Book Title: Aho Ashcharyam
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 27
________________ વિનાના સેવક તરીકે આપ મારો સ્વીકાર કરો. આપ બીજે ક્યાંય ન જતા અહીં જ રહો. હું આપની પળપળની સંભાળ લઈશ અને મન ભરીને આપની સેવા કરીશ. અહીં હંમેશ રહેવાનું આપના માટે જો શક્ય ન જ હોય તો..” ‘તો ?” ‘આપના શિષ્ય તરીકે આપ જ્યાં જાઓ ત્યાં મને સાથે જ લઈ જાઓ' રાજાએ યોગિની પાસે કાકલૂદીભર્યા સ્વરે વિનંતિ કરી, વિજાતીયનું આકર્ષક રૂપ અને મધુર કંઠ, વિજાતીયના સ્પર્શ માટે મનને ઉત્તેજિત કરીને જ રહે છે. જે પણ વ્યક્તિ મનની આ બદમાશીને સમજી લે છે એ વ્યક્તિ વિજાતીયના રૂપ સામે આંખને નીચે ઢાળી દે છે અને વિજાતીયના કંઠની સામે કાનને બંધ કરી દે છે. અરે, શક્ય હોય છે તો એ વિજાતીયના રૂપ અને કંઠથી દૂર રહેવા જ મનને તૈયાર કરતો રહે છે. યાદ રાખજો, મન તો ભારે ચાલબાજ છે. એ રૂપદર્શન માટે અને કંઠશ્રવણ માટે કોક ને કોક સારું બહાનું શોધી જ લે છે. માનતુંગ ભલે ને પોતાના મનને મનાવતો હોય કે ‘હું જેનાં રૂપદર્શન માટે તડપું છું એ તો યોગિની છે. હું જેના કંઠ શ્રવણ માટે લાલાયિત છું એ તો એક સંસારત્યાગી સંન્યાસિની છે’ પણ અંદરખાને એની આ એક જ વૃત્તિ છે, યોગિનીના શરીરને પામવાની. અલબત્ત, બની શકે કે એ પોતે પોતાની આ કનિષ્ટતમ વૃત્તિને અને અધમતમ લાલસાને સ્પષ્ટરૂપે ન પણ સમજી શકતો હોય પણ યોગિનીને એ જે રીતે વિનંતિ કરી રહ્યો છે એના ગર્ભમાં આ વૃત્તિ અને આ લાલસા સિવાય બીજું કશું જ નથી. ઢાળ સામે આવી ગયા પછી પાણીને અધોયાત્રાએ નીકળી જતું અટકાવવામાં જેમ સફળતા નથી જ મળતી, આગના સાંનિધ્યમાં આવી ગયા પછી મીણને પીગળી જતું અટકાવી દેવામાં સફળતા જેમ નથી જ મળતી તેમ રમણીય રૂપ અને મધુર કંઠવાળી તથા સમાન વયવાળી વિજાતીય વ્યક્તિ સાથે સંપર્ક થયા પછી, સંબંધ બંધાયા પછી અને સાંનિધ્યમાં આવી ગયા પછી મનને પતનની ગર્તામાં ધકેલાઈ જતું અટકાવવામાં અને શરીરને વ્યભિચારથી ખરડાતું બચાવી લેવામાં સફળતા નથી જ મળતી. ટૂંકમાં, વિજાતીય સાથેના સ્પર્શના દુરાચારથી જો જાતને બચાવી લેવા માગો છો તો ન જોખમ ઉઠાવો વિજાતીયનાં રૂપદર્શનનું કેન જોખમ ઉઠાવો વિજાતીયના કંઠશ્રવણનું. ફાવી જશો. માનતુંગની કાકલૂદીભરી વિનંતિના ગર્ભમાં પડેલ વાસનાની વૃત્તિને ન સમજી શકે એ હદે માનવતી ભોટ નહોતી પણ માનતુંગને પોતાના ચરણે પાડીને એનું જળ પીવડાવવાની એની ખ્વાહિશ એ રસ્તે જ સફળ થાય તેવી હતી અને એટલે જ એણે શરૂઆતમાં તો આ વાત ઉડાડી જ દીધી. ‘રાજનું ! યોગી અને ભોગી એક જ સ્થળે રહ્યા હોય એવું તે ક્યારેય સાંભળ્યું છે ખરું ?” ‘ના’ યોગી અને ભોગી, બંને એકબીજાને પરસ્પર સ્નેહ કરતા હોય એવું તે ક્યાંય જોયું. છે ખરું ?' ‘ના’ ‘મા-બાપનો પણ ત્યાગ કરી ચૂકેલ યોગી, કોઈ ભોગીને પોતાના શિષ્ય બનાવી બેઠો હોય એવું તારા ખ્યાલમાં છે ખરું ?' ‘ના’ ‘તો પછી તું મને શી રીતે વિનંતિ કરી રહ્યો છે કે કાં તો હંમેશ માટે આપ અહીં રહી જાઓ અથવા તો આપના શિષ્ય તરીકે મારો સ્વીકાર કરીને આપ જ્યાં પણ જાઓ ત્યાં મને સાથે લઈ જાઓ !' ‘આપના આ બધા તર્કોનો અને પ્રશ્નોનો મારી પાસે કોઈ જ જવાબ નથી અને તો બિલાડીની નજર પડ્યા પછી ય એના શિકાર બનતા બચી જવામાં ઉંદરને સફળતા મળી શકે છે. ખુંખાર ગુંડા વચ્ચે ઘેરાઈ ગયેલ શ્રીમંતને પોતાની સંપત્તિ બચાવી લેવામાં ફાવટ આવી શકે છે. સર્પના મુખમાં હાથ નાખ્યા પછી ય એના ઝેરની અસરથી શરીરને મુક્ત રાખવામાં સફળતા મળી શકે છે. પણ , ૫૩. પY

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50