Book Title: Aho Ashcharyam Author(s): Ratnasundarsuri Publisher: Ratnasundarsuriji View full book textPage 1
________________ ચોરી ?” ‘નથી કરતો” ‘વિશ્વાસઘાત ?” ‘નથી કરતો” ‘વ્યભિચાર ?' ‘નથી કરતો’ શરીરમાં રોગ પેદા થઈ જાય છે, માણસ સામે ચડીને ડૉક્ટર પાસે જઈને એને પ્રગટ કરી દે છે. માણસ રસ્તો ભૂલી જાય છે, કોઈને પણ ઊભો રાખીને રસ્તો પૂછી લેવામાં એને નાનમ નથી લાગતી. ઘરમાં ચોરી થઈ જાય છે, સામે ચડીને પોલીસસ્ટેશને જઈને ફરિયાદ નોંધાવવા એ તૈયાર થઈ જાય છે પરંતુ જ્યાં એને પોતાનો અહં તૂટતો દેખાય છે, ગુનેગાર પુરવાર થવાનું લાગે છે, નુકસાન થઈ જવાની સંભાવના દેખાય છે, જૂઠ બોલતા માણસ પળની ય વાર નથી લગાડતો. યાદ રાખજો, સત્યોચ્ચારણ બહુ મોટું પરાક્રમ માગી લે છે. ત્યાં અહંને વજન આપવાનું બનતું નથી. ત્યાં લોભના શિકાર બનવાનું હોતું નથી તો નુકસાની પાછળ આંસુ પાડવાના હોતા નથી. જીવનને પકડી રાખવાની વાત ત્યાં ટકતી નથી તો મોતને આવકારવાની તૈયારી ત્યાં પૂરેપૂરી રાખવી પડે છે. આવી તૈયારી જેણે પણ દાખવી છે, જગતે એનાં સન્માન કદાચ નથી પણ કર્યા તો ય કર્મસત્તાએ એને પ્રચંડ પુણ્યની ભેટ ધરી છે તો ધર્મસત્તાએ એને વિપુલ ગુણોનો સ્વામી બનાવ્યો છે. સુખમાં એ સ્વસ્થ રહ્યો છે, સફળતામાં એ નમ રહ્યો છે, સંપત્તિની રેલમછેલ વચ્ચે એ સંતુષ્ટ રહ્યો છે, ભોગસુખોની વિપુલ સામગ્રી વચ્ચે એ અનાસક્ત રહ્યો છે. ‘બિલકુલ નહીં? ‘માંસાહાર?” ‘પ્રશ્ન જ નથી” ‘ કોઈ દોષ નથી ?' એક છે.” કયો ?” ‘જૂઠ બોલું છું' શું સુધરવાનું આ વ્યક્તિનું જીવન? કોણ બદલાવી શકવાનું આવી વ્યક્તિનું મન ? શું સમાજમાં વિશ્વસનીય બની શકવાની આવી વ્યક્તિ ? શું આવી વ્યક્તિના જીવનમાં આગમન થવાનું સગુણોનું? શું આવી વ્યક્તિના જીવનમાંથી દોષોની થવાની રવાનગી ? લોભ એ જો સઘળાંય પાપોનો બાપ છે, હિંસા એ જો સઘળાંય પાપોની માતા છે તો જૂઠ એ સઘળા ય દુર્ગુણોની તોતિંગ ઇમારતનો પાયો છે. જ્યાં સુધી એ પાયો સલામત છે ત્યાં સુધી તમામેતમામ દુર્ગણો સલામત છે. દુ:ખદ આશ્ચર્ય એ છે કે દુર્ગુણોની વિશાળકાય ઇમારત સહુની નજરમાં ચડતી હોવાના કારણે એ ઇમારતને ધરાશાયી કરવા માણસ પ્રયત્નશીલ બનવા હજી તૈયાર થઈ જાય છે પરંતુ એ ઇમારતના પાયામાં રહેલ જૂઠ કોઈની ય નજરે ચડતું ન હોવાના કારણે માણસ એને તોડી નાખવા પ્રયત્નશીલ તો નથી, બનતો પરંતુ ભૂલેચૂકે કોઈ એને તોડી નાખવા પ્રયત્નશીલ બને પણ છે તો માણસ એના બચાવ માટે શક્ય એટલા તમામ ધમપછાડા કરતો રહે છે. દેશ માલવ. માનતુંગ રાજા મંત્રી સુબુદ્ધિ એક દિવસ રાજસભાનું વિસર્જન થઈ ગયા બાદ રાજાના મનમાં એક વિચાર આવ્યો, ‘હું પ્રજાજનોનું યોગક્ષેમ સરસ રીતે કરી રહ્યો છું એમ મને તો લાગે છે પણ મારે જાણવું તો એ છે કે પ્રજાજનો મારી રાજ્યવ્યવસ્થાથી અને મારા સ્વભાવથી સંતુષ્ટ અને પ્રસન્ન છે કે નહીં? જેઓ કાયમ મારી નજીક જ રહે છે અથવા તો સાથે જ રહે છે તેઓ તો કદાચ લોભ-ભય વગેરે કારણે મારી ખુશામત કે પ્રશંસા જ કરતા રહેવાના પણ મારે જો સત્ય હકીકત જાણવી છે તો એ માટે મારે પ્રજાજનો વચ્ચે જ જવું રહ્યું. માણસ માટે એમ કહેવાય છે કે એને કોઈ જોતું નથી હોતું ત્યારે એ જે કરે છે એ જો એનું ચારિત્ર્ય છે તો સારું કરતી વખતે ય એના મનમાં જે ચાલતું હોય છે એ એની પોતાનીPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 50