Book Title: Aho Ashcharyam
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 9
________________ બાકી. એક વાત યાદ રાખજો કે અતિથિ, રાજા, બાળક અને સ્ત્રી, આ ચારેયની પ્રકૃતિ એવી હોય છે કે તેઓ પોતાના પાસે શું-શું છે એના તરફ ધ્યાન કેન્દ્રિત કરતા જ નથી. તેઓ તો બસ, સતત માગ્યા જ કરે છે અને “ફરી કરી આપો’ એમ કહ્યા જ કરે છે. આથી પ્રસન્ન થઈને તમે મેં જે માગણી મૂકી છે એમાં સંમતિ આપી જ દો. બાકી, આ તો રાજા છે. એમાપ સત્તા છે એની પાસે, ભરપૂર અધિકારો છે એની પાસે. એની માગણી જો આપ નહીં સંતોષી તો બની શકે કે એ ભારે ગુસ્સે પણ થાય અને આપના સમસ્ત પરિવારને મુશ્કેલીમાં પણ મૂકી દે.” ધનદત્ત સમક્ષ સુબુદ્ધિએ ભારે ચતુરાઈપૂર્વક આ રજૂઆત કરી. કરતા લાચાર બનીને અધોયાત્રાએ નીકળી પડતું હોય છે. મેળવણને પામીને જે દૂધ, દહીંમાં રૂપાંતરિત થઈ જતું હોય છે એ જ દૂધ, પોતાનામાં લીંબુના બે-ચાર ટીપાંના પ્રવેશે ફાટી જતું હોય છે. જે પથ્થર શિલ્પીને પામીને પ્રતિમાનું ગૌરવ પામી જતો હોય છે, એ જ પથ્થર ગુંડાના હાથમાં આવીને કો’કનું માથું ફોડી નાખતો હોય છે. બસ, એ જ ન્યાયે પ્રભુના જે રૂપનાં દર્શને આત્મા નિર્વિકારભાવના ગગનમાં ઊડવા લાગતો હોય છે, એ જ આત્મા વિજાતીયનાં દર્શને પોતાના હૈયામાં વાસનાની આગ પ્રજ્વલિત કરી બેસતો હોય છે. પ્રશ્ન એ નથી કે પોતે કેવો છે? પ્રશ્ન એ છે કે કેવાં નિમિત્તોની વચ્ચે પોતે જીવી રહ્યો છે ? નિમિત્તો જો ગલત છે તો પોતાનું ‘સારા’ બનવું કે ‘સારા' બન્યા રહેવું ભારે મુશ્કેલ છે અને નિમિત્તો જો શુભ છે તો પોતાનું “ખરાબ' બનવું કે “ખરાબ” બન્યા રહેવું લગભગ અશક્યપ્રાયઃ છે. માનતુંગના મનમાં માનવતીને પામી જવાની લાગેલી તલપના મૂળમાં શું હતું ? આ જ, માનવતીનું એણે કરેલું દર્શન, માનવતીના મુખમાંથી નીકળેલો અભિમાન સૂચક શબ્દોનું એણે કરેલું શ્રવણ. માનવતીના રૂપનું અને શબ્દોનું એણે મનમાં અકબંધ રાખેલું સ્મરણ ! ‘આ છે મારી પુત્રી માનવતી' ધનદત્ત બોલ્યો. સુબુદ્ધિ કાંઈ બોલે એ પહેલાં તો માનવતી ઝડપથી આવીને પોતાના પિતાના ખોળામાં બેસી ગઈ. પિતાનો વાત્સલ્યસભર હાથ એના મસ્તક પર ફરવા લાગ્યો. ‘જો તમે સ્વીકારો તો મારા આગમનનું કારણ હું કહું” સુબુદ્ધિએ ધનદત્તને કહ્યું, ‘આપના મનમાં જે હોય તે મને ખુશીથી કહી. આ સેવક શક્તિના અનુસાર સ્વામીનું કાર્ય કરશે. બાકી, મારે યોગ્ય કોઈ કાર્ય આપ જણાવો એવું મારું ભાગ્ય ક્યાં?’ ધનદત્તે જવાબ આપ્યો. ‘ગઈ કાલે રાતના આપની પુત્રી પર રાજવી માનતુંગની નજર પડી છે અને રાજવીના હૈયામાં આપની પુત્રી એવી વસી ગઈ છે કે રાજવી એને રાજરાણી જ બનાવવા માગે છે.' ‘શું વાત કરો છો ?' ‘હા, એ વાત કરવા જ તો રાજાએ મને અહીં મોકલ્યો છે. રાજા જેવો રાજા આપને જમાઈ તરીકે મળે એ આપનું કેવું સદ્ભાગ્ય હશે એ આપ કલ્પી શકો છો. આપ મારી વાતમાં સંમતિ આપી દો એટલે પ્રસન્ન ચિત્તે અહીંથી વિદાય થઈને હું શીધ્ર રાજા પાસે પહોંચી જાઉં અને એને આ શુભ સમાચાર આપી દઉં.. સક્ષ૬. માનવતીના પિતા ધનદત્ત પાસે માનતુંગ રાdવતી માંગુ મૂકવા આવેલો મંત્રી સુબુદ્ધિ.

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50