશિષ્ટ કંઈ નથી. અંતરિક્ષ ભગવાનનો માત્ર નામોલ્લેખ તો ઘણાયે આપણા પ્રાચીન-અર્વાચીન લખાણોમાં છે કે જે પછી આપવામાં આવશે. કરી એતરિક્ષ પાસ્થળ

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60