Book Title: Antariksh Parshwanath
Author(s): Jambuvijay, Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

View full book text
Previous | Next

Page 19
________________ પ્રતિમાજીને પ્રાર્થના કરી તો પણ પ્રતિમાજી મંદિરમાં પધાર્યા નહીં. આથી ખિન્ન થયેલા રાજાએ ધરણેદ્રનું સ્મરણ કર્યું પણ રાજાના અભિમાનથી ધરણેન્દ્ર પણ ન આવ્યા તેથી અતિ ખિન્ન ખયેલા રાજાએ મંત્રીએ પૂછ્યું કે-ભગવાન ચૈત્યમાં આવતા નથી માટે શું કરવું ? મંત્રીએ વિચાર કરીને કહ્યું કે – રાજન ! એક ઉપાય છે. સર્વ શાસ્ત્રોમાં વિશારદ, અનેક રાજાઓને માન્ય તથા દેવીની જેમને સહાય છે એવા અભયદેવ નામના આચાર્ય છે. કર્ણ દેવા પરાક્રમી ગુજરાત દેશના કર્ણ (સિદ્ધરાજ જયસિંહના પિતા) રાજાએ તેમને “મહૂકધારી' એવી મહાપદવી આપી છે. ગયા જ વર્ષે આ આચાર્ય ખંભાતના સંઘ સાથે (કુલ્પાકજી તીર્થમાં રહેલા) માણિક્ય દેવની યાત્રા કરવા માટે આ બાજુ પધાર્યા છે. અને હમણાં તેઓ દેવગિરિ (આજનું દૌલતાબાદ) માંબિરાજે છે. જે કોઈ પણ રીતે તેઓ અહીં પધારે તો નક્કી તમારું કામ સિદ્ધ થશે.” આ પ્રમાણે મંત્રીનું કથન સાંભળીને રાજાએ મંત્રી દ્વારા ગુરુમહારાજની ત્યાં પધરામણી કરાવી. આકાશમાં અદ્ધર રહેલી પ્રતિમા જોઈને આચાર્ય મહારાજને પણ ઘણું આશ્ચર્ય થયું. રાજાના મુખેથી બધી વાત સાંભળીને તેમણે અઠ્ઠમ કરીને ધરણંદ્રનું સ્મરણ કર્યું. ધરણે આવીને આચાર્ય મહારાજને કહ્યું કે-“આ જિનમંદિર બંધાવીને રાજાએ મનમાં ઘણો મદ (અભિમાન-ગર્વ) કર્યો છે, તેથી રાજાના મંદિરમાં આ મૂર્તિ નહીં પધારે પણ સંઘે બંધાવેલા મંદિરમાં જ પધારશે.” ધરણેન્દ્રનું વચન સાંભળીને આચાર્ય મહારાજે શ્રાવક સંઘને બોલાવીને કહ્યું કે- શ્રાવકો ! તમે અહીં જલ્દી નવું મંદિર બંધાવો. તમે બંધાવેલા મંદિરમાં પ્રતિમા પધારશે. આચાર્ય મહારાજનું વચન સાંભળીને તેમની સાથે આવેલા શ્રદ્ધાળુ અને ભક્તિમાન શ્રાવકોએ મળીને જિનમંદિર બંધાવ્યું. પછી આચાર્ય મહારાજની સ્તુતિથી અધિષ્ઠાયક દેવે જેમાં સંક્રમણ કરેલું છે એવા (દેવાધિષ્ઠિત) શ્રી અંતરિક્ષપાર્શ્વનાથ ભગવાને સર્વજનોના દેખતાં આકાશમાંથી ઉતરીને શ્રાવકોએ બંધાવેલા ચૈત્યમાં સ્વયં પ્રવેશ કર્યો. ત્યાં પણ ભૂમિથી સાત આંગળ ઊંચે અદ્ધર રહેલા ભગવાનની વિ. સં. ૧૧૪ર ના મહા સુદ પંચમી ને રવિવારને દિવસે વિજય મુહૂર્તમાં આચાર્ય મહારાજે વિધિપૂર્વક પ્રતિષ્ઠા કરી. સાથે ભગવાનની આગળ ડાબે પડખે તીર્થરક્ષા માટે આચાર્ય મહારાજે શાસનદેવની પણ સ્થાપના કરી. તે વખતે ઈલચરાજાએ ભગવાનના મસ્તક ઉપર અનેક પ્રકારના રત્નોથી સુશોભિત મુગટ ચડાવીને, કાનમાં કુંડલો પહેરાવીને, કપાલમાં હીરાનું તિલક ચડાવીને, અમૃતવર્શી ચક્ષુ સ્થાપન કરીને, કંઠમાં મોતીનો હાર પહેરાવીને, અંગે સોનાની આંગી ચડાવીને, મસ્તક પાછળ ભામંડળ સ્થાપન કરીને, મસ્તક ઉપર શ્વેત છત્ર બાંધીને, સંધવીની માળા પહેરીને તથા ગુરુમહારાજનો વાસક્ષેપ મસ્તક ઉપર નંખાવીને અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરનારી આરતી ઉતારી. પછી જિન-પૂજા માટે રાજાએ ત્યાં એક નગર વસાવ્યું અને શ્રીમાન(પ્રભુ)નો વાસ થયો હોવાથી તેનું શ્રીપુર એવું નામ રાખ્યું. જ્યાંથી ભગવાન [વાળ ખરી છે. શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60