Book Title: Antariksh Parshwanath
Author(s): Jambuvijay, Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

View full book text
Previous | Next

Page 6
________________ तीर्यते डनेनेति तीर्थ : જે આત્માને ડૂબતા તારે અને કેનારે પહોંચાડી દે તેનું નામ તીર્થ અથવા જે સંસાર રૂપી સમુદ્રમાંથી મુક્તિનગરના કિનારા ઉપર ક્ષેમ કુશળ પહોંચાડી દે તેનું નામ તીર્થ. તીર્થના બે ભેદ બે-બે પ્રકારે છે. ૧ દ્રવ્યતીર્થ. ભાવતીર્થ ૧. જંગમતીર્થ, ૨. સ્થાવરતીર્થ, અપેક્ષાએ નામ અલગ-અલગ છે પણ અર્થ એક છે. જંગમતીર્થ છે તે જ ભાવ તીર્થ છે. સ્થાવરતીર્થ છે તે જ દ્રવ્યતીર્થ છે. | તીર્થ શબ્દની વ્યાખ્યામાં ચતુર્વિધ સંઘને, ગણધર ભગવંતને અને તીર્થકર પરમાત્માને તીર્થ શબ્દથી સમજાવેલ છે. અને એ ભાવતીર્થ છે. ક્રોધાદિ શત્રુઓનો નિગ્રહ કરવામાં સમર્થવાન પ્રવચન જ ભાવ તીર્થ છે. અસંખ્ય પ્રદેશી આત્માના એક-એક પ્રદેશ પર અનંત કાર્મણ વર્ગણા રૂપી રજનો સંચય અનેક ભવોમાં થયો છે તે કર્મ રૂપી રજના સંચયને તપતથા સંયમ દ્વારા ધોઈ શાફ કરવા યોગ્ય હોવાથી પ્રવચન ને ભાવતીર્થ કહ્યું છે. આ અપેક્ષાએ પ્રવચન-દ્વાદશાંગી પણ ભાવતીર્થ છે. જ્ઞાન-દર્શન-ચારિત્ર એ ભાવતીર્થ છે. એમાં દર્શન મુખ્ય છે. દર્શન છે તો જ્ઞાન છે. દર્શન અને જ્ઞાન છે તો ચારિત્ર્ય છે. અર્થાત જિનશાસન માં દર્શનનો મુખ્યતા છે. દર્શન ની પ્રાપ્તિ માટે અને દર્શનની સ્થિરતા અને શુદ્ધિ માટે જિન ભક્તિ મુખ્ય સાધન છે. જિનેવર પરમાત્મા પ્રત્યેક સમયમાં પ્રત્યેક સ્થળે ઉપસ્થિત ન રહી શકવાને કારણે મંદિર અને મૂર્તિઓ છે. શાસન અનાદિ કાળથી છે તો મંદિર મૂર્તિઓ પણ અનાદિકાળથી છે. જે જિન મંદિરો અને જિન મૂર્તિઓ એ અનેક ભવ્યાત્માઓના અંતર મલને દૂર કરવાનું કામ કરી ને અનંત આત્માઓ ને મુક્તિનગરમાં પહોંચાડી દીધા છે. આ કળિકાળમાં પણ જિનમંદિરો અને જિનમૂર્તિઓ અનેક ભવ્યાત્મા ઓ ના મિથ્યાત્વમાળ ને દૂર કરી સમ્યગ્દર્શન ની નિર્મળતા પ્રાપ્ત કરાવવામાં સહાયક બની રહી છે. એમાનું જ એક તીર્થ શ્રી શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ' જે શિરપુરમાં આવેલું છે. એનો ઈતિહાસ આદિ થી યુક્ત આ પુસ્તક મારા વાંચવામાં આવ્યું. જે મુ. શ્રી જંબુવિજયજી દ્વારા લખાયેલું અને બાલચંદ હીરાચંદ માલેગામ દ્વારા સંપાદિત હતું. સંસારીપણામાં આ તીર્થની યાત્રા બે વાર કરવાનો અનહદ આનંદ મળેલ છે. પ્રથમ વખત તો સહજભાવે તે અમે બે મિત્રોં એ વિચાર કર્યો અને એના બાવીસ જણા પ્રથમ વાર આ તીર્થની યાત્રા કરવા ગયા અને પ્રતિમાજીની સુંદરતા અદ્ધરતાએ ભાવોલ્લાસમાં અભિવૃદ્ધિ કરી. એ તીર્થના ઈતિહાસને વધારે પ્રસારિત કરવા માટે આ પુસ્તક વાંચી ત્યારે પ્રકાશન કરાવવાની ભાવના થઈ. પેઢી અને સંપાદકો ની પત્ર દ્વારા રજા મેળવી આ પ્રકાશન કરવામાં આવેલ છે. પાઠકગણ આ પ્રકાશનને વાંચી દ્રવ્ય-ભાવતીર્થ યાત્રા દ્વારા કર્મરજ ને દૂર કરવા પ્રયત્નશીલ બને એજ ૨૦૫૩ ચૈત્રપૂર્ણિમા જયાનંદ' પાલીતાના. શ્રી અંતરિક્ષા પાર્શ્વનાથ થી તા નાના નાના

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60