________________
નીકળ્યા હતા તે કૂવાના પાણીની બધાને ઉપકાર થાય તે માટે રાજાએ ત્યાં કુંડ બંધાવ્યો. રાજાની વિનંતિથી ત્યાં ચાતુર્માસ કરીને પછી ભવ્યજીવોને પ્રતિબોધતા ગુરુમહારાજ માલધારી શ્રી અભયદેવસૂરિજી અન્યત્ર વિહાર કરી ગયાં.
(આ પ્રમાણે અંતરિક્ષણ સંબંધી સર્વ ઈતિહાસ જણાવીને પદ્માવતી દેવીએ ભાવવિજયજી ગણીને કહ્યું કે-) માટે હે ભાવવિજય ! તું પણ તે જ શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ પ્રભુજીનો આશ્રય લે કે જેથી તારી ચાલી ગયેલી બંને આંખો તને ફરીથી પ્રાપ્ત થશે.”
| શ્રી ભાવવિજયજી ગણી શ્રી અંતરિક્ષપાર્શ્વનાથ સ્તોત્રમાં જણાવે છે કે-) આ પ્રમાણે પદ્માવતી દેવીની રાત્રે વાણી સાંભળીને મેં ગુરુભાઈ તથા શ્રાવકોને બધી કહીકત કહી. પછી ત્યાંથી શ્રાવકોનો સંઘ સાથે લઈને અમે વિહાર કરતા અનુક્રમે શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનની છત્રછાયામાં દર્શનાર્થે પહોંચી ગયા.
સંઘમાં આવેલા બધા યાત્રાળુઓને શ્રી અંતરિક્ષાપાર્શ્વનાથ પ્રભુજીના દર્શન થયાં, પરંતુ મંદભાગીઓમાં શિરોમણિ એવા મને (આંખો ચાલી ગઈ હોવાથી) ભગવાનનું દર્શન ન થયું. આથી ખિન્ન થયેલા મેં અન્ન-પાનનો ત્યાગ કરીને પ્રભુજીના દર્શનની ઉત્સુકતાથી વિવિધ પ્રકારની સ્તુતિથી શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનની (નીચે મુજબ) સ્તુતિ કરવા માંડી.
હે જિનેન્દ્ર ભગવાન ! અપકારીઓ ઉપર પણ ઉપકાર કરનાર, કલિયુગમાં જાગતા દેવ તથા વાંછિત ફળને આપનાર એવા આપને નમસ્કાર હો. હે નાથ ! આપે સ્વાર્થ વિના પણ નાગને (અગ્નિમાંથી બળતો ઉગારીને) નાગરાજ (ધરણેન્દ્ર) કર્યો છે. અને અતિનિષ્ફર તથા વૈર ધરાવનાર કમઠને પણ સમકિત આપ્યું છે. કરુણારસના ભંડાર હે સ્વામી ! આપની ચિરકાલ સુધી સેવા કરનાર આષાઢ ભૂતિકા શ્રાવકને આપે મોક્ષ આપ્યો છે. ભક્તિથી આલિંગન કરતા હાથીને તમે સ્વર્ગમાં પહોંચાડ્યો છે, અને તેથી “કલિકુંડ' નામે તમે જગતમાં પ્રસિદ્ધ થયા છો. નવાંગીવૃત્તિકાર શ્રી અભય દેવસૂરિનો કોઢ રોગ હરીનેરૂ તમે તેમનું સુવર્ણ જેવી કાંતિવાળું શરીર કર્યું છે. પાલનપુરનગરના રાજા પરમારવંશીય પાલણે આપના ચરણકમલની સેવાથી ગયેલું રાજ્ય પાછું મેળવ્યું હતું, ઉદ્દેશી શેઠને ઘેર આપે ઘીની વૃદ્ધિ કરી તેથી હે નાથ ! આપ તકલો(લો)લ' નામથી જગતમાં પ્રસિદ્ધ થયા છો. ફલની વૃદ્ધિ કરવાથી આપ ‘ફલવૃદ્ધિ૬ નામથી પૃથ્વીતલ ઉપર પ્રસિદ્ધ થયા છો. હે નાથ ! આપે એલચપુર નગરના રાજાનો દાહ તેમજ કીડાથી સહિત કુષ્ટ (કોઢ) રોગને દૂર કરીને તેનું સુવર્ણ જેવું શરીર કર્યું છે. કલિયુગમાં પણ અહીં આકાશમાં જ રહેવાની આપની ઈચ્છા હતી, પણ મલધારી (શ્રીઅભયદેવસૂરિજીની સ્તુતિથી સંતુષ્ટ થઈને ચૈત્યમાં આવીને આપ રહ્યા છો. હે અનંતવર્ણ (વર્ણનીય ગુણોથી) યુક્ત નાથ ! આપનું કેટલું વર્ણન કરું? હજાર