Book Title: Antariksh Parshwanath
Author(s): Jambuvijay, Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

View full book text
Previous | Next

Page 5
________________ S: પ્રસ્તાવના દેવાધિદેવ શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવંતના અદભૂત અને ચમત્કારપૂર્ણ તીર્થનો ઈતિહાસ અને એ તીર્થનું ગૌરવ બતાવતું પુસ્તક પ્રકાશિત થાય એવું મારૂ સ્વપ્ન પરમપૂજ્ય પંડિતપ્રવર મુનિશ્રી જંબૂવિજય મહારાજની કૃપાથી મૂર્ત સ્વરૂપમાં આવ્યું તે જોઈ મને પરમ સંતોષ થયો. અને અલ્પકાળમાં જ તે પુસ્તકની બીજી આવૃતિ છપાવવાનો પ્રસંગે ઉપસ્થિત થયો એ જોઈ મારા આનંદનો પાર રહ્યો નહી. વિદ્વાન મુનિ શ્રી જંબુવિજય મહારાજે સંશોધનપૂર્વક વિદ્ધભોગ્ય ટિપ્પણીઓ આપી હતી, તે સામાન્ય વાચકો માટે તદન નિરૂપિયોગી છે. માટે તે બાદ કરી બીજી આવૃતિ વધુ સુલભ કરો તો સારૂ, એવી અનેકો તરફથી સૂચનાઓ મળી. તેથી આ આવૃત્તિમાં તેની ટિપ્પણીઓ કાઢી નાખી અગર મૂળ સાથે ભેળવી દેવામાં આવી છે. જેથી પુસ્તકના આકારમાં ઘટાડો થયો છે. પણ મૂળ વસ્તુમાં જરાએ ઓછું કરવામાં આવ્યું નથી આ મૂળ પુસ્તકનો મરાઠી ભાષામાં અનુવાદ કરી તે પણ પ્રગટ કરવામાં આવ્યો છે. એ પુસ્તક પણ અત્યંત લોકપ્રિય થયેલું છે. આ બીજા આવૃતિના આધાર પર જ હિંદી આવૃતિ પણ પ્રગટ કરવામાઁ આવશે. માલેગામ સાહીત્યચંદ્ર બાલચંદ હીરાચંદ અક્ષય તૃતિયા સંપાદક સંવત ર૦૧૮ શિરપુર આવવાના માર્ગો ૧. મુંબઈથી નાગપુર જનારી ગાડીમાંઆકોલા ઉતરવું. ત્યાંથી શિરપુર ૫ કિલો મિટર થાય છે. મોટરની સગવડ થઈ શકે છે. આકોલામાં મંદિર, ધર્મશાળા છે રસ્તામાં માલેગામ નામનું ગામ આવે છે. ત્યાં ઘર્મશાળા છે. ૨. સુરત થી ભુસાવળ આવી નાગપુર તરફની ગાડીથી આકોલા આવવું. ૩. કલકત્તા તરફથી નાગપુર માર્ગે આકોલા આવવું. ૪. મદ્રાસ તરફથી બલારશા તરફથી વર્ધા થઈ આકોલા અવાય છે. ૫. ખાંડવા-હિંગોલી મીટરગેજ લાઈન હાલમાં નખાઈ છે. તેના જવળકા નામના સ્ટેશનથી શિરપુર ૧૫ કિલોમિટર દૂર છે. વિકાસ છે થી અંતરિક્ષ પાર્શ્વનાથ

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 60