________________
વરાડ દેશના એલચપુર નામના નગરમાં શ્રીપાલ નામે ચંદ્રવંશી રાજા થયો. માતા-પિતાએ તેનું શ્રીપાત્ર નામ પાડ્યું હતું પણ ડ્રહ્ના એટલે પૃથ્વીનું સારી રીતે રાજ્ય કરતો હોવાથી લોકો તેને ફ્લવ કહી સંબોધતા હતા.
એક વખત, પૂર્વજન્મમાં કરેલા પાપના ઉદયથી રાજાના શરીરમાં કોઢનો ભયંકર વ્યાધિ લાગુ પડ્યો અને તેથી રાજાને વારંવાર મૂચ્છ આવતી હતી. વૈદ્યોએ ઘણા ઘણા ઔષધોપચાર કર્યા પણ રાજાને જરા પણ શરીરે શાંતિ થઈ નહીં. વેદનાથી પીડાતો રાજા રોગની શાંતિને માટે એક વખત-નગર બહાર નીકળ્યો. પાણીની તરસથી વ્યાકુલ થયેલો રાજા પાણી માટે આમતેમ ફરતો ફરતો આંબલીના ઝાડ નીચે જેમાં પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા હતી તે કૂવા પાસે આવ્યો. તે કૂવાના જલથી હાથપગ-મ્હોં ધોઈને તથા સ્વચ્છ સ્વાદિષ્ટ પાણી પીને રાજા પોતાની છાવણીએ ચાલ્યો ગયો. થાકેલા રાજાને સાંજ પડતાં જ ઊંઘ આવી ગઈ. રોગની પીડાથી આખી રાત માછલાંની જેમ તરફડીને જ પૂરી કરતો હતો, તે રાજા તે રાત્રિએ નિશ્ચિત થઈને ઈચ્છાનુસાર ઊંધ્યો.
સવારમાં ઉઠ્યા પછી રાજાના હાથ, પગ તથા મોં નીરોગી જોઈને રાણીએ રાજાએ પૂછ્યું કે-“સ્વામિ ! ગઈ કાલ તમે ત્યાં હાથ-પગ-મહોં ધોયા હતા કે જેથી તેટલા ભાગ ઉપરથી કોઢ રોગ બિલકુલ નષ્ટ થઈ ગયો દેખાય છે. આજે પણ ત્યાં ચાલો અને સર્વ અંગે સ્નાન કરો કે જેથી સર્વ અંગનો રોગ ચાલ્યો જાય.' રાણીના કહેવાથી પ્રતીતિવાળા રાજાએ ત્યાં જઈ સ્નાન કર્યું અને શરીર તત્કાળ નીરોગી થઈ ગયું. આથી રાજા અને રાણી બંનેને ખૂબ આશ્ચર્ય થયું અને અન્ન-પાણીનો ત્યાગ કરીને દેવની આરાધના કરવા માંડી. “હે કૂવાની અંદરના અધિષ્ઠાયક દેવ ! હે યક્ષદેવ ! તમે જે કોઈ હો તે કૃપા કરી અમને તમારું દર્શન આપો.' આ પ્રમાણે કહીને દેવની આરાધના કરતાં રાજાને ત્રણ દિવસ વીતી ગયા. છેવટે રાજાને દઢ નિર્ણયવાળો જોઈને દેવે પ્રત્યક્ષ આવીને કહ્યુ -
“રાજન ! ખરદૂષણ રાજાએ પધરાવેલી આ કૂવામાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા છે. તેના સ્પર્શથી આનું પાણી મહાપવિત્ર થયેલું છે, તેથી આ પાણીથી સ્નાન કરવાથી તારું શરીર નીરોગી થઈ ગયું છે. આ મૂર્તિના સ્પર્શથી પવિત્ર થયેલા પાણીથી શ્વાસ, ખાંસી, તાવ, શૂલ તથા કોઢ વગેરે રોગો અસાધ્ય થઈ ગયા હોય તો પણ નિશ્ચય નાશ પામે છે; નેત્રહીનને નેત્ર પ્રાપ્ત થાય છે, બહેરાને સાંભળવાની શક્તિ પ્રાપ્ત થાય છે, મૂંગો બોલતો થાય, લંગડો-પાંગળો ચાલવા લાગે છે, અપસ્માર રોગવાળાને નવું શરીર પ્રાપ્ત થાય છે, વીર્ય-પરાક્રમહીનને મહાવીર્ય પ્રાપ્ત થાય, ધન જોઈએ તેને ધન મળે છે, સ્ત્રી જોઈએ તેને સ્ત્રી મળે છે, પુત્ર જોઈએ તેને પુત્ર મળે છે, રાજ્ય ગુમાવ્યું હોય તો રાજ્ય મળે છે, પદવી ન હોય તેને ઉત્તમ પદવી મળે છે, વિજય જોઈએ તેને વિજય મળે છે, વિદ્યાહીનને વિદ્યા પ્રાપ્ત થાય છે. ભૂત વેતાલ તથા ડાકણો
ન થી અંતરિક્ષ પાનાથે