________________
નહી.” સોનાના ચોખા મળવા લાગ્યા અને શ્રાવકે મંદિર બંધાવવા માંડ્યું મંદિરનો એક ભાગ બંધાયો તેટલામાં પુત્રના આગ્રહથી શેઠે બધી વાત કહી દીધી તેથી સોનાના ચોખા મળવા બંધ થઈ ગયા. પછી સં. ૧૨૦૪ માં વાદીદેવસૂરિ મહારાજના હાથે પ્રતિષ્ઠા કરવામાં આવી આ પ્રતિમાના અધિષ્ઠાયક પ્રભાવથી પુત્ર અને ઋષિ વગેરે ફલની વૃદ્ધિ થવાથી ફલવર્ધિ પાર્શ્વનાથ નામ પડ્યું છે.
ભિન્ન ભિન્ન સ્થળોના પાર્શ્વનાથ ભગવાનના વૃત્તાંતો જાણવા માટે સારાભાઈ મણિલાલ નવાબે લખેલું પુરિસાદાણી પાર્શ્વનાથજી એ નામનું પુસ્તક જુઓ.
પં. શ્રી ભાવવિજયગણિ કૃત સ્તોત્રનો સાર શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનના સંબંધમાં ભાવવિજયજી ગણિએ ઉપર જણાવ્યા મુજબ પદ્માવતીદેવીના કથનરૂપે વર્ણવેલા ઈતિહાસની હવે આપણે વિચારણા કરીએ1પદ્માવતી દેવીના કથનમાં પૂર્વનાં કરતાં અનેક અતિ મહત્વની તેમજ વિશિષ્ટ વાતો છે કે જે બીજ બાહ્ય પ્રમાણો સાથે પણ મળી રહે છે. શ્રી જિનપ્રભસૂરિજી તથા શ્રી સોમધર્મ ગણીજીએ રાવણના સેવક તરીકે માલિ અને સુમાલિનો ઉલ્લેખ કર્યો છે. પરંતુ વસ્તુતઃ આ વાત મેળ ખાતી નથી, કેમકે કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીશ્વરપ્રણીત ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત્રના 9 મા પર્વના ૧ લા સર્ગમાં જણાવ્યા પ્રમાણે સુમાલિ રાવણના પિતા રત્નશ્રવાનો પણ પિતા એટલે દાદો થતો અને માલિ સુમાલિનો મોટો ભાઈ હતો. એટલે રાવણનો દાદો સુમાલી અને તેનો મોટો ભાઈ માલિ રાવણનો સેવક હોય એ વાત બંધ બેસે જ શી રીતે ? વળી ત્રિશષ્ટિશલાકાપુરૂષચરિત્ર વાંચતાં એમ પણ જણાય છે કે રાવણના જન્મ પહેલાં જ માલીનું મૃત્યુ થઈ ગયેલું હતું એટલે માલી-સુમાલિની વાત સંગત થઈ નથી. જ્યારે પદ્માવતી દેવીએ પાતાળલંકાના સ્વામી અને રાવણના બનેવી તરીખે ખરદૂષણનો કરેલો ઉલ્લેખ બરાબર મળી રહે છે. જો કે ખર અને દૂષણ પરસ્પર બે ભાઈઓ હતા છતાં બંને ભાઈઓની જોડી હોવાને લીધે એકને માટે પણ ખરદૂષણ નામ વાપર્યું હોવામાં વાંધો નથી.) ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત્રના ૭મા પર્વના ર જ સર્ગમાં જણાવ્યા પ્રમાણે રાવણે નરને પોતાની બહેન શૂર્પણખા (અપરનામ ચંદ્રણખા) પરણાવી હતી અને તેને પાતાળલંકા નગરીનો રાજા બનાવ્યો હતો. ભૌગોલિક વર્ણનો જોતાં જણાય છે કે પાતાળલંકા કિષ્કિન્ધાનગરીની પાસે (પ્રાયે ઉત્તરદિશામાં) હાલના મદ્રાસપ્રદેશમાં કોઈક સ્થળે હતી. રાવણની લંકાનગરીની જેમ સિંહલદ્વિપમાં પાતાળલંકા સમજવાની નથી. (જુઓ ત્રિ. શ પુ. પર્વ છે, સર્ગ ૬)
પદ્માવતીના કથનમાં ખરદૂષણ જે પિંગોલિ આવ્યાનો ઉલ્લેખ છે તે ઈગોલિ ગામ અત્યારે પણ વિદ્યમાન છે અને તે વર્તમાનમાં લગભગ વીશ હજાર મનુષ્યોની વસ્તીવાળું મોટું ગામ છે. થિી અંતરિક્ષ પાર્શ્વનાથ ની
છે જ રર