________________
સબૂર! આગળ એક કદમ પણ નહીં ચાલતો. મકાન હમણાં જ પડવાનું છે? આકાશવાણી સાંભળીને યુવક ત્યાં જ ઊભો રહી ગયો. અને પળભરમાં જ સામે ઊભેલું મકાન તૂટી પડ્યું. એકાદ કિલોમીટર ચાલ્યા બાદ અચાનક ફરી આકાશવાણી થઈ. સબૂર ! ઊભો રહી જો. ભયંકર વાવાઝોડું આવી રહ્યું છે’ એ ઊભો રહી ગયો. વાવાઝોડું આવીને ચાલી ગયું. એ રડવા લાગ્યો. ‘તું રડે છે કેમ ?” ગેબી અવાજ આવ્યો, મારા લગ્નનું નક્કી થયું ત્યારે તમે ક્યાં હતા ?” કોઈ જવાબ ન મળ્યો.
હા. સંસારનું આ જ નગ્ન સ્વરૂપ છે. અહીં સુખ ભવિષ્યમાં છે. સુખની આશા વર્તમાનમાં છે. અહીં સપનામાં પુષ્પોના ઢગ છે. આંખ ખૂલે છે ત્યારે ખ્યાલ આવે છે કે પથારીની ચારેય બાજુ કાંટાઓ જ વેરાયેલા પડ્યા છે. અહીં કલ્પનામાં ઘૂઘવાટ કરતો સાગર છે. વાસ્તવિકતામાં ગંદા ખાબોચિયા સિવાય બીજું કશું જ નથી. અહીં સંબંધ સ્વર્ગના ખ્યાલે બંધાય છે અને સમય જેમ જેમ પસાર થાય છે તેમ તેમ અનુભવ નરકનો થતો જાય છે.
દુઃખદ આશ્ચર્ય તો એ છે કે આ કટુ અનુભવ પછીય સંસારરસિક આત્મા એના
પરથી બોધપાઠ લઈને સ્વજીવનને એ ગલત રાહેથી પાછું વાળવા કટિબદ્ધ બનતો નથી.
માનવતાના આનંદનો આજે પાર નહોતો. પતિ તરીકે એને બીજું કોઈ નહીં, રાજા મળ્યો હતો. રહેવા માટે એને કોઈ ભવ્ય ઇમારત નહીં, વિશાળકાય રાજમહેલ મળ્યો હતો. એની સેવામાં બે–ચાર નહીં, સેંકડો સેવકો મળ્યા હતા. એના ઇશારા માત્રથી એની સામે પાણી નહીં, કેસરિયાં દૂધ હાજર થવાનું હતું.
અલબત્ત, આશ્ચર્ય એને એ વાતનું થતું હતું કે “મારો સંબંધ રાજવી સાથે શી રીતે ગોઠવાયો હશે ? મારા પિતાજી ગમે તેટલા શ્રીમંત છે પણ આખરે એમનું નામ તો વ્યાપારીમાં જ થાય ને ? જ્યારે અહીં તો રાજાએ ખુદે મારા પર પસંદગી ઉતારી છે. એવું તે શું દેખાયું હશે મારામાં કે રાજા જેવા રાજાએ એક વ્યાપારીની પુત્રી એવી મને પત્ની તરીકે પસંદ કરી લીધી છે?
ખેર, જે હશે તે. મારે એ બાબતની લાંબી વિચારણા કરવાની જરૂર જ ક્યાં છે ? આજે તો લગ્નનો પ્રથમ દિવસ છે. મારા ગુણોની હારમાળાથી મારે માનતુંગના હૃદય પર છવાઈ જવાનું છે, મારા પ્રેમના પાશમાં મારે એને એવો બાંધી દેવાનો છે કે મને છોડીને એની નજર અન્ય કોઈ સ્ત્રી પર ક્યારેય કરે જ નહીં, યુદ્ધના મેદાનમાં સૈનિકો સામે પુરુષ ભલે પોલાદી છાતી લઈને ફરી શકતો હશે પણ સ્ત્રીના નયનના અગ્નિ સામે તો પુરુષ મીણ બની જ જતો હોય છે. આ હકીકતને મારે મારા જીવનમાં અનુભવનો વિષય બનાવીને જ રહેવાનું છે, સારો ધનુર્ધારી જેમ એક જ બાણ વડે લક્ષ્યને વીંધી નાખતો હોય છે તેમ મારે આજના એક જ વખતના સ્નેહથી માનતુંગના હૃદયને જીતી લેવાનું છે અને એના મનને વશમાં લઈ લેવાનું છે.
માનવતી મનમાં ને મનમાં આવા સુખદ વિચારોને રમાડી રહી છે અને એ જ પળે માનતુંગે ત્યાં પ્રવેશ કર્યો,
શરમથી માનવતીએ પોતાનાં નણો નીચા ઢાળી દીધા. માનતુંગ બરાબર એની સામે બેઠો અને માનવતીના રૂપને નીરખવા તો લાગ્યો પણ એક શબ્દ પણ એ બોલ્યો નહીં. માનવતીની ધીરજ ખૂટી ગઈ. એણે રાજા સામે જોયું. ત્યાં ન એને કોઈ આદર દેખાયો કે ન એને ત્યાં સ્નેહનાં કોઈ દર્શન થયા. એ કંપી ઊઠી, આ શું? આવો રુક્ષ
વ્યવહાર પતિનો? અને એ ય આજે ? શું તબિયત એમની બરાબર નહીં હોય? શું કોઈ ચિંતા એમના મન પર સવાર થઈ હશે ? શું મારામાં એમને કોઈ દુર્ગુણ દેખાયો હશે ?
૨૩
૨૪