Book Title: Antariksh Parshwanath
Author(s): Jambuvijay, Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

View full book text
Previous | Next

Page 9
________________ ગયા છે. વાચકપ્રવર ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજ પણ અહીં આવી ગયા છે અને તેમણે અંતરિક્ષજીના બે સ્તવનો બનાવ્યા છે. યાત્રાર્થે આવેલા મુનિરાજો પૈકી કેટલાક આ તીર્થના સંબંધમાં સંક્ષિપ્ત અથવા વિસ્તૃત નોંધ પણ લખતા ગયા છે કે જેમાંથી આપણને આ તીર્થને લગતી ઐતિહાસિક માહિતી મળી શકે છે. આપણે પણ આ તીર્થનો ઈતિહાસ જાણવા માટે એ જ પ્રાચીન ઉલ્લેખો અને પ્રમાણો તરફ વળવું જોઈએ. શ્રી અંતરિક્ષજીના સંબંધમાં તપાસ કરતા પ્રાચીન ઉલ્લેખો ઘણા મળી આવે છે. જો કે તેમાંના ઘણાખરામાં અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનના નામનો જ ઉલ્લેખ છે, છતાં પાંચ-સાત એવા પણ ઉલ્લેખો છે કે જેમાં શ્રી અંતરિક્ષજી તીર્થને ઈતિહાસ પણ આપેલો છે. આ ઉલ્લેખો કેટલીક વાતોમાં પરસ્પર મળતા છે જ્યારે કેટલીક વાતોમાં પરસ્પર ભેદ પણ પડે છે. ઉલ્લેખો વાંચવાથી અને સરખાવવાથી ભેદ આપોઆપ સમજાઈ જશે. આ ઉલ્લેખો સંસ્કૃત, પ્રાકૃત તથા ગુજરાતી એમ ત્રણે ભાષામાં અને તે લેખના છેવટના ભાગમાં યથાલભ્ય યથાશકય અક્ષરશઃ આપવામાં આવ્યા છે તે પહેલાં તેનો ભાવાર્થ ગુજરાતીમાં નિચે મુજબ આપવામાં આવે છે. કાળક્રમને મુખ્ય રાખીને આપણે એ ઉલ્લેખોમાં આવતા ઈતિહાસને અનુક્રમે જોઈએ. શ્રી જિનપ્રભસૂરિજીએ આપેલો ઈતિહાસ -ખરતરગચ્છના શ્રી જિનપ્રભસૂરિજી કે જેમનો દિલ્હીના બાદશાહ મહમદ તઘલક ઉપર ઘણો પ્રભાવ પડ્યો હતો. તેમણે ભારતવર્ષના ચારે ખૂણાના અનેક તીર્થોની માહિતી આપતા લગભગ ૫૮ જેટલા કલ્પોની રચના કરી હતી. આ કલ્પો વિવિધતીર્થત્વ નામના ગ્રંથમાં છપાયેલા છે. આમાં અંતરિક્ષના સંબંધમાં એક શ્રીપુર મન્તરિક્ષ પાર્શ્વનાથત્વ પણ છે કે જેની રચના વિક્રમ સં. ૧૩૬૪ થી ૧૩૮૯ દરમિયાન થઈ હશે એમ લાગે છે. શ્રી જિનપ્રભસૂરિ ગ્રામાનુગ્રામ ચૈત્યપરિપાટી કરતા દક્ષિણ દેશમાં મહારાષ્ટ્રમાં પધાર્યા હતા અને દેવગિરિ (વર્તમાન દોલતાબાદ) તથા પ્રતિષ્ઠાનપુર (વર્તમાન પૈઠણ) ની યાત્રા કરી હતી. પ્રાય: તે અરસામાં જ તેમણે આ તીર્થની યાત્રા કરી હતીને શ્રીપુરમન્તરિક્ષ પાર્શ્વનાથન્ય ની રચના કરી હતી અંતરિક્ષના સંબંધમાં આપણે ત્યાં મળતાં ઉલ્લેખોમાં સહુથી પ્રાચીન ઉલ્લેખ હોય તો હજુ સુધી આ જિનપ્રભસૂરિજીવાળો જ ઉલ્લેખ છે. આ કલ્પમાં શ્રી જિનપ્રભસૂરિજી નીચે પ્રમાણે જણાવે છે કે - શ્રી પૂરનગરના આભૂષણ સમાન-પ્રગટપ્રભાવી શ્રી પાર્શ્વનાથ ભગવાનને પ્રણામ કરીને અંતરિક્ષમાં (આકાશમાં અદ્ધર) રહેલી તેમની પ્રતિમાના કલ્પને કંઈક કહું છું - - છે. આ તક કે મારી થી અંતરિક્ષ પાર્શ્વનાથ

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60