Book Title: Aho Ashcharyam
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 8
________________ આપની આજ્ઞા હોય તો હું ઇન્દ્રાણીને ય આપની સમક્ષ હાજર કરી શકું તેમ છું. આપ માની જ લો કે માનવતીનાં લગ્ન આપની સાથે થઈ જ ગયા છે. એ લગ્ન ગોઠવવામાં હું જો સફળ થાઉં તો જ માનજો કે હું આપનો સાચો અને વફાદાર સેવક છું. આપ એ બાબતમાં હવે સંપૂર્ણપણે નિશ્ચિંત થઈ જાઓ.’ તમારી સાથે જે કેવળ ગપ્પાંઓ જ લગાવતો રહે છે એ જો ‘ખાલી મિત્ર’ છે, તેમને માત્ર ભોજનમાં જ જે સાથ અને સહકાર આપતો રહે છે એ જો “થાળી મિત્ર’ છે, તમારી સાથે જે મસ્કાબાજી જ કરતો રહે છે એ જો ‘તાળી મિત્ર’ છે, તમારી સાથે હૉટલોમાં ભટકતો રહીને જે પીવામાં તમને સાથ આપતો રહે છે એ જો ‘પ્યાલી મિત્ર' છે તો તમારા જીવનને ક્યારેક કઠોર બનીને પણ જે સંસ્કારિત કરતો રહે છે એ ‘માળી મિત્ર’ છે. મંત્રી સુબુદ્ધિએ માનતુંગની વાત સાંભળીને એની હા માં હા કહેવાને બદલે એના માળી મિત્ર બનવાની જરૂર હતી, એક મુગ્ધવયની યુવતી પોતાની સખીઓ વચ્ચે જે કાંઈ બોલી, એ શબ્દોને ખોટા સાબિત કરવા માટે જ એની સાથે લગ્ન કરવા તૈયાર થઈ જવું, એ પ્રત્યેક પ્રજાજનનું યોગક્ષેમ કરવાની જવાબદારી જેના શિરે રહી છે એ રાજવી માટે ઉચિત ન જ કહેવાય. આ વાત સુબુદ્ધિએ માનતુંગને કહેવાની જરૂર હતી, પણ ના. એણે માળી મિત્ર બનીને માનતુંગની નારાજગી વહોરી લેવાને બદલે તાળી મિત્ર બનવાનું પસંદ કર્યું. ‘માનવતી સાથે આપનાં લગ્ન ગોઠવી દેવામાં હું સફળ બનું તો જ આપ માનજો કે સુબુદ્ધિ આપનો વફાદાર સેવક છે” આમ કહીને એણે માનતુંગના વધુ કૃપાપાત્ર બનવાનું પસંદ કર્યું. માનતુંગે આપેલ નિશાનીને સ્મૃતિપથમાં રાખીને મંત્રી સુબુદ્ધિ નીકળી પડ્યો નગરની ગલીઓમાં. અને અચાનક એક મકાન એની નજરે ચડી ગયું કે જ્યાં ચંપકવૃક્ષ પણ હતું અને તાંબુલની પિચકારીનો રંગ પણ હતો. “આ એ જ મકાન કે જ્યાં પહોંચવાનું મને રાજવીએ કહ્યું છે' બસ, સાથે રહેલા પોતાના સેવકની સાથે જ મંત્રીએ એ ઘરમાં પ્રવેશ કર્યો. માનવતીના બાપ ધનદત્તના તો મંત્રીને જોઈને ધબકારા જ વધી ગયા. ‘મારા ઘરે મંત્રી? અને એ ય આમંત્રણ વિના? આગોતરી જાણ કર્યા વિના? શું મારો કોઈ અપરાધ થયી હશે ? શું મારો કોઈ ગુનો થયો હશે ?’ હૃદય ભયથી ફફડી રહ્યું હોવા છતાં મુખ પર સ્વસ્થતા ધારણ કરીને ધનદ સુબુદ્ધિનો મધુર શબ્દોમાં સત્કાર કર્યો. બેસવા માટે આસન આપ્યું. સાથે મુખવાસ પણ આપ્યો. ‘ગંગામાં સ્નાન કરવાથી જેમ કૃતાર્થ થવાય છે તેમ આપના દર્શનથી હું કૃતાર્થતા અનુભવી રહ્યો છું. મારા યોગ્ય કાંઈ પણ કાર્ય હોય તો મને જણાવો. મને આનંદ થશે' | ‘રાજવી માનતુંગને તમારા પર પ્રીત કેમ છે? એનો મારા મનમાં ખુલાસો થઈ ગયો છે. તમારા જેવા સહૃદયી શ્રેષ્ઠી આ નગરને મળ્યા છે એનો માનતુંગને અપાર આનંદ છે. શ્રેષ્ઠિવર ! બોલો, તમારે કામકાજ શેનું? તમારે સંતતિમાં કોણ ?' | ‘વિદેશથી વહાણો દ્વારા મારે ત્યાં માલની હેરાફેરી થાય છે. આ મારું કામ છે. સંતતિમાં માનવતી નામે મારે એક પુત્રીરત્ન છે” “ક્યાં છે એ અત્યારે ?' ‘ભણવા ગઈ છે” ‘પાછી ક્યારે આવશે ?' ‘દિવસના પાછલા ભાગમાં” ‘શું ભણે છે એ?” જૈન ધર્મનાં રહસ્યો’ ‘તમે મને એ સમજાવી શકો?’ ‘જરૂર. વીતરાગ સર્વજ્ઞ જિનેશ્વર ભગવંત એ અમારા દેવ છે. કંચન-કામિનીના ત્યાગી પંચ મહાવ્રતના ધારક અને પાલક એવા મુનિઓ અમારા ગુરુ છે. અહિંસા મૂલક કેવળી ભગવંતોએ પ્રરૂપેલો અમારો ધર્મ છે. વૈરાગ્ય-વાત્સલ્ય અને વિવેક, ઔચિત્ય, ઉદારતા અને સહૃદયતા, કોમળતા, શીતળતા અને સરળતા આ બધા ગુણોની પ્રતિષ્ઠા એને જ અમે અમારા જીવનનું એક માત્ર કર્તવ્ય માનીએ છીએ. અનેકાંત, અપરિગ્રહ અને અહિંસા એ અમારા ધર્મનો પ્રાણ છે.” ‘કમાલ ! કમાલ ! સાચે જ તમારો ધર્મ અતિ પ્રશંસનીય છે, વંદનીય છે, આદરણીય છે' સુબુદ્ધિએ ધનદત્તને જ્યાં આવાં વચનો કહ્યા એ જ સમયે માનવતીએ ઘરમાં પ્રવેશ કર્યો. સુબુદ્ધિની નજર જ્યાં માનવતી પર પડી, એ સ્તબ્ધ થઈ ગયો, આ મસ્ત રૂપ ? આ કમનીય કાયા ? આ ગજગામિની ચાલ ? સાચે જ રાજવી માનતુંગ આ રૂપ પાછળ પાગલ જો બની ગયા હોય તો એમાં કાંઈ જ નવાઈ નથી. આ રૂપ કોઈના ય આકર્ષણનું કારણ બનીને રહે તેવું જ છે. આગને પામીને જે પાણી ઊર્ધ્વયાત્રાએ નીકળી પડે છે એ જ પાણી ઢાળ આગળ

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50