Book Title: Aho Ashcharyam Author(s): Ratnasundarsuri Publisher: Ratnasundarsuriji View full book textPage 5
________________ એની આસપાસ કાંટાઓ પાર વિનાના. બસ, એ જ રીતે આ માનવતી રૂપવતી ખરી પણ એનામાં અભિમાન, તોછડાઈ અને નિર્લજ્જતા તો કલ્પના બહારનાં ! શેં એના પિતા એનાથી પ્રસન્ન રહેતા હશે ? શું એના ઘરના સભ્યો એનાથી સ્વસ્થ રહેતા હશે ? જાણું તો ખરો કે કોણ છે એના પિતા ? ક્યાં છે એનું ઘર ? મનમાં તો મને એમ થાય છે કે હું લગ્ન એની સાથે જ કરું. જોઉં તો ખરો કે પોતાની સખીઓ સમક્ષ એણે કરેલ પતિ અંગેની પ્રતિજ્ઞાઓ એ કેવી રીતે પૂર્ણ કરે છે ? ક્યાંક વાંચવામાં આવ્યું હતું આ દૃષ્ટાન્ત, “પ્રભુ, કૂતરો મારા પર વારંવાર આક્રમણ કરે છે. આપ મને કોક એવી ચીજ આપો કે જેનાથી હું મારું રક્ષણ કરી શકું' બિલાડીએ પ્રભુને વિનંતિ કરી. ‘જા, તને પગમાં એવા નહોર આપું છું કે એના બળે તું તારી જાતને કૂતરાથી અચૂક બચાવી શકીશ.’ ‘પ્રભુ, ગાય મને વારંવાર પોતાનાં શિંગડાં મારે છે અને મને શાંતિથી બેસવા નથી દેતી. આપ મને કોક એવી ચીજ આપો કે જેનાથી હું મારું પોતાનું રક્ષણ કરી શકું' કૂતરાએ પ્રભુને વિનંતિ કરી. ‘જા. તને ભસવાની એવી તાકાત આપું છું કે ગાય તને હેરાન કરવાની હિંમત જ નહીં કરી શકે’ પ્રભુએ કહ્યું. “પ્રભુ, વાઘના આક્રમણ સામે મારે શેં ટકી રહેવું એ જ મને સમજાતું નથી. આપ કોક એવો ઉપાય દેખાડો કે મારી જાતને વાઘથી હું સુરક્ષિત તો રાખી શકું !' ગાયે પ્રભુને વિનંતિ કરી. ‘તને મેં જે શિંગડાં આપ્યા છે ને, એને હું એવા અણીદાર બનાવી દઉં છું કે વાઘ તારી પાસે આવવાની હિંમત જ નહીં કરે' પ્રભુએ ગાયને આશ્વાસન આપ્યું. ‘પ્રભુ, સિંહને આપે એવી પાશવી તાકાત આપી દીધી છે કે જંગલનાં તમામ પશુઓને તો ઠીક, મને પણ એ શાંતિથી બેસવા દેતો નથી. મારી કંઈક તો દયા ‘ખાઓ’ રડમસ ચહેરે વાઘે પ્રભુને વિનંતિ કરી. ‘જા, તને પગમાં નખ આપી દઉં છું. એના સહારે તારી જાતને તું સિંહથી અચૂક બચાવી શકીશ' પ્રભુએ વાઘને આશ્વાસન આપ્યું. ‘પ્રભુ, માણસને બુદ્ધિ આપીને આપે મને સર્વથા અસુરક્ષિત બનાવી દીધો છે. બુદ્ધિના એના જોર સામે ટકી જવાનો મારા માટે કોઈ વિકલ્પ ?! ‘તને રહેવા માટે જંગલ આપી દઉં છું. તું ત્યાં જ રહેજે. માણસ તને કાંઈ જ કરી નહીં શકે' પ્રભુએ સિંહને રવાના કર્યો. ‘પ્રભુ, સ્ત્રીને આપે આંખો આપીને ભારે ગરબડ કરી દીધી છે. જ્યાં એ નજર નાખે છે મારા પર, મારું બધું ય પુરુષાતન અને શૂરાતન હવાઈ જાય છે. મને એની નજરથી બચાવી લેવા આપ કાંઈ ન કરી શકો ?' ચોધાર આંસુએ રડતા રડતા પુરુષે પ્રભુને વિનંતિ કરી. ન ‘એક જ વિકલ્પ છે મારી પાસે. તારી આંખો પર હું પાંપણ ગોઠવી દઉં છું. તારા પર એ નજર નાખે ત્યારે જ નહીં પણ તારી નજરમાં એના પગ પણ આવી જાય, તુર્ત જ તું તારી આંખો પરની એ પાંપણને નીચે ઢાળી દેજે. એ સિવાય સ્ત્રીની નજરથી તારી જાતને સુરક્ષિત રાખી શકે તું, એ વાતમાં કોઈ માલ નથી’ પ્રભુએ પુરુષને કહ્યું, હા. માનવતીએ પોતાની સખીઓને ‘સ્ત્રી'ની પાશવી તાકાતની જે વાત કરી હતી એનો સંદર્ભ એટલે જ આ દૃષ્ટાન્ત. સંપત્તિના ઢગલા વચ્ચેથી જરાય લલચાયા વિના અનાસક્ત ભાવે પુરુષને નીકળી જવું કદાચ સરળ છે પરંતુ સ્ત્રીની ઉપસ્થિતિ વચ્ચે એના પર નજર નાખ્યા વિના નીકળી જવું પુરુષને માટે અશક્યપ્રાયઃ છે. અને એ હિસાબે જ તો મહર્ષિઓએ શીલ અને સદાચારની સુરક્ષા માટે પુરુષ અને સ્ત્રી, બંને પર સંખ્યાબંધ નિયંત્રણો મૂકી દીધા છે. અલબત્ત, આજના યુગે એ નિયંત્રણોને લગભગ એક બાજુ તો ધકેલી જ દીધા છે પરંતુ સ્ત્રી અને પુરુષ બંનેએ એક-બીજાને જાણે કે ‘આમંત્રણ’ આપવાની હરીફાઈ શરૂ કરી દીધી છે. પુરુષ પોતાના શરીરના બળપ્રદર્શન દ્વારા સ્ત્રીને પોતાના તરફ ખેંચી રહ્યો છે તો સ્ત્રી પોતાના શરીરને વધારે ને વધારે ઉધાડું કરતી રહીને પુરુષને પોતાના તરફ આકર્ષિત કરી રહી છે. સદાચાર પુરુષને માટે દુર્લભ બની રહ્યો છે તો શીલ સ્ત્રીને માટે દુર્લભ બની રહ્યું છે. ખેર, માનવતીના ગર્વને એકવાર ભૂલી પણ જઈએ તો ય એના ગર્વના ચૂરેચૂરા કરી નાખવા માનતુંગે જે રસ્તો અખત્યાર કરવાનો વિચાર કર્યો છે એ રસ્તો પણ ઓછો ખતરનાક તો નથી જ. ક્યાં માનવતીની ઉંમર અને ક્યાં માનતુંગની ઉંમર ? ક્યાં એક કન્યાનું સ્થાન માનવતીનું અને ક્યાં એક રાજાનું સ્થાન માનતુંગનું ? ક્યાં પુત્રી જેવી માનવતી અને ક્યાં પિતા જેવો માનતુંગ ? પણ, માનવતી અને માનતુંગ, બંનેનાં મગજ પર નશો છવાઈ ગયો છે અહંકારનો. ૧૦Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50