Book Title: Anahadani Arti Author(s): Prashamrativijay Publisher: Pravachan Prakashan Puna View full book textPage 4
________________ આરતીની જ્યોત મંત્રીશ્વર વસ્તુપાળ ઉત્તમ કક્ષાના ધર્મસાધક અને શાસનપ્રભાવક હતા. તેમની વિદ્યાપ્રીતિ પણ ઉત્તમ હતી. સંસ્કૃતભાષામાં તેમણે નરનારીયળોનન્ટ નામનાં મહાકાવ્યની રચના કરી હતી. આ મહાકાવ્યને ભાષાકીય અને સાહિત્યિક દૃષ્ટિએ ઉચ્ચ દરજ્જો મળે છે. શ્રી આતિનાથ સ્તોત્ર, શ્રી નેમિનાથ સ્તોત્ર, શ્રી અંવિા સ્તોત્ર, પ્રાર્થનાřોજો દ્વારા મંત્રીશ્વરની સાહિત્ય પ્રતિભાનો અનુભવ થાય છે. વિદ્યાવ્યાસંગી હોવાને લીધે મંત્રીશ્વરે પોતાના સમકાલીન મહાકવિઓ સાથે ખાસ્સો બધો ઘરોબો કેળવ્યો હતો. કવિ સોમેશ્વર, કવિ હરિહર, કવિ મદન, કવિ સુભટ, કવિ નાનાક, કવિ યશોવીર, કવિ અરિસિંહ જેવા સમર્થ ધુરંધરો સાથે સભામાં બેસીને કાવ્યવિનોદ કરનારા મંત્રીશ્વરની જ્ઞાનગરિમા અપૂર્વ હતી. શ્રી અમરચંદ્રસૂરિજી મહારાજા, શ્રી વિજયસેનસૂરિજી મહારાજા, શ્રી ઉદયપ્રભસૂરિજી મહારાજા, શ્રી નરચંદ્રસૂરિજી મહારાજા, શ્રી જયસિંહસૂરિજી મહારાજા, શ્રી માણિકચચંદ્રસૂરિજી મહારાજા જેવા પરમજ્ઞાની આચાર્ય ભગવંતોની છાયામાં બેસીને જ્ઞાનગોષ્ઠી કરવાનો લાભ મંત્રીશ્વર મેળવી શકતા હતા કેમકે તેમનું અભ્યાસનું સ્તર અત્યંત ઊંચું હતું. સમકાલીન વિદ્વાનોએ મંત્રીશ્વર વસ્તુપાળને કૂચલ સરસ્વતી (=દાઢીવાળી સરસ્વતી), સરસ્વતી કંઠાભરણ, વાન્દેવીસૂનુ, સરસ્વતીપુત્ર જેવાં બિરૂદો આપ્યાં હતાં. મંત્રીશ્વર માટે સમકાલીનોએ કાવ્યો પણ લખ્યાં હતાં. કવિ સોમેશ્વરે નવ સર્ગનું તિામુદ્રી મહાાવ્યમ્ લખ્યું હતું, જેમાં મંત્રીશ્વરની વિજયગાથાનો આલેખ છે. ઠક્કુર અરિસિંહે મુતસંીર્તન નામનું અગિયાર સર્ગનું મહાકાવ્ય લખ્યું હતું. મંત્રીશ્વરનાં ધર્મકૃત્યોના પ્રમુખ પ્રેરણાદાતા શ્રી વિજયસેનસૂરિજી મહારાજાએ મંત્રીશ્વરના ગિરનાર તીર્થયાત્રાસંઘ પ્રસંગે સ્ત્રીવર્ગને ગાવા માટે રેવંતરાસુ-ની રચના કરી હતી. આ સૂરિજીના શિષ્ય શ્રી ઉદયપ્રભસૂરિજી મહારાજાએ મંત્રીશ્વરની તીર્થયાત્રાઓનું વર્ણન કરતું ધર્માચ્યુતય મહાાવ્યમ્ રચ્યું હતું. આ મહાકાવ્યની એક નકલ ખુદ મંત્રીશ્વર વસ્તુપાલે પોતાના હાથે વિ. સં. ૧૨૯૦માં લખી હતી તે આજે ખંભાતનાં જ્ઞાનભંડારમાં મૌજૂદ છે. આ જ સૂરિજીએ સુવૃતીતિજ્ઞોહિની નામની પ્રશસ્તિમાં મંત્રીશ્વર અને તેમના પૂર્વવર્તી રાજાઓના સત્કાર્યોનો ગુણાનુવાદ કર્યો છે. શ્રીનરચંદ્રસૂરિજી મહારાજાએ, મંત્રીશ્વર વસ્તુપાળની આગ્રહપૂર્ણ વિનંતીથી જ્યારભાર નામનો ગ્રંથ રચ્યો હતો, તેમણે મંત્રીશ્વરે પ્રતિષ્ઠિત કરેલાં અમુક જિનાલયોના પ્રશસ્તિ લેખો પણ લખ્યા છે. આચાર્ય શ્રી નરેન્દ્રપ્રભસૂરિજી મહારાજાએ મંત્રીશ્વર વસ્તુપાળની વિનંતીથી અહંભારમહોધિ નામનું સાહિત્યશાસ્ત્ર રચ્યું હતું. આચાર્ય શ્રી બાલચંદ્રસૂરિજી મહારાજાએ મંત્રીશ્વરનાં જીવન વિશે વસંતવિલાસમદા-દ્રાવ્યમ્ ની રચના કરી હતી. મંત્રીશ્વર વસ્તુપાળના શત્રુંજય છરીપાલક સંઘનાPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 54