Book Title: Antariksh Parshwanath
Author(s): Jambuvijay, Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

View full book text
Previous | Next

Page 21
________________ જીભવાળો પણ પાર ન પામે તો હું શી રીતે પામું ? હે નાથ ! આવા આવા ચમત્કાર આપે જગતમાં બતાવ્યા છે, તો શું મારા બે નેત્ર ખોલવા આપને કઠિન છે ? હે નાથ ! હે તાત ! હે સ્વામિ ! હે વાયાકુલનંદન ! હે અશ્વસેન વંશદીપક ! પ્રત્યક્ષ દર્શન આપો. જે માતા-પિતા પુત્રને ઈષ્ટ વસ્તુ નહીં આપે તો બીજું કોણ આપવાનું ? માટે હે તાત ! મને નેત્ર આપો.' આ પ્રમાણે ઉદગાર કરતાં જ મારી આંખોનાં પડળ તૂટી ગયાં, અને લોકોના ‘જય જય’ નાદની સાથે મેં ત્રણ જગતના નાયક શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનનાં દર્શન કર્યો. જેમ મેઘ ચાલ્યા ગયા પછી સર્વે પ્રાણીઓ સૂર્યને સ્પષ્ટ જોઈ શકે છે તેમ ચક્ષુગોચર પદાથોને હું નજર સામે ફરીથી જોવા લાગ્યો. હે નાથ ! આપ લોઢાને સુવર્ણ કરનારા સાચે જ પારસમણિ છો, તેથી આપના પિતાએ આપનું સાચું જ ‘પારસમણિ' નામ રાખ્યું છે. પછી પારણું કરીને મેં હર્ષથી વિકસિત નેત્રે મને દષ્ટિ (આંખો) આપનાર શ્રી અંતરિક્ષપાર્શ્વનાથ ભગવાનનાં ફરી ફરીને દર્શન કર્યાં. પછી રાત્રે સ્વપ્નમાં આવીને મને દેવતાએ કહ્યું કે “હે વત્સ ! અહીં નાનું મંદિર હોવાથી તું મોટું (દીર્ઘ) મંદિર કરાવ.' પછી ઉઠીને સવારે શ્રાવકોને ઉપદેશ કરીને ઘન એકત્ર કરાવીને મંદિર બંધાવવાની શરૂઆત કરાવી. અન્ય સંઘને રજા આપીને થોડા શ્રાવકો સાથે હું ત્યાં રોકાયો અને એક વર્ષમાં નવું મંદિર પૂર્ણ તૈયાર કરાવ્યું. પછી તેમાં વિક્રમ સંવત ૧૭૧૫ ના ચૈત્ર સુદ ૬ ને દિવસે રવિવારે તે નવા મંદિરમાં ઉત્સવપૂર્વક શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનનું સ્થાપન કર્યો, ત્યાં પણ તે શ્રી અંતરિક્ષ ભગવાને ભૂમિનો સ્પર્શ ન કયો ત્યારે સ્તુતિ કરીને મુશ્કેલીથી ભૂમિથી એક આંગળ ઊંચે સ્થાપન કરીને બોધિબીજ સમ્યકત્વને ઉપાર્જન (નિર્મળ) કરીને હું કૃતકૃત્ય થયો, ત્યાં જ મારા ગુરુશ્રી વિજયદેવસૂરિજીની પાદુકાની ગુરુભક્તિપરાયણ શ્રાવકો પાસે પ્રતિષ્ઠા કરાવી. પછી ત્યાં કેટલાક દિવસ રહીને દેવાધિદેવ શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનની ખૂબ ભાવપૂર્વક ભાવના ભાવીને (દર્શન કરીને ભગવાનનાં દર્શન કરવા માટે ફરીથી પાછા આવવાની ઉત્કંઠા સાથે હું ત્યાંથી નીકળ્યો. રસ્તામાં મેં લોકોના ઉપકારને માટે સર્વ ઠેકાણે શ્રીઅંતરિક્ષ ભગવાન (ના માહાભ્ય)ની સૂચના કરી. આ પ્રમાણે જે કોઈ મનુષ્ય શ્રી અંતરિક્ષ ભગવાનનો આશ્રય લેશે તેના મનોરથોને તે ભગવાન પૂર્ણ કરશે. ગ્રંથકારની પ્રશસ્તિ શ્રી હીરસૂરિ મહારાજે અકબર બાદશાહ પાસેથી સાત તીર્થ તામ્રપટ લખાવી લઈને યાવચેંદ્રદિવાકર જય મેળવ્યો. તેમના શિષ્ય શ્રી વિજયસેનસૂરિ થયા કે જેમણે જહાંગીર બાદશાહને પ્રતિબોધીને પ્રતિપદા (પડવો), રવિવાર તથા ગુરુવારના દિવસોમાં જીવદયા પળાવી. તેમના શિષ્ય શ્રીવિજયદેવસૂરિ થયા કે ભવિજનરૂપી વિહત કે શ્રી તિરિક્ષ પાનાથી

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60