________________
આ જ તો ઇચ્છતી હતી, ‘રાજન્ ! હું આપની દાસી જ છું. આપની વિનંતિને મારાથી કુકરાવાય જ શી રીતે ?” જ્યાં માનવતાના મુખમાંથી આ શબ્દો નીકળ્યો, માનતુંગ ભાન ભૂલી ગયો. માનવતી સાથે એણે એ જ પળે દૈહિક સંબંધ બાંધી જ દીધો.
અને પછી તો આ સિલસિલો રોજનો ચાલુ થઈ ગયો.
પતનની એક જાલિમ ખતરનાકતા ખ્યાલમાં છે? પતન હંમેશાં ગતિશીલ જ હોય છે. અગાશી પરથી નીચે તરફ ફેંકાતો પથ્થર જેમ સતત નીચે તરફ જ ધકેલાતો રહે છે તેમ પતન એકવાર શરૂ થયા પછી સતત આગળ ને આગળ જ વધતું રહે છે, ગતિ પકડતું જ રહે છે.
કબૂલ, જે કાંઈ થઈ રહ્યું છે એની સત્યતાની માનવતીને ખબર છે પણ માનતુંગને તો કશી જ ખબર નથી ને? લગ્ન કરી લીધા છે એણે રત્નાવતી સાથે. યોગિની સતત એની સાથે ને સાથે જ છે અને છતાં રત્નવતીની ગુરુની પત્ની સાથે એણે રીતસરનો વ્યભિચાર આદર્યો છે, ‘જેણે મૂકી લાજ, એને નાનું સરખું રાજ' આ કહેવત આવા સંદર્ભમાં જ યોજાઈ હશે એમ લાગે છે..
રાજન ! એક શુભ સમાચાર'
રસ્તો પસાર કરતાં કરતાં તે ઉજ્જયિની આવી ગઈ અને સીધી પિતા ધનદત્તના ઘરે ગઈ.
| ‘તું અચાનક ક્યાંથી ?' અને માનવતીએ માતા-પિતા સમક્ષ અથથી ઇતિ સુધીની વાત અત્યંત હર્ષપૂર્વક જણાવી દીધી, માતા-પિતાના આનંદનો પાર ન રહ્યો.
| ‘હવે ?” ‘હવે કાંઈ નહીં. સુખના દિવસો નજીક આવી ગયા જ સમજો.”
આમ કહી યોગિનીનો વેષ ઉતારી ભોયરા વાટે માનવતી એકદંડિયા મહેલમાં પહોંચી ગઈ. રાત્રિના પહેરેગીરને પોતાની પાસે બોલાવી એની સાથે વાર્તાલાપ કરવા લાગી.
‘તમે મને આટલા દિવસ સુધી ક્યારેય ઉઠાડ્યો જ નહીં ? શું તમે આટલો કાળ સૂતા જ રહ્યા ?'
‘ના. મેં મૌનવ્રત ધારણ કર્યું હતું. એ પૂર્ણ થતા વેંત જ મેં તમને વાત કરવા અત્રે બોલાવ્યા.’ આમ કહી માનવતીએ પહેરગીરની શંકા દૂર કરી અને પોતે ધર્મસાધનામાં લીન બની ગઈ.
કેટલોક સમય પસાર થયા બાદ માનવતીએ પહેરગીરને બોલાવીને પોતાને ગર્ભ રહ્યાની વાત કરી અને એ સમાચાર અંતઃપુરમાં જઈને અન્ય રાણીઓને આપવા જણાવ્યું. પહેરગીરને આ સમાચાર સાંભળી આશ્ચર્ય એટલું ન થયું, જેટલો આંચકો લાગ્યો. ‘પુરુષ પ્રવેશ વિના આ એકદંડિયા મહેલમાં રાણીબાને ગર્ભ રહ્યો જ શી રીતે?' પણ એ તો નોકર જ હતો ને ? માનવતીના આદેશ અનુસાર અંતઃપુરમાં જઈને એણે સર્વ રાણીઓને આ સમાચાર આપ્યા. અને આ સમાચાર સાંભળતાની સાથે જ અંતઃપુરમાં સોપો પડી ગયો.
‘ઓહ ! માનવતીએ આ પાપ આચર્યું? આ પાપ આચરતા એને કોઈની ય શરમ ન નડી ? પોતાનું ઉત્તમ કુળ પણ એને યાદ ન આવ્યું? ખેર, એનું પાપ એ જાણે. આપણે શું? હા, એક કામ આપણે કરીએ, દૂત સાથે પત્ર મોકલીને રાજાને આ સમાચાર વહેલી તકે જણાવી દઈએ કે જેથી આપણા શિરે કોઈ ભાર ન રહે.'
અને
મહારાણીએ એકાંતમાં જઈને રાજા પર પત્ર લખવાની શરૂઆત કરી. “આપ ત્યાં આનંદમાં તો હશે જ પણ એ આનંદમાં વૃદ્ધિ થાય એવા સમાચાર અન્ને અમારી પાસે આવ્યા છે જે આ પત્ર દ્વારા આપને અમે જણાવીએ છીએ.
‘આપના થકી મને ગર્ભ રહ્યો છે”
‘શું વાત કરે છે ?' ‘બિલકુલ સાચું કહું છું, જ્યારે મારે બાળક થશે ત્યારે આપ તો ઉજ્જયિની પહોંચી ગયા હશો. અહીં રહીને હું પુત્રનું પાલન કેવી રીતે કરી શકીશ? વળી, લોકનિંદા પણ હું કેવી રીતે સહી શકીશ?”
‘મને આપની કંઈક નિશાની આપો. કે જેથી આ બાળક આપની પાસે આવે ત્યારે આપ એને આસાનીથી ઓળખી જાઓ.’
અને માનવતીની આ વાત ઉચિત લાગવાથી રાજાએ એને પોતાના નામથી અંકિત વીંટી અને મોતીથી યુક્ત માળા આપી, એ બંને જ્યાં હાથમાં આવ્યા, માનવતી રાજાને નમસ્કાર કરીને ‘હું રત્નવતી પાસે જાઉં છું’ એમ કહીને ત્યાંથી રવાના થઈ ગઈ.
તે સીધી ઉપવનમાં આવી. યોગિનીનો વેષ પહેરી હાથમાં વીણા લઈને ‘હવે અહીં રહેવામાં મજા નથી' એમ વિચારી ઉજ્જયિની તરફ જવા નીકળી ગઈ. કાળક્રમે