Book Title: Aho Ashcharyam
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 45
________________ ‘પુત્ર થવાની જાણ મને મહારાણી પાસેથી જ થઈ છે. એ સિવાય મને બીજી કોઈ જ જાણકારી નથી’ મંત્રીએ રાજાને જવાબ આપ્યો. અને મંત્રીને લઈને રાજા સીધો જ પહોંચી ગયો એકદંડિયા મહેલમાં માનવતી પાસે. માનવતીને પુત્રને રમાડી રહેલ જોઈને રાજાનો કોપ આસમાને આંખ્યો. ‘રે કુલટા ! બોલ, આ પુત્ર કોનો છે ?” માનવતી મૌન. આ મહેલમાં કોઈ પુરુષનો પ્રવેશ શક્ય નહોતો અને છતાં તું પુત્રવતી બની છે તો S મને માચીસ મળશે?* ‘કેમ, શું કામ છે ?' મારે સિગરેટ સળગાવવી છે? ‘તો એક કામ કરો. સામેથી જે ભાઈ આવે છે ને, એની જીભ પર તમે સિગરેટ મૂકી દો. સળગી જશે’ ‘જીભ પર સિગરેટ મૂકવાથી શું સળગે ?' ‘તમને ખબર નથી. એ ભાઈની જીભે કેકનાં ઘરો સળગાવી નાખ્યા છે, તમારી સિગરેટ સળગી જવામાં શું વાંધો આવવાનો છે ?' હા, કેટલાકની જીભમાં વીંછીનો ડંખ હોય છે તો કેટલાકની જીભમાં કરિયાતાની અંશ હોય છે. કેટલાકની જીભ વિષનું પ્રતિનિધિત્વ ધરાવતી હોય છે તો કેટલાકની જીભની તીક્ષ્ણતા તલવારની ધાર જેવી હોય છે. કેટલાકની જીભ દરિયાની સૂકી રેતી જેવી હોય છે તો કેટલાકની જીભમાં પથ્થરની કર્કશતા હોય છે. ‘રાજનું ! આપ સીધા અહીં આવ્યા?” ‘આપે ભૂલ કરી. આપે સીધા માનવતી પાસે જ પહોંચી જવાની જરૂર હતી. પતિસંગ વિના ય પુત્ર પ્રસવી શકે એવી પત્ની આપ પુયોગે પામ્યા છો. તો પહેલાં તો આપે એની પાસે જ જવું જોઈએ ને?” ઉજ્જયિનીમાં પ્રવેશ કર્યા બાદ અંતઃપુરમાં રાણીઓ પાસે ગયેલા માનતુંગને મહારાણીએ જ્યારે આ શબ્દો કહ્યા ત્યારે માનતુંગ પાસે એનો કોઈ જવાબ નહોતો. અંતઃપુરમાંથી બહાર નીકળીને એ પોતાના આવાસે ગયો અને મંત્રી સુબુદ્ધિને બોલાવ્યો. ‘માનવતીને પુત્ર કેવી રીતે થયો ?” અને એ જ પળે માનવતીએ રાજા સમક્ષ નિશાની રૂપે આપેલા ઘર અને વીંટી કાઢી બતાવ્યા-પોતાનો જ હાર અને પોતાની જ વીટી જોઈ રાજા સ્તબ્ધ થઈ ગયો. ૮૯ 0

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50