Page #1
--------------------------------------------------------------------------
________________
ચોરી ?” ‘નથી કરતો” ‘વિશ્વાસઘાત ?”
‘નથી કરતો” ‘વ્યભિચાર ?' ‘નથી કરતો’
શરીરમાં રોગ પેદા થઈ જાય છે, માણસ સામે ચડીને ડૉક્ટર પાસે જઈને એને પ્રગટ કરી દે છે. માણસ રસ્તો ભૂલી જાય છે, કોઈને પણ ઊભો રાખીને રસ્તો પૂછી લેવામાં એને નાનમ નથી લાગતી. ઘરમાં ચોરી થઈ જાય છે, સામે ચડીને પોલીસસ્ટેશને જઈને ફરિયાદ નોંધાવવા એ તૈયાર થઈ જાય છે પરંતુ જ્યાં એને પોતાનો અહં તૂટતો દેખાય છે, ગુનેગાર પુરવાર થવાનું લાગે છે, નુકસાન થઈ જવાની સંભાવના દેખાય છે, જૂઠ બોલતા માણસ પળની ય વાર નથી લગાડતો.
યાદ રાખજો, સત્યોચ્ચારણ બહુ મોટું પરાક્રમ માગી લે છે. ત્યાં અહંને વજન આપવાનું બનતું નથી. ત્યાં લોભના શિકાર બનવાનું હોતું નથી તો નુકસાની પાછળ આંસુ પાડવાના હોતા નથી. જીવનને પકડી રાખવાની વાત ત્યાં ટકતી નથી તો મોતને આવકારવાની તૈયારી ત્યાં પૂરેપૂરી રાખવી પડે છે. આવી તૈયારી જેણે પણ દાખવી છે, જગતે એનાં સન્માન કદાચ નથી પણ કર્યા તો ય કર્મસત્તાએ એને પ્રચંડ પુણ્યની ભેટ ધરી છે તો ધર્મસત્તાએ એને વિપુલ ગુણોનો સ્વામી બનાવ્યો છે. સુખમાં એ સ્વસ્થ રહ્યો છે, સફળતામાં એ નમ રહ્યો છે, સંપત્તિની રેલમછેલ વચ્ચે એ સંતુષ્ટ રહ્યો છે, ભોગસુખોની વિપુલ સામગ્રી વચ્ચે એ અનાસક્ત રહ્યો છે.
‘બિલકુલ નહીં? ‘માંસાહાર?” ‘પ્રશ્ન જ નથી” ‘ કોઈ દોષ નથી ?'
એક છે.”
કયો ?”
‘જૂઠ બોલું છું' શું સુધરવાનું આ વ્યક્તિનું જીવન? કોણ બદલાવી શકવાનું આવી વ્યક્તિનું મન ? શું સમાજમાં વિશ્વસનીય બની શકવાની આવી વ્યક્તિ ? શું આવી વ્યક્તિના જીવનમાં આગમન થવાનું સગુણોનું? શું આવી વ્યક્તિના જીવનમાંથી દોષોની થવાની રવાનગી ?
લોભ એ જો સઘળાંય પાપોનો બાપ છે, હિંસા એ જો સઘળાંય પાપોની માતા છે તો જૂઠ એ સઘળા ય દુર્ગુણોની તોતિંગ ઇમારતનો પાયો છે. જ્યાં સુધી એ પાયો સલામત છે ત્યાં સુધી તમામેતમામ દુર્ગણો સલામત છે. દુ:ખદ આશ્ચર્ય એ છે કે દુર્ગુણોની વિશાળકાય ઇમારત સહુની નજરમાં ચડતી હોવાના કારણે એ ઇમારતને ધરાશાયી કરવા માણસ પ્રયત્નશીલ બનવા હજી તૈયાર થઈ જાય છે પરંતુ એ ઇમારતના પાયામાં રહેલ જૂઠ કોઈની ય નજરે ચડતું ન હોવાના કારણે માણસ એને તોડી નાખવા પ્રયત્નશીલ તો નથી, બનતો પરંતુ ભૂલેચૂકે કોઈ એને તોડી નાખવા પ્રયત્નશીલ બને પણ છે તો માણસ એના બચાવ માટે શક્ય એટલા તમામ ધમપછાડા કરતો રહે છે.
દેશ માલવ. માનતુંગ રાજા
મંત્રી સુબુદ્ધિ એક દિવસ રાજસભાનું વિસર્જન થઈ ગયા બાદ રાજાના મનમાં એક વિચાર આવ્યો, ‘હું પ્રજાજનોનું યોગક્ષેમ સરસ રીતે કરી રહ્યો છું એમ મને તો લાગે છે પણ મારે જાણવું તો એ છે કે પ્રજાજનો મારી રાજ્યવ્યવસ્થાથી અને મારા સ્વભાવથી સંતુષ્ટ અને પ્રસન્ન છે કે નહીં? જેઓ કાયમ મારી નજીક જ રહે છે અથવા તો સાથે જ રહે છે તેઓ તો કદાચ લોભ-ભય વગેરે કારણે મારી ખુશામત કે પ્રશંસા જ કરતા રહેવાના પણ મારે જો સત્ય હકીકત જાણવી છે તો એ માટે મારે પ્રજાજનો વચ્ચે જ જવું રહ્યું.
માણસ માટે એમ કહેવાય છે કે એને કોઈ જોતું નથી હોતું ત્યારે એ જે કરે છે એ જો એનું ચારિત્ર્ય છે તો સારું કરતી વખતે ય એના મનમાં જે ચાલતું હોય છે એ એની પોતાની
Page #2
--------------------------------------------------------------------------
________________
વાસ્તવિક રુચિ છે. આપણા ચારિત્ર્યને અને આપણી રુચિને માપવા માટેના આ બે શ્રેષ્ઠ માપદંડો છે. કદાચ દુ:ખ સાથે કહેવું પડે એમ છે કે કોઈની ય નજર ન હોય આપણાં પર ત્યારે આપણે લગભગ સારું કરતા નથી અને અન્યોની નજર હેઠળ આપણે જ્યારે સારું કરીએ પણ છીએ ત્યારે ય સારું વિચારતા નથી. આપણું આ દંભી વર્તન અને ગલતની રુચિ આપણને સાચા અર્થમાં ‘સારા' ન જ બનવા દેતી હોય તો એમાં આશ્ચર્ય ક્યાં છે ?
અહીં રાજવી માનતુંગ એ જાણવા માગે છે કે હું મને તો સફળ રાજવી માનું જ છું પરંતુ નગરના પ્રજાજનો મને સારો રાજવી માને છે કે નહીં? એ જાણવા માટે હું ઓળખાઈ ન જાઉં એ રીતે નગરજનો વચ્ચે ફરવું જ રહ્યું.
રાત પડી. એક પ્રહર વ્યતીત થયો ત્યારે હાથમાં ખડ્ઝ લઈને નીલ વસ્ત્રો પરિધાન કરીને પ્રફુલ્લ મુખમુદ્રા સાથે પ્રશાંત બુદ્ધિવાળો રાજવી માનતુંગ નીકળી પડ્યો ખુદના જ નગરમાં, પોતે એકલો જ છે. સાથે સૈન્ય પણ નથી તો સેનાધિપતિ પણ નથી, મંત્રી પણ નથી કે કોટવાળ પણ નથી.
ટુડિયોમાં ફોટો પડાવવા જવાની વાત આવે છે ત્યારે રાજી રાજી થઈ જતો માણસ, હૉસ્પિટલમાં જ્યારે ઍક્સ-રે પડાવવા જવાની વાત આવે છે ત્યારે પળભર તો થથરી જાય છે. પોતાની હાજરીમાં સહુ પોતાની પ્રશંસા જ કરતા હોય ત્યારે, પોતાની અનુપસ્થિતિમાં સહુ પોતાને માટે કેવો અભિપ્રાય ધરાવી રહ્યા છે એ જાણવા માટે અજાણ્યા બનીને સહુની વચ્ચે નીકળી જવું એ કાંઈ બચ્ચાંના ખેલ નથી.
પણ, માનતુંગ પાસે ૩૬ની છાતી છે. એને જાણી જ લેવું છે કે પ્રજાજનોના મનમાં પોતાની છબી કેવી છે? સારી ? કે પછી ખરાબ?
નગરની જુદી જુદી ગલીઓમાં ટોળે વળીને ઊભેલા યુવાનો, પ્રૌઢો અને વૃદ્ધો વચ્ચેથી એ પસાર થઈ રહ્યો છે. એ સહુ વચ્ચે થઈ રહેલ વાતચીતના શબ્દો એના કાને પડી રહ્યા છે. ‘આપણા રાજવીની તો વાત જ શી કરવી ? સત્યપણામાં જો એ હરિશ્ચંદ્ર જેવો છે તો બળમાં એ ભીમ જેવો છે. ચોરીની અહીં કોઈ સમસ્યા નથી તો વ્યભિચાર તો અહીં સ્વપ્નનો વિષય પણ બનતો નથી. રાજવી માનતુંગને કલેશ સ્પર્શતો નથી તો કંકાસ એને ગમતો નથી. પ્રભુ ! અમારા રાજાને તું તંદુરસ્તીપૂર્ણ દીર્ધાયુ બાજે, એના સર્વ ઇષ્ટ મનોરથોને તું પૂર્ણ કરજે, એની યશપતાકા સર્વત્ર અને સદા ફરકતી રહે એવું તું કરજે'
આ શબ્દશ્રવણે માનતુંગની પ્રસન્નતા આસમાનને આંબી રહી છે. એની છાતી
આનંદથી ફાટફાટ થઈ રહી છે. એના શરીરના રોમેરોમ વિકસ્વર થઈ રહ્યા છે. એની આંખમાંથી હર્ષાશ્રુ વહી રહ્યા છે. પોતાની પીઠ એને પોતાને જ થાબડવાનું મન થઈ રહ્યું છે.
વાત પણ સાચી છે ને ? પરિવારપ્રિયતા એક અલગ જ ચીજ છે અને લોકપ્રિયતા એ અલગ ચીજ છે. સમાધાનપ્રિય બન્યા વિના જો પરિવારપ્રિય બની શકાતું નથી તો સત્કાર્યસેવન વિના લોકપ્રિય બની શકાતું નથી. મન સાથે માણસ કેટકેટલાં સમાધાનો કરતો રહે છે ત્યારે તો એ પરિવારપ્રિય બની શકે છે જ્યારે સત્કાર્યોથી જીવનને કેટકેટલું મઘમઘતું માણસ બનાવતો રહે છે ત્યારે તો એ લોકપ્રિય બની શકે છે.
માનતંગુ મનમાં ને મનમાં પોતાના પરના પ્રજાજનના પ્રેમને અનુભવીને અપાર ધન્યતા અનુભવી રહ્યો છે, ‘મારા શુભને અને સુખને જ ઇચ્છતા મારા પ્રજાજનો સાચે જ ધન્યવાદને પાત્ર છે. આવું વિચારતો એ એક ગલીના નાકે પહોંચ્યો ત્યાં એણે એક કૌતુક જોયું. પાંચ કન્યાઓ ભેગી થઈને આનંદસહ ક્રીડા કરી રહી છે. તેઓની વય સમાન છે. રૂપ અદ્ભુત છે. આશયો સમાન છે. શરીર પર પીત વસ્ત્રો છે. સોળ અલંકારોથી એ સહુ શોભિત છે.
માનતુંગની નજર એ કન્યાઓ પર પડી અને એ સ્તબ્ધ થઈ ગયો. ‘આવું આકર્ષક રૂપ ? આવી એમની આનંદદાયક ક્રીડા? આવી એમના શરીર પર ડોકાતી યુવાની ? લાગે છે કે સ્વર્ગમાંથી અપ્સરાઓ અહીં નૃત્ય કરવા આવી ગઈ છે. એમના કંઠમાંથી વહેતાં ગીતો, કોયલના કંઠને ય શરમાવી રહ્યા છે. એમના પગની ચપળતા જોતા એમ લાગે છે કે હરણો એમની પાસે પાણી ભરી રહ્યા છે. વિધાતાએ આ કન્યાઓનું આવું રૂપ શું સર્યું હશે ?”
આવા જાતજાતના વિચારોમાં માનતુંગ અટવાયો છે અને એમાં એના કાને ચાર કન્યાઓનો અવાજ સંભળાયો.
માનવતી ?'
‘કેમ, શું છે ?' ‘અભિમાન છોડીને હવે તું ક્રીડા માટે તૈયાર થઈ જા.' ‘ઉજાગરાઓ કરીને ક્રીડા કરવાની જરૂર શી છે?” ‘માનવતી ! આ વયમાં પણ તું ક્રીડામાં જો આટલી બધી ઉદાસીન છે તો મોટી વયમાં
Page #3
--------------------------------------------------------------------------
________________
તો તું ક્રીડા કરી જ શી રીતે શકીશ? કારણ કે એ વય તો પતિને આધીન જ રહેવાની !'
| ‘એટલે ?”
‘એટલે બીજું કાંઈ નહીં, થોડા જ સમયમાં આપણા સહુના પિતાજી સમહોત્સવ આપણને પતિગૃહે વળાવશે, ત્યાં ગયા પછી આપણે હર્ષપૂર્વક પતિનું ગૃહ શોભાવવું પડશે. સસરા, જેઠ વગેરેનો વિનય કરવો પડશે. ઘરનાં જે પણ કાર્યો હશે તે કરવા પડશે.
મુખ્યામાં રહેવું પડશે. બધાય સાથે અનુકૂળ થઈને વર્તવું પડશે, લાજ દ્વારા મુખ છુપાવવું પડશે, વચનમાં મંદપણું જોઈશે, કુળધર્મો નિભાવવા પડશે. આ સ્થિતિમાં ક્રીડા કરવાનું આપણા માટે શક્ય જ ક્યાં બનવાનું? એટલે હે માનવતી ! ક્રીડા કરવા ચાલ, તું તૈયાર થઈ જા.'
હા, આ વ્યવસ્થા હતી પૂર્વના કાળમાં, ઘરેણાં માટે તિજોરી જો “બંધન’ નથી જ ગણાતી, ખેતર માટે વાડ જો ‘કેદ' નથી જ ગણાતી, સંપત્તિ માટે પાકીટ જો ‘બંધન' નથી જ ગણાતું તો શીલ-સદાચાર માટે “આમન્યા’ અને ‘મર્યાદા’ પણ બંધન શું ગણાય ? પણ, આજના કાળના બુદ્ધિના વ્યભિચારીઓ વ્યાખ્યા બદલી નાખવામાં ફાવી ગયા છે. આમન્યાને તેઓએ ‘પછાતપણા”નું લેબલ લગાવી દીધું છે તો શરમને તેઓએ ‘બંધિયારપણાં’નું નામ આપી દીધું છે. મર્યાદાને તેઓએ ‘કેદ'નું નામ આપી દીધું છે તો વફાદારીને તેઓએ ‘ગુલામી'નું નામ આપી દીધું છે,
મૂલ્યોની બદલાઈ ગયેલ આ વ્યાખ્યાઓએ કૌટુંબિક જીવનની આખી વ્યવસ્થાઓ આજે બદલાવી દીધી છે. અહીં લાજ કાઢવાનો રિવાજ નામશેષ થઈ ગયો છે. મર્યાદાસભર વસ્ત્રોનું પરિધાન અહીં ઑક્સિજન પર જીવી રહ્યું છે, સંયુક્ત કુટુંબમાં વસવાટ અત્યારે દુર્લભતર બની રહ્યો છે, સ્ત્રી સમાનતાના હલકટ નારા હેઠળ સ્ત્રીઓને ઘરની બહાર કાઢવામાં આજના વિકૃત બુદ્ધિવાળાઓ ગજબનાક હદે સફળ બની રહ્યા છે. સર્વત્ર જાણે કે વાસનાનો-વ્યભિચારનો અને વિકૃતિનો નગ્ન નાચ ચાલી રહ્યો છે,
પોતાની સખીઓના મુખે આવી વાતો સાંભળતા જ માનવતીના મનમાં બેઠેલો અહં છંછેડાયો. સખીઓને એણે સંભળાવી દીધું, ‘પતિને આધીન થઈને જ જો જીવન જીવવાનું હોય તો એવા જીવનનો કોઈ અર્થ જ નથી. બાકી, યુદ્ધના મેદાનમાં પરાક્રમી દેખાતો પુરુષ પણ સ્ત્રી આગળ તો સાવ માયકાંગલો જ પુરવાર થતો હોય છે.
સજ્જનોનો વિવેકદીપક પણ ત્યાં સુધી જ પ્રજ્વલિત રહે છે જ્યાં સુધી એ સ્ત્રીના નયન કટાક્ષથી જોવાયો નથી. પુરુષ સન્માર્ગમાં ત્યાં સુધી જ રહી શકે છે કે જ્યાં સુધી
સ્ત્રીનાં દૃષ્ટિરૂપી બાણોની વર્ષા એના હૃદય પર થઈ નથી. બુદ્ધિશાળી માણસો ગંગામાં રહેલ રેતીનું પ્રમાણ, સાગરમાં રહેલ જળનું પ્રમાણ, હિમાલયની ઊંચાઈનું પ્રમાણ જાણવામાં હજી કદાચ સફળ થાય છે પણ સ્ત્રીના હૃદયને જાણવામાં તો તેઓ થાપ જ ખાઈ જાય છે.
માનવતીના આવાં વચનો સાંભળીને સ્તબ્ધ થઈ ગયેલ સખીઓએ માનવતીને એટલું જ કહ્યું કે “માનવતી ! વચનો આપણે એવા જ બોલવા જોઈએ કે સર્વ વડે સન્માન કરવા યોગ્ય હોય અને મધુર હોય.
બાકી, વિષમ એવી પણ નદી જેમ સમુદ્રમાં પોતાના અસ્તિત્વને વિલીન કરી દે છે, સુગંધી કાલાગધૂપ પણ જેમ પોતાની જાત અગ્નિને સમર્પિત કરી દે છે, રત્નથી જડાયેલ પણ મોજડી જેમ પગમાં ગોઠવાઈ જાય છે તેમ પતિવ્રતા સ્ત્રી પણ પતિના સાંનિધ્યમાં જ સુરક્ષિત રહે છે. ન એણે ક્યારેય પોતાના પતિને ઠગવો જોઈએ કે ન એણે પતિના વિશ્વાસનો ઘાત કરવો જોઈએ. પતિએ બતાવેલ માર્ગ પર ચાલતા રહીને અને પતિએ બતાવેલ કાર્ય કરતા રહીને પતિને એણે પ્રસન્ન રાખવો જોઈએ.'
સખીઓનાં આવાં વચનો સાંભળ્યા પછી ય મૌન રહે કે શાંત રહે તો એ માનવતી શેની ? એ તો ક્રોધાવિષ્ટ થઈને ગર્જી ઊઠી.
સ્ત્રીઓ વડે રાજાઓ તો શું પણે અસુરેન્દ્રો અને દેવેન્દ્રો પણ ઠગાયા છે, વશ કરાયા છે. સ્ત્રી જો હોશિયાર હોય તો તાકાત નથી કોઈ પુરુષની કે એ એને વશ ન થાય. શું કહું તમને ? સ્ત્રી તો પુરુષને વશ કરવાનું અમોધ શસ્ત્ર છે અને પ્રબળ તાકાતવાન યંત્ર છે, એના કટાક્ષવિલાસ આગળ પુરુષ તો પથ્થરની મૂર્તિ જેવો છે. સ્ત્રી હોશિયારીપૂર્વક પુરુષના હૃદયમાં પ્રવેશ કરીને એને મોહિત પણ કરે છે તો સંતુષ્ટ પણ કરે છે, ફજેત પણ કરે છે તો તિરસ્કૃત પણ કરે છે, આનંદ પણ આપે છે તો ખેદ પણ પમાડે છે.
ટૂંકમાં, અગ્નિ આગળ મીણ જો તાકાતહીન છે, સર્પ આગળ દેડકો જો કાયર છે, સિંહ આગળ ગાય જો કમજોર છે તો સ્ત્રી આગળ પુરુષ નામર્દ જ છે. ખબર તો મને એ નથી પડતી કે આવી ભરાડી સ્ત્રીને પંડિતોએ ‘અબળા' કેમ જાહેર કરી હશે ?'
ફૂલ જો કઠોર નથી બની શકતું તો પથ્થર કોમળ નથી બની શકતો. સસલું જો આક્રમક નથી બની શકતું તો સિંહ શરણાગતિ નથી સ્વીકારી શકતો. આગ જો શીતળ નથી બની શકતી તો બરફ ઉષ્ણ નથી બની શકતો પણ સ્ત્રી? જો એ માતૃસ્વરૂપે છે તો
Page #4
--------------------------------------------------------------------------
________________
એની કોમળતા પાસે ફૂલ પણ પાણી ભરે છે, એની સહૃદયતા સામે માખણ પણ પોતાની હાર સ્વીકારી લે છે અને એના વાત્સલ્ય આગળ ઘીની સ્નિગ્ધતા પણ શરમાઈ જાય છે. પણ સબૂર !
આ જ સ્ત્રી પોતાના હૃદયમાં જો વાસનાનો સાગર ભરીને બેઠી છે તો પછી એની કુટિલતા આગળ શિયાળ કોઈ વિસાતમાં નથી. એની ક્રૂરતા આગળ સિંહ લાચાર છે. એની કૃતઘ્નતા આગળ સર્પ છેલ્લા નંબરે છે. એની ભયંકરતા આગળ જ્વાળામુખી પાણી ભરે છે. એની ત્રાડ આગળ ભૂકંપ મોઢામાં તણખલું લઈને ઊભો રહી જાય છે. એના આક્રમણ સામે પ્રલયકારી વાવાઝોડું હાર સ્વીકારી લે છે.
માનવતીએ પોતાની સખીઓને જે કાંઈ કહ્યું છે એ સાંભળીને સખીઓ તો આશ્ચર્યમાં ગરકાવ થઈ ગઈ છે. ‘ઉત્તમકુળમાં જન્મેલી અને સુસંસ્કારોનો વારસો પામેલી માનવતી આવું બોલી શકે છે ?' પણ એ સહુને લાગ્યું કે અત્યારે માનવતીને છંછેડવામાં કોઈ મજા નથી. કારણ કે નદીમાં પૂર આવ્યું હોય છે ત્યારે તરવા જવામાં જો ડૂબી જવાનો સંભવ છે તો સામી વ્યક્તિ જ્યારે મદોન્મત્ત બની ગઈ હોય છે ત્યારે એને જવાબ આપવા જવામાં ક્યારેક કલહ થઈ જવાનો સંભવ છે.
‘જો માનવતી, તારી વાક્પટુતાને અમે પહોંચી વળી શકીએ તેમ નથી. અત્યારે તો અમે તને એટલું જ કહીએ છીએ કે તું પોતે પરણીને સાસરે જાય ત્યારે તારા પતિને વશમાં રાખજે' એક સખી બોલી.
‘પતિને માત્ર વશમાં જ નહીં રાખું' માનવતી બોલી.
‘તો ?’
‘પતિને એઠું અન્ન પણ ખવડાવીશ અને મારા પગ એની પાસે ધોવડાવીને એ પાણી પણ એને પીવડાવીશ. મારા પગે પણ એને પાડીશ અને બળદ બનાવીને એને હું ભમાડીશ પણ ખરી. જો આ બધું હું કરી દેખાડું તો જ માનજો કે હું માનવતી છું’
ચારેય સખીઓને લાગ્યું કે હવે આની સાથે એક પણ શબ્દ બોલવા જેવો નથી કારણ કે અત્યારે એ કોક જુદી જ જાતના નશામાં છે. આપણે સહુ ચાલો, પોતપોતાના આવાસે. પાંચેય કન્યાઓ પોતપોતાના આવાસે જવા ત્યાંથી રવાના તો થઈ ગઈ પરંતુ એ કન્યાઓ વચ્ચે થયેલ વાર્તાલાપ એક ખૂણામાં ઊભા રહીને સાંભળી રહેલ માનતુંગ તો સ્તબ્ધ જ થઈ ગયો. ખાસ તો એને માનવતીના શબ્દોમાં ભારોભાર અભિમાન નીતરતું
9
ઝોયાનું દેવું
‘પાંચેય કન્યાઓમાં રૂપ ભલે એની પાસે સર્વશ્રેષ્ઠ છે પરંતુ ગુણના નામે એની પાસે છે જ શું ? શૂન્યની કિંમત ત્યારે જ ગણાય કે જ્યારે એની આગળ કોક ચોક્કસ સંખ્યા મુકાય. બસ, એ જ ન્યાયે રૂપ તો ત્યારે જ પ્રશંસનીય ગણાય કે જ્યારે એ રૂપને ગુણોનું પીઠબળ હોય.
પણ, દેખાય છે એવું કે જેટલી મહત્ત્વની ચીજો છે એ તમામમાં કો'ક ને કો'ક કલંક તો છે જ. સાગર વિશાળ ખરો પણ પાણી એનું ખારું, ચન્દ્ર સૌમ્ય ખરો પણ કલંક તો એનામાં ય ખરું. સૂર્ય તેજસ્વી ખરો પણ તાપ એનો ભારે આકરો. પુષ્પ સુવાસિત ખરું પણ
ay
રાત્રે નગરચર્યા કરી રહેલ રાજા માનતુંગ છુપાઈને માનવતી અને તેની સહેલીઓની વાતો સાંભળી-સ્તબ્ધ થઈને...માનવતીનો મદ ઉતારવા સંકલ્પ કરે છે.
८
Page #5
--------------------------------------------------------------------------
________________
એની આસપાસ કાંટાઓ પાર વિનાના. બસ, એ જ રીતે આ માનવતી રૂપવતી ખરી પણ એનામાં અભિમાન, તોછડાઈ અને નિર્લજ્જતા તો કલ્પના બહારનાં ! શેં એના પિતા એનાથી પ્રસન્ન રહેતા હશે ? શું એના ઘરના સભ્યો એનાથી સ્વસ્થ રહેતા હશે ? જાણું તો ખરો કે કોણ છે એના પિતા ? ક્યાં છે એનું ઘર ? મનમાં તો મને એમ થાય છે કે હું લગ્ન એની સાથે જ કરું. જોઉં તો ખરો કે પોતાની સખીઓ સમક્ષ એણે કરેલ પતિ અંગેની પ્રતિજ્ઞાઓ એ કેવી રીતે પૂર્ણ કરે છે ?
ક્યાંક વાંચવામાં આવ્યું હતું આ દૃષ્ટાન્ત,
“પ્રભુ, કૂતરો મારા પર વારંવાર આક્રમણ કરે છે. આપ મને કોક એવી ચીજ આપો કે જેનાથી હું મારું રક્ષણ કરી શકું' બિલાડીએ પ્રભુને વિનંતિ કરી.
‘જા, તને પગમાં એવા નહોર આપું છું કે એના બળે તું તારી જાતને કૂતરાથી અચૂક બચાવી શકીશ.’
‘પ્રભુ, ગાય મને વારંવાર પોતાનાં શિંગડાં મારે છે અને મને શાંતિથી બેસવા નથી દેતી. આપ મને કોક એવી ચીજ આપો કે જેનાથી હું મારું પોતાનું રક્ષણ કરી શકું' કૂતરાએ પ્રભુને વિનંતિ કરી.
‘જા. તને ભસવાની એવી તાકાત આપું છું કે ગાય તને હેરાન કરવાની હિંમત જ નહીં કરી શકે’ પ્રભુએ કહ્યું.
“પ્રભુ, વાઘના આક્રમણ સામે મારે શેં ટકી રહેવું એ જ મને સમજાતું નથી. આપ કોક એવો ઉપાય દેખાડો કે મારી જાતને વાઘથી હું સુરક્ષિત તો રાખી શકું !' ગાયે પ્રભુને વિનંતિ કરી.
‘તને મેં જે શિંગડાં આપ્યા છે ને, એને હું એવા અણીદાર બનાવી દઉં છું કે વાઘ તારી પાસે આવવાની હિંમત જ નહીં કરે' પ્રભુએ ગાયને આશ્વાસન આપ્યું.
‘પ્રભુ, સિંહને આપે એવી પાશવી તાકાત આપી દીધી છે કે જંગલનાં તમામ પશુઓને તો ઠીક, મને પણ એ શાંતિથી બેસવા દેતો નથી. મારી કંઈક તો દયા ‘ખાઓ’ રડમસ ચહેરે વાઘે પ્રભુને વિનંતિ કરી.
‘જા, તને પગમાં નખ આપી દઉં છું. એના સહારે તારી જાતને તું સિંહથી અચૂક બચાવી શકીશ' પ્રભુએ વાઘને આશ્વાસન આપ્યું.
‘પ્રભુ, માણસને બુદ્ધિ આપીને આપે મને સર્વથા અસુરક્ષિત બનાવી દીધો છે. બુદ્ધિના એના જોર સામે ટકી જવાનો મારા માટે કોઈ વિકલ્પ ?!
‘તને રહેવા માટે જંગલ આપી દઉં છું. તું ત્યાં જ રહેજે. માણસ તને કાંઈ જ કરી નહીં શકે' પ્રભુએ સિંહને રવાના કર્યો.
‘પ્રભુ, સ્ત્રીને આપે આંખો આપીને ભારે ગરબડ કરી દીધી છે. જ્યાં એ નજર નાખે છે મારા પર, મારું બધું ય પુરુષાતન અને શૂરાતન હવાઈ જાય છે. મને એની નજરથી બચાવી લેવા આપ કાંઈ ન કરી શકો ?' ચોધાર આંસુએ રડતા રડતા પુરુષે પ્રભુને વિનંતિ કરી.
ન
‘એક જ વિકલ્પ છે મારી પાસે. તારી આંખો પર હું પાંપણ ગોઠવી દઉં છું. તારા પર એ નજર નાખે ત્યારે જ નહીં પણ તારી નજરમાં એના પગ પણ આવી જાય, તુર્ત જ તું તારી આંખો પરની એ પાંપણને નીચે ઢાળી દેજે. એ સિવાય સ્ત્રીની નજરથી તારી જાતને સુરક્ષિત રાખી શકે તું, એ વાતમાં કોઈ માલ નથી’ પ્રભુએ પુરુષને કહ્યું,
હા. માનવતીએ પોતાની સખીઓને ‘સ્ત્રી'ની પાશવી તાકાતની જે વાત કરી હતી એનો સંદર્ભ એટલે જ આ દૃષ્ટાન્ત. સંપત્તિના ઢગલા વચ્ચેથી જરાય લલચાયા વિના અનાસક્ત ભાવે પુરુષને નીકળી જવું કદાચ સરળ છે પરંતુ સ્ત્રીની ઉપસ્થિતિ વચ્ચે એના પર નજર નાખ્યા વિના નીકળી જવું પુરુષને માટે અશક્યપ્રાયઃ છે. અને એ હિસાબે જ તો મહર્ષિઓએ શીલ અને સદાચારની સુરક્ષા માટે પુરુષ અને સ્ત્રી, બંને પર સંખ્યાબંધ નિયંત્રણો મૂકી દીધા છે.
અલબત્ત, આજના યુગે એ નિયંત્રણોને લગભગ એક બાજુ તો ધકેલી જ દીધા છે પરંતુ સ્ત્રી અને પુરુષ બંનેએ એક-બીજાને જાણે કે ‘આમંત્રણ’ આપવાની હરીફાઈ શરૂ કરી દીધી છે. પુરુષ પોતાના શરીરના બળપ્રદર્શન દ્વારા સ્ત્રીને પોતાના તરફ ખેંચી રહ્યો છે તો સ્ત્રી પોતાના શરીરને વધારે ને વધારે ઉધાડું કરતી રહીને પુરુષને પોતાના તરફ આકર્ષિત કરી રહી છે. સદાચાર પુરુષને માટે દુર્લભ બની રહ્યો છે તો શીલ સ્ત્રીને માટે દુર્લભ બની રહ્યું છે. ખેર, માનવતીના ગર્વને એકવાર ભૂલી પણ જઈએ તો ય એના ગર્વના ચૂરેચૂરા કરી નાખવા માનતુંગે જે રસ્તો અખત્યાર કરવાનો વિચાર કર્યો છે એ રસ્તો પણ ઓછો ખતરનાક તો નથી જ. ક્યાં માનવતીની ઉંમર અને ક્યાં માનતુંગની ઉંમર ? ક્યાં એક કન્યાનું સ્થાન માનવતીનું અને ક્યાં એક રાજાનું સ્થાન માનતુંગનું ? ક્યાં પુત્રી જેવી માનવતી અને ક્યાં પિતા જેવો માનતુંગ ?
પણ, માનવતી અને માનતુંગ, બંનેનાં મગજ પર નશો છવાઈ ગયો છે અહંકારનો.
૧૦
Page #6
--------------------------------------------------------------------------
________________
માનવતી સખીઓ સમક્ષ જે કાંઈ બોલી ગઈ છે એના કેન્દ્રમાં જો એનાં રૂપનો ગર્વ છે તો માનતુંગ માનવતીના ગર્વના ચૂરેચૂરા કરવા જે રસ્તો અખત્યાર કરવાનો વિચાર કરી રહ્યો છે એના કેન્દ્રમાં સત્તાનો ગર્વ છે. અને ગર્વનું પોત તો ફુગ્ગાનું છે. ફુગ્ગામાં જેમ જેમ તમે હવા ભરતા જાઓ તેમ તેમ ફુગ્ગો મોટો થતો જતો હોય એવું ભલે દેખાતું હોય પણ હકીકતમાં તો ફુગ્ગો ફૂટી જવાની નજીક જ જઈ રહ્યો હોય છે. બસ, એ જ રીતે ગર્વના નશામાં તમને સફળતાઓ પર સફળતાઓ મળી રહ્યાનું ભલે દેખાતું હોય પણ હકીકતમાં તો એ સફળતાઓ તમારા પતનને અને સ્ખલનને સતત નજીક જ લાવનારી બની રહેતી હોય છે. અસ્તુ.
માનવતીનો પીછો પકડીને અંધારામાં
તેનું નિવાસ સ્થાન ધ્રુવા જતો રાજા માનતુંગ,
૧૧
માનવતી વગેરે પાંચેય સખીઓ પોતપોતાના આવાસે જવા નીકળી તો ગઈ પણ રાજવી માનતુંગ કંઈક જુદા જ વિચારમાં છે. ‘માનવતી સાથે મારે લગ્ન કરવા છે તો પહેલાં એ તો જાણી લઉં ને કે એ રહે છે ક્યાં ?' બસ, માનતુંગે ત્વરિત નિર્ણય લઈ લીધો અને માનવતીને ખબર ન પડે એ રીતે એનું પગલું પગલું દબાવતો એ એની પાછળ ચાલ્યો.
સમય રાત્રિનો છે. ગલીઓમાં અવરજવર ખાસ્સી ઓછી થઈ ગઈ છે. માનવતી ભલે નિર્ભયતાપૂર્વક આગળ ચાલી રહી છે પણ એની પાછળ રહેલ માનતુંગના મનમાં આછો-પાતળો ભય છે. મને કોઈ જોઈ તો નહીં જાય ને ?’‘જોઈ જશે તો ઓળખી તો નહીં જાય ને ?’ પણ, માનતુંગનો એ ભય લાંબા સમય સુધી ન ચાલ્યો.
જે મકાનના આંગણામાં દેવદારનું વૃક્ષ અને ચંપકનું વૃક્ષ હતું એ મકાન આગળ આવીને માનવતીના પગ થંભી ગયા. દરવાજાને એણે ટકોરા લગાવ્યા. પળવારમાં દરવાજો ખૂલી ગયો અને માનવતી ધરમાં દાખલ થઈ ગઈ.
માનતુંગને ખ્યાલ આવી ગયો કે આ જ ઘરમાં માનવતી રહેતી હશે. આવતી કાલે મંત્રી સુબુદ્ધિને મારે અહીં મોકલવાનો છે. લાવ, એક નિશાની હું પણ છોડતો જાઉં. આમ વિચારી માનતુંગે એ મકાન આગળ પાનની પિચકારી લગાવી. દેવદારચંપકનું વૃક્ષ અને પાનની પિચકારીનો લાલ રંગ, એ જ માનવતીના ધરની નિશાની !
માનતુંગ એ નિશાનીને યાદ રાખીને રાજમહેલમાં આવી તો ગયો, શયન ગૃહમાં જઈને રાજશય્યા પર એણે લંબાવ્યું પણ ખરું પણ એના સ્મૃતિપથમાંથી માનવતીનો આકર્ષક ચહેરો હટવાનું નામ નથી લેતો. માનવતીના પુરુષને નમાવી દેવાના તુચ્છકાર ભર્યા શબ્દો એના કર્ણપટલ પરથી હટવાનું નામ નથી લેતા. ‘ક્યારે હું એને મારી પત્ની બનાવી દઉં ? અને ક્યારે એના ગર્વને ચૂરચૂર કરી નાખું ?' આ વિચારે સૂકી આંખે એ રાજશય્યા પર પડખાં ઘસી રહ્યો છે.
કોણ સમજાવે માનતુંગને કે
‘ઇચ્છા બધી માનવતણી, પૂરી કદી થતી નથી; આકાશમાંની રાત્રિઓ, બધી પૂર્ણિમા હોતી નથી.’
૧૨
Page #7
--------------------------------------------------------------------------
________________
ટૂંકમાં, સંસારની જેલમાં જે પણ છે, કુસંસ્કારોનો ગુલામ જે પણ છે, કર્મોનો શિકાર જે પણ છે, સંજ્ઞાને આધીન જે પણ છે, કષાયોને પરવશ જે પણ છે એ ચાહે પાપી છે કે પુણ્યવાન છે, શ્રીમંત છે કે ગરીબ છે, સ્ત્રી છે કે પુરુષ છે, યુવાન છે કે વૃદ્ધ છે, રાજા છે કે ભિખારી છે, સિવાય દુ:ખ, એનો અહીં બીજો કોઈ જ અનુભવ નથી.
‘તું અને ગાંડાની હૉસ્પિટલમાં ?'
‘પણ થયું શું ?' પોતાની ગાદી નીચે હાથ નાખીને થોડાક ડાહ્યા થયેલા એ ગાંડાએ એક સ્ત્રીનો ફોટો કાઢો, ‘આ સ્ત્રી સાથે મારે લગ્ન કરવા હતા પણ એ મને મળી નહીં એટલે હું ગાંડો થઈ ગયો.” બાજુના ખાટલા પર એક બીજો ગાંડો હતો.
‘તારે અહીં આવવાનું કેમ બન્યું ?' ગાદી નીચે હાથ નાખીને એણે એ જ સ્ત્રીનો ફોટો કાઢ્યો કે જે ફોટો આગળના ખાટલાવાળા
ગાંડાએ કાઢયો હતો. આ એ સ્ત્રી છે કે જેની સાથે મારે લગ્ન કરવા હતા. લગ્ન થઈ પણ ગયા પણ એનાં વિકૃત સ્વભાવે મને એ હદે બેચેન કરી મૂક્યો કે આખરે એના ઇલાજ માટે મારે
અહીં આવવું પડ્યું થોડાક ડાહ્યા થયેલા બીજા ગાંડાએ આ
જવાબ આપ્યો. હા. સંસારનું આ નગ્ન સ્વરૂપ છે. અહીં નિષ્ફળ ઇચ્છાવાળો તો દુઃખી છે જ, સફળ ઇચ્છાવાળો પણ સુખી નથી. અતૃપ્તિના કારણે અહીં શ્રીમંત તો દુઃખી છે જ પણ દરિદ્રતાના કારણે અહીં ગરીબ પણ દુઃખી છે. અભણ તો અહીં માર ખાય જ છે પણ વિદ્વાનને ય અહીં શાંતિ નથી. કુરૂપ તો અહીં લઘુતાગ્રંથિના કારણે પીડિત છે જ પણ રૂપ પણ અહીં કુરૂપતાના શિકાર બની જવાના ભયે વ્યથિત છે. ઘડપણ મોતની કલ્પનાએ રડે છે તો યુવાની વૃદ્ધાવસ્થાની કલ્પનાના ભયે ફફડી રહી છે.
માનતુંગ પાસે શું નથી ? રાજવૈભવ છે, તંદુરસ્ત શરીર છે, રૂપવતી પત્ની છે, મખમલની શય્યા છે પણ અત્યારે એ પીડિત છે. કારણ ? માનવતીને પત્ની બનાવીને એના અહંને ચૂરચૂર કરી દેવાનું પાગલપન એનાં મન પર સવાર થઈ ગયું છે. મન એનું બેચેન છે, આંખો એની ચૂકી છે, શરીર એનું સહજ લય ગુમાવી બેઠું છે. માનવતીને પત્ની કઈ રીતે બનાવી શકાય ? એના આયોજનમાં એનું ચિત્ત અત્યારે વ્યસ્ત છે.
સવાર પડી. નિત્ય કર્મથી પરવારીને માનતુંગ રાજસભામાં ગયો. મંત્રી સુબુદ્ધિને પોતાની નજદીક બોલાવીને રાતના નગરવૃત્તાંત જોવા પોતે ગયો ત્યારથી માંડીને જે કાંઈ સાંભળ્યું, જોયું, બન્યું અને અનુભવ્યું એ બધું ય એણે મંત્રીને કહી દીધું.
‘તારે એક કામ કરવાનું છે?
‘ફરમાવો' માનવતીના ઘરે જઈને જે પણ ઉપાયો યોજવા પડે એ યોજીને તારે મારા માટે માનવતીની માગણી કરવાની છે. એના પિતાજીને તારે એ માટે સંમત કરી જ દેવાના છે. આટલું તું કરીશ તો તારા એ ઉપકારનો તું કલ્પના ય નહીં કરી શકે એ રીતે હું બદલો વાળી આપીશ. જિંદગીભર તારા ગુણોનું હું સ્મરણ કરતો રહીશ.'
કેવી જાલિમ છે આ વાસના? એ સમ્રાટને ય ભિખારી બની જવા તૈયાર કરી દે, એ પ્રતાપી પુરુષને ય દીન વચનો બોલવા મજબૂર કરી દે, એ બળવાનને ય પોતાના મુખમાં તરણું લેવા તૈયાર કરી દે, એ વિદ્વાનને ય બેવકૂફ બની જવા સંમત કરી દે, એ વાસનાના પાત્ર આગળ ખોળો પાથરવાય તૈયાર કરી દે.
માનતુંગ કોઈ સામાન્ય માણસ નથી, રાજવી છે, અને એ છતાં મંત્રી સુબુદ્ધિ આગળ એ કેવાં દીનવચનો ઉચ્ચારી રહ્યો છે? પણ આમાં દોષ રાજવીનો નથી, એના હૈયામાં સળગી રહેલ વાસનાની આગનો છે અને અહંકારના અજગરનો છે. એ આવાં દીનવચનો ન બોલાવે તો જ આશ્ચર્ય !
માનતુંગની વાત સાંભળીને મંત્રી સુબુદ્ધિ એટલું જ બોલ્યો, “માનવતી તો શું,
૧૩
Page #8
--------------------------------------------------------------------------
________________
આપની આજ્ઞા હોય તો હું ઇન્દ્રાણીને ય આપની સમક્ષ હાજર કરી શકું તેમ છું. આપ માની જ લો કે માનવતીનાં લગ્ન આપની સાથે થઈ જ ગયા છે. એ લગ્ન ગોઠવવામાં હું જો સફળ થાઉં તો જ માનજો કે હું આપનો સાચો અને વફાદાર સેવક છું. આપ એ બાબતમાં હવે સંપૂર્ણપણે નિશ્ચિંત થઈ જાઓ.’
તમારી સાથે જે કેવળ ગપ્પાંઓ જ લગાવતો રહે છે એ જો ‘ખાલી મિત્ર’ છે, તેમને માત્ર ભોજનમાં જ જે સાથ અને સહકાર આપતો રહે છે એ જો “થાળી મિત્ર’ છે, તમારી સાથે જે મસ્કાબાજી જ કરતો રહે છે એ જો ‘તાળી મિત્ર’ છે, તમારી સાથે હૉટલોમાં ભટકતો રહીને જે પીવામાં તમને સાથ આપતો રહે છે એ જો ‘પ્યાલી મિત્ર' છે તો તમારા જીવનને ક્યારેક કઠોર બનીને પણ જે સંસ્કારિત કરતો રહે છે એ ‘માળી મિત્ર’ છે.
મંત્રી સુબુદ્ધિએ માનતુંગની વાત સાંભળીને એની હા માં હા કહેવાને બદલે એના માળી મિત્ર બનવાની જરૂર હતી, એક મુગ્ધવયની યુવતી પોતાની સખીઓ વચ્ચે જે કાંઈ બોલી, એ શબ્દોને ખોટા સાબિત કરવા માટે જ એની સાથે લગ્ન કરવા તૈયાર થઈ જવું, એ પ્રત્યેક પ્રજાજનનું યોગક્ષેમ કરવાની જવાબદારી જેના શિરે રહી છે એ રાજવી માટે ઉચિત ન જ કહેવાય. આ વાત સુબુદ્ધિએ માનતુંગને કહેવાની જરૂર હતી, પણ ના. એણે માળી મિત્ર બનીને માનતુંગની નારાજગી વહોરી લેવાને બદલે તાળી મિત્ર બનવાનું પસંદ કર્યું. ‘માનવતી સાથે આપનાં લગ્ન ગોઠવી દેવામાં હું સફળ બનું તો જ આપ માનજો કે સુબુદ્ધિ આપનો વફાદાર સેવક છે” આમ કહીને એણે માનતુંગના વધુ કૃપાપાત્ર બનવાનું પસંદ કર્યું.
માનતુંગે આપેલ નિશાનીને સ્મૃતિપથમાં રાખીને મંત્રી સુબુદ્ધિ નીકળી પડ્યો નગરની ગલીઓમાં. અને અચાનક એક મકાન એની નજરે ચડી ગયું કે જ્યાં ચંપકવૃક્ષ પણ હતું અને તાંબુલની પિચકારીનો રંગ પણ હતો. “આ એ જ મકાન કે જ્યાં પહોંચવાનું મને રાજવીએ કહ્યું છે' બસ, સાથે રહેલા પોતાના સેવકની સાથે જ મંત્રીએ એ ઘરમાં પ્રવેશ કર્યો.
માનવતીના બાપ ધનદત્તના તો મંત્રીને જોઈને ધબકારા જ વધી ગયા. ‘મારા ઘરે મંત્રી? અને એ ય આમંત્રણ વિના? આગોતરી જાણ કર્યા વિના? શું મારો કોઈ અપરાધ થયી હશે ? શું મારો કોઈ ગુનો થયો હશે ?’ હૃદય ભયથી ફફડી રહ્યું હોવા છતાં મુખ પર સ્વસ્થતા ધારણ કરીને ધનદ સુબુદ્ધિનો મધુર શબ્દોમાં સત્કાર કર્યો. બેસવા માટે આસન આપ્યું. સાથે મુખવાસ પણ આપ્યો.
‘ગંગામાં સ્નાન કરવાથી જેમ કૃતાર્થ થવાય છે તેમ આપના દર્શનથી હું કૃતાર્થતા અનુભવી રહ્યો છું. મારા યોગ્ય કાંઈ પણ કાર્ય હોય તો મને જણાવો. મને આનંદ થશે' | ‘રાજવી માનતુંગને તમારા પર પ્રીત કેમ છે? એનો મારા મનમાં ખુલાસો થઈ ગયો છે. તમારા જેવા સહૃદયી શ્રેષ્ઠી આ નગરને મળ્યા છે એનો માનતુંગને અપાર આનંદ છે. શ્રેષ્ઠિવર ! બોલો, તમારે કામકાજ શેનું? તમારે સંતતિમાં કોણ ?' | ‘વિદેશથી વહાણો દ્વારા મારે ત્યાં માલની હેરાફેરી થાય છે. આ મારું કામ છે. સંતતિમાં માનવતી નામે મારે એક પુત્રીરત્ન છે”
“ક્યાં છે એ અત્યારે ?'
‘ભણવા ગઈ છે” ‘પાછી ક્યારે આવશે ?' ‘દિવસના પાછલા ભાગમાં”
‘શું ભણે છે એ?”
જૈન ધર્મનાં રહસ્યો’
‘તમે મને એ સમજાવી શકો?’ ‘જરૂર. વીતરાગ સર્વજ્ઞ જિનેશ્વર ભગવંત એ અમારા દેવ છે. કંચન-કામિનીના ત્યાગી પંચ મહાવ્રતના ધારક અને પાલક એવા મુનિઓ અમારા ગુરુ છે. અહિંસા મૂલક કેવળી ભગવંતોએ પ્રરૂપેલો અમારો ધર્મ છે. વૈરાગ્ય-વાત્સલ્ય અને વિવેક, ઔચિત્ય, ઉદારતા અને સહૃદયતા, કોમળતા, શીતળતા અને સરળતા આ બધા ગુણોની પ્રતિષ્ઠા એને જ અમે અમારા જીવનનું એક માત્ર કર્તવ્ય માનીએ છીએ. અનેકાંત, અપરિગ્રહ અને અહિંસા એ અમારા ધર્મનો પ્રાણ છે.”
‘કમાલ ! કમાલ ! સાચે જ તમારો ધર્મ અતિ પ્રશંસનીય છે, વંદનીય છે, આદરણીય છે' સુબુદ્ધિએ ધનદત્તને જ્યાં આવાં વચનો કહ્યા એ જ સમયે માનવતીએ ઘરમાં પ્રવેશ કર્યો.
સુબુદ્ધિની નજર જ્યાં માનવતી પર પડી, એ સ્તબ્ધ થઈ ગયો, આ મસ્ત રૂપ ? આ કમનીય કાયા ? આ ગજગામિની ચાલ ? સાચે જ રાજવી માનતુંગ આ રૂપ પાછળ પાગલ જો બની ગયા હોય તો એમાં કાંઈ જ નવાઈ નથી. આ રૂપ કોઈના ય આકર્ષણનું કારણ બનીને રહે તેવું જ છે.
આગને પામીને જે પાણી ઊર્ધ્વયાત્રાએ નીકળી પડે છે એ જ પાણી ઢાળ આગળ
Page #9
--------------------------------------------------------------------------
________________
બાકી. એક વાત યાદ રાખજો કે અતિથિ, રાજા, બાળક અને સ્ત્રી, આ ચારેયની પ્રકૃતિ એવી હોય છે કે તેઓ પોતાના પાસે શું-શું છે એના તરફ ધ્યાન કેન્દ્રિત કરતા જ નથી. તેઓ તો બસ, સતત માગ્યા જ કરે છે અને “ફરી કરી આપો’ એમ કહ્યા જ કરે છે.
આથી પ્રસન્ન થઈને તમે મેં જે માગણી મૂકી છે એમાં સંમતિ આપી જ દો. બાકી, આ તો રાજા છે. એમાપ સત્તા છે એની પાસે, ભરપૂર અધિકારો છે એની પાસે. એની માગણી જો આપ નહીં સંતોષી તો બની શકે કે એ ભારે ગુસ્સે પણ થાય અને આપના સમસ્ત પરિવારને મુશ્કેલીમાં પણ મૂકી દે.” ધનદત્ત સમક્ષ સુબુદ્ધિએ ભારે ચતુરાઈપૂર્વક આ રજૂઆત કરી.
કરતા
લાચાર બનીને અધોયાત્રાએ નીકળી પડતું હોય છે. મેળવણને પામીને જે દૂધ, દહીંમાં રૂપાંતરિત થઈ જતું હોય છે એ જ દૂધ, પોતાનામાં લીંબુના બે-ચાર ટીપાંના પ્રવેશે ફાટી જતું હોય છે. જે પથ્થર શિલ્પીને પામીને પ્રતિમાનું ગૌરવ પામી જતો હોય છે, એ જ પથ્થર ગુંડાના હાથમાં આવીને કો’કનું માથું ફોડી નાખતો હોય છે.
બસ, એ જ ન્યાયે પ્રભુના જે રૂપનાં દર્શને આત્મા નિર્વિકારભાવના ગગનમાં ઊડવા લાગતો હોય છે, એ જ આત્મા વિજાતીયનાં દર્શને પોતાના હૈયામાં વાસનાની આગ પ્રજ્વલિત કરી બેસતો હોય છે. પ્રશ્ન એ નથી કે પોતે કેવો છે? પ્રશ્ન એ છે કે કેવાં નિમિત્તોની વચ્ચે પોતે જીવી રહ્યો છે ? નિમિત્તો જો ગલત છે તો પોતાનું ‘સારા’ બનવું કે ‘સારા' બન્યા રહેવું ભારે મુશ્કેલ છે અને નિમિત્તો જો શુભ છે તો પોતાનું “ખરાબ' બનવું કે “ખરાબ” બન્યા રહેવું લગભગ અશક્યપ્રાયઃ છે.
માનતુંગના મનમાં માનવતીને પામી જવાની લાગેલી તલપના મૂળમાં શું હતું ? આ જ, માનવતીનું એણે કરેલું દર્શન, માનવતીના મુખમાંથી નીકળેલો અભિમાન સૂચક શબ્દોનું એણે કરેલું શ્રવણ. માનવતીના રૂપનું અને શબ્દોનું એણે મનમાં અકબંધ રાખેલું સ્મરણ !
‘આ છે મારી પુત્રી માનવતી' ધનદત્ત બોલ્યો.
સુબુદ્ધિ કાંઈ બોલે એ પહેલાં તો માનવતી ઝડપથી આવીને પોતાના પિતાના ખોળામાં બેસી ગઈ. પિતાનો વાત્સલ્યસભર હાથ એના મસ્તક પર ફરવા લાગ્યો.
‘જો તમે સ્વીકારો તો મારા આગમનનું કારણ હું કહું” સુબુદ્ધિએ ધનદત્તને કહ્યું,
‘આપના મનમાં જે હોય તે મને ખુશીથી કહી. આ સેવક શક્તિના અનુસાર સ્વામીનું કાર્ય કરશે. બાકી, મારે યોગ્ય કોઈ કાર્ય આપ જણાવો એવું મારું ભાગ્ય ક્યાં?’ ધનદત્તે જવાબ આપ્યો.
‘ગઈ કાલે રાતના આપની પુત્રી પર રાજવી માનતુંગની નજર પડી છે અને રાજવીના હૈયામાં આપની પુત્રી એવી વસી ગઈ છે કે રાજવી એને રાજરાણી જ બનાવવા માગે છે.'
‘શું વાત કરો છો ?' ‘હા, એ વાત કરવા જ તો રાજાએ મને અહીં મોકલ્યો છે. રાજા જેવો રાજા આપને જમાઈ તરીકે મળે એ આપનું કેવું સદ્ભાગ્ય હશે એ આપ કલ્પી શકો છો. આપ મારી વાતમાં સંમતિ આપી દો એટલે પ્રસન્ન ચિત્તે અહીંથી વિદાય થઈને હું શીધ્ર રાજા પાસે પહોંચી જાઉં અને એને આ શુભ સમાચાર આપી દઉં..
સક્ષ૬.
માનવતીના પિતા ધનદત્ત પાસે માનતુંગ રાdવતી માંગુ મૂકવા આવેલો મંત્રી સુબુદ્ધિ.
Page #10
--------------------------------------------------------------------------
________________
સાગર જોયો તો છે ને ? લાખો નદીઓને પોતાનામાં સમાવ્યા પછી ય એ કાયમ અતૃપ્ત જ રહે છે. બારે ય માસ પોતાના પેટમાં નદીઓને સમાવવા એ તૈયાર પણ હોય છે અને તત્પર પણ હોય છે.
પેલું સ્મશાન ? લાખો મડદાંઓના અગ્નિસંસ્કાર કરી દીધા પછી ય એને ધરપત હોતી નથી. બીજાં સંખ્યાબંધ મડદાંઓને ફૂંકી નાખવા ય એ તૈયાર પણ હોય છે અને સક્ષમ પણ હોય છે.
પેલો દાવાનળ ? વનોનાં વનો અને ઝૂંપડાંઓનાં ઝૂંપડાંઓને સ્વાહા કરી નાખ્યા પછી ય એ સતત આગળ ને આગળ વધતો રહીને બીજાં અગણિત વનોને સ્વાહા કરી
નાખવા એ ઘૂરકતો જ હોય છે.
પણ,
સાગર, સ્મશાન અને દાવાનળને ય જેની પાસે હાર કબૂલી લેવી પડે એવું કોઈ એક વિકરાળ પરિબળ હોય તો એ છે લોભ ! ગમે તેટલું એને મળે છે, બધું ય એને ઓછું જ લાગતું હોય છે. સંપત્તિ જ એને ઓછી લાગતી હોય છે એવું નથી, સત્તાનું વિશાળ સામ્રાજ્ય પણ એને નાનું જ લાગતું હોય છે. સ્ત્રીઓ જ એને ઓછી લાગતી હોય છે એવું નથી, પ્રશંસાના શબ્દો પણ એને ઓછા જ લાગતા હોય છે. ભરપૂર સન્માન પણ એને મામૂલી જ લાગતું હોય છે એવું નથી, ભરપૂર કીર્તિ અને ખ્યાતિ પણ એને ઓછી જ લાગતી હોય છે.
કોઈ માઈનો લાલ આ ધરતી પર એવો પાક્યો નથી કે જે લોભના - તળિયા વિનાના – ખપ્પરને પૂરવામાં સફળ થયો હોય. હા. એક વિકલ્પ જરૂર છે. જમીન પરનો ખાડો માટીથી પુરાઈ જાય છે, પેટનો ખાડો ભોજનનાં દ્રવ્યોથી પુરાઈ જાય છે પરંતુ લોભના ખાડાને જો અધૂરો જ છોડી દેવામાં આવે છે અર્થાત્ લોભ જે કાંઈ માગે છે એની જો ઉપેક્ષા કરવામાં આવે છે તો એ ખાડો આપોઆપ જ પુરાઈ જાય છે.
બાકી, માનતુંગ કાંઈ કુંવારો નહોતો કે જેના કારણે એણે મુગ્ધ વયની પોતાની પુત્રી સમાન માનવતી સાથે લગ્ન કરવા માટે પોતાના મંત્રીને ધનદત્ત પાસે મોકલવો પડે અને ધમકીની ભાષામાં વાત કરવા ય મંત્રીને છૂટ આપી દેવી પડે પણ લોભ કોનું નામ ? ગરજે એ ઝૂકવા પણ તૈયાર થઈ જાય અને ગરજે એ ઘુરકવા ય તૈયાર થઈ જાય. ગરજે એ ભિખારીને ‘બાપ’ કહેવા ય તૈયાર થઈ જાય અને ગરજે સગા બાપને એ જેલમાં ધકેલી દેવા ય તૈયાર થઈ જાય.
૧૯
મંત્રી સુબુદ્ધિએ મૂકેલ માગણીના શબ્દો સાંભળીને ધનદત્ત તો અવાક્ જ થઈ ગયો. ‘આ નગરીનો રાજા મારી દીકરીને પોતાની પત્ની બનાવવા માગે છે? ક્યાં આ નગરનો એ રાજવી અને ક્યાં આ નગરનો હું વેપારી ? શું મારી દીકરી એને ત્યાં સુખમાં રહેશે ખરી? આ માગણીનો અસ્વીકાર કરી દઉં છું, તો રાજવી મને સુખેથી રહેવા દેશે ખરો ?’ ઘનદત્તને વિચારોમાં અટવાયેલા જોઈને સુબુદ્ધિએ પૂછી લીધું, ‘બોલો શેઠ, શું જવાબ આપો છો ?'
‘જવાબ બીજો તો શો આપવાનો હોય ?' “એટલે ?’
‘એટલે બીજું કાંઈ નહીં. તમે જે માગણી મૂકી છે એ મને સ્વીકાર્ય છે. આમે ય માનવતીને મારે ક્યાંક તો વળાવવાની છે જ ને ? જ્યારે રાજવી માનતુંગ જ એનો હાથ પકડવા તૈયાર થઈ ગયા છે ત્યારે હવે મારે બીજે ક્યાંય નજર દોડાવવાની રહે છે જ ક્યાં ? આપ ખુશીથી રાજા પાસે જઈને આ સમાચાર આપી દો. અને સાથે કહેજો કે આપ જે મૂહુર્ત નક્કી કરશો એ મૂહુર્તે હું માનવતીને વળાવવા તૈયાર રહીશ.’ ધનદત્તે સુબુદ્ધિને જવાબ આપી દીધો.
આમે ય ધનદત્ત પાસે આ જવાબ આપવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ ક્યાં હતો ? કારણ ? માનવતીની માગણી મૂકનાર રાજા ખુદ હતો. સત્તા એની પાસે હતી. રાજીખુશીથી માગણી ન સ્વીકારાય તો સત્તાના જોરે એ માનવતીને પોતાની પત્ની બનાવી દે એવી પૂરેપૂરી શક્યતા હતી. આમ થાય તો જીવનભર માટે પોતાના અને રાજાના સંબંધ બગડેલા જ રહે એમાં કોઈ શંકા નહોતી. આવા તમામ અપાયોથી ઊગરી જવા ધનદત્તે રાજા માટે મંત્રીએ માનવતી માટેની મૂકેલી માગણી સ્વીકારી લીધી.
‘શેઠ, મારી માગણી સ્વીકારી લેવા બદલ હું આપનો ખૂબ આભાર માનું છું' મંત્રીએ કહ્યું.
‘આપ મારો આભાર શું માનો ? આભાર તો હું આપનો માનું છું કે રાજા જેવો રાજા, મને જમાઈ તરીકે મળે તેમ છે એ શુભ સમાચાર આપવા આપ ખુદ મારા ઘરને આંગણે પધાર્યા' ધનદત્તે મંત્રીને કહ્યું.
‘આ સંબંધમાં માનવતીની,’
‘એ અત્યંત સંસ્કારી છે. ધર્મનાં રહસ્યો એ સમજેલી છે. પિતાના હૈયે પુત્રીનું હિત
જ હોવાની અને પાકી સમજણ છે અને એટલે જ હું તમને એ કહેવાની હિંમત કરું છું કે
૨૦
Page #11
--------------------------------------------------------------------------
________________
આ નક્કી થતા સંબંધમાં માનવતીની સંમતિ જ છે'
ધનદત્તના આ જવાબ પછી મંત્રીને કાંઈ જ બોલવા જેવું કે પૂછવા જેવું રહ્યું નહીં.
કાળે જબરદસ્ત પલટો ખાધો છે. સ્વતંત્રતાના નામે સ્વચ્છંદતાએ પોતાનો વિકરાળ પંજો ક્યાં નથી ફેલાવ્યો એ પ્રશ્ન છે. મર્યાદા ‘બંધન’ના નામ હેઠળ મશ્કરીપાત્ર બની રહી છે તો શરમ ‘જુનવાણીપણા’ ના નામ હેઠળ તિરસ્કારપાત્ર બની રહી છે. કુળની ખાનદાની, સંસ્કારોનો વારસો, પવિત્રતાની મૂડી, વડીલોની આમન્યા આ બધા શબ્દો શબ્દકોશમાં જરૂર ઊભા છે પરંતુ જીવનકોશમાંથી દૂર થતા જાય છે. ‘લગ્નજીવન એટલે જીવનભરનો સ્થિર સંબંધ’ એ વ્યાખ્યા પોતાનો અર્થ આજે ગુમાવી રહી છે. ‘ફાવે ત્યાં સુધી સાથે રહેવું અને ન ફાવે ત્યારે છૂટા થઈ જવું' આ સમીકરણને આજે સરકાર તરફથી અને સમાજ તરફથી પણ માન્યતા મળી રહી છે. સંબંધ કોની સાથે બાંધવો ? એ બાબતમાં ઉપકારીઓની સંમતિ લેવી ય આજે જરૂરી નથી રહી તો અનુભવીઓનું માર્ગદર્શન લેવું ય આજે અનિવાર્ય નથી રહ્યું. અપેક્ષાએ કહેવું હોય તો એમ કહી શકાય કે મા-બાપોએ એ બાબતમાં માથું મારવાનું બંધ કરી દીધું છે તો દીકરા-દીકરીઓએ એ બાબતમાં મા-બાપોને ચિંતામુક્ત [?] કરી દીધા છે !
આકુળ હૈયે અને ચિંતાતુર વદને માનતુંગ સુબુદ્ધિના આગમનની રાહ જોઈ રહ્યો હતો અને ત્યાં જ સુબુદ્ધિએ રાજમહેલમાં પ્રવેશ કર્યો. એના ચહેરા પરની ચમક જોતાં માનતુંગે અનુમાન કરી લીધું કે પાસા પોબાર પડી ગયા લાગે છે. છતાં સુબુદ્ધિના મુખે જ
એ સમાચાર સાંભળવા એ તલપાપડ બની ગયો.
‘રાજન્ ! કરો કંકુના !' ‘એટલે ?'
‘એટલે બીજું કાંઈ નહીં. વહેલી તકે માનવતીને આપ રાજરાણી બનાવીને પધરાવી દો રાજમહેલમાં.'
‘પાકું થઈ ગયું ?’
‘પાકું શું ? માનવતીના પિતાજીએ તો ત્યાં સુધી કહી દીધું છે કે જ્યોતિષી ઉત્તમ મૂહુર્ત જે પણ આપે એ મૂહુર્ત હું માનવતીને વળાવવા તૈયાર છું’
સુબુદ્ધિના મુખે આ સમાચાર સાંભળીને માનતુંગના આનંદનો પાર ન રહ્યો. સુબુદ્ધિને એણે આ કાર્ય કુશળતાપૂર્વક પાર પાડી આવવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ આપ્યા. ‘તારો આ ઉપકાર હું જિંદગીભર નહીં ભૂલું. બાકી, જે ઝડપથી તે આ કાર્ય પાર પાડ્યું છે, સાચ્ચે જ એ તારી બુદ્ધિની કમાલ છે. નામ જ તારું સુબુદ્ધિ છે એમ નથી, તારી બુદ્ધિ પણ
૨૧
તારા નામને અનુરૂપ જ છે’
‘રાજન ! કામ આપનું હતું અને હું આપનો છું. જે કાંઈ થયું છે એ આપની જ મહેરબાનીનું ફળ છે. કહેવું તો મારે આપને એ છે કે, હવે આ કાર્યને સંપન્ન કરવામાં જરાય વિલંબ ન કરો. રાજ જ્યોતિષીને બોલાવીને એની પાસે આપ ઉત્તમ મૂહુર્ત માગી લો. અને એ મૂહુર્તો આપ માનવતી સાથે પાણિગ્રહણ કરી જ લો. આપના ખ્યાલમાં હશે જ કે મંગળ કાર્યો હંમેશાં વિઘ્નોવાળાં જ હોય છે.’
સુબુદ્ધિની સલાહ સ્વીકારીને માનતુંગે રાજ જ્યોતિષી પાસે મૂહુર્ત માગ્યું. જે મૂહુર્ત આવ્યું એ એણે મંત્રી દ્વારા ધનદત્તને કહેવડાવ્યું અને ધનદત્તે પોતાના વૈભવને અનરૂપ આખો ય લગ્નપ્રસંગ ભારે ધામધૂમથી પાર પાડી દીધો.
ધનદત્તને આનંદ એ વાતનો છે કે મને જમાઈ તરીકે રાજા મળ્યો છે. માનવતીને આનંદ એ વાતનો છે કે મારો પતિ આ નગરનો રાજા છે. નગરજનો એ વાતે આનંદિત છે કે માનતુંગને એના વૈભવને અને રૂપને ગૌરવ આપે એવી પત્ની મળી છે પણ માનતુંગના મનના આનંદનું સ્વરૂપ થોડુંક વિકૃત છે.
‘માનવતીના ગર્વના ચૂરેચૂરા કરી નાખવાની તક હવે મારા હાથમાં આવી ગઈ છે. એને ય ખબર પડી જશે કે એક સ્ત્રી પરાક્રમી પુરુષ આગળ કેવી કમજોર – તાકાતહીન અને લાચાર પુરવાર થાય છે !’
છ કાન વચ્ચે રહેલ ગુપ્ત વિચાર ક્યારેક ભેદાય છે, ચાર કાન વચ્ચે રહેલ ગુપ્ત વિચારને ભેદાતા હજી કદાચ વાર લાગે છે પણ બે કાન વચ્ચે રહેલ ગુપ્ત વિચારનો પાર તો બહ્મા પણ પામી શકતા નથી.
માનતુંગના મનમાં માનવતીના ગર્વને ખંડિત કરી નાખવાનો જે વિચાર રમી રહ્યો છે એની જાણ ભલે બીજા કોઈને ય નથી પણ આ સંસારમાં હુકમનું પાનું તો કર્મસત્તાના હાથમાં જ છે. માણસના પુરુષાર્થને સફળતા ત્યારે જ મળે છે કે જ્યારે એ પુરુષાર્થના ચેક પર કર્મસત્તા પોતાની સહી કરી દે છે. બાકી કર્મસત્તાની સહી પુરુષાર્થના જે ચેક પર હોતી નથી એ પુરુષાર્થ ભલે ને ચક્રવર્તી આદરતો હોય છે, એના લમણે નિષ્ફળતા સિવાય બીજું કાંઈ જ ઝીંકાતું નથી.
શું માનતુંગ માનવતીના ગર્વને ખંડિત કરી શકશે ? શું માનવતી માનતુંગના મનની વાત જાણી શકશે ? શું માનવતી પુરુષ માટે જે કાંઈ બોલી છે એને કરી બતાડશે ? શું માનતુંગ માનવતી પાસે પોતાની હાર કબૂલી લેશે ? જોઈએ, શતરંજનાં પ્યાદાંઓ કેવી ચાલ આગળ ચાલે છે ?
૨૨
Page #12
--------------------------------------------------------------------------
________________
સબૂર! આગળ એક કદમ પણ નહીં ચાલતો. મકાન હમણાં જ પડવાનું છે? આકાશવાણી સાંભળીને યુવક ત્યાં જ ઊભો રહી ગયો. અને પળભરમાં જ સામે ઊભેલું મકાન તૂટી પડ્યું. એકાદ કિલોમીટર ચાલ્યા બાદ અચાનક ફરી આકાશવાણી થઈ. સબૂર ! ઊભો રહી જો. ભયંકર વાવાઝોડું આવી રહ્યું છે’ એ ઊભો રહી ગયો. વાવાઝોડું આવીને ચાલી ગયું. એ રડવા લાગ્યો. ‘તું રડે છે કેમ ?” ગેબી અવાજ આવ્યો, મારા લગ્નનું નક્કી થયું ત્યારે તમે ક્યાં હતા ?” કોઈ જવાબ ન મળ્યો.
હા. સંસારનું આ જ નગ્ન સ્વરૂપ છે. અહીં સુખ ભવિષ્યમાં છે. સુખની આશા વર્તમાનમાં છે. અહીં સપનામાં પુષ્પોના ઢગ છે. આંખ ખૂલે છે ત્યારે ખ્યાલ આવે છે કે પથારીની ચારેય બાજુ કાંટાઓ જ વેરાયેલા પડ્યા છે. અહીં કલ્પનામાં ઘૂઘવાટ કરતો સાગર છે. વાસ્તવિકતામાં ગંદા ખાબોચિયા સિવાય બીજું કશું જ નથી. અહીં સંબંધ સ્વર્ગના ખ્યાલે બંધાય છે અને સમય જેમ જેમ પસાર થાય છે તેમ તેમ અનુભવ નરકનો થતો જાય છે.
દુઃખદ આશ્ચર્ય તો એ છે કે આ કટુ અનુભવ પછીય સંસારરસિક આત્મા એના
પરથી બોધપાઠ લઈને સ્વજીવનને એ ગલત રાહેથી પાછું વાળવા કટિબદ્ધ બનતો નથી.
માનવતાના આનંદનો આજે પાર નહોતો. પતિ તરીકે એને બીજું કોઈ નહીં, રાજા મળ્યો હતો. રહેવા માટે એને કોઈ ભવ્ય ઇમારત નહીં, વિશાળકાય રાજમહેલ મળ્યો હતો. એની સેવામાં બે–ચાર નહીં, સેંકડો સેવકો મળ્યા હતા. એના ઇશારા માત્રથી એની સામે પાણી નહીં, કેસરિયાં દૂધ હાજર થવાનું હતું.
અલબત્ત, આશ્ચર્ય એને એ વાતનું થતું હતું કે “મારો સંબંધ રાજવી સાથે શી રીતે ગોઠવાયો હશે ? મારા પિતાજી ગમે તેટલા શ્રીમંત છે પણ આખરે એમનું નામ તો વ્યાપારીમાં જ થાય ને ? જ્યારે અહીં તો રાજાએ ખુદે મારા પર પસંદગી ઉતારી છે. એવું તે શું દેખાયું હશે મારામાં કે રાજા જેવા રાજાએ એક વ્યાપારીની પુત્રી એવી મને પત્ની તરીકે પસંદ કરી લીધી છે?
ખેર, જે હશે તે. મારે એ બાબતની લાંબી વિચારણા કરવાની જરૂર જ ક્યાં છે ? આજે તો લગ્નનો પ્રથમ દિવસ છે. મારા ગુણોની હારમાળાથી મારે માનતુંગના હૃદય પર છવાઈ જવાનું છે, મારા પ્રેમના પાશમાં મારે એને એવો બાંધી દેવાનો છે કે મને છોડીને એની નજર અન્ય કોઈ સ્ત્રી પર ક્યારેય કરે જ નહીં, યુદ્ધના મેદાનમાં સૈનિકો સામે પુરુષ ભલે પોલાદી છાતી લઈને ફરી શકતો હશે પણ સ્ત્રીના નયનના અગ્નિ સામે તો પુરુષ મીણ બની જ જતો હોય છે. આ હકીકતને મારે મારા જીવનમાં અનુભવનો વિષય બનાવીને જ રહેવાનું છે, સારો ધનુર્ધારી જેમ એક જ બાણ વડે લક્ષ્યને વીંધી નાખતો હોય છે તેમ મારે આજના એક જ વખતના સ્નેહથી માનતુંગના હૃદયને જીતી લેવાનું છે અને એના મનને વશમાં લઈ લેવાનું છે.
માનવતી મનમાં ને મનમાં આવા સુખદ વિચારોને રમાડી રહી છે અને એ જ પળે માનતુંગે ત્યાં પ્રવેશ કર્યો,
શરમથી માનવતીએ પોતાનાં નણો નીચા ઢાળી દીધા. માનતુંગ બરાબર એની સામે બેઠો અને માનવતીના રૂપને નીરખવા તો લાગ્યો પણ એક શબ્દ પણ એ બોલ્યો નહીં. માનવતીની ધીરજ ખૂટી ગઈ. એણે રાજા સામે જોયું. ત્યાં ન એને કોઈ આદર દેખાયો કે ન એને ત્યાં સ્નેહનાં કોઈ દર્શન થયા. એ કંપી ઊઠી, આ શું? આવો રુક્ષ
વ્યવહાર પતિનો? અને એ ય આજે ? શું તબિયત એમની બરાબર નહીં હોય? શું કોઈ ચિંતા એમના મન પર સવાર થઈ હશે ? શું મારામાં એમને કોઈ દુર્ગુણ દેખાયો હશે ?
૨૩
૨૪
Page #13
--------------------------------------------------------------------------
________________
લગ્નના પ્રથમ દિવસે જ છે. આ સ્થિતિ સર્જાઈ છે તો આગળ તો કોણ જાણે શું નું શું થશે ?
Ekha iIii3Dી.
hણ'
VMWC
T
FACE
હું પાલવ પાથરું છું. આપ કંઈક બોલો.
આપ તો અતુલ બળના ધારક છો. જ્યારે હું તો અબળા છું. કાકલૂદીભરી વિનંતિ કરવી કે પગે પડીને કરગરવું એ બળસિવાય મારી પાસે બીજું કોઈ બળ નથી. આપની મૌનપૂર્વકની એક એક પળ આજે અને આ સમયે મારા માટે યુગ જેવડી બની રહી છે. આપ કંઈક બોલો. મને પ્રસન્ન કરો. મારા નષ્ટપ્રાયઃ થઈ ગયેલ ધૈર્યને આપ પુનઃ જીવતું કરો.'
આશા-અપેક્ષા અને આસક્તિ. કહેવું હોય તો એમ કહી શકાય કે આ ખતરનાક ત્રિપુટીએ આ સંસારના પ્રત્યેક જીવના લમણે દુઃખ, ઉદ્વેગ અને હતાશા ઝીંકવા સિવાય બીજું કશું જ કર્યું નથી. આશામાં ને આશામાં જીવ વર્તમાનનાં બધાં જ દુઃખોને જીરવી જાય છે અને છતાં આશા એની સાકાર થતી નથી. અપેક્ષાપૂર્તિના એના પ્રયાસોને યત્કિંચિત પણ સફળતા મળે છે તો ય એને પ્રસન્નતાની અનુભૂતિ થતી નથી. કારણ કે અપેક્ષાઓ સંતતિ નિયમનમાં માનતી નથી. એક અપેક્ષા પૂર્ણ થાય છે અને સાથોસાથ એ નવી સંખ્યાબંધ અપેક્ષાઓને જન્મ આપતી જાય છે. અને આસક્તિજન્ય વેદનાનું તો પૂછવું જ શું? આસક્તિ કરનાર મન સતત પોતાના વિષયો ફેરવતું રહે છે. આસક્તિનો વિષય જો વસ્તુ છે તો એ ગમે ત્યારે નષ્ટ થઈ જાય છે. આસક્તિનો વિષય જો વ્યક્તિ છે તો એનું મને ગમે ત્યારે બદલાઈ જાય છે, આશા જો છૂટી જાય, અપેક્ષા જો ખૂટી જાય અને આસક્તિ જો તૂટી જાય તો જ આ જીવને સંસારમાં પ્રસન્નતાની કંઈક અનુભૂતિ થતી રહે.
માનવતી અત્યારે દુ:ખી કેમ છે ? આશા-અપેક્ષા અને આસક્તિ, ત્રણેયની એ શિકાર બનેલી છે. આસક્તિ છે અને સંસારના વિષય સુખોની. અપેક્ષા છે એને, કાકલૂદીભરી પોતાની વિનંતિ પતિ સ્વીકારી જ લેશે એની.
માનવતીની આટલી કાકલૂદી પછી માનતુંગે માનવતી સામે જોયું તો ખરું પણ એ નજરમાં સ્નેહ નહોતો, ધૃણા હતી. પ્રેમ નહોતો. વૈષ હતો.
‘જો માનવતી, તું એમ નહીં માનતી કે મેં તારા પ્રત્યેના સ્નેહના કારણે તારી સાથે લગ્ન કર્યા છે’
- આ શબ્દો સાંભળતા માનવતીના માથે જાણે કે આભ તૂટી પડ્યું. પતિ આ શું બોલી રહ્યો છે ? આમ છતાં સ્વસ્થતા ટકાવી રાખીને એણે માનતુંગને પૂછ્યું,
‘લગ્ન સ્નેહ વિના ર્યા છે?”
Gre
લગ્નની પ્રથમ રાત્રે માનતુંગની ઉપેક્ષા જોઈ માનવતી થયરી ગઈ. હાથ જોડીને આંખમાં આંસુ લાવીને માનવતી બોલી. ‘નાથ ! મારો કોઈ અપરાધ ?”
માનતુંગ મૌન. ‘સ્વામીનાથ ! આવા વિરુદ્ધ ભાવને પ્રદર્શિત કરીને આપ મને દુ:ખી કેમ કરો છો ? મારી આ ઉપેક્ષા એ શું મારી પ્રતીક્ષાની કસોટી છે? કે પછી મારા કોક અપરાધની સજા છે ? આપ જ જો મારી ઉપેક્ષા કરશો તો મારે જવાનું ક્યાં ? સમસ્ત પ્રજાજન પ્રત્યે સ્નેહ રાખનારા આપ, આજે મારા પર જ કેમ સ્નેહરહિત થઈ ગયા છો? આપની સામે
૨૫
Page #14
--------------------------------------------------------------------------
________________
‘હા’ ‘પણ કારણ કાંઈ ?” ‘તારા ગર્વના ચૂરેચૂરા કરવા’
મેં ક્યાં આપની સામે ગર્વ કર્યો છે?’ ‘મારી સાથે નહીં પણ તારી સખીઓ વચ્ચે તે ગર્વ કર્યો છે કે નહીં ?”
‘ક્યારે ?' અને માનતુંગે માનવતી સમક્ષ સખીઓ સાથે એના થયેલ વાર્તાલાપનો આખો જ પ્રસંગ કહી સંભળાવ્યો.
‘બોલ, હવે તો ખ્યાલ આવે છે ને?”
‘હા. પણ આપ કરવા શું માંગો છો ?' ‘તારી તાકાત હોય તો તારા ચરણનું જળ મને પીવડાવી જાણ, તારું એઠું અન્ન મને વપરાવી જાણ, મને તું બળદની જેમ વશ કરી દેખાડ.” માનતુંગે રોષપૂર્વક માનવતીને સંભળાવી દીધું.
માનતુંગનાં આ વચનો સાંભળીને માનવતી થથરી ગઈ. ‘જેને હું ‘કલ્પવૃક્ષ' માનતી હતી એ આવો કાંટાવાળો બાવળિયો નીકળ્યો ? જેના માટે મારી માન્યતા ‘સાગર'ની હતી એ આવો ગંદું ખાબોચિયું નીકળ્યો ? જે મને વરસાદ બનીને ઠારતો રહેશે એમ હું માનતી હતી એ વીજળી બનીને મને બાળવા લાગ્યો? જેને મારા હૃદયમાં મેં મેરુનું સ્થાન આપ્યું હતું. એ આવો અણિયાળો પથ્થર નીકળ્યો? મને કૂવામાં ઉતારીને આ માણસ દોરડું કાપી નાખવા તૈયાર થઈ ગયો છે ? મારી આ વ્યથા મારે કોની પાસે ઠાલવવાની? અહીં વ્યથાને સાંભળે એવો કોઈ સજજન પણ ક્યાં છે?”
‘નાથ, એક પ્રશ્ન પૂછું?'
‘પૂછ' ‘જો હું ત્યાગ કરવા યોગ્ય જ હતી તો આપે મારી સાથે લગ્ન જ નહોતા કરવા. કાદવને અડીને હાથ સાફ કરવા એના કરતાં કાદવનો સ્પર્શ જ ન કરવો એ વધુ ન્યાયી છે એવું આપને નથી લાગતું?’
મને અક્કલ આપવાની તારે જરૂર નથી. મેં તને પૂર્વે પણ કહ્યું અને હમણાં પણ કહું છું કે તારા ગર્વના ચૂરેચૂરા કરવા જ મેં તારી સાથે સંબંધ બાંધ્યો છે”
એક વાત મારી સાંભળશો ?'
‘બોલ' ‘સખીઓ સમક્ષ બોલાયેલા મારાં વચનોને આપે ગંભીરતાથી મન પર લેવાની જરૂર નથી કારણ કે એવાં વચનો તો હું મશ્કરીમાં બોલી હતી. રમતમાં બોલી હતી. ૨મતમાં કે મશ્કરીમાં બોલાયેલ વચનો આખરે તો નિર્દોષ જ હોય છે, એને સાચા માની લેવાની ભૂલ જો પ્રાકૃત માણસ પણ કરતો નથી તો આપના જેવા ઉદાત્ત હૃદયવાળા રાજવી એ વચનોને સાચા માની લે એવું તો હું માની જ નથી શકતી.
આપના ચરણે મેં મારું જીવન સમર્પિત કર્યું છે. આપના ખોળામાં મેં મારું માથું મૂક્યું છે. આપના ભરોસે મેં મારા જીવનની નૈયા તરતી મૂકી છે. આપ એને નહીં સાચવો તો બીજું કોણ સાચવશે? આપ મને નહીં બચાવો તો બીજું કોણ બચાવશે ?
આપ આવો અઘટિત વર્તાવ કરીને મારા વિશ્વાસનો ઘાત કરી રહ્યા છો એવું આપને નથી લાગતું ? વિશ્વાસઘાતનું આ પાપ કેટલું બધું ભયંકર હોય છે એની આપને ખબર નથી ? સાવ તુચ્છ ચીજને મોટું સ્વરૂપ આપીને આપ મારી સાથેની પ્રીતને તોડી રહ્યા છો એ બરાબર નથી થતું એવું આપને નથી લાગતું?'
| ‘ખબરદાર માનવતી ! આગળ હવે એક પણ શબ્દ જો તું બોલી છે તો તારી ખેર નથી !'
નાથ ! મારી વાત માની જાઓ. સંઘર્ષની તમારી તલવારને વહેલી તકે સમાધાનના મ્યાનમાં મૂકી દો. બાકી તમને ખ્યાલ ન હોય તો કાન ખોલીને સાંભળી લો કે...'
‘કે શું?” ‘મારી નમતાને કાયરતા સમજી લેવાની ભૂલ ન કરશો. મારી આરઝૂને વેદિયાવેડામાં ખપાવી દેવાના ક્રમમાં આપ ન રાચશો, મારી વિનંતિને લાચારી માની લેવાની ગલતી આપ ન કરશો. મને અબળા માનીને મને દબાયેલી રાખવામાં આપ સફળ બન્યા રહેશો એવા ખ્વાબમાં આપ ન રાચશો.’ માનવતી આવેશમાં બોલી ગઈ. - સફળ ઇચ્છા રાગની જનક બની રહે છે તો નિષ્ફળ ઇચ્છા દ્વેષની જનક બની રહે છે. વ્યક્તિ પાસે રાખેલ અપેક્ષાને પૂરી કરવામાં સફળતા મળે છે તો અભિમાન પેદા થાય છે અને એમાં નિષ્ફળતા મળે છે તો ક્રોધ કષાય પેદા થઈ જાય છે.
શરીરક્ષેત્રે બાળપણ, યુવાની અને વૃદ્ધાવસ્થા એ જો ત્રણ અવસ્થા છે. વાતાવરણ ક્ષેત્રે શિયાળો, ઉનાળો અને ચોમાસું એ જો ત્રણ ઋતુ છે. રોગક્ષેત્રે જો વાત-પિત્ત અને કફ એ ત્રણ મુખ્ય બીમારી છે. જ્યોતિષ ક્ષેત્રે જો ધન-મકર અને કુંભ એ ત્રણ રાશિની બોલબાલા
Page #15
--------------------------------------------------------------------------
________________
તો એને જેમ હાર જ સ્વીકારી લેવી પડતી હોય છે તેમ યુદ્ધના મેદાનમાં દુશ્મન સૈનિકોનાં ડોકાં ઉડાડી દેવામાં પુરુષને કદાચ સફળતા મળતી હશે પણ સ્ત્રીના હાવભાવ સામે, કટાક્ષ સામે અને પ્રેમાલાપ સામે અચ્છા અચ્છા મર્દોની મૂછ નીચી થઈને જ રહી છે.
સ્ત્રી શરીર જો આગ છે તો પુરુષનું મન તો એની સામે માત્ર મીણનું પૂતળું છે. શું કહું તમને ? સ્ત્રીની ઉપસ્થિતિ જ પુરુષને બાયલો બનાવવા કાફી છે એમ નહીં, સ્ત્રીની સ્મૃતિમાત્ર પુરુષને સત્ત્વહીન બનાવવા કાફી છે.”
‘માનવતી ?” ‘તમારે ત્રાડ પાડવાની કોઈ જ જરૂર નથી. સખીઓ વચ્ચે બોલાયેલા મારા શબ્દોને પકડી લઈને તમે મને આજે લલકારી છે ને? પણ યાદ રાખજો કે..'
છે. અધ્યાત્મ જગતમાં જો દેવ-ગુરુ અને ધર્મ એ તત્ત્વત્રયીની મુખ્યતા છે. આરાધનાક્ષેત્રે જો જ્ઞાન-દર્શન અને ચારિત્ર એ રત્નત્રયીની પ્રધાનતા છે તો દોષક્ષેત્રે કામ-ક્રોધ અને લોભ આ ત્રણ પરિબળો રાજાના સ્થાને છે.
મનમાં ઇચ્છા પેદા થાય એ કામ. એ નિષ્ફળ બને એટલે ક્રોધ અને એ જો સફળ બને તો લોભ, ઇચ્છાની નિષ્ફળતા ક્રોધને તો જન્મ આપે છે. જાગૃતિ ન હોય તો એ ક્રોધ મનમાં સંગ્રહિત થઈને વેરમાં રૂપાંતરિત થતો રહે અને મનમાં જન્મી જતો વૈરભાવ તક મળતાં જ હાથને હિંસા માટે તૈયાર કરીને જ રહે. અને હા, એક ઇચ્છા સફળ બની જાય એટલે જીવ ન તો તૃપ્ત બને કે ન તો શાંત બને, એ નવી નવી ઇરછાઓને મનમાં જન્મ આપતો જ રહે અને પ્રત્યેક ઇચ્છાને સફળ બનાવવા એ જીવનભર દોડતો જ રહે. ટૂંકમાં, સફળ ઇચ્છા લોભની માતા બની રહે અને નિષ્ફળ ઇચ્છા ક્રોધની. એ બંને દોષથી બચવાનો એક જ વિકલ્પ. મનને ઇચ્છાનું ગર્ભગૃહ બનવા જ ન દેવું.
માનવતીના મુખમાંથી નીકળેલા આક્રોશભર્યા વચનો સાંભળીને માનતુંગનો ચહેરો લાલઘૂમ થઈ ગયો. એણે ત્રાડ પાડી.
‘માનવતી ! પુરુષના બાવડાનાં બળની તને જેમ કોઈ કલ્પના નથી તેમ એના બુદ્ધિબળની પણ તને કોઈ કલ્પના નથી. બાવડાના બળે એ અજેય કિલ્લાઓને જીતે છે, હિંસક એવા સિંહને ય વશ કરે છે તો મદ ઝરતા હાથીઓને ય એ ગુલામ બનાવે છે.
બુદ્ધિના બળે એ કપટનાં મંદિર ગણાતી સ્ત્રીઓને પોતાની નોકરડી બનાવે છે તો જિંદગીભર સ્ત્રીઓને એને આધીન જ રહેવું પડે એવી પરિસ્થિતિ સર્જે છે.
તું મારા પૌરુષત્વને લલકારે છે ? તું મારા સત્ત્વને પડકાર ફેંકે છે ? કાન ખોલીને સાંભળી લે, મારા આ રાજમહેલમાં તું સર્વથા લાચાર-પરાધીન અને નોકરડી જ છે. તારા માટે હું જે ઇચ્છું છું એ જ થવાનું છે. સખીઓ વચ્ચે ગુમાનના શબ્દો બોલી જવા એ જુદી વાત છે અને અહીં મારા તાબામાં એ જ ગુમાન ટકાવી રાખવું એ જુદી વાત છે. ‘જો તમારા મનની આ જ વાત હોય તો મારી વાત તમે કાન ખોલીને સાંભળી લો.’
‘બોલ, શું કહેવું છે તારે ?' ‘ભાગ્યનો પાર પામવામાં અચ્છા અચ્છા ખેરખાંઓ જેમ નાસીપાસ થયા છે તેમ નારીના સામર્થ્યનો તાગ પામવામાં ય અચ્છા અચ્છા પરાક્રમી પુરુષો થાપ ખાઈ ગયા છે. તલવાર થાંભલાને કાપી નાખવામાં સફળ બનતી હશે પણ રૂને કાપવાની બાબતમાં
‘સખીઓ વચ્ચે હું જે કાંઈ બોલી છું એ તમામ શબ્દોને જો હું સાચા પુરવાર ન કરું તો મારું નામ માનવતી નહીં ! બાકી, એક મુગ્ધ યુવતી સાથે કપટબાજી કરીને લગ્ન કરી દેવામાં સફળતા મેળવીને તમે તમારી નામર્દાઈ જ જાહેર કરી છે કે બીજું કાંઈ જાહેર કર્યું છે? હું એવી નામર્દાઈમાં માનતી નથી. અને એટલે જ તમને સ્પષ્ટ શબ્દોમાં આજે કહું
‘માનવતી ! ખબરદાર ! આગળ એક પણ શબ્દ, જો તું બોલી છે તો ! તારા ગર્વના ચૂરેચૂરા કરી નાખીને તને મારી સમક્ષ ખોળો પાથરતી ન કરી દઉં અને તારા શબ્દો પાછા ખેંચી લેવા મજબૂર ન કરું તો મારું નામ રાજવી માનતુંગ નહીં.’
આટલું કહીને માનતુંગે તાળી વગાડી. તાળીનો અવાજ સાંભળીને બહાર ઊભેલો પહેરેગીર અંદર આવ્યો અને માનતુંગ સમક્ષ મસ્તક નમાવીને ઊભો રહી ગયો.
| ‘મંત્રી સુબુદ્ધિને હમણાં ને હમણાં જ અત્રે મોકલ’ ‘જી હજૂર’ કહીને પહેરગીર ત્યાંથી રવાના થયો અને ગણતરીની પળોમાં સુબુદ્ધિ ત્યાં આવીને ઊભો રહ્યો.
| રાજન ! આશા કરો’ ‘તું હમણાં ને હમણાં જ એક સ્તંભવાળા મહેલને ઉઘાડ અને અંદર ખાવા-પીવાની તમામ સામગ્રીઓ પર્યાપ્ત માત્રામાં ભરીને મને એની જાણ કર.'
રાજાએ મંત્રીને કરેલ આજ્ઞા માનવતીએ સાંભળી. રાજા શું કરવા માગે છે? એનો
૨૯
૩૦
Page #16
--------------------------------------------------------------------------
________________
એને અણસાર તો આવી ગયો છતાં અત્યારે એ આવેશમાં છે. રાજાની સમક્ષ લાચારી દેખાડવા એ હરગિજ તૈયાર નથી. ‘હું દુઃખી થઈ જવા તૈયાર છું પણ ઝૂકી જવાની તો મારી કોઈ જ તૈયારી નથી.' આવા દૃઢ નિર્ણય સાથે ચહેરા પરના હાવભાવને સ્થિર રાખીને એ પોતાની જગા પર સ્થિર બેઠી રહી છે.
‘રાજન ! એક સ્તંભવાળો મહેલ ખૂલી પણ ગયો છે અને આપની આજ્ઞા મુજબ એમાં ખાવા-પીવાની સામગ્રી પર્યાપ્ત માત્રામાં ભરી દીધી છે' મંત્રી સુબુદ્ધિએ રાજા પાસે આવીને આ જાણકારી આપી. મંત્રીના ત્યાંથી નીકળી ગયા બાદ માનતુંગ માનવતીની નજીક આવ્યો.
‘માનવતી !’
‘બોલો. જે પણ કહેવું હોય તે કહી દો'
‘તારે એ એક સ્તંભવાળા મહેલમાં જ હંમેશાં રહેવાનું છે. તારી ખબર મેળવવા હું એક વર્ષે ત્યાં આવીશ. તારી તમામ ચતુરાઈને કામે લગાડી દેજે અને તું જે કાંઈ બોલી છે એને ચરિતાર્થ કરી દેખાડજે' આટલું કહીને માનતુંગ ત્યાંથી નીકળી ગયો.
મહેલ એક સ્તંભવાળો.
એમાં માનવતી એકલી.
મહેલને લોખંડી તાળું .
મહેલ ફરતે સંખ્યાબંધ સૈનિકો.
બે વ્યક્તિ વચ્ચેના વિરાટ અંતરને તો પહોંચી વળાય પણ બે વ્યક્તિ વચ્ચે ઊભી થઈ જતી અહંની દીવાલને તો શું પહોંચાય ? જેણે પણ આ દીવાલ ઊભી કરી અને ટકાવી રાખી એ પ્રભુની કરુણાથી, ઉપકારીઓના પ્રેમથી અને સ્વજનોના સ્નેહથી પોતાની જાતે જ દૂર થઈ ગયો ! આટલી ખતરનાક છે આ અહંની દીવાલ અને છતાં કોણ જાણે કેમ, એની કાંકરી પણ ન ખરી જાય એ માટે માણસ જાનની બાજી લગાવીને બેઠો છે ! વાંચી છે ને આ પંક્તિઓ ?
‘જિંદગી ત્રણ અક્ષરનું નામ છે
એમાં પ્રેમના અઢી અક્ષર;
એ બંનેનો મેળ થઈ જાય
તો નહીં યુદ્ધ, નહીં લશ્કર.' કાશ ! માનતુંગ અને માનવતી પાસે આ સમજણ હોત !
૩૧
‘પણ તું કરે છે શું ?’
‘કેમ, તમે આંધળા છો ? દેખાતું નથી ?' ‘દેખાય છે ને !'
‘બસ, તો જોઈ લો. હું કાગળ લખું છું' ગાંડાની હૉસ્પિટલની મુલાકાતે ગયેલા ચર્ચિલે એક ગાંડાને જ્યારે આ પ્રશ્નો પૂછ્યા ત્યારે એણે આ જવાબો આપ્યા. ‘કાગળ કોને લખે છે ?’
‘મને’
‘તને પોતાને ?' ‘હા
‘કાગળમાં શું લખ્યું છે ?’
‘તમારામાં અક્કલનો છાંટો છે કે નહીં ?' ‘કેમ, શું થયું ?’
‘હજી તો હું કાગળ લખું છું. એને પૂરો કર્યા બાદ
કવરમાં પૅક કરીશ, પોસ્ટમાં રવાના કરીશ.
એ કાગળ મારા હાથમાં આવશે.
એને હું વાંચીશ ત્યારે મને ખ્યાલમાં આવશે કે
મેં એ કાગળમાં શું લખ્યું છે ?’ ચર્ચિલને ગાંડાએ જવાબ આપ્યો.
હા. આ સંસારમાં આ જ તો બને છે. ચાહે તમારા પર દુઃખો તૂટી પડે છે કે સુખોનો વરસાદ વરસે છે, ચાહે તમે સર્વત્ર અપમાનિત થઈ રહ્યા છો કે ઠેર ઠેર તમને સન્માન મળી રહ્યા છે, ચાહે દુશ્મન પણ તમારી પ્રશંસા કરે છે કે સગો દીકરો પણ તમને બદનામ કરે છે, ચાહે વગર પુરુષાર્થે તમે કરોડપતિ બની જાઓ કે પછી ભરપૂર પુરુષાર્થેય તમે ભિખારી જ બન્યા રહો છો. એ બધું ય તમારું જ વાવેલું તમને મળી રહ્યું છે. તમારો જ લખેલો પત્ર તમે વાંચી રહ્યા છો. તમે જ આમંત્રણ આપેલું તમારા જીવન આંગણે આવીને ઊભું છે. માનવતી અત્યારે આવા જ વિચારોમાં દિવસો પસાર કરી રહી છે. ‘નક્કી
૩૨
Page #17
--------------------------------------------------------------------------
________________
ગતજન્મોમાં મેં કાં તો અનેક જીવોના અવર્ણવાદ કર્યા હશે કાં તો અનેક જીવોને અસમાધિ આપી હશે. અનેક જીવોની કાં તો વિરાધના કરી હશે કાં તો અનેક જીવોનો એમના સ્વજનોથી વિયોગ કરાવ્યો હશે. કાં તો અનેક જીવો વચ્ચેના સંબંધોમાં મેં ભેદ ઊભો કરાવ્યો હશે અને કાં તો અનેક જીવો પર મેં ખોટાં આળ ચડાવ્યા હશે.
એ વિના આવી વિષમ પરિસ્થિતિમાં મારે મુકાવું જ શું કામ પડે ? લગ્નના પ્રથમ જ દિવસે પતિ મને તરછોડી દે ? મને એકાંતવાસમાં ધકેલી દે ? નિર્દોષતાથી બોલાયેલ વચનોને મનમાં સંઘરી રાખીને પતિ ખુદ આવી કડક સજા મારા લમણે ઝીંકી દે ?
નક્કી. આ મારા જ પોતાનાં અશુભકર્મોનો ઉદય. કોઈને ય દોષ દીધા વિના શાંતિથી મારે એને ભોગવી જ લેવો રહ્યો. મનને સ્વસ્થ રાખીને નવાં અશુભકર્મોના બંધથી મારા આત્માને બચાવી જ લેવો રહ્યો.
માનવતી પાસે તકલીફોની આ વણઝાર વચ્ચે મનની સ્વસ્થતા ટકાવી રાખવાની આ તાકાત આવી ક્યાંથી ? એણે કરેલા તત્ત્વજ્ઞાનના અભ્યાસ પાસેથી. જો ન હોત એની પાસે કર્મબંધ અને કર્મઉદયની આ સમ્યક્ સમજ તો કોઈ શક્યતા નહોતી કે આ વિષમ
પરિસ્થિતિ વચ્ચે ય એની સ્વસ્થતા ટકી રહી હોત !
દુઃખદ વાસ્તવિકતા આજના કાળની એ છે કે ‘સુખી કેમ બની શકાય ?’ એની કેળવણી આપતી શૈક્ષણિક સંસ્થાઓનો આ ધરતી પર આજે રાફડો ફાટ્યો છે પણ અગવડો, કષ્ટો કે તકલીફો વચ્ચે ય મનની સ્વસ્થતા કેવી રીતે ટકાવી શકાય ? એ સમજ આપતી એક પણ શાળા કે કૉલેજ ક્યાંય જોવા નથી મળતી. પરિણામ આનું એ આવ્યું છે કે પહેલેથી જ દુઃખો વચ્ચે જીવી રહેલ માણસ પાસે હજી જીવન જીવવાનો ઉત્સાહ જીવંત છે પરંતુ સુખમાંથી જે દુઃખમાં ગયો છે એની પાસે જીવન જીવવાનો ઉત્સાહ પણ નથી તો દુઃખોને જીરવી લેવા જેટલું દૃઢ મનોબળ પણ નથી.
માનવતીએ એક બાજુ મનની સ્વસ્થતા ટકાવી રાખી છે તો બીજી બાજુ એણે ધર્મારાધના ય વધારી દીધી છે. કારણ કે ‘બગડે છે કર્મથી તો સુધરે છે ધર્મથી' આ દૃઢ શ્રદ્ધાની એ સ્વામિની છે. ઉભયટંક પ્રતિક્રમણ, સામાયિક, તપશ્ચર્યા અને નમસ્કાર મહામંત્રનો જાપ. આ ચારે ય ધર્મ એણે મજબૂતાઈથી આરાધવાનું શરૂ તો કરી દીધું પણ બીજી બાજુ એનું મન ‘અહીંથી કેમ છૂટી શકાય ?’ એ વિચારણામાં ય વ્યસ્ત રહેવા લાગ્યું. એક દિવસ, મધ્યરાત્રિએ એણે મહેલની બારી ખોલી અને બહાર ઊભેલા વૃદ્ધ પહેરગીરને હાક મારીને બોલાવ્યો.
૩૩
‘આજ્ઞા કરો’ ‘વચન પાળીશ ?’ ‘હે માતા ! સમજાતું તો મને એ નથી કે રાજાએ આપને આવી કડક સજા શા માટે કરી છે ? અલબત્ત, હું તો સેવક છું એટલે સ્વામીને કોઈ સલાહ તો ન જ આપી શકું પરંતુ આપના તરફથી જો કોઈ સંદેશો એમને પહોંચાડવાનો હોય તો આપ મને કહો. એ સંદેશો હું જરૂર એમને પહોંચાડી આવું.’
એક દંડિયા મહેલમાં પૂરાયેલી માનવતીએ પહેરેગીરને સંદેશો આપ્યો અને પોતાનો સુવર્ણ હાર ભેટમાં આપ્યો.
૩૪
Page #18
--------------------------------------------------------------------------
________________
ખોલ્યો. પહેરેગીરને ઘરની અંદર લીધો અને માનવતીએ આપેલ પત્ર એમના હાથમાં આપી દીધો. શેઠે પત્ર વાંચવાનું ચાલુ કર્યું. જેમ જેમ પત્ર વંચાતો ગયો, શેઠની આંખમાંથી આંસુ ટપકવાના ચાલુ થયા. પત્ર પૂરો વંચાઈ જતા તો શેઠ ચોધાર આંસુએ રડી પડ્યા.
મારી દીકરી અંગે તું કાંઈ જાણે છે ?'
2
‘સંદેશો તો પહોંચાડવાનો છે પરંતુ રાજાને નહીં*
‘તો ?' મારા પિતાને !' ‘આપના પિતાને ?”
‘હા’
‘પણ રાજાને એની જાણ...” પહેરેગીર આગળ કાંઈ બોલે એ પહેલાં માનવતીએ પોતાની પાસે રહેલ સુવર્ણનો હાર એના હાથમાં આપી દીધો.
‘આ શું ?'
“કાંઈ નહીં. મારા તરફથી તને ભેટ’ જિંદગીમાં પહેરેગીરને આવી બક્ષિસ કોઈએ આપી નહોતી. સુવર્ણના હારે એના મનમાં હિંમત જગાડી દીધી.
બોલો, આપના પિતાને મારે શો સંદેશો આપવાનો છે?” અને માનવતીએ રડતી આંખે એક પત્ર લખીને એ વૃદ્ધ પહેરગરને આપી દીધો, ‘આ પત્ર તારે મારા પિતાજીને હાથમાં જ આપવાનો છે, સાથે એમનેમોઢેથી કહેવાનું પણ છે કે રાજવી માનતુંગે છળથી, આપની પુત્રી સાથે લગ્ન કરીને એને એકતંભવાળા મહેલમાં તજી દીધી છે, બોલ, આ કામ થઈ તો શકશે ને તારાથી ?”
| ‘મારા પર પૂર્ણ વિશ્વાસ રાખો. આ પડકારવાનું કાર્ય હું પ્રાણના ભોગે પણ કરીને જ રહીશ’ આમ કહીને પહેરેગીરે ત્યાંથી જવા માટે કદમ તો ઉપાડ્યા પણ માનવતીએ એને રોક્યો,
‘તારે માત્ર પત્ર જ નથી આપી આવવાનો’ ‘તો ?' પત્રનો જવાબ પણ લઈ આવવાનો છે' સારું”
આટલું કહીને એ વૃદ્ધ પહેરેગીરે મધ્યરાત્રિએ જ ધનદત્તના ઘર તરફ જવા પગ ઉપાડ્યા. કોઈની ય નજરે ન ચડી જવાય એનો ખ્યાલ રાખીને પહેરેગીર ધનદત્તના ઘર પાસે આવીને ઊભો રહ્યો. ઘરના દરવાજે એણે ટકોરા લગાવ્યા.
કોણ ?' ‘એ તો હું. રાણીબા પાસેથી એમનો પત્ર લઈને આવ્યો છું.” ધનદત્તે પોતે દરવાજો.
tb ૨
શ્વસુરગૃહેથી પુત્રી માનવતીનો દર્દ ભર્યો પત્ર વાંચતો પિતા ધનદt.
૩૫
૩૬
Page #19
--------------------------------------------------------------------------
________________
‘હા. મને એટલી ખબર જરૂર છે કે આપની પુત્રી સાથે રાજાએ છળકપટથી જ લગ્ન કર્યા છે. અને લગ્નના પ્રથમ દિવસથી જ આપની પુત્રીને એણે તજી દીધી છે.’
દીકરીના બાપ માટે આથી વધુ દુઃખદ સમાચાર બીજા કયા હોઈ શકે ? દીકરીને સુખમાં મહાલતી કરવા જે બાપે એને સાસરે મોકલી હોય છે એ સાસરિયામાં જ દીકરી વધુ દુઃખોનો શિકાર બની રહી છે એ સમાચાર દીકરીના બાપને દુઃખી દુઃખી ન કરી નાખે તો જ આશ્ચર્ય !
અલબત્ત, જેની પણ નજર શરીર અને મનના સુખ પર જ અટકી ગઈ છે એને આ સંસારમાં સુખનો અનુભવ થઈ જવો હજી કદાચ શક્ય છે પરંતુ સુખનો અનુભવ સતત થતો રહેવો એ તો સર્વથા અશક્યપ્રાયઃ છે. કારણ ? શરીર સતત જીર્ણ થતું રહે છે તો મન સતત પોતાની પસંદગી બદલતું રહે છે. જે મકાનની કાંકરી સતત ખરી રહી હોય એ મકાનમાં રહેવું જો સુખદાયક બની રહે તો જ સતત મોત તરફ ધકેલાઈ રહેતા શરીરના આધારે આત્મા સુખનો અનુભવ કરી શકે. પળે પળે વચન બદલતા ઘરાક સાથે માલનો સોદો કરવામાં વેપારીને જો સફળતા મળે તો જ પળે પળે રુચિ બદલતા મનના માધ્યમે આત્મા પ્રસન્નતાનો અનુભવ કરી શકે.
જમાઈ તરીકે રાજા મળવા બદલ જે ધનદત્તને આનંદનો પાર નહોતો, એ જ ધનદત્ત અત્યારે રાજા જેવો કપટી જમાઈ મળવા બદલ દુઃખી દુઃખી છે. પતિ તરીકે રાજા મળવા બદલ જે માનવતી પ્રસન્નતાના આસમાનમાં ઊડી રહી હતી, એ જ માનવતી અત્યારે રાજા જેવો તુચ્છ પ્રકૃતિનો પતિ મળવા બદલ ઉદ્વિગ્નતાની ગર્તામાં ધકેલાઈ ગઈ છે. હા. અત્યારે કોઈ એક જ વ્યક્તિ પ્રસન્નતા અનુભવી રહી હોય તો એ છે રાજવી માનતુંગ. એને એમ લાગી રહ્યું છે કે અભિમાનના શિખરે આરૂઢ થઈ ગયેલ માનવતીને લાચારીની તળેટી પર લાવી દેવામાં મને ગજબનાક સફળતા મળી ગઈ છે. પણ, માનતુંગની આ પ્રસન્નતા પણ ક્યાં સુધી ટકી રહેશે એની તો એને ખુદને પણ ક્યાં ખબર છે?
ધનદત્તના હાથમાં માનવતીનો કાગળ હજી એમનો એમ છે. સાસરિયામાં પોતે કેવાં દુ:ખો વેઠી રહી છે એની દીકરીએ ખુદે પત્રમાં લખેલ દાસ્તાન વાંચતા વાંચતા એની આંખોમાંથી ટપકી પડેલ આંસુઓના કારણે એ પૂરો પત્ર વાંચી શક્યો નહોતો. ધોતિયાના છેડાથી આંસુ લૂછીને એણે પત્ર આગળ વાંચવાનો ચાલુ કર્યો.
‘પિતાજી, મારી આપને એક ભારપૂર્વકની વિનંતિ છે. આપ આપણાં ઘરથી માંડીને અહીં સુધીનું એક ગુપ્ત ભોંયરું વિશ્વાસુ માણસો પાસે તૈયાર કરાવી દો. એક વખત એ
૩૭
તૈયાર થઈ જાય પછી હું આપની પાસે રૂબરૂ આવીને બધી જ આપવીતી જણાવીશ. આપને ય ખ્યાલ આવી જશે કે આપના આ જમાઈરાજે મારી સાથે કેવો કનિષ્ઠતમ કે વ્યવહાર આચર્યો છે !
અલબત્ત, ભોંયરું બનાવી દેવાનું આ કાર્ય ભારે જોખમી છે. ભૂલેચૂકે એની જાણ જો કોઈને ય થઈ ગઈ અને એ વાત માનતુંગ સુધી પહોંચી ગઈ તો ન તો આપ સલામત રહો કે ન તો હું સલામત રહું. માટે અત્યંત ભારપૂર્વકની મારી આપને ભલામણ છે કે અતિ વિશ્વાસુ માણસોને જ ભોંયરું બનાવવાનું આ કાર્ય સોંપજો.'
બંધન કોઈને ય ક્યાંગમે છે ? કેદી ઇચ્છે છે, જેલમાંથી હું ક્યારે છૂટું ? સિંહ ઇચ્છે છે, પિંજરમાંથી મારો છુટકારો ક્યારે થાય ? ગુલામ ઇચ્છે છે, માલિકની સરમુખત્યારીથી મને ક્યારે મુક્તિ મળે ? કબૂતર ઇચ્છે છે, ગળે બંધાયેલ આ પટ્ટો ક્યારે છૂટે ? બળદ ઇચ્છે છે, દોરડાના બંધનમાંથી ક્યારે હું છૂટું ? સાધક ઇચ્છે છે, કર્મોના અને કુસંસ્કારોના બંધનમાંથી મને કાયમી મુક્તિ ક્યારે મળે ? પણ, જોખમ ઉઠાવ્યા વિના કોઈ પણ ક્ષેત્રની કેદમાંથી ક્યાં છુટકારો મળી શકે છે ?
માનવતીને એકસ્તંભવાળા મહેલમાંથી છુટકારો અપાવવા ધનદત્તે જે પણ જોખમ ઉઠાવવું પડે એ ઉઠાવવાનો દૃઢ નિર્ધાર કરી લીધો છે. રાજા પાસે જો સત્તાની તાકાત છે તો મારી પાસે સંપત્તિની તાકાત છે. રાજા પાસે જો ધારદાર શસ્ત્રો છે તો મારી પાસે ધારદાર બુદ્ધિ છે. સંપત્તિ અને બુદ્ધિના જોરે રાજાની સત્તાને અને શસ્ત્રોને હું પાણી ન પીવડાવી દઉં તો મારું નામ ધનદત્ત નહીં.
ધનદત્તે મનમાં ને મનમાં આ દૃઢ નિર્ણય કરી લીધો અને માનવતી પર પત્ર લખી દીધો કે ‘કેદનો અંધકાર તારા માટે હવે સમયનો જ પ્રશ્ન છે. તું હવે સર્વથા નિશ્ચિંત થઈ જજે. માનતુંગને ય ખ્યાલ આવી જશે કે સસરો એને માથાનો મળ્યો છે' પત્ર બંધ કરીને એણે પહેરેગીરને આપી દીધો.
‘ભાઈ, આ પત્ર તું હાથોહાથ માનવતીને આપી દેજે. તારો એ ઉપકાર હું જીવનભર નહીં ભૂલું’ આટલું બોલતા બોલતા ધનદત્તની આંખમાં આંસુ આવી ગયા. ધનદત્તની આંખના આંસુ જોઈને વૃદ્ઘ પહેરેગીર પણ ગળગળો થઈ ગયો. ‘શેઠ, આપ જરાય ચિંતા ન કરશો. આપે મને પત્ર આપ્યો છે એટલે સમજી જ લો કે આ પત્ર માનવતીના હાથમાં પહોંચી જ ગયો છે’ આટલું કહી વૃદ્ધ પહેરેગીરે ત્યાંથી ચાલતી પકડી.
વૃદ્ધ પહેરેગીરના આગમનની માનવતી રાહ તો જોતી જ હતી પણ એના મનમાં
૩.
Page #20
--------------------------------------------------------------------------
________________
એક જાતનો ભય પણ હતો કે ‘પહેરેગીર પિતાજી પાસે ન પહોંચતા રાજા પાસે તો નહીં પહોંચી ગયો હોય ને ? પિતાજી પાસે જ પહોંચવા નીકળેલ પહેરેગીરના હાથમાં રહેલ મારો પત્ર પડી તો નહીં ગયો હોય ને ? અંધારામાં બહાર જવા નીકળેલ પહેરેગીર પર કોઈની નજર તો નહીં પડી હોય ને ?”
ભય ! તમામ પ્રકારના સુખને દુ:ખમાં ફેરવી નાખવાની તાકાત જો એ ધરાવે છે તો અનુકૂળતાઓની વણઝાર વચ્ચે ય ચિત્તને અશાંતિની આગમાં સળગતું રાખવાનું કામ એ સતત કરતો રહે છે. શરીરને એ રોગગ્રસ્ત જ રાખે છે તો આત્માને એ દુર્ગાનગ્રસ્ત જ રાખે છે. હાથને એ હિંસા માટે તૈયાર કરતો રહે છે તો આંખમાં એ ક્રૂરતાને જન્મ આપતો રહે છે. પગને એ કંપિત રાખતો રહે છે તો જીભને એ દીનતાભર્યા શબ્દો બોલવા મજબૂર કરતો રહે છે.
આમ છતાં આશ્ચર્ય તો એ છે કે માણસે રોગનો સમાવેશ ‘દુ:ખ' માં કર્યો છે. દરિદ્રતાને માણસ દુ:ખ' માની રહ્યો છે. અપમાન માણસને ‘દુ:ખ’ લાગી રહ્યું છે. અનિદ્રા માણસને ‘દુ:ખરૂપ’ લાગી રહી છે પરંતુ બધાં જ સુખોને દુ:ખમાં રૂપાંતરિત કરી દેતી ભયભીત મનોદશા માણસને દુઃખરૂપ લાગી જ નથી.
એ જ રીતે સંપત્તિને માણસે ‘સુખ’ નું નામ આપ્યું છે. સન્માનનો સમાવેશ એણે સુખ’માં કર્યો છે. સત્તાને એ “સુખ’નો પર્યાય માનવા તૈયાર છે. તંદુરસ્તીને ‘સુખ’ માનવા એ સતત ઉત્સુક છે પરંતુ તમામ પ્રકારનાં દુ:ખોને નપુંસક બનાવી દેતી ‘નિર્ભીક મનોદશા’ ની પોતાના મનમાં ‘સુખ' તરીકે પ્રતિષ્ઠા કરી દેવા એનું મન તૈયાર નથી.
ભયગ્રસ્ત હૃદયે માનવતી પહેરેગીરના આગમનની રાહ જોતી હતી અને ત્યાં જ એની નજર રસ્તા પર પડી, પહેરેગીર ભલે વૃદ્ધ હતો પણ ચાલવાની એની ગતિ તેજ હતી. માનવતીના હૃદયના ધબકારા વધી ગયા. ‘પહેરેગીર કાર્ય કરીને આવ્યો હશે ? પિતાજીએ પ્રત્યુત્તર લખી આપ્યો હશે ? પહેરેગીરને પિતાજી પાસે પહોંચવામાં કોઈ તકલીફ આવી હશે ?' આવા જાતજાતના વિકલ્પોમાં માનવતીનું મન અટવાતું હતું અને ત્યાં પહેરેગીર એકદમ બાજુમાં આવીને ઊભો રહી ગયો.
‘કામ ?”
‘પ્રત્યુત્તર ?'
‘સાથે જ લાવ્યો છું આમ કહીને ધનદત્તનો પત્ર માનવતીના હાથમાં વિના વિલંબે પહેરેગીરે મૂકી દીધો, માનવતીએ પત્ર વાંચ્યો.
દુઃખના દિવસો હવે તારા પૂરા થયા જ સમજ. તેં પત્રમાં મને જે સૂચન કર્યું છે એનો અમલ શક્ય એટલો ઝડપથી હું કરાવું છું. ધીરજ ધરજે. પ્રભુની કૃપાથી સહુ સારા વાનાં થઈને જ રહેશે’
માનવતીના આંખમાં આંસુ આવી ગયા. આખરે કંઈક રસ્તો નીકળ્યો ખરો ! એકવાર મને પહોંચી જવા દે પિતાજી પાસે, માનતુંગના ગર્વના ચૂરેચૂરા કેવી રીતે કરવા એ પછી વિચારું છું.
માનવતીએ પહેરેગીરને પુનઃ ઇનામ આપીને ખુશ કર્યો. પહેરેગીર પાછો પોતાની જગા પર આવીને ઊભો રહી ગયો. અને આ બાજુ માનવતીએ ધર્મારાધનાઓ શક્ય એટલી વધારી દીધી.
‘એક અગત્યનું કાર્ય કરવાનું છે’ | ‘કરી આપીશ”
‘ભારે જોખમી છે” ‘મને એનો કોઈ ભય નથી” ‘કદાચ જાન પણ ગુમાવવો પડે’
‘તૈયાર છું' શેઠ ધનદ ના ઘરના એક ઓરડામાં ધનદત્તની બંધ બારણે કડિયાના આગેવાન સાથે વાટાઘાટ ચાલી રહી છે.
‘આપ કામ બતાવો’ અને શેઠે પોતાના મનમાં રહેલ ગુપ્ત યોજના એની પાસે ખુલ્લા દિલે પૂર્ણ વિશ્વાસ સાથે જાહેર કરી દીધી. ‘મારા ઘરથી માનતુંગના રાજમહેલ સુધીનું ભોંયરું બનાવવાનું છે. જેનો અણસાર રાજાને તો શું, નગરના એક પણ પ્રજાજનને ય ન આવવો જોઈએ.”
‘કાર્ય થઈ જશે' કાર્યમાં તમે સફળ બની જાઓ તો તમારી સાત પેઢીને ખાતાં ન ખૂટે એટલું દ્રવ્ય
પત્ર ?” ‘પિતાજીને હાથોહાથ આપ્યો.'
૩૯
૪૦
Page #21
--------------------------------------------------------------------------
________________
એવું કોઈ ઉતાવળિયું પગલું ભરવા જેવું નથી કે જે તારા ભાવિ માટે દુઃખરૂપ અથવા તો જોખમરૂપ પુરવાર થાય.'
‘પિતાજી ! આપ મારા પર ભરોસો રાખો. હું એ પરિણામ લાવીને મૂકી દઈશ કે જે પરિણામને જોઈને આપ ખુદ હર્ષવિભોર બની જશો. અલબત્ત, એ અંગે હું અત્યારે વધુ કાંઈ જ કહેવા માંગતી નથી, માત્ર આપ એક કામ કરો.'
મને એક સુંદર વીણા લાવી આપો’
મહેનતાણા તરીકે મારે તમને આપવાનું
| ‘શેઠ, એ વાત આપણે પછી સમજી લેશું. પહેલાં મને આપ આશીર્વાદ આપો કે ભારે પડકારભર્યા આ કાર્યને હું પાર પાડી જ દઉં અને આપની પુત્રીને એકાંતવાસના દુ:ખમાંથી કાયમ માટે છુટકારો અપાવી જ દઉં,
અને શેઠના આશીર્વાદ લઈને પોતાના વિશ્વાસુ સાથીઓ સાથે કડિયાના આ આગેવાને ભોંયરું બનાવવાનું કાર્ય શરૂ કરી દીધું. જોખમ પાર વિનાનું હતું પણ સૌની હિંમત એથી વધુ હતી. સહુ વિશ્વાસુ હતા. સૂઝબુઝવાળા હતા અને ધગશવાળા પણ હતા. અને એક દિવસ....
‘શેઠ ! વધામણી...'
‘શેની ?’ ‘જે કાર્ય માટે આપે મને યોગ્ય સમજ્યો હતો એ કાર્ય મારા વિશ્વાસુ સાથીઓના સહકારથી મેં સંપન્ન કરી દીધું છે. માનવતીને મળવા આપને જવું હોય તો ભોંયરાવાટે હવે આપ પણ એની પાસે જઈ શકશો અને માનવતી અહીં આપની પાસે આવવા માગતી હશે તો એ ય ભોંયરા વાટે અહીં આવી શકશે?
કડિયાના આગેવાનના મુખે આ સમાચાર સાંભળીને શેઠના આનંદનો પાર ન રહ્યો. કલ્પના બહારની બક્ષિસ આપીને શેઠે એને ખુશ કરી દીધો અને માનવતીને પણ આ સમાચાર પહોંચાડી દીધા,
આ શું?”
કાંઈ નહીં’ કાંઈ નહીં શું? આ હદે તારું શરીર સુકાઈ ગયું?' માનવતીની કુશકાય જોઈને શેઠ ધનદત્તની આંખમાંથી આંસુ વહી રહ્યા છે. ભોંયરા વાટે પોતાને ત્યાં આવી ગયેલ માનવતીને શેઠ લગ્ન બાદ પ્રથમવાર જ જોઈ રહ્યા હતા, અને એની સુકાઈ ગયેલ કાયાને જોઈને શેઠ રસ્તબ્ધ થઈ ગયા હતા.
‘પિતાજી ! કાયા તો મારી ટૂંક સમયમાં જ પૂર્વવતુ ભરાવદાર બની જશે પણ મારી એક ઇચ્છા છે. જેને આપ પૂર્ણ કરી દેશો તો મને ખાતરી છે કે આપના અવિનયી જમાઈની ખોપરી હું ઠેકાણે લાવી જ દઈશ.'
‘તારી ઇચ્છા પૂરી કરવામાં તો મને શું વાંધો હોય ? પણ હું એમ માનું છું કે તારે
યોગિનીનો વેશ ધારણ કરી ગલીએ ગલીએ-ચૌટે ચૌટે ફરી પોતાના સૌદર્ય અને કંઠથી માનવતીએ નગરજનોને મુગ્ધ કરી દીધા,
૪
Page #22
--------------------------------------------------------------------------
________________
બચાવવા માગો છો તો એનો એક જ વિકલ્પ છે, તમારી જાતને તમે સ્ત્રીથી બને તેટલી દૂર જ રાખો. સ્ત્રીના સંપર્કમાં કદાચ આવવું પડતું હોય તો ય તમારી આંખને તમે સંયમિત રાખો. એની સાથેના વ્યવહારમાં તમે તમારા લાગણીવેડાને નિયંત્રણમાં રાખો અને ખાસ તો એની સાથેના એકાંતવાસથી અને અંધકારવાસથી દૂર જ રહો.
માનવતીના રૂપની અને કંઠની તો ઠીક પણ એના સંયમિત વ્યવહારની ચોરે અને ચૌટે, ગલીએ ગલીએ અને ઘરે ઘરે સહુનાં મુખે મુક્ત કંઠે પ્રશંસા થવા લાગી. જે રસ્તા પર યોગિનીનો વેશ ધારણ કરીને માનવતી નીકળતી હતી એ રસ્તા પર રહેલા તમામ
‘વીણા ?'
‘હા’ ‘એનું તું શું કરીશ?”
‘આપ પહેલાં વીણા લાવી આપો’ અને ધનદત્તે બજારમાં પોતાનો માણસ મોકલીને એક સુંદર વીણા મંગાવી લીધી અને માનવતીના હાથમાં વીણા સોંપી દીધી.
માનવતીએ યોગિનીનો વેશ ધારણ કરી દીધો. કેશ છૂટા. રાખ શરીર પર કેસર કપાળ પર. મોજડી પગમાં. રુદ્રાક્ષની માળા ગળામાં, પીળી સાડી શરીર પર. લાલ રંગ નેત્રોની આસપાસ અને હાથમાં વીણા. અને નીકળી પડી એ ઉજ્જયિનીના રસ્તાઓ પર, રૂપ એનું રમણીય હતું તો કંઠ એનો કોકિલ હતો. એણે ગળાને મૂકી દીધું ખુલ્લું અને જે બનવાનું હતું એ જ બન્યું. શું નર કે શું નારી ? શું યુવાન કે શું યુવતી ? શું બાળક કે શું બાળિકા ? શું પ્રૌઢ કે શું પ્રૌઢો ? શું વૃદ્ધ કે શું વૃદ્ધા ? સહુ એની પાછળ પાગલની જેમ ભમવા લાગ્યા. કોકને એનું રૂપ નીરખતા રહેવાની ઘેલછા હતી તો કોકને એના કોકિલ કંઠને સાંભળતા રહેવાની તલપ હતી. અલબત્ત, માનવતી પૂરેપૂરી સાવધ હતી. એને બરાબર ખ્યાલ હતો કે આ ટોળાંને મારું કમનીય રૂપ જોવામાં જ રસ છે, મારા કંઠને સાંભળવા પાછળ પણ એમના મનમાં આકર્ષણ તો મારી ગૌરવર્ણા યુવાને કાયાનું જ છે. અને એટલે જ માનવતી સહુથી સલામત અંતર રાખીને જ ઉજ્જયિનીના રસ્તાઓ પર ઘૂમી રહી હતી,
સમય ચાહે સત્યુગનો ચાલતો હોય કે કળિયુગનો. સ્થળ ચાહે ભરતક્ષેત્રનું હોય કે મહાવિદેહ ક્ષેત્રનું. સનાતન સત્ય એ છે કે સ્ત્રીનું રૂપ અને સ્ત્રીનો કંઠ પુરુષને માટે હંમેશાં ઢાળનું કારણ જ બન્યો છે. ઢાળ સમક્ષ નદીનાં ઘૂઘવતાં પૂર પણ જેમ તાકાતહીન જ પુરવાર થયા છે તેમ સ્ત્રીના - યુવાન સ્ત્રીના રૂપ અને કંઠ આગળ ૩૬ની છાતી ધરાવતા મર્દ પુરુષો ય બાયલા જ પુરવાર થયા છે.
તમે જો સ્ત્રી' છો અને તમારે પુરુષના હવસનો શિકાર બનતા બચવું છે તો એનો એક જ વિકલ્પ છે. તમારા રૂપને તમે ઢાંકેલું રાખો. તમારા કંઠને તમે નિયંત્રણમાં રાખો. જે તપેલીનું દહીં ખુલ્લું રહી જાય છે એ દહીં પર કાગડાઓ જો તૂટી જ પડે છે તો જે સ્ત્રી પોતાના રૂપને ખુલ્લું મૂકી દે છે એના પર પુરુષોરૂપી કાગડાઓ તૂટી પડતા જ હોય છે.
અને હા, જો તમે ‘પુરુષ' છો અને તમારી જાતને તમે વાસનાના ઢાળ આગળ ઊતરી જતી
રાજસભામાં યોગિનીનો પ્રવેશ અને માનતુંગ રાજ દ્વારા સ્વાગત.
૪૩
Page #23
--------------------------------------------------------------------------
________________
ઘરનાં નર-નારીઓ બધું જ કામ છોડી દઈને માનવતી પાછળ ફરવા લાગ્યા. અલબત્ત, કોઈને ખ્યાલ પણ ન આવે એ રીતે માનવતી રાત્રિનો અંધકાર શરૂ થાય એ પહેલાં પિતાના ઘરમાં દાખલ થઈ જતી હતી. પરિવારના સભ્યો સાથે પ્રેમાળ વાર્તાલાપ કરી ભોંયરા વાટે એ પોતાના મહેલમાં પહોંચી જતી હતી. પ્રાતઃકાળે પુનઃ પિતાના ઘરે આવી જઈને યોગિનીનો વેશ પહેરીને ઉજ્જયિનીના રસ્તાઓ પર ફરવા નીકળી જતી.
આખાય નગરમાં ચર્ચાનો વિષય બનેલ આ યોગિનીના સમાચાર કોર્ણોપકર્ણ રાજા પાસે પહોંચ્યા.
‘કોણ છે આ યોગિની ?' રાજાએ મંત્રીને પૂછ્યું,
‘મેં ય એને જોઈ તો નથી પણ અત્યારે આખું ય નગર એની પાછળ પાગલ છે એ વાત તો સો ટકા સાચી છે’
‘આપણે એને અહીં બોલાવી ન શકીએ ?’ આપ કહેતા હો તો પ્રયાસ કરું' મંત્રીએ કહ્યું.
અને માનતુંગના કહેવાથી સુબુદ્ધિ પહોંચી ગયો યોગિની પાસે. હાથ જોડીને નમસ્કાર કર્યા અને પછી વાત મૂકી ‘અમારા રાજવી માનતુંગ આપનાં દર્શનને ઝંખે છે. આપ વીજ્ઞા લઈને એક વાર રાજમહેલને પાવન કરો. આપનાં પાવન પગલાંથી રાજમહેલ અને રાજવી બંને ધન્ય બની જશે’
યોગિની બનેલ માનવતી આ જ પળની તો રાહ જોતી હતી. ‘રાજવીના આમંત્રણને તો મારાથી પાછું ઠેલી જ શી રીતે શકાય ? સાચું કહું તો નગરજનોના મુખે જેનું નામ સતત ગવાઈ રહ્યું છે એ પ્રજાવત્સલ રાજવીનાં દર્શન કરતા મને ય ખૂબ આનંદ થશે. ચાલો, હું અહીંથી સીધી જ રાજવી પાસે આવું છું' આમ કહીને મંત્રીની સાથે માનવતી માનતુંગ પાસે જવા નીકળી પડી.
*
‘આ રૂપ ?’
રાજસભામાં જેવો યોગિનીએ પ્રવેશ કર્યો, રાજાની નજર એના પર પડી અને એ સ્તબ્ધ થઈ ગયો. ‘આ રૂપ ? અને એ રૂપસભર શરીર પર યોગિનીનો વેશ ?’ રાજા
આગળ કાંઈ જ વિચારે એ પહેલાં તો યોગિની એકદમ નજીક આવી ગઈ. યોગિની પ્રત્યેના બહુમાનભાવથી રાજા સિંહાસન પરથી ઊભો થઈ ગયો. યોગિનીને સિંહાસન પર બેસાડી રાજા એના પગમાં પડ્યો.
૪૫
‘તમારા વિષે મેં જેવું સાંભળ્યું હતું, અહીં હું એવું જ જોઈ રહ્યો છું. આ નગરમાં તમારું સ્વાગત છે. તમારાં દર્શનથી મારાં બંને નેત્રો ધન્ય થઈ ગયા છે. સાચે જ તમને ધન્ય છે કે રાત અને દિવસ તમે પ્રભુભક્તિમાં લીન રહો છો અને શુદ્ધ માર્ગનું આચરણ કરતા તમે ધ્યાનમાં મગ્ન રહો છો. તમને હું કાંઈ પૂછી શકું ?’
‘આ વયમાં તમે યોગિનીનો વેષ કેમ ધારણ કર્યો છે? આ નગરમાં તમે આવ્યા ક્યાંથી ? તમારું રહેઠાણ ક્યાં ?'
‘રાજન્ ! એ પ્રશ્નોના સમાધાનની તું મારી પાસે અપેક્ષા રાખીશ નહીં. નદીનું મૂળ અને યોગીનું કુળ, આમાંનું કાંઈ જ જાણવા જેવું નથી. હા. તને એટલું જરૂર કહીશ કે જુદાં જુદાં તીર્થોમાં આદર સહિત ભ્રમણ કરી રહેલ હું અવંતીનાં દર્શન માટે હમણાં આવી છું અને આનંદથી અત્રે રહું છું.
બાકી, એક વાત તને કહું ? નદીની સાર્થકતા જો સાગરમાં વિલીન થઈ જઈને સાગર બની જવામાં જ છે તો આ જીવનની સાર્થકતા પ્રભુભક્તિમાં લીન બની જઈને પ્રભુ બની જવામાં જ છે.
અહીં કશું જ શાશ્વત નથી. નાવ લાકડાની પણ છિદ્રવાળી, એના સહારે દરિયામાં ઝુકાવાય ખરું ? પુણ્ય આકર્ષક, શરીર તંદુરસ્ત, સ્વજનો સ્નેહાળ, પત્ની પ્રેમાળ, સામ્રાજ્ય વિશાળ, ખ્યાતિ અમાપ પણ એ બધું ય પરિવર્તનશીલ, ક્ષણભંગુર અને નાશવંત, એ તમામના સહારે આ સંસારસાગરમાં ઝુકાવાય ખરું ?
એક જ કામ કરવા જેવું છે. શરીર જ્યાં સુધી રોગોમાં સપડાયું નથી, વૃદ્ધાવસ્થાએ જ્યાં સુધી શરીરના દરવાજા પર ટકોરો લગાવ્યો નથી, ઇન્દ્રિયો જ્યાં સુધી પોતાના વિષયોને ગ્રહણ કરવામાં સમર્થ છે અને જ્યાં સુધી યમદૂતે પોતાનો વિકરાળ પંજો શરીર પર ફેલાવ્યો નથી ત્યાં સુધીમાં આત્મહિત જેટલું પણ સધાય એટલું સાધી લેવા જેવું છે.’
યોગિનીના મુખમાંથી નીકળેલા આ શબ્દો સાંભળીને રાજા સ્તબ્ધ થઈ ગયો. આ વયે આટલું જબરદસ્ત જ્ઞાન ? આટલો પ્રચંડ વૈરાગ્ય ? ધન્ય છે યોગિનીના જીવનને. ધન્ય છે એનાં માતા-પિતાને !
‘મારી એક વિનંતિ છે’ રાજા બોલ્યો,
‘કહી’
Page #24
--------------------------------------------------------------------------
________________
અચાનક ?'
‘આપનું વીણાવાદન પણ વખણાય છે તો આપના કંઠે વહેતું ગાયન પણ એટલું જ વખણાય છે. આપની જો પ્રસન્નતા હોય તો આપની કળાનો એ કસબ મને પણ દેખાડો.'
અને રાજાની આ વિનંતિ સાંભળતા જ યોગિનીએ હાથમાં વીણા પકડી, વીણાના તાર પર એની આંગળીઓ એક બાજુ રમવા લાગી તો બીજી બાજુ એણે પોતાનાં ગળાને પણ ખુલ્લુ મૂકી દીધું. રાજા તો કલ્પી જ નહોતો શકતો કે વીણાવાદન આટલું ભવ્ય પણ હોઈ શકે ! ગળાનું આવું પણ માધુર્ય હોઈ શકે !
અલબત્ત, વીણાવાદનની આ સમસ્ત પ્રક્રિયા દરમ્યાન રાજાની નજર યોગિનીના મુખ પર જ રહી અને રાજાના મનમાં એક શંકા પેદા થઈ ગઈ. “મને ઠગવા માટે માનવતી જ યોગિનીનો વેષ ધારણ કરી બેઠી હોય એવું તો નહીં હોય ને ? કારણ કે આ યોગિનીનો ચહેરો બિલકુલ માનવતીના ચહેરાને મળતો જ આવે છે. જોકે મેં માનવતીને જે રીતે નજરકેદમાં રાખી છે એ જોતાં મને લાગતું નથી કે એ ત્યાંથી કોઈ પણ હિસાબે બહાર આવી શકે. છતાં શંકાના નિવારણ માટે મારે એક વાર માનવતી જ્યાં છે ત્યાં જઈ આવવું તો જોઈએ જ !'
રાજાના ચહેરા પરની આ વ્યગ્રતા માનવતીના ખ્યાલમાં આવી ગઈ. ‘લાગે છે કે રાજા મને જોવા એકદંડવાળા મહેલે પહોંચી જ જશે. એ ત્યાં પહોંચી જાય એ પહેલાં કોઈ પણ હિસાબે મારે અહીંથી નીકળી જઈને ત્યાં પહોંચી જવું જોઈએ.'
માનવતીએ વીણા પર રમી રહેલ પોતાની આંગળીઓને આરામ આપી દીધો. કંઠને પણ એણે વિરામ આપી દીધો. રાજાની રજા લઈને રાજસભામાંથી એ નીકળી ગઈ. પિતાના આવાસે આવી, વસ્ત્રો બદલીને ભોંયરાવાટે એ એકદંડવાળા મહેલમાં પહોંચી ગઈ. કમરામાં જે હીંચકો હતો એના પર એ સૂઈ ગઈ.
‘પ્રયોજન વિના તો આપ અહીં નહીં જ આવ્યા હો. બોલો, આપને મારા સોગન છે, અહીં આવવાનું પ્રયોજન આપ મને જણાવો’
‘તું મારી પાસે શેની અપેક્ષા રાખે છે ?”
‘આપ નથી જાણતા ?'
‘તો ય તું કહે તો ખરી !' ‘આપની પાસે દયાની અપેક્ષા રાખું છું'
‘એટલે ?' ‘અહીંથી છુટકારો’
‘શક્ય નથી”
‘પણ શા માટે ?' ‘તને ખ્યાલ જ હશે કે કોયલના વચનને લોકો રસપૂર્વક સાંભળે છે જ્યારે કાગડો બોલે છે અને લોકો એને તુર્ત જ ઉડાડી મૂકે છે. તું અભિમાનમાં જે કાંઈ વચનો બોલી છે, એને યાદ કર, એ વચનોએ જ તને અહીં કેદ કરવા મને મજબૂર કર્યો છે. અહીંથી છુટકારો મેળવવાનો એક જ ઉપાય છે.’
| ‘કયો ?' ‘તું જે કાંઈ બોલી છે એને કરી બતાડ. તારાં વચનોનું પાલન તું કરી દે, એ જ પળે તારો અહીંથી છૂટકારો થયો સમજ.’
માનતુંગના આ શબ્દો સાંભળી માનવતી આવેશમાં આવી ગઈ. “આ માણસનું આ અભિમાન? આ ક્રૂરતા? આ ડંખ?” આ ઉપેક્ષા? આ મશ્કરી? એને બતાડી દઉં કે દરેક દરમાં ઉંદરો નથી હોતા, કો’ક દરમાં સર્પો પણ રહેતા હોય છે ! હાથ સમજીને નાખજે. નહિતર જાનથી હાથ ધોઈ નાખવા પડશે.”
રાજનું ! પરણ્યાના પ્રથમ દિવસે આપે મને તજી દીધી, એકદંડિયા મહેલમાં મને નજરકેદ કરી દીધી. મારા આવાસની આસપાસ કડક ચોકીપહેરો ગોઠવી દીધો પણ કાન ખોલીને આપ સાંભળી લો કે...'
જાગે છે ?'
કોણ ?'
‘એ તો હું માનતુંગ !' ઢોંગ કરીને સૂતેલી માનવતી માનતુંગના આ અવાજને સાંભળીને જાગ્રત થઈ ગઈ. બ્રાન્ત થયેલી તે ઊઠી અને રાજાના ચરણમાં નમસ્કાર કરીને બોલી.
‘નાથ ! આપ ?'
૪૮
Page #25
--------------------------------------------------------------------------
________________
આપને પગમાં પાડું તો જ મને સાચું બોલનારી માનજો. આપે આપનાથી થઈ શકે એટલું બધું જ કર્યું છે. હવે જુઓ, પરમાત્માની સહાય લઈને હું મારાં વચનોને કઈ રીતે સાચા પાડું છું ?'
માનવતી ! તારી આ નિર્લજ્જતા ? તારી આ નફ્ફટાઈ ? તારો આ હઠાગ્રહ ? મને એમ લાગે છે કે તને દુ:ખી થવામાં અને દુ:ખી રહેવામાં જ રસ છે. રહે તું અહીંયા. સબડતી રહે જીવનભર ઓ એ કદંડિયા મહેલમાં અને આંસુ પાડતી રહે જીવનના અંતિમ શ્વાસ સુધી !' આટલું કહીને પગ પછાડતો રાજા ત્યાંથી ઊભો થઈ ગયો. મહેલની બહાર નીકળી, તાળું લગાવી એ રાજસભા તરફ જવા ચાલી નીકળ્યો.
ક્રોધ ખરાબ જરૂર છે પરંતુ એનો પગપેસારો માત્ર જ્યાં અપેક્ષા તૂટે છે ત્યાં જ થાય છે, માયા ખરાબ જરૂર છે પરંતુ એનો પગપેસારો કોક ચોક્કસ ક્ષેત્રમાં જ થાય છે. લોભ ખરાબ જરૂર છે પણ ‘લાભ' ના ગર્ભમાં જ એ પુષ્ટ થતો હોય છે; પરંતુ અહંકાર ? એ આગનું પ્રતિનિધિત્વ ધરાવે છે. આત્મીય સંબંધોના બગીચામાં એ જ્વાળાઓ સર્જતો જ રહે છે. એ દીવાલનું પ્રતિનિધિત્વ ધરાવે છે. પરમાત્મા વચ્ચે, પિતા વચ્ચે કે પતિ વચ્ચે એ અવરોધક બનીને જ રહે છે. એ વાવાઝોડાનું પ્રતિનિધિત્વ ધરાવે છે. સદ્ગણોના મહેલને એ ધરાશાયી કરીને જ રહે છે. એ ભૂકંપનું પ્રતિનિધિત્વ ધરાવે છે. આત્મશુદ્ધિની ભવ્ય ઇમારતનો એ કચ્ચરઘાણ કાઢીને જ રહે છે.
માનવતીને ઝૂકવામાં રસ નથી. માનતુંગને માનવતીને ઝુકાવવા સિવાય બીજા એકેયમાં રસ નથી. માનવતી માનતુંગને દેખાડી દેવા માગે છે. માનતુંગ માનવતીના ગર્વના ચૂરેચૂરા કરવા માગે છે. માનવતી વિજયની વરમાળા પહેરવા યોજના બનાવવામાં વ્યસ્ત છે. માનતુંગ માનવતીના લમણે પરાજય ઝીકી દેવા આયોજનો ગોઠવવામાં રત છે.
શતરંજ બરાબર પથરાઈ ગઈ છે, એના પર પ્યાદાંઓ બરાબર ગોઠવાઈ ગયા છે. માનવતી અને માનતુંગ બંનેનો હાથ ચાલ ચાલવા તત્પર બની ગયા છે.
જોઈએ, કોના લલાટે વિજયતિલક થાય છે ?
‘હું સોફાસેટ પર બેસું તો તું ક્યાં બેસે ?” પતિએ પત્નીને પૂછયું, ‘ખુરશી પર' પત્નીએ જવાબ આપ્યો. ‘હું ખુરશી પર બેસું તો?” ‘ટેબલ પર’ ‘હું ટેબલ પર બેસું તો ?' ‘બાજોઠ પર’ ‘હું બાજોઠ પર બેસું તો ?' ‘પાટલા પર’ ‘હું પાટલા પર બેસું તો ?' ‘ગાલીચા પર’ ‘હું ગાલીચા પર બેસું તો?” ‘ચટાઈ પર’ ‘હું ચટાઈ પર બેસું તો ?' જમીન પર’ ‘હું જમીન પર બેસું તો ?' ‘ખાડામાં’ ‘હું પોતે જ ખાડામાં બેસું તો ?' ‘ત હું એના પર માટી નાખી દઉં પત્નીએ ઠંડે કલેજે જવાબ આપી દીધો.
હા. જ્યાં આકર્ષણના કેન્દ્રમાં શરીર જ છે, જ્યાં સુખના કેન્દ્રમાં મન જ છે, જ્યાં લક્ષ્ય એક-બીજાનો ઉપયોગ જ કરી લેવાનું છે, જ્યાં સ્વાર્થપુષ્ટિ અને વાસનાપૂર્તિની જ બોલબાલા છે ત્યાં સંબંધનું પોત કેળના તાર કરતાં ય પાતળું જ રહે છે, સંધ્યાના રંગ જેવું ક્ષણભંગુર જ રહે છે, ઝાંઝવાનાં નીર જેવું ભ્રામક જ રહે છે, સતત રંગ બદલી રહેતા
પ0
Page #26
--------------------------------------------------------------------------
________________
કાચીંડાના શરીર જેવું જ રહે છે, માત્ર સમય પસાર થાય છે અને સંબંધનું એ કથીર સંક્લેશોની અને સંઘર્ષોની આગમાં ઓગળી અને પીગળી જાય છે.
રાજા રાજસભામાં આવ્યો અને એના મનને શાંતિ થઈ ગઈ છે હું જે યોગિનીને માનવતી માની બેઠો હતો અને યોગિની માનવતી તો નથી જ કારણ કે માનવતીને તો હું અત્યારે એક દંડિયા મહેલમાં મારી સગી આંખે જોઈને આવું છું.
માનતુંગના ગયા બાદ માનવતી મનોમન મલકાઈ રહી છે. રાજાને મારા માટે શંકા પડી ગઈ હતી એ વાતનો મને અણસાર આવી ગયો અને હું સમયસર અહીં આવી ગઈ એ સારું જ થયું. માનતુંગને કેવો આબાદ બનાવ્યો? હજી ય એને નરમ ઘેંસ ન બનાવી દઉં અને મારી પાછળ ભટકતો ન બનાવી દઉં તો મારું નામ માનવતી નહીં.'
ફુગ્ગામાં હવા ભરતી વખતે બાબાને એમ લાગતું હોય છે કે હું ફુગ્ગાને ફુલાવી રહ્યો છું પણ એમાં સતત હવા ભરી રહેલ બાબાને જોઈને એના બાપાને સ્પષ્ટ ખ્યાલ આવી જાય છે કે આ ફુગ્ગો હવે ફૂટવાની નજીક જ જઈ રહ્યો છે. અહંકારના ફુગ્ગાનું પણ આ જ ભાવિ છે, તમે જેમ જેમ એને પુષ્ટ કરતા જાઓ છો તેમ તેમ એ નષ્ટ થવાની નજીક જતો જાય છે.
બીજા જ દિવસથી માનવતીનો વ્યવહાર પૂર્વવતુ ચાલુ થઈ ગયો. રાતના એક દંડિયા મહેલમાં. સવારમાં પિતાને ત્યાં યોગિનીનો વેષ ધારણ કરીને ત્યાંથી નગરમાં. રાજાના આમંત્રણે રાજમહેલમાં. ત્યાં પૂરતો સમય આપીને પુનઃ પિતાને ત્યાં થઈને એકદંડિયા મહેલમાં.
‘એક વિનંતિ કરું?”
‘શી ?’ ‘વીણાવાદન અને સંગીતના ગાનમાં આપની હોડે આવે એવું આ નગરીમાં બીજું કોઈ જ નથી. આપ અહીં રોજ રાજસભામાં ન આવી શકો ?'
‘અહીં આવીને હું કરું શું?’ કેમ કરું છું એટલે ? રોજ વીણા વગાડો અને પ્રભુભક્તિના ગીતો સંભળાવો. પ્રજાજનોની વાત નથી કરતો પણ હું તો રાજી રાજી થઈ જઈશ” રાજાએ યોગિની પાસે આ પ્રસ્તાવ મૂક્યો.
જોઉં છું એમ નહીં. મને વચન આપો. રાજસભામાં રોજ આપ આવશો જ’ રાજાએ પુનઃ વિનંતિ કરી.
‘આ રાજાને મારા ચરણમાં તો મેં ઝુકાવી દીધો. હવે એને મારા ચરણજળનું પાન કરાવવાનું છે, અને એને માટે આ અવસર શ્રેષ્ઠ છે. એ જ્યારે અહીં રોજ આવી જવા સામેથી મને વિનંતિ કરી રહ્યો છે ત્યારે મારે એ વિનંતિનો અનાદર કરવાની જરૂર જ શી છે ?' આ વિચાર સાથે માનવતીએ રાજાને કહી દીધું કે –
‘આમ તો હું યોગિની છું. મારે કોઈની ય સાથે એવો સંબંધ નથી કે જેના કારણે મારે એને રોજ મળવું પડે, પણ તું આ નગરીનો રાજા છે, તું જો હંમેશાં પ્રસન્ન રહે તો નગરજનોની પ્રસન્નતા પણ તારાથી અકબંધ રહે, મારા વીણાવાદનથી અને પ્રભુભક્તિનાં ગાનથી તારી પ્રસન્નતા જો વધતી હોય તો અહીં રોજ રાજસભામાં આવવામાં મને કોઈ જ વાંધો નથી.'
અને
એ દિવસથી માંડીને યોગિની બનેલ માનવતીએ રોજ રાજસભામાં આવવાનું ચાલુ કર્યું. વીણાવાદન-કોકિલ કંઠરૂપ-યુવાની અને સ્ત્રી શરીર, લોકોના ટોળેટોળાં રાજસભામાં આવવા લાગ્યા. લોકો તો પાગલ હતા જ પણ સૌથી વધુ પાગલ તો રાજા હતો. એને યોગિનીનાં દર્શન વિના ચેન જ નહોતું પડતું. એક દિવસ...
‘મારી એક અરજ સાંભળશો ?'
‘બોલ' ‘મને આપ આપની સાથે...'
એટલે ?' ‘આપની સાથે મને કાયમ ન રાખો ?”
‘એટલે તું કહેવા શું માગે છે ?' ‘આ જ કે આપે આપના વર્તન દ્વારા, વીણાવાદન અને ગીત દ્વારા એ હદે મને આવર્જિત કરી દીધો છે કે હું આપના વિના એક ક્ષણ પણ રહી શકું તેમ નથી. પગાર
Page #27
--------------------------------------------------------------------------
________________
વિનાના સેવક તરીકે આપ મારો સ્વીકાર કરો. આપ બીજે ક્યાંય ન જતા અહીં જ રહો. હું આપની પળપળની સંભાળ લઈશ અને મન ભરીને આપની સેવા કરીશ. અહીં હંમેશ રહેવાનું આપના માટે જો શક્ય ન જ હોય તો..”
‘તો ?” ‘આપના શિષ્ય તરીકે આપ જ્યાં જાઓ ત્યાં મને સાથે જ લઈ જાઓ' રાજાએ યોગિની પાસે કાકલૂદીભર્યા સ્વરે વિનંતિ કરી,
વિજાતીયનું આકર્ષક રૂપ અને મધુર કંઠ, વિજાતીયના સ્પર્શ માટે મનને ઉત્તેજિત કરીને જ રહે છે. જે પણ વ્યક્તિ મનની આ બદમાશીને સમજી લે છે એ વ્યક્તિ વિજાતીયના રૂપ સામે આંખને નીચે ઢાળી દે છે અને વિજાતીયના કંઠની સામે કાનને બંધ કરી દે છે. અરે, શક્ય હોય છે તો એ વિજાતીયના રૂપ અને કંઠથી દૂર રહેવા જ મનને તૈયાર કરતો રહે છે.
યાદ રાખજો,
મન તો ભારે ચાલબાજ છે. એ રૂપદર્શન માટે અને કંઠશ્રવણ માટે કોક ને કોક સારું બહાનું શોધી જ લે છે. માનતુંગ ભલે ને પોતાના મનને મનાવતો હોય કે ‘હું જેનાં રૂપદર્શન માટે તડપું છું એ તો યોગિની છે. હું જેના કંઠ શ્રવણ માટે લાલાયિત છું એ તો એક સંસારત્યાગી સંન્યાસિની છે’ પણ અંદરખાને એની આ એક જ વૃત્તિ છે, યોગિનીના શરીરને પામવાની. અલબત્ત, બની શકે કે એ પોતે પોતાની આ કનિષ્ટતમ વૃત્તિને અને અધમતમ લાલસાને સ્પષ્ટરૂપે ન પણ સમજી શકતો હોય પણ યોગિનીને એ જે રીતે વિનંતિ કરી રહ્યો છે એના ગર્ભમાં આ વૃત્તિ અને આ લાલસા સિવાય બીજું કશું જ નથી.
ઢાળ સામે આવી ગયા પછી પાણીને અધોયાત્રાએ નીકળી જતું અટકાવવામાં જેમ સફળતા નથી જ મળતી, આગના સાંનિધ્યમાં આવી ગયા પછી મીણને પીગળી જતું અટકાવી દેવામાં સફળતા જેમ નથી જ મળતી તેમ રમણીય રૂપ અને મધુર કંઠવાળી તથા સમાન વયવાળી વિજાતીય વ્યક્તિ સાથે સંપર્ક થયા પછી, સંબંધ બંધાયા પછી અને સાંનિધ્યમાં આવી ગયા પછી મનને પતનની ગર્તામાં ધકેલાઈ જતું અટકાવવામાં અને શરીરને વ્યભિચારથી ખરડાતું બચાવી લેવામાં સફળતા નથી જ મળતી.
ટૂંકમાં, વિજાતીય સાથેના સ્પર્શના દુરાચારથી જો જાતને બચાવી લેવા માગો છો તો ન જોખમ ઉઠાવો વિજાતીયનાં રૂપદર્શનનું કેન જોખમ ઉઠાવો વિજાતીયના કંઠશ્રવણનું. ફાવી જશો.
માનતુંગની કાકલૂદીભરી વિનંતિના ગર્ભમાં પડેલ વાસનાની વૃત્તિને ન સમજી શકે એ હદે માનવતી ભોટ નહોતી પણ માનતુંગને પોતાના ચરણે પાડીને એનું જળ પીવડાવવાની એની ખ્વાહિશ એ રસ્તે જ સફળ થાય તેવી હતી અને એટલે જ એણે શરૂઆતમાં તો આ વાત ઉડાડી જ દીધી.
‘રાજનું ! યોગી અને ભોગી એક જ સ્થળે રહ્યા હોય એવું તે ક્યારેય સાંભળ્યું છે ખરું ?”
‘ના’ યોગી અને ભોગી, બંને એકબીજાને પરસ્પર સ્નેહ કરતા હોય એવું તે ક્યાંય જોયું. છે ખરું ?'
‘ના’ ‘મા-બાપનો પણ ત્યાગ કરી ચૂકેલ યોગી, કોઈ ભોગીને પોતાના શિષ્ય બનાવી બેઠો હોય એવું તારા ખ્યાલમાં છે ખરું ?'
‘ના’ ‘તો પછી તું મને શી રીતે વિનંતિ કરી રહ્યો છે કે કાં તો હંમેશ માટે આપ અહીં રહી જાઓ અથવા તો આપના શિષ્ય તરીકે મારો સ્વીકાર કરીને આપ જ્યાં પણ જાઓ ત્યાં મને સાથે લઈ જાઓ !'
‘આપના આ બધા તર્કોનો અને પ્રશ્નોનો મારી પાસે કોઈ જ જવાબ નથી અને તો
બિલાડીની નજર પડ્યા પછી ય એના શિકાર બનતા બચી જવામાં ઉંદરને સફળતા મળી શકે છે. ખુંખાર ગુંડા વચ્ચે ઘેરાઈ ગયેલ શ્રીમંતને પોતાની સંપત્તિ બચાવી લેવામાં ફાવટ આવી શકે છે. સર્પના મુખમાં હાથ નાખ્યા પછી ય એના ઝેરની અસરથી શરીરને મુક્ત રાખવામાં સફળતા મળી શકે છે.
પણ ,
૫૩.
પY
Page #28
--------------------------------------------------------------------------
________________
ય મારી આપને કરબદ્ધ પ્રાર્થના છે કે આપ અહીં જ રહી જાઓ.' ‘મારી એક શરત છે’ ‘બોલો’
‘તું અહીં રહે કે ક્યાંય દૂર જાય, તારે મને બધે જ સાથે રાખવી પડશે. અર્થાત્ હું કાયમ તારી સમીપમાં જ રહીશ.’
‘કબૂલ છે’
બીજી એક શરત એ છે કે મારા લાખ-લાખ અપશબ્દો પણ તારે માફ જ કરવા પડશે.’
‘એ શરત પણ મને માન્ય છે’
“મને મૂકીને ક્ષણવાર પણ તું દૂર રહીશ તો એ જ પળે હું તને છોડીને ચાલી જઈશ.”
‘મને કબૂલ છે’
માખી એમ તો સાકર પર પણ બેસે છે, પથ્થર પર પણ બેસે છે, મધ પર પણ બેસે છે અને ચીકણી વિષ્ટા પર પણ બેસે છે. પણ સાકર પર બેસતી માખી અને પથ્થર પર બેસતી માખી, ધારે ત્યારે એના પરથી ઊડી શકે છે જ્યારે મધ પર અને વિષ્ટા પર બેસતી માખી લાખ પ્રયાસ પછી ય ત્યાંથી ઊડી શકતી નથી.
આસક્તિની આ જ તો ખતરનાકતા છે. જે પણ આત્મા શિકાર બને છે આ આસક્તિનો, એ આત્મા જીવનભર બસ, રિબાતો જ રહે છે. પછી આસક્તિનો વિષય એની સાથે હોય તો પણ અને ન હોય તો પણ !
શું કહું ? વસ્તુ નાશવંત છે. શું કરશો એના પ્રત્યે આસક્તિ કેળવીને ? વ્યક્તિનું મન અને ખુદનું મન પણ પરિર્વનશીલ છે. ક્યાં સુધી વ્યક્તિ પ્રત્યેના આકર્ષણને સ્થિર રાખી શકશો ? સમય પસાર થશે, વસ્તુ જૂની થતી જશે અને વ્યક્તિ પરિચિત થતી જશે. બસ, આકર્ષણની માત્રામાં કડાકો બોલાતો જ જશે. પછી હાથમાં રાખ સિવાય અને આંખમાં આંસુ સિવાય બીજું કાંઈ જ નહીં બચે.
માનતુંગની મનઃસ્થિતિ જ જુઓ ને? નગરીનો એ રાજા છે. પ્રજાજનોના યોગક્ષેમની એના શિરે જવાબદારી છે. યોગિનીને એ વચન આપી જ શી રીતે શકે કે હું એક ક્ષણ પણ
૫
તને મારાથી દૂર નહીં રાખું ? શું યુદ્ધના મેદાનમાં ય એ યોગિનીને સાથે રાખશે ? શું રાજકાજનાં કાર્યોની વ્યસ્તતામાં ય એ યોગિનીને સાથે રાખશે ? વળી,
યોગિનીની બીજી શરત ‘મારા લાખ-લાખ અપશબ્દોને ય તારે માફ જ કરી દેવા પડશે.’ આ શરત પણ એ સ્વીકારી જ શી રીતે શકે ? એ પુરુષ છે એ તો ઠીક, રાજા છે.
ય
કોક કપરો નિર્ણય લેવાની પળે ય યોગિની એને અપશબ્દો કહી જાય તો ય એ અપશબ્દો એણે ગળી જ જવાના ? યોગિનીને એણે ઠપકાનો એક પણ શબ્દ કહેવાનો નહીં ? પણ, આસક્તિ કોનું નામ ? આવી બધી કબૂલાતો ન કરાવે તો જ આશ્ચર્ય !
રાજાની વિનંતિ સ્વીકારીને યોગિની રાજમહેલમાં જ રહી ગઈ. સાકર-દૂધના સંયોગની જેમ રાજા અને યોગિની બંનેનું ચિત્ત અડગભાવથી એક-બીજામાં મળી ગયું. અલબત્ત, રાજાએ બધાં જ રાજ્યકાર્યો મૂકી દીધા. આખો દિવસ યોગિનીની સાથે જ રહેવાનું અને એનો પડ્યો બોલ ઝીલી લેવાનું. બસ, આ એક જ કાર્યમાં એ વ્યસ્ત બની ગયો અને પોતાની જાતને કૃતકૃત્ય માનવા લાગ્યો.
પણ,
યોગિની કાંઈ ગાંજી જાય તેવી નહોતી. રાજાની પોતાના પ્રત્યેની આસક્તિનો એણે ભરપૂર લાભ ઉઠાવવા માંડ્યો. ક્યારેક એ રાજાને લાડભર્યા શબ્દો બોલી પ્રસન્ન પ્રસન્ન બનાવી દેતી હતી તો ક્યારેક કઠોર શબ્દો બોલીને રાજાને પોતાના પગમાં પડવા એ મજબૂર કરતી હતી. ક્યારેક એ બાળકની જેમ રાજાને તાડન કરતી હતી તો ક્યારેક રાજાને રિસામણાં-મનામણાં કરવા એ ઉશ્કેરતી હતી.
પણ, રાજા યોગિનીના તમામ પ્રકારના અનુકૂળ-પ્રતિકૂળ વ્યવહારોને પ્રસન્નતાથી જ સ્વીકારતો હતો. એને એક જ ડર હતો, યોગિનીના ચાલ્યા જવાનો ! અને એટલે જ નગારું જેમ દાંડીના મારને સહન કરતું જ રહે છે, પથ્થર જેમ શિલ્પીના ટાંકણાઓના મારને સહન કરતો જ રહે છે, બસ, એ જ રીતે રાજા યોગિનીના તમામ પ્રકારના વ્યવહારોને સહન કરતો જ રહે છે.
કેવી કરુણદશા છે સંસારી જીવની ? જ્યાં એને રસ પેદા થઈ જાય છે, આસક્તિ ઊભી થઈ જાય છે, આકર્ષણ ઊભું થઈ જાય છે, આદરભાવ ઊભો થઈ જાય છે, એના
૫
Page #29
--------------------------------------------------------------------------
________________
જ પડે છે. બેચેનીમાં અને બેચેનીમાં એ પોતાના શિરે રહેલ જવાબદારીઓ પ્રત્યે ય ઉદાસીન બની ગયો છે, ક્યારેક તો એને એમ પણ થઈ જાય છે કે આના કરતાં તો મારા જીવનમાં યોગિની ન જ આવી હોત તો સારું હતું,
તરફથી આવતા તમામ પ્રકારનાં કષ્ટોને અપનાવી લેવા એ હોંશે હોંશે તૈયાર થઈ જાય છે. નથી એમાં એને પોતાની લાચારીનાં દર્શન થતાં કે નથી એમાં એને પોતાની દીનતાનાં દર્શન થતાં. નથી એને એમાં કોઈ ગુલામી અનુભવાતી કે નથી એમાં એને કોઈ પરાધીનતા વર્તાતી.
અલબત્ત, પ્રેમ થઈ જાય જો સંસારી જીવને પરમાત્મા પર, સગુરુ પર, ધર્મ પર કે ધર્મી પર તો એ ક્ષેત્રમાં આ વાસ્તવિકતા એના આત્મા માટે જબરદસ્ત લાભદાયી બનીને જ રહે, કારણ કે અધ્યાત્મનું આખું ય જગત સમર્પણનું જગત છે, સાધનાનું જગત છે અને સંધર્ષોનું જગત છે, ત્યાં જો ઝૂકી જતા આવડે અને કોને ઘોળીને પી જતા આવડે તો પછી પરમપદ દૂર જ ક્યાં છે ?
અહીં યોગિની વીણાવાદનથી અને ભક્તિના ગાનથી રાજાને સતત પ્રસન્ન તો કરે. જ છે પણ પોતાની મરજીમાં આવે ત્યારે પોતાના પિતા પાસે ય એ ચાલી જાય છે.
‘હું આવું તારી સાથે ?'
‘પણ શા માટે ?' ‘જુઓ. તમારે મારી અંગત બાબતમાં પડવાનું નથી.’
‘પણ આપના વિના હું રહી શકતો નથી.’ ‘રાજનું ! તું જ્યાં પણ જાય ત્યાં મારે તારી સાથે આવવાનું છે પણ હું જ્યાં જાઉં ત્યાં તારે મારી સાથે આવવાનું નથી. આખરે હું યોગિની છું. એક જ સ્થળે વસવાટ કરવાનું મને શોભતું નથી. એટલે હું અવારનવાર જુદી જુદી જગાએ જતી જ રહીશ. તારે એટલા સમય પૂરતો મારો વિરહ સહન કરવો જ પડશે.’
રાજા પાસે યોગિનીના આ બયાનને સ્વીકારી લેવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ નહોતો. યોગિની બનેલ માનવતી સાંજના પિતાને ત્યાં..રાતના ભોંયરા વાટે એકદંડિયા મહેલમાં.. ત્યાંથી સવારના પુનઃ પિતાને ત્યાં...ત્યાંથી યોગિનીનો વેશ પહેરીને નગરની જુદી જુદી ગલીઓમાં ફરતા રહીને માનતુંગના રાજમહેલમાં...બસ, એની આ દિનચર્યા બની ગઈ છે. એ પોતે તો ભરપૂર સ્વસ્થ છે પરંતુ માનતુંગની હાલત ભારે કફોડી બની ગઈ છે કારણ કે એ યોગિની વિના રહી શકતો નથી અને યોગિનીનો વિરહ એને વેઠવો
રાજાની વિનંતી માની યોગિની રાજમહેલમાં જ રહેવા લાગી.
રાજાએ રાજ કાજ છોડી દીધા અને બંનેનું ચિત્ત એકબીજામાં ભળી ગયું. વાંચી છે ને આ પંક્તિ? जो आ सकती मगर जा नहीं सकती उनका ही नाम आसक्ति।
પણ
Page #30
--------------------------------------------------------------------------
________________
રૂપાંતરિત નથી જ થતું, પણ મન? આજે એ ડાહ્યું હોય છે તો આવતી કાલે એ ગાંડુ બની જાય છે. આજે એ સજ્જનતાના શિખરે હોય છે તો આવતી કાલે એ દુર્જનતાની ખાઈમાં પડ્યું હોય છે. પવિત્રતાની ગંગામાં આજે એ તરતું હોય છે તો આવતી કાલે એ વાસનાની ગટરમાં ડૂબકી ખાતું હોય છે. આજે એ જેની પાછળ મરવા તૈયાર હોય છે, આવતી કાલે એને મારી નાખવાના વિચારમાં એ રમતું થઈ જાય છે.
આ જ કારણ છે કે મનના માધ્યમથી બંધાતો કોઈ પણ સંબંધ કાયમ માટે આનંદદાયક કે પ્રસન્નતાકારક બન્યો રહેતો નથી. આકર્ષણ વિકર્ષણમાં પલટાઈ જાય છે, આનંદ ઉદ્વેગનું સ્વરૂપ ધારણ કરી બેસે છે. શાંતિ ક્યારે સંક્લેશમાં રૂપાંતરિત થઈ જાય છે એની ખબર પણ પડતી નથી.
એક વાત તને કહું ?” પતિએ પત્નીને પૂછ્યું ‘ખુશીથી કહો' ‘તને ખોટું તો નહીં લાગે ને?' *પ્રશ્ન જ નથી'
તો સાંભળ. આ ઘરમાં તે શરૂઆતમાં આવી હતી ને ત્યારે તું મને ‘ચન્દ્રમુખી' લાગતી હતી’ ‘સરસ, પછી ?” ‘પછી મને તારામાં ‘સૂર્યમુખી’નાં દર્શન થવા લાગ્યા.' ‘સરસ, પછી ?” પછી શું? હવે તું મને ‘જ્વાળામુખી' લાગે છે.’ ‘બહુ સરસ, હવે હું તમને એક વાત કહું ?” “ખુશીથી કહે' ‘આ ધ૨માં હું આવી ને, ત્યારે તમે મને
પ્રાણનાથ’ લાગતા હતા. ‘સરસ. પછી ?” *પછી મને તમારામાં ‘નાથ'નાં દર્શન થવા લાગ્યા.' સરસ, પછી ?” પછી શું? અત્યારે મને તમારામાં ‘અનાથ’નાં દર્શન થઈ રહ્યા છે.” પત્નીએ હસીને વાત મૂકી દીધી.
કારેલું વરસો પછી ય કડવું જ રહે છે તો સાકર વરસો પછી ય મીઠી જ રહે છે. પથ્થર વરસો પછી ય પુખમાં રૂપાંતરિત નથી જ થતો તો પુષ્પ વરસો પછી ય ધૂળમાં
‘આ કયું નગર છે?” નગર બહાર વૃક્ષની છાયામાં બેઠેલા એક મુસાફરે ત્યાંથી પસાર થઈ રહેલ એક માણસને પૂછ્યું,
‘નગરનું નામ છે, મંગિપત્તન'
‘રાજાનું નામ ?'
‘દલતંભન’ ‘રાણીનું નામ ?” ‘ગુણમંજરી”
‘પરિવારમાં ?' ‘ગુણ અને રૂપથી અનુપમ એવી રત્નવતી નામની પુત્રી છે. મને એમ લાગે છે કે તમે આ નગરીમાં પ્રથમવાર જ આવ્યા છો?
‘તમારી વાત સાચી છે, હું ઉજ્જયિનીથી આવું છું”
‘તો સાંભળો મારી એક વાત. તમે જો ચમત્કાર જોવા માગતા હો અને તમારા નયનોને સંતોષ આપવા માગતા હો તો થોડો સમય અહીં જ બેઠા રહો. રાજકુમારી રત્નવતી ટૂંક સમયમાં એની સખીઓ સાથે અહીં ક્રીડા કરવા આવનાર છે. તમે એના રૂપને જોશો તો તમને ય પ્રતીતિ થઈ જશે કે મેં રત્નવતીના રૂપના કરેલ વખાણમાં કોઈ જ અતિશયોક્તિ નહોતી. અરે, તમને કદાચ અલ્પોક્તિ લાગે તો ય નવાઈ નહીં.'
‘તો તો હું હમણાં અહીં જ બેઠો રહીશ” આગંતુક મુસાફરે એ નગરીના માણસને
પ૯
૬૦
Page #31
--------------------------------------------------------------------------
________________
આ જવાબ આપ્યો. પેલો માણસ તો ત્યાંથી આગળ નીકળી ગયો અને એ સ્થળે ટૂંક સમયમાં જ પોતાની સખીઓથી પરિવરેલી રત્નવતી ત્યાં ક્રીડા કરવા આવી પહોંચી. રત્નવતી પર મુસાફરની નજર પડી અને આંખો વિસ્ફારિત થઈ ગઈ. ‘આવું કમનીય રૂપ ? લાગે છે કે વિધાતાએ એને નવરાશની પળોમાં જ ઘડી હશે.”
અલબત્ત, મુસાફરની નજર રત્નાવતી પર પડી હતી પણ રત્નવતીની નજરે એ મુસાફર ચડ્યો નહોતો. અને એટલે જ મુસાફરે વૃક્ષની ઓથમાં છુપાઈને રત્નાવતી સખીઓ સાથે કેવી કેવી ક્રીડાઓ કરે છે એ જોવાનું મુનાસિબ માન્યું. રત્વનતી વગેરેની જાતજાતની ક્રીડાઓ ચાલુ તો થઈ ગઈ પરંતુ અચાનક વૃક્ષ પાછળ છુપાયેલ મુસાફર પર રત્નવતીની નજર પડી ગઈ અને એણે ક્રીડાઓ થંભાવી દીધી. પોતાની એક સખીને એણે નજીક બોલાવી અને કાનમાં કહ્યું કે ‘ત્યાં ઊભેલા મુસાફરને તું અહીં બોલાવી લાવ.'
પેલી સખી વૃક્ષ પાસગઈ અને મુસાફરને બોલાવી લાવી. રાજકુમારી પાસે આવેલા મુસાફરે રાજકુમારીને નમસ્કાર કર્યા.
‘ભાઈ, તમે ક્યાંથી આવો છો ?' ધન્ય એવી ઉજ્જયિની નગરીથી’ ‘ત્યાંના રાજવી ?”
માનતુંગ’
‘એમની ખ્યાતિ?’ ‘શબ્દોમાં ન વર્ણવી શકું એવી, અને એમાં ય એમનું રૂપ તો ઇન્દ્રને ય શરમાવે તેવું છે.'
શું વાત કરો છો ?' ‘સાચું કહું ? જેની દૃષ્ટિ સાથે રાજાનો સંબંધ થયો નથી એનું જીવન ફોગટ છે. કારણ કે પ્રત્યક્ષ દર્શન વિના કેવળ વર્ણનથી તો એના રૂપનો પાર પામી શકાય તેમ જ નથી.'
રસલંપટ સામે તમે ભોજનની સ્વાદિષ્ટતાનું વર્ણન કરો અને પછી એ શાંત બેસી રહે ખરો? ધનલંપટ પાસે તમે સંપત્તિની પ્રાપ્તિની સંભાવનાઓનું વર્ણન કરો અને પછી એ હાથ જોડીને બેસી રહે ખરો ? યુવાનીની પગથારે ઊભેલ વ્યક્તિ સામે વિજાતીયનાં રૂપનું વર્ણન કરો અને પછી એ ચિત્તની સ્વસ્થતા ટકાવી શકે એ બને ખરું? પાણીની સામે
તમે ઢાળ લાવીને મૂકી દો પછી એ પાણી ત્યાં જ ટકી શકે ખરું ? આકાશમાં ઊંચે ઊડી રહેલ સમડીની આંખ ધરતી પર પડેલ મરેલા ઉંદર પર પડે અને એ પછી ય સમડી આકાશમાં ઊડતી જ રહે એ બને ખરું?
બસ, રત્નવતીની આ જ હાલત થઈ. ઉજ્જયિનીના મુસાફરના મુખે માનતુંગના રૂપનું વર્ણન સાંભળીને એના મનમાં ઊથલપાથલ મચી ગઈ. ‘જો માનતુંગનું આવું અદ્વિતીય રૂપ હોય તો મારે એને માત્ર નીરખવું જ જોઈએ એમ નહીં, એ રૂપના સ્વામી માનતુંગને જ મારે મારો જીવનસાથી બનાવવો જોઈએ' આ વિચાર સાથે એણે ક્રીડા મુલતવી રાખી અને એ સીધી પહોંચી ગઈ રાજમહેલના પોતાના આવાસે. તુર્ત જ વિશ્વાસ દાસીને એણે બોલાવી અને એની સમક્ષ એણે વાત મૂકી.
‘મને એમ લાગે છે કે મારું બાળપણ વીતી ગયું છે અને યુવાનીમાં મારો પ્રવેશ થઈ ચૂક્યો છે. તને શું લાગે છે ?'
‘વાત આપની સાચી છે” ‘મારું મન ભોગ પ્રત્યે આકર્ષિત થયું છે. મારું શરીર પણ એ તલસી રહ્યું છે.'
‘મારે કરવાનું છે? આપ મને કહો” ‘મારે ઉજ્જયિનીના સ્વામી માનતુંગ સાથે સંબંધ બાંધવો છે. તે માતા પાસે જઈને મારા મનની આ વાત જણાવ. અને હા, આ વાતની સાથે માતાને એ વાત પણ જણાવી દેજે કે માનતુંગ સાથે મારો સંબંધ જો નહીં બંધાય તો હું અગ્નિના શરણે ચાલી જઈશ.'
‘એ દિવસે આપને જોવાના નહીં જ આવે ‘તો તું જા શીઘ માતા પાસે અને આ સંબંધનું પાકું કરી આવ’
દાસી શીવ્ર ત્યાંથી નીકળીને આવી ગુણમંજરી પાસે અને રત્નવતીના મનની બધી જ વાતો સવિસ્તર કહી સંભળાવી,
| ‘તને શું લાગે છે ?'
‘માનતુંગ સાથે સંબંધ બાંધવો જ પડશે.” ‘સારું. તું જા. હું રાજાના કાને આ વાત નાખું છું. એમનો અભિપ્રાય શો આવે છે ? એ જાણીને પછી તેને જણાવું છું.”
રાણી પહોંચી રાજા પાસે અને દીકરીના મનની બધી જ વાતો એમને કહી સંભળાવી. “દીકરીની મનોકામના હું જરૂર પૂરી કરીશ. એ અંગે તું અત્યારથી જ નિશ્ચિત
૬૨
Page #32
--------------------------------------------------------------------------
________________
થઈ જા.' રાજાએ રાણીને જવાબ આપ્યો. રાજાનો આ જવાબ સાંભળીને હર્ષિત થઈ ગયેલ ગુણમંજરી ત્યાંથી સીધી જ પુત્રી રત્નવતી પાસે આવી અને રાજાએ એને જે વાત કહી હતી એ વાત કહી સંભળાવી. રત્નવતીના આનંદનો પાર ન રહ્યો.
“શું વાત કરો છો ?”
‘બિલકુલ સાચી વાત છે.'
‘પણ તેણીએ મને ક્યાંય જોયો તો નથી.’ ‘એની મને ભલે જાણ નથી પણ અનુમાનથી હું એટલું જરૂર કહી શકું કે આપના પરાક્રમની, આપના શરીરસૌષ્ઠવની, આપના કમનીય રૂપની ક્યાંયથી પણ એને જાણ થઈ ગઈ જ હશે. આમેય પોતાની સુવાસની જાણ પુષ્પને પોતાને ક્યાં કરવી પડતી હોય છે ? પોતાના પ્રકાશની જાણ સૂર્યને પોતાને ક્યાં કરવી પડતી હોય છે ? “હું અહીં છું” એવી જાહેરાત વીજળીને પોતાને ક્યાં કરવી પડતી હોય છે ? બસ, મેં મૂકેલ આ પ્રસ્તાવ પર આપ ‘હા’ પાડી દો એટલે હું શીધ્ર મંગિપત્તન પહોંચી જાઉં અને સમસ્ત રાજ પરિવારને આ આનંદદાયક સમાચાર આપીને પ્રસન્ન પ્રસન્ન કરી દઉં.'
મંત્રીની આ વાત સાંભળીને માનતુંગ સ્તબ્ધ પણ થઈ ગયો અને મૌન પણ થઈ ગયો. વિચારણામાં ડૂબી ગયેલા તેણે પોતાની દૃષ્ટિ નીચી નાખી દીધી.
રાજન ! આપ નિરુત્તર કેમ થઈ ગયા ?'
ના. એવું નથી.'
‘તો ?'
‘મંત્રીશ્વર !'
‘જી હજૂર’ ‘તમે વહેલી તકે અહીંથી નીકળીને દેવાંશી રૂપના ધારક રાજવી માનતુંગ પાસે પહોંચી જાઓ અને એના ચરણે ભટણું ધરીને વિનંતિ કરો કે અમારા રાજવી દલસ્તંભનની પુત્રી રત્નવતી આપની સાથે લગ્નસંબંધે જોડાવા માગે છે. અમારા રાજવી ખુદ આ સંબંધ બંધાય એમાં રાજી છે, તો આપ પ્રસન્ન થઈને એમાં સંમતિ આપી અમને સહુને પણ પ્રસન્ન કરો.'
‘આપની આજ્ઞા શિરોધાર્ય છે. જરૂરી તૈયારી કરીને હું વહેલામાં વહેલી તકે રાજવી માનતુંગ પાસે જવા નીકળી જાઉં છું' મંત્રીશ્વરે રાજાને જવાબ આપ્યો.
અને એક શુભ દિવસે... મંત્રીશ્વર રાજવી માનતુંગના રાજ દરબારમાં હાજર થઈ ગયા.
ક્યાંથી પધારવાનું થયું?' ‘મંગિપત્તનથી” ‘આપની ઓળખ ?” ‘રાજવી દલસ્તંભનનો હું મંત્રી છું' ‘અહીં આવવાનું પ્રયોજન?' ‘આપના ચરણમાં એક વિનંતિ મૂકવાની છે"
બોલો’
‘રાજન્ ! એ વિનંતિ હું આપને એકાંતમાં કરવા માગું છું અને સંધ્યાકાળે રાજવી માનતુંગ સમક્ષ મંત્રીશ્વરે વાતની રજૂઆત કરી.
‘રૂપરૂપના અંબાર સમી અમારા રાજવીની પુત્રી કે જેનું નામ રત્નાવતી છે એણે કઠોર પ્રતિજ્ઞા કરી છે કે પરણું તો હું રાજવી માનતુંગને જ અન્યથા અગ્નિ એ જ મારે શરણ છે.'
‘તમારો આ પ્રસ્તાવ મને માન્ય તો છે પણ..'
‘પણ શું?” “એક વિચાર મુંઝવે છે?
‘કહો, શું છે ?' ‘દલતંભન અહીંથી ખાસું એવું દૂર છે અને મારે અહીં રહેવું પણ એટલું જ જરૂરી છે.”
શું શત્રુરાજાના આક્રમણનો ભય છે ?”
‘ના’ શું આપનું સ્વાથ્ય પ્રતિકૂળ છે ?'
‘શું પ્રજાજનોની કોઈ સમસ્યા છે?'
૩
૬૬
Page #33
--------------------------------------------------------------------------
________________
તો ?' અને માનતુંગ આ પ્રશ્નનો કોઈ જવાબ આપે ત્યાં તો યોગિનીએ એ સ્થળમાં પ્રવેશ કર્યો. યોગિનીને જોતાવેંત રાજા ઊભો થઈ ગયો અને પેલા મંત્રીની હાજરીમાં જ યોગિનીના
‘રાજનું ! આ શું છે ?'
‘કેમ શું થયું?” ‘રોજ તો મારા આગમનમાત્રથી તું પ્રસન્ન થઈ જતો હતો અને વીણાવાદનના શ્રવણથી તો તું પાગલ પાગલ બની જતો હતો. જ્યારે અત્યારે તું સાવ સૂનમૂન બેઠો છે. તારા મુખ પર ચિંતાનાં વાદળો ઘેરાઈ ગયેલા મને દેખાય છે. તો હકીકત શી છે?”
| કહું આપને ?” ‘બધું જ કહી દે. તારી ઇચ્છા હોય તો તપશ્ચર્યાના મારા બળથી હું ઇન્દ્રને હાજર કરી દઉં અને તારી આજ્ઞા હોય તો મેરૂ, સૂર્ય અને ચન્દ્ર, એ બધાય તને આધીન કરી દઉં, મારા માટે કોઈ કાર્ય અશક્ય નથી. તું મને સ્પષ્ટ જણાવ. તારી ચિંતાનું કારણ છે શું ?' યોગિનીએ વીણાવાદન સ્થગિત કરી દઈને રાજાને પૂછ્યું,
સાચી વાત કરી દઉં?”
‘કરી જ દેવી પડશે ને ?” આ જે મહાશય મારી સમક્ષ બેઠા છે ને, એ મંગિપત્તન નગરના રાજવી દલસ્તંભનના મંત્રીશ્વર છે. એ અહીં મારી પાસે એક વિનંતિ લઈને આવ્યા છે.”
‘શેની ?” રાજવી દલસ્તંભનની પુત્રી રત્નવતી મને પરણવા ઇચ્છે છે”
‘તને ?'
‘હા’ ‘અને તું એમાં સંમત ન થાય તો?” ‘તો તેણીએ અગ્નિમાં પ્રવેશ કરવાની પ્રતિજ્ઞા લીધી છે”
‘તેં વિચાર શો કર્યો ?' ‘વિચારો તો મગજમાં જાતજાતના આવી રહ્યા છે પણ નિર્ણય કાંઈ જ કરી શકતો નથી. જો વિનંતિ નથી સ્વીકારતો તો એ રાજા દુશ્મન બને છે અને એની પુત્રી મરણને શરણ થાય છે. અને જો વિનંતિ સ્વીકારી લઉં છું તો...'
‘તો ?' યોગિનીએ ત્રાડ નાખી. યોગિનીની ત્રાડ સાંભળીને, એનો લાલઘૂમ થઈ રહેલ ચહેરો જોઈને, એના કંપી રહેલ શરીરને નિહાળીને રાજા થરથરવા લાગ્યો.
હલસ્તંભનના મંત્રીની હાજરીમાં જ માનતુંગ રાજા યોગિનીના ચરણમાં ઝૂકી પડથ.
ચરણમાં ઝૂકી પડ્યો, નજીકમાં રહેલ આસન પર યોગિની બેસી ગઈ અને એણે વીણાવાદન ચાલુ કર્યું. પણ આ શું? રાજાના મુખ પર એણે ઉદાસી જોઈ.
૬૬
Page #34
--------------------------------------------------------------------------
________________
‘વરાયમેવાભયમ્' આ સંસારમાં વૈરાગ્ય એ જ નિર્ભય છે. રાગને ભય છે, ઇષ્ટ વિયોગનો. દ્વેષને ભય છે અનિષ્ટ સંયોગનો. મોહ ભયભીત છે, ભ્રમના કારણે. વાસના ભયભીત છે અતૃપ્તિના કારણે. ક્રોધ ભયભીત છે સંકલેશના કારણે. લોભ ભયભીત છે અસંતોષના કારણે.
નિર્ભય એ છે “કાંઈ જોઈતું નથી' ને જેણે પોતાનો જીવનમંત્ર બનાવી લીધો છે. નિર્ભય એ છે ‘પ્રતિષ્ઠાની, પ્રતિસ્પર્ધાની અને પ્રદર્શનની’ દોટમાંથી જેણે પોતાની જાતને બહાર કાઢી લીધી છે. સુખી એ છે જે “નિઃસ્પૃહી છે. આનંદિત એ છે જેણે શરીર-મનની આજ્ઞા માનવાની અંતઃકરણને ના પાડી દીધી છે.
રાજા યોગિનીના વિકરાળ ચહેરાને જોઈન થરથરવા લાગ્યો. એ કાંઈ બોલવા જાય એ પહેલાં તો યોગિનીએ પેલા મંત્રીની હાજરીમાં જ રાજાને સંભળાવવાનું ચાલુ કરી દીધું..
રાજન ! કાન ખોલીને તું સાંભળી લે કે...'
‘તમારી કુંડલી પણ મેં જોઈ અને તમે જેની સાથે લગ્ન કરવા ધારો છો એ યુવતીની કુંડલી પણ મેં જોઈ. મને એમ લાગે છે કે તમે આ યુવતીને જો પત્ની બનાવશો તો એના વિચિત્ર સ્વભાવથી ત્રાસી જશો.’ ‘પણ જ્યોતિષી મહારાજ ! એની જ સાથે લગ્ન કરવાનો મારો નિર્ધાર પાકો છે. આપ ફરીવાર કુંડલીના ગ્રહો જોઈ આપો ને?' યુવકના આગ્રહથી જ્યોતિષીએ ફરીવાર બંને કુંડલી જોઈ. પછી કહ્યું, ‘બે વરસ સુધી ત્રાસ વેઠવાની તૈયારી હોય તો તમે ખુશીથી આ યુવતીને પત્ની બનાવો’ ‘બે વરસ પછી એનો સ્વભાવ સુધરી જશે એમ ?” ‘ના’ ‘તો ?' ‘તમે એના સ્વભાવ સાથે જીવવાનું શીખી જશો !'
હા. આ સંસારમાં સહુએ ‘ગોઠવાઈ જતા શીખી જ લેવું પડે છે. કેદીને જેલમાં ગોઠવાઈ જ જવું પડે છે ને ? પાણીને વાસણમાં ગોઠવાઈ જ જવું પડે છે ને? કૂતરાએ માલિકની આજ્ઞા સામે ગોઠવાઈ જ જવું પડે છે ને ? નોકરને શેઠના હુકમમાં ગોઠવાઈ જ જવું પડે છે ને ? અરે, આપણને મળેલ શરીર સાથે આપણે ય ગોઠવાઈ જવું જ પડે છે ને ? સંસારની કરુણતા કહો તો આ એક જ છે. જન્મથી મરણ
૬૮
Page #35
--------------------------------------------------------------------------
________________
સુધી બસ, સર્વત્ર ગોઠવાતા જ રહો!
રાજવી માનતુંગને અત્યારે ભય શેનો છે? યોગિની સાથે એણે જે વ્યવસ્થા ગોઠવી. છે એ વ્યવસ્થામાં ગરબડ ઊભી થઈ જવાની સંભાવના એને દેખાઈ રહી છે અને એના કારણે યોગિનીના રોષનો ભોગ બનવાનો ભય એને સતાવી રહ્યો છે.
માનતુંગની રનવતીને પરણવા જવાની વાત સાંભળીને યોગિની અત્યારે આવેશમાં કેમ આવી ગઈ છે? માનતુંગે પોતાને સાથે રાખવાની જે બાંયધરી આપી છે એનો ભંગ થવાની સંભાવના એને દેખાઈ રહી છે. અને એ બાંયધરીનો ભંગ થાય તો પોતે મનમાં ઘડી રાખેલ ભાવિ યોજનાઓનો મહેલ કડડભૂસ થઈ જવાનો ભય એને સતાવી રહ્યો છે.
“રાજન ! તું આ શું બોલે છે? પૂર્વે તે મને જે વચન આપ્યું છે એ તું યાદ તો કર. મને અહીં છોડીને જો તારે અન્યત્ર જવું જ હતું તો મારી જેવી યોગિનીને તારે વચન આપવું નહોતુ.’ યોગિનીએ માનતુંગ પર પોતાનો રોષ ઠાલવવાનું ચાલુ કરી દીધું.
‘દેવી, એવું નથી કે...'
‘કે શું? મંગિપત્તનથી અહીં આવેલ આ મંત્રીની વાત પર તું વિચાર પણ કેવી રીતે કરી શકે ? જ્યારે તેં મને વચન જ આપ્યું છે કે જીવનભર હું આપની સાથે જ રહીશ ત્યારે કોઈ પણ વ્યક્તિની મારાથી તને દૂર કરી દેનારી વાત પર તારે વિચાર પણ કરવાનો ન હોય. પણ સાચું કહું ? આમાં દોષ તારો નથી, મારો જ છે.
ઘરબાર અને મા-બાપ ત્યજીને યોગિની બની ચૂકેલી મારે શા માટે તારી સાથે વચનબદ્ધ થવાની જરૂર હતી કે ‘હું અહીં જ રહીશ.' મારે તો કોઈની ય લાગણીને વશ થયા વિના પ્રતિબદ્ધ બનીને સર્વત્ર ફરતા રહેવાની જરૂર હતી પણ, હું તારા હૃદયના ભાવોને તોડી ન શકી અને અહીં જ રહેવાનું તને વચન આપી બેઠી !
આમ છતાં, તને એક વાત હું યાદ કરાવવા માગું છું કે તારે વચન આપીને જો ફરી જવું જ હતું તો તારે કમ સે કમ મારા જેવી યોગિની સાથે તો આ વિશ્વાસઘાત નહોતો જ કરવો, તને ખબર છે ? ત્રાજવામાં મૂકેલા દેડકાનું સાચું વજન જેમ કરી શકાતું નથી, વૃક્ષની ડાળ પર બેસેલા વાંદરા માટે એની સ્થિરતા અંગેની સાચી આગાહી જેમ કરી શકાતી નથી તેમ વિશ્વાસઘાતી અને વચનદ્રોહી સાથે બંધાયેલ સંબંધ ક્યાં સુધી ટકી.
રહેશે, એ કહી શકાતું નથી.
ખેર, તો યોગિની છું. મારા માટે તારું એક ઘર બંધ થઈ જાય એનાથી મને તો કોઈ જ ફરક પડતો નથી કારણ કે મારા માટે તારા સિવાયનાં બધાં જ ઘરો આજે ય ખુલ્લાં જ છે, ખુશીથી તું જા રત્નપતીને પરણવા. હું તો આ ઊપડી અહીંથી. અલબત્ત, અહીંથી હું જાઉં એ પહેલાં મારી પાસે તારી કોઈ અપેક્ષા હોય તો તે તું મને જણાવ. કારણ કે સર્પ, શત્રુ અને યોગીઓ ક્યારેય કોઈના કાયમી મિત્ર હોતા નથી.
યોગિનીના આ આક્રોશભર્યા તીખાં-તમતમતાં વચનોને સાંભળીને રાજા સ્તબ્ધ થઈ ગયો. યોગિનીને પ્રસન્ન કરવાના ઉપાયો તે વિચારવા લાગ્યો. અને થોડોક સમય પસાર થયા બાદ તે બોલ્યો.
‘હે ભાગ્યવંતી યોગિની ! કબૂલ, હું અપરાધી છું પણ આપ તો યોગિની છો ને? શું હું આપને માટે કામાં યોગ્ય નથી ? સુખડ જેમ જેમ ઘસાય છે તેમ તેમ સુગંધીપણાંને પામતું જાય છે, સુવર્ણ જેમ જેમ બળાય છે તેમ તેમ મનોહરપણાંને પામતું જાય છે, શેરડી જેમ જેમ યંત્રમાં પિલાતી જાય છે તેમ તેમ મધુર રસને જન્મ આપતી જાય છે. દૂધ જેમ જેમ ઊકળતું જાય છે તેમ તેમ વધુ ને વધુ સ્વાદિષ્ટ બનતું જાય છે. બસ, એ જ ન્યાયે યોગી પુરુષો જ્યારે દુર્જનથી કલેશ પમાડાય છે ત્યારે વધુ ને વધુ પ્રસન્નતા દાખવતા રહે છે.
શું આવા યોગી પુરુષોમાં આપનો સમાવેશ થતો નથી ? જો હા, તો શું આપે મારા અપરાધને ક્ષમાયોગ્ય માની લેવો ન જોઈએ? શું મારા આપના પ્રત્યેના સ્નેહને આપે આંખ સામે રાખવો ન જોઈએ ? શું મારી આપના પ્રત્યેની ભક્તિને આપે બિરદાવવી ન જોઈએ?
જે જીભ વડે આપે “હું અહીં જ રહીશ” એવું કહ્યું હતું, એ જ જીભ વડે “હવે હું અહીં નહીં રહું” એવું બોલતા આપને શરમ નથી આવતી ? હું તો એમ માનતો હતો કે આકૃતિ ગુણોની જાહેરાત કરે છે પણ તમારા આક્રોશભર્યા વચનો સાંભળ્યા પછી મને એમ લાગે છે કે મારી એ માન્યતા ખોટી જ હતી. તમારી કાયા જરૂર કમનીય છે પરંતુ તમારું મને તો વજ કરતાં ય કઠોર છે.
હે મનોહરણી યોગિની ! મનની સ્વચ્છંદતાને આપ એક બાજુ મૂકી દો. મેં જે કાંઈ કહ્યું છે એના પર શાંતિથી વિચાર કરો અને આપને છેલ્લી વાત કરું?
ઉ0
Page #36
--------------------------------------------------------------------------
________________
કહે
‘આપની આજ્ઞા હશે તો જ હું રત્નવતીને પરણવા જઈશ. અન્યથા નહીં. હવે આપ બોલો. મારે શું કરવાનું છે ?’
‘રાજન્ ! તું જરાય શોક ન કર. આક્રોશભર્યાં વચનો બોલીને મેં તારી પરીક્ષા કરવા સિવાય બીજું કશું જ કર્યું નથી. તું ખુશીથી રત્નવતીને પરણવા જા. પણ હા. વીણા સહિત હું પણ તારી સાથે જ આવીશ. કારણ કે તું જ્યાં જાય ત્યાં મને તારે સાથે રાખવાની જ છે એવું તો તેં મને વચન આપ્યું છે.'
યોગિનીની વાત સાંભળીને રાજાના આનંદનો પાર ન રહ્યો. યોગિનીને સાથે પણ રાખી શકાશે અને રત્નવતીને પરણી પણ શકાશે એ ખ્યાલે રાજા પ્રસન્નતાના ગગનમાં ઊડવા લાગ્યો.
એક પુષ્પની આસપાસ કદાચ પચાસ કાંટાઓ હશે પણ સંસારમાં તો સેંકડો દુ:ખોના કાંટાઓ વચ્ચે આશાનું એક જ પુષ્પ છે. અને એ પુષ્પના સહારે જ માનવી સેંકડો દુ:ખોના કાંટાઓને હોશે હોશે અપનાવી લેવા તૈયાર રહે છે. પૂછો, આજના માણસને. વર્તમાનમાં તું સુખી ખરો ? કદાચ એનો જવાબ હશે ‘ના’. હા. સુખ મારી પાસે હતું ખરું પણ ‘ગઈ કાલે.’ સુખ મારી પાસે હશે ખરું પણ ‘આવતી કાલે’. આનો અર્થ ? આ જ કે સુખ કાં તો અતીતની સ્મૃતિનો વિષય બની રહ્યું છે અને કાં તો ભવિષ્યની કલ્પનાનો વિષય બની રહ્યું છે. પણ વર્તમાનમાં તો દુઃખ, હતાશા, ઉદ્વેગ કે ફરિયાદ સિવાય બીજું કશું જ નથી. માનતુંગ પાસે અત્યારે શું છે ? આવતી કાલના સુખની આશા. યોગિની પાસે અત્યારે શું છે ? આવતી કાલના સુખની આશા. પેલી રત્નવતી પાસે ગિપત્તનમાં શું છે ? આવતી કાલના સુખની આશા. સામે જ બેઠેલા દલસ્તંભન રાજવીના મંત્રીના મનમાં અત્યારે શું છે ? રાજા મુંગિપત્તન આવવા સંમત થઈ જ જશે એવી આશા !
એક આશાની માણસના મનમાંથી બાદબાકી કરી નાખો. ઘઉં નીકળી ગયા પછી કોથળો જેમ નીચે પડી જ જાય છે તેમ આશાની રવાનગી થઈ ગયા પછી માણસનું જીવન કેવળ ઢસરડો જ બની રહે છે.
રાજાએ પેલા મંત્રીને મુંગિપત્તન આવવા માટે સંમતિ આપી દીધી અને શુભ મૂહુર્તે લાવ-લશ્કર સાથે રાજાએ મુંગિપત્તન તરફ જવા પ્રયાણ આદર્યું, યોગિનીએ પણ રાજાની ૧
સાથે જવા તૈયારી કરી લીધી પણ કોઈને ય ખબર ન પડે એ રીતે એણે વીણાની અંદરના ભાગમાં થોડાંક આભૂષણો ગોઠવી દીધા.
મુસાફરી દરમ્યાન રથમાં રાજાની પાસે જ યોગિની બેસતી હતી અને જ્યાં પડાવ પડતો હતો ત્યાં યોગિની પોતાના સ્વતંત્ર આવાસમાં રહી જતી હતી.
અવિરત પ્રયાણ કરતાં કરતાં એક દિવસ રાજાએ ગાઢ અને છતાં રમણીય જંગલમાં પ્રવેશ કર્યો. સૈનિકો વગેરે સારા પ્રમાણમાં શ્રમિત પણ થયા હતા અને જંગલમાં સરોવર વગેરે પણ ઉપલબ્ધ હતાં એટલે રાજાએ અહીં થોડોક વધુ સમય ગાળવાનો નિર્ણય લઈને સેનાધિપતિને જણાવી દીધો.
યોગિની બનેલ માનવતીએ વિચાર્યું, ‘રાજાને ઠગવા માટે આ સ્થળ પણ શ્રેષ્ઠ છે અને આ સમય પણ શ્રેષ્ઠ છે. કારણ કે હવે થનારો વિલંબ કદાચ મારા માટે જોખમરૂપ પણ પુરવાર થઈ જાય.'
‘રાજન ! એક વાત છે’ ‘કહો’
‘આ સ્થળ પણ સરસ છે અને અહીંનાં સરોવરો પણ ખૂબ સરસ છે. ઘણા સમયથી મેં સ્નાન કર્યું નથી એટલે મને મન થયું છે કે કોક સરોવર પાસે જઈને હું સ્નાન કરી આવું.'
‘વન દુર્ગમ છે. વ્યાધ્રો અને સિંહો અહીં ગર્જના કરે છે. વળી આપ સ્ત્રી છો. આપ જો હા પાડો તો ધનુર્ધારી એવો હું પણ આપની સાથે જ આવું' રાજાએ કહ્યું,
‘સિંહણના રક્ષણ માટે કોઈએ સાથે આવવાની જરૂર હોય છે ખરી ?' આમ કહી યોગિની એકલી જ ત્યાંથી નીકળી પડી.
થોડેક દૂર આવી અને એણે એક સરોવર જોયું. કાંઠે રહેલ વૃક્ષની બખોલમાં એણે વીણા મૂકી અને સરોવરમાં સ્નાન કરવા એ ઊતરી. સ્નાન કરીને કિનારા પાસે આવી. બખોલમાં રહેલ વીણા બહાર કાઢી અને વીણામાં રહેલ આભૂષણો વગેરે બહાર કાઢ્યા.
શરીર પર મનોહર પીતાંબર ધારણ કર્યું. બંને નેત્રોમાં અંજન કર્યું. લલાટમાં કેસરનું તિલક કર્યું. પગમાં ઝાંઝર પહેર્યા. દરેક અંગ પર આભૂષણો ગોઠવી દીધા. વાળ ખુલ્લા મૂકી દીધા અને ત્યાં રહેલ વટવૃક્ષની શાખા પર ચડી જઈને સુંદર આલાપો વડે ગીતો ગાવાનું એણે શરૂ કર્યું.
૭૨
Page #37
--------------------------------------------------------------------------
________________
સરોવરમાં સ્નાન કરી-કિનારે આવી યોગિનીએ વૃક્ષની બખોલમાંની વીણામાં સંતાડેલા પીતાંબર વસ્ત્રો અને અલંકારો ધારણ કર્યા.
આ બાજુ એક પ્રહર જેટલો સમય વ્યતીત થઈ ગયા છતાં યોગિની પાછી ન ફરી એટલે એને શોધવા રાજા પોતે જંગલમાં એકલો નીકળી પડ્યો. ચાલતા ચાલતા એ ત્યાં આવી ગયો કે જ્યાં યોગિની વૃક્ષ પર બેઠી હતી. યોગિનીએ રાજાને પોતાના તરફ આકર્ષિત
૭૩
કરવા મધુર ગીતનો પ્રારંભ કર્યો. ગીત સમાપ્ત થતાં જ રાજાને ઉદ્દેશીને એણે બૂમ પાડી. ‘હે વિદેશીન ! તું આ બાજુ ચાલ્યો આવ'
એ અવાજને અનુસરીને રાજા વટવૃક્ષ તરફ ચાલ્યો. વટવૃક્ષની નીચે આવીને ઊભો રહ્યો અને વટવૃક્ષ પર બેઠેલ યોગિની તરફ એની નજર ગઈ.
‘ઓહ ! આ યોગિની તો નથી જ. તો પછી છે કોણ ? આવા ગાઢ જંગલમાં એ એકલી જ દેખાય છે તો શું એ દેવાંગના હશે ? કોઈ માનવી સ્ત્રી આટલી રૂપવતી હોય એ તો માનવામાં જ નથી આવતું.’
‘હે મુગ્ધા ! તું છે કોણ ? તારો નિવાસ ક્યાં છે ? જંગલમાં એકલી કેમ છે ? શું તું તારા પતિ વડે તિરસ્કારાઈ છે? તારી વય તો નાની દેખાય છે છતાં અહીં તું ડરતી નથી ? જે હોય તે તું મને સત્ય જણાવ' રાજાએ પૂછ્યું.
‘બાળપણમાં અજ્ઞાનતાથી મારા વડે એક દુઃસાધ્ય પ્રતિજ્ઞા કરાઈ છે. એ પ્રતિજ્ઞાને જે પૂર્ણ કરે એને જ મેં મારા પતિ બનાવવાનો નિર્ણય કર્યો છે'
‘શી છે એ પ્રતિજ્ઞા ?'
‘મારા ચરણોદકનું પાન કરીને જે બળદની જેમ નાથ નાખીને આમતેમ વહન કરવા યોગ્ય હોય એ જ મારો પતિ બની શકે. આવો પતિ ન મળવાથી અને બીજાનો મેં નિષેધ કરવાથી ક્રોધ પામેલ વિદ્યાધર પિતા વડે પોતાના દેશમાંથી હું કાઢી મુકાઈ છું'
માંસના ટુકડાને જોઈ જેમ માછલા ઉલ્લાસ પામે છે તેમ સાક્ષાત્ રૂપરૂપના અંબાર સમી આ સ્ત્રીને જોઈને માનતુંગ કામાતુર બનીને ભાન ભૂલી ગયો. ‘દુષ્ટોને આશ્ચર્ય પમાડવા અને જન્મને સફળ કરવા હું આને શું કામ ન પરણી જાઉં ?'
જુઓ કામની આ વિડંબના ! માનવતીને પરણીને રાજાએ છોડી દીધી છે. યોગિનીને પોતાની સાથે રાખી છે. રત્નવતીને પરણવા એ અત્યારે નીકળ્યો છે અને અત્યારે અધવચ્ચે અન્ય રૂપવતી સ્ત્રીને જોઈને એને પરણી જવા એ તત્પર અને તૈયાર બની ગયો છે.
સંપત્તિની ગુલામીમાં વિવેકને હજી હાજર રાખી શકાય છે. સ્વાદિષ્ટ ભોજનની લોલુપતા પણ વિવેકને ગેરહાજર કરી જ દે એ નક્કી નથી. ખ્યાતિની જાલિમ ભૂખ પણ વિવેકનું બલિદાન લઈને જ રહે એ નિશ્ચિત્ત નથી પરંતુ વાસનાની લંપટતા તો વિવેકની સ્મશાનયાત્રા કાઢીને જ રહે છે. ત્યારે જ તો કહેવાયું છે ને કે ઘુવડ માત્ર દિવસે જ આંઘળું
૭૪
Page #38
--------------------------------------------------------------------------
________________
હોય છે. કાગડો માત્ર રાત્રે જ આંધળો હોય છે પરંતુ કામાંધ તો ચોવીસેય કલાક આંધળો હોય છે.
‘જો તું મને પરણે તો હું તારી પ્રતિજ્ઞા પૂર્ણ કરવા તૈયાર છું' રાજાએ એ સ્ત્રી પાસે વાત મૂકી.
“તો પછી એમાં વિલંબ કરવાની જરૂર જ શી છે? હું એની જ તો રાહ જોઉં છું’ એ સ્ત્રીએ જવાબ આપ્યો.
યોગિનીને શોધવા નીકળેલો રાજા આ સ્ત્રી સાથે પરણવા તૈયાર થઈ ગયો અને પરણવા માટે એ સ્ત્રીની હાસ્યાસ્પદ કહી શકાય એવી પ્રતિજ્ઞા પૂર્ણ કરવા તૈયાર થઈ ગયો, આ વાસ્તવિકતા એટલું જ કહે છે અહીં જેણે પણ પોતાને પશુની હરોળમાં ગોઠવાઈ જતા બચવું છે એણે માત્ર ચર્મચક્ષુ જ ખુલ્લા નથી રાખવાના, વિચારચક્ષુ જ ખુલ્લા નથી
‘રાજન ! જો મને તમે પરણવા માગતા હો તો જળ લાવીને ચરણોદક ગ્રહણ કરો.'
સરોવરમાં ઊતરીને કમલિનીના પાંદડાના ડાભડામાં રાજા જળ લઈ આવ્યો. એ સ્ત્રીના બંને પગ ધોઈને એનું પાણી એ પી ગયો, ત્યાર બાદ એ સ્ત્રીએ રાજાના ગળામાં વસ્ત્ર નાખીને એને બળદ જેવો કર્યો અને સરોવરના કિનારે ભ્રમણ કરાવ્યું. પછી વૃક્ષની સાક્ષીએ એણે રાજા સાથે લગ્નસંબંધ બાંધ્યો.
આપણે હવે છાવણીમાં જશું?”
‘આપની સાથે આવતાં મને ખૂબ લજ્જા આવે છે, એટલે આપ પહેલાં પહોંચો. હું આપની પાછળ જ આવું છું”
રાજા છાવણીમાં પહોંચીને એ સ્ત્રીના આગમનની રાહ જુએ છે અને ત્યાં પેલી સ્ત્રી યોગિનીનો વેશ પહેરીને હાથમાં વીણા લઈને છાવણીમાં દાખલ થઈ.
“આ શું? હું કોઈથી ઠગાયો કે શું?”
રાજા વિચારમાં પડી ગયો. મનોમન એણે વિચારી લીધું કે હવે કાંઈ ન બોલવામાં જ મારું ભલું છે. કારણ કે એ સ્ત્રીને શોધવા જો હું નીકળીશ તો શક્ય છે કે આ યોગિનીને ય મારે ગુમાવવી પડે ! એ સ્ત્રી મળવી હોય તો મળે અને ન મળવી હોય તો ન મળે. આ યોગિનીને ગુમાવવાનું મને પરવડે તેમ જ નથી. હું આમે ય રનવતીને પરણવા જ નીકળ્યો છું ને?”
રાજાએ મનને મનાવીને બીજે દિવસે મુંગિપત્તન તરફનું પોતાનું પ્રયાણ આગળ લંબાવ્યું. ‘ક્યારે રત્નપતીને નીરખું અને ક્યારે એને પરણું ?'
કોણ સમજાવે રાજાને કે હજી આગળ તો કલ્યા નહીં હોય એવા અવનવા રંગો તારે નીરખવાના છે !
-૧
*
, કક
ને
***
", TET
ના
ક જલક
ત્યારબાદ એ સ્ત્રીએ (વિધાધરીએ) રાજાના ગળામાં વસ્ત્ર નાખીને
એને બળદની જેમ સરોવરના કિનારે કામણ કરાવ્યું. રાખવાના, વિવેકચક્ષુ પણ ખુલ્લા રાખવાના જ છે. જો વિવેકચક્ષુ બિડાઈ ગયા તો પછી એ માણસનું ‘પશુની હરોળમાં ગોઠવાઈ જવાનું અસંદિગ્ધ જ છે.
૭૫
૭૬
Page #39
--------------------------------------------------------------------------
________________
“પપ્પા ! કવિતા અને ઇતિહાસ કહેવાય કોને?” ‘તારી મમ્મી સાથે મારા લગ્ન થયા એ પહેલાં મારા જીવનમાં જે મસ્તી હતી એ મસ્તીનું સ્વરૂપ “કવિતા” નું હતું, જ્યારે લગ્ન થયા પછી આજે મારા મનની જે હાલત છે એ હાલતનું સ્વરૂપ ‘ઇતિહાસ’નું છે. કદાચ આ ‘ઇતિહાસ’ આવતી કાલે ‘ઉપહાસ’નું કારણ બની જાય તો પણ ના નહીં.'
સંબંધના કેન્દ્રમાં જ્યાં પણ ‘રાગ’ હશે ત્યાં આ જ સ્થિતિ સર્જાવાની છે. પુષ્પને તમે કાયમ તાજું નથી જ રાખી શકતા. ચાંદને તમે કાયમ પૂનમનો નથી જ બનાવી શકતા. બસ, એ જ ન્યાયે રાગને તમે કાયમ તાજો અને ઉત્સાહસભર નથી જ રાખી શકતા.
માનતુંગ પેલી વિદ્યાધરીની સ્મૃતિની ભારે વ્યથા પણ અનુભવી રહ્યો છે પણ એ વ્યથા યોગિની સમક્ષ પ્રગટ કરી દઈને યોગિનીના રોષનો ભોગ પણ બનવા નથી માંગતો. પરણવા નીકળ્યો છે રત્નવતીને. સાથે રાખી છે યોગિનીને અને સ્મૃતિમાં ગોઠવાઈ ગઈ છે પેલી વિદ્યાધરી ! આ સ્થિતિમાં મન સ્વસ્થ શું રહે ? પ્રસન્ન શું રહે ? મોઢા પર તમાચો ખાઈને ય એ ગાલ લાલ રાખી રહ્યો છે.
રાજા પોતાના લશ્કર સાથે આગળ વધ્યો અને જ્યાં મંગિપત્તનના નાકે આવી ગયો ત્યાં યોગિનીએ એને વાત કરી.
‘હું છું યોગિની અને તમે છો ભોગી. આપણે બંને નગરમાં સાથે જ જશું તો લોકમાં
નિંદાપાત્ર બનશે. એવું કાંઈ ન બને એટલે આપણે બંને અહીંથી જ છૂટા પડી જઈએ. તમે જાઓ નગરમાં. હું અહીં રહી જાઉં છું ઉદ્યાનમાં. રત્નપતીને પરણીને તમે અહીં આવો. આપણે સહુ ઉજ્જયિની તરફ સાથે પ્રયાણ કરશું.'
યોગિનીની આ વાતને સ્વીકારી લેવા સિવાય માનતુંગ પાસે બીજો કોઈ વિકલ્પ જ નહોતો. યોગિનીને ઉઘાનમાં મૂકીને માનતુંગે નગરી તરફ પ્રયાણ કર્યું. દલસ્તંભન રાજાએ દબદબાભેર માનતુંગનું સામૈયું કર્યું અને ભવ્ય આવાસમાં એને ઉતારો આપ્યો.
આ બાજુ ઉદ્યાનમાં રહેલ યોગિનીએ પોતાના વેષને ઉતારી નાખ્યો અને સર્વાગે દિવ્ય આભરણો અને અલગ વસ્ત્રો પરિધાન કરી એ રત્નવતીના આવાસે પહોંચી ગઈ.
‘તમે કોણ ? ક્યાંથી આવો છો ?' રત્નવતીએ પૂછ્યું,
‘હું રાજા માનતુંગની માનવતી નામની રાણી છું. ઉજ્જયિનીથી આવું છું. તારું રૂપ જોવા માનતુંગે મને અહીં મોકલી છે. સાચે જ તારું રૂપ અદ્ભુત છે.'
રત્નવતીને માનવતીની આ વાત પર પૂર્ણ શ્રદ્ધા બેઠી. એણે માનવતાની ઓળખાણ પોતાની માતાને કરાવી, માતા પણ માનવતીને જોઈને ખુશ થઈ ગઈ, અને માનવતીનું ત્યાં આવવાનું રોજનું ચાલુ થઈ ગયું.
અને એક દિવસે હજારો નર-નારીઓની હાજરીમાં શુભ મૂહુર્ત માનતુંગ અને રત્નવતી, બંને એક બીજા સાથે લગ્નસંબંધથી બંધાઈ ગયા. રાતના સમયે રત્નવતી પાસે જવા રવાના થાય એ પહેલાં ત્યાં હાજર રહેલી માનવતીએ રત્નપતીની માતાને કહ્યું, *કુળદેવીને નમસ્કાર કર્યા પછી જ લગ્નજીવનની શરૂઆત કરવાનો અમારે ત્યાં રિવાજ છે. આપ રજા આપો તો રાજાની પાસે જઈને એ અંગેની સંમતિ લઈ આવું. આપ એ પછી જ ૨નવતીને રાજા પાસે મોકલો.'
અને માનવતી હાથમાં લાપસીનો થાળ લઈને માનતુંગના આવાસે પહોંચી ગઈ. લાપસીનો થાળ નીચે મૂકી, નમસ્કાર કરીને એ માનતુંગ પાસે બેસી ગઈ.
“કામિની ! તું કોણ ? રાતના અહીં કેમ ? તારી સાથે લાપસીનો થાળ કેમ ?” રાજાએ પૂછ્યું.
રત્નવતાના ગુરુની હું પત્ની છું. માનવતી મારું નામ છે. અમારે ત્યાં રિવાજ છે કે મહારાજાની પુત્રીને જે પરણે એણે મારી એઠી લાપસી ખાવી જોઈએ. એ આચારનું
Page #40
--------------------------------------------------------------------------
________________
પાલન જો ન કરવામાં આવે તો પતિ-પત્ની વચ્ચે અવશ્ય ખટરાગ ઊભો થાય. આપ જો દામ્પત્યજીવનને પ્રસન્નતાસભર રાખવા માંગતા હો તો હું ઇચ્છું છું કે આચારધર્મનું આપ પાલન કરો'
માનવતીની આ વાત પર રાજાને શંકા કરવાનું કોઈ કારણ જણાયું નહીં. માનવતીને એણે કહ્યું, ‘આપ થોડીક લાપસી ખાઈને એ થાળ મને આપો, હું એઠી લાપસી ખાઈ લઉં એટલે આચારધર્મનું પાલન થઈ જાય !”
માનતુંગ એ કોઈ મામૂલી માણસ નથી, રાજા છે. રાજા ચપળ તો હોય જ છે પણ ચાલાક અને ચબરાક પણ હોય છે. પરિચિતની વાત પર વિશ્વાસ મૂકતા પહેલાં ય એ લાખ વાર જો વિચારતો હોય છે તો અપરિચિતની વાત પર તો એ વિશ્વાસ મૂકે જ શેનો ? જ્યારે અહીં માનતુંગ સર્વથા અપરિચિત એવી સ્ત્રીની વાત પર વિશ્વાસ મૂકીને એની ખાધેલી, એઠી કરેલી લાપસી ખાવા તૈયાર થઈ ગયો છે ! કરુણતા જ છે ને ?
માનવતીએ થાળમાંની થોડીક લાપસી ખાઈને એ થાળ માનતુંગને આપ્યો. માનતુંગે એ થાળમાં વધેલી એઠી લાપસી ખાઈ લીધી. મોટું ચોખ્ખું કરીને એણે માનવતીને પૂછ્યું,
‘પણે રત્નવતી અહીં કેમ નથી આવી ?'
‘ગોત્રજની પૂજા એણે કરવાની રહેશે. છ માસ સુધી એ વિધિ ચાલશે. પછી એ તમારી પાસે આવશે.'
‘ત્યાં સુધી ?? ‘તમારે અહીં જ રહેવું પડશે અને તમારા અહીં રહેવાની બધી જ વ્યવસ્થા દલસ્તંભન રાજાએ પહેલેથી કરી જ રાખી છે' માનતુંગ આ સાંભળીને સ્તબ્ધ જ થઈ ગયો, માનવતીને એ આગળ કાંઈ પૂછે એ પહેલાં તો માનવતી ત્યાંથી નીકળી ગઈ અને ઉતાવળે પગલે મહારાણી ગુણમંજરી પાસે આવી.
‘રાજા વ્રત માટે છ માસ અત્રે રહેશે. ત્યાર બાદ ઉજ્જયિની જઈને ગોત્રદેવીને પ્રસન્ન કરીને પછી જ રત્નવતી સાથે લગ્નજીવન શરૂ કરશે. રાજાએ આ સંદેશ આપને આપવા મને જણાવ્યું છે.' માનવતીએ કહ્યું.
ગુણમંજરી અને રત્નવતીને કાંઈ જ બોલવાનું ન રહ્યું. બીજી મધ્યરાત્રિએ માનવતી પુનઃ માનતુંગ પાસે પહોંચી ગઈ.
| ‘અત્યારે કેમ ?” ‘બસ, એમ જ. મને થયું આપ એકલા હશો. આપની પાસે પહોંચી જાઉં. હળવી વાતો કરીને આપને પ્રસન્ન બનાવી દઉં” માનવતીએ આટલું જ કહ્યું અને રાજાના મનમાં સુષુપ્ત પડેલ વાસના સળવળી ઊઠી.
‘તારા અત્યારે અહીં આવવાથી મને ય ખૂબ આનંદ થયો છે. તું મારી સાથે...' “રાજન ! તમને શરમ આવવી જોઈએ આવી વાત કરતા...’
પણ રૂપ, યુવાની, એકાંત, અંધકાર આ તમામને પરવશ બની ગયેલ માનતુંગ નિર્લજ્જ બનીને માનવતી પાસે ભોગની યાચના કરવા લાગ્યો. અને માનવતી અંદરથી
રત્નાવતીના ગુરુની પત્નીની ઓળખ આપી માનવતએ થાળીમાંથી થોડી લાપસી ખાઈને થાળ રાજા માનતુંગને આપ્યો. રાજાએ એઠી લાપસીમાંથી કોળીયો ભર્યો.
ge
૮૦
Page #41
--------------------------------------------------------------------------
________________
આ જ તો ઇચ્છતી હતી, ‘રાજન્ ! હું આપની દાસી જ છું. આપની વિનંતિને મારાથી કુકરાવાય જ શી રીતે ?” જ્યાં માનવતાના મુખમાંથી આ શબ્દો નીકળ્યો, માનતુંગ ભાન ભૂલી ગયો. માનવતી સાથે એણે એ જ પળે દૈહિક સંબંધ બાંધી જ દીધો.
અને પછી તો આ સિલસિલો રોજનો ચાલુ થઈ ગયો.
પતનની એક જાલિમ ખતરનાકતા ખ્યાલમાં છે? પતન હંમેશાં ગતિશીલ જ હોય છે. અગાશી પરથી નીચે તરફ ફેંકાતો પથ્થર જેમ સતત નીચે તરફ જ ધકેલાતો રહે છે તેમ પતન એકવાર શરૂ થયા પછી સતત આગળ ને આગળ જ વધતું રહે છે, ગતિ પકડતું જ રહે છે.
કબૂલ, જે કાંઈ થઈ રહ્યું છે એની સત્યતાની માનવતીને ખબર છે પણ માનતુંગને તો કશી જ ખબર નથી ને? લગ્ન કરી લીધા છે એણે રત્નાવતી સાથે. યોગિની સતત એની સાથે ને સાથે જ છે અને છતાં રત્નવતીની ગુરુની પત્ની સાથે એણે રીતસરનો વ્યભિચાર આદર્યો છે, ‘જેણે મૂકી લાજ, એને નાનું સરખું રાજ' આ કહેવત આવા સંદર્ભમાં જ યોજાઈ હશે એમ લાગે છે..
રાજન ! એક શુભ સમાચાર'
રસ્તો પસાર કરતાં કરતાં તે ઉજ્જયિની આવી ગઈ અને સીધી પિતા ધનદત્તના ઘરે ગઈ.
| ‘તું અચાનક ક્યાંથી ?' અને માનવતીએ માતા-પિતા સમક્ષ અથથી ઇતિ સુધીની વાત અત્યંત હર્ષપૂર્વક જણાવી દીધી, માતા-પિતાના આનંદનો પાર ન રહ્યો.
| ‘હવે ?” ‘હવે કાંઈ નહીં. સુખના દિવસો નજીક આવી ગયા જ સમજો.”
આમ કહી યોગિનીનો વેષ ઉતારી ભોયરા વાટે માનવતી એકદંડિયા મહેલમાં પહોંચી ગઈ. રાત્રિના પહેરેગીરને પોતાની પાસે બોલાવી એની સાથે વાર્તાલાપ કરવા લાગી.
‘તમે મને આટલા દિવસ સુધી ક્યારેય ઉઠાડ્યો જ નહીં ? શું તમે આટલો કાળ સૂતા જ રહ્યા ?'
‘ના. મેં મૌનવ્રત ધારણ કર્યું હતું. એ પૂર્ણ થતા વેંત જ મેં તમને વાત કરવા અત્રે બોલાવ્યા.’ આમ કહી માનવતીએ પહેરગીરની શંકા દૂર કરી અને પોતે ધર્મસાધનામાં લીન બની ગઈ.
કેટલોક સમય પસાર થયા બાદ માનવતીએ પહેરગીરને બોલાવીને પોતાને ગર્ભ રહ્યાની વાત કરી અને એ સમાચાર અંતઃપુરમાં જઈને અન્ય રાણીઓને આપવા જણાવ્યું. પહેરગીરને આ સમાચાર સાંભળી આશ્ચર્ય એટલું ન થયું, જેટલો આંચકો લાગ્યો. ‘પુરુષ પ્રવેશ વિના આ એકદંડિયા મહેલમાં રાણીબાને ગર્ભ રહ્યો જ શી રીતે?' પણ એ તો નોકર જ હતો ને ? માનવતીના આદેશ અનુસાર અંતઃપુરમાં જઈને એણે સર્વ રાણીઓને આ સમાચાર આપ્યા. અને આ સમાચાર સાંભળતાની સાથે જ અંતઃપુરમાં સોપો પડી ગયો.
‘ઓહ ! માનવતીએ આ પાપ આચર્યું? આ પાપ આચરતા એને કોઈની ય શરમ ન નડી ? પોતાનું ઉત્તમ કુળ પણ એને યાદ ન આવ્યું? ખેર, એનું પાપ એ જાણે. આપણે શું? હા, એક કામ આપણે કરીએ, દૂત સાથે પત્ર મોકલીને રાજાને આ સમાચાર વહેલી તકે જણાવી દઈએ કે જેથી આપણા શિરે કોઈ ભાર ન રહે.'
અને
મહારાણીએ એકાંતમાં જઈને રાજા પર પત્ર લખવાની શરૂઆત કરી. “આપ ત્યાં આનંદમાં તો હશે જ પણ એ આનંદમાં વૃદ્ધિ થાય એવા સમાચાર અન્ને અમારી પાસે આવ્યા છે જે આ પત્ર દ્વારા આપને અમે જણાવીએ છીએ.
‘આપના થકી મને ગર્ભ રહ્યો છે”
‘શું વાત કરે છે ?' ‘બિલકુલ સાચું કહું છું, જ્યારે મારે બાળક થશે ત્યારે આપ તો ઉજ્જયિની પહોંચી ગયા હશો. અહીં રહીને હું પુત્રનું પાલન કેવી રીતે કરી શકીશ? વળી, લોકનિંદા પણ હું કેવી રીતે સહી શકીશ?”
‘મને આપની કંઈક નિશાની આપો. કે જેથી આ બાળક આપની પાસે આવે ત્યારે આપ એને આસાનીથી ઓળખી જાઓ.’
અને માનવતીની આ વાત ઉચિત લાગવાથી રાજાએ એને પોતાના નામથી અંકિત વીંટી અને મોતીથી યુક્ત માળા આપી, એ બંને જ્યાં હાથમાં આવ્યા, માનવતી રાજાને નમસ્કાર કરીને ‘હું રત્નવતી પાસે જાઉં છું’ એમ કહીને ત્યાંથી રવાના થઈ ગઈ.
તે સીધી ઉપવનમાં આવી. યોગિનીનો વેષ પહેરી હાથમાં વીણા લઈને ‘હવે અહીં રહેવામાં મજા નથી' એમ વિચારી ઉજ્જયિની તરફ જવા નીકળી ગઈ. કાળક્રમે
Page #42
--------------------------------------------------------------------------
________________
આવા જાતજાતના વિચારોમાં અટવાયેલા રાજાએ મહારાણી પર પત્ર લખ્યો. ‘હું શક્ય એટલો વહેલો ત્યાં આવું છું એ પત્રે દૂતના હાથમાં આપી એને ઉજ્જયિની બાજુ રવાના કર્યો. ઉજ્જયિની પહોંચીને દૂતે મહારાણીના હાથમાં પત્ર મૂક્યો. પત્ર બધી જ રાણીઓ વચ્ચે મહારાણીએ વાંચ્યો.
‘હવે તો મહારાજા જલદી આવશે. માનવતીને ધિક્કારશે. કદાચ થાંભલે બાંધીને ચાબૂકો વડે ફટકારશે. આપણે એ મંગળકારી [2] દૃશ્ય જોઈને પરસ્પર તાળીઓ દઈને હસશું.’
કેવી કાતિલ છે આ ઈષ્ય પોતાના સુખે એ સુખી નહીં, પરંતુ બીજાના દુઃખે એ સુખી ! પોતાના દુઃખે એ દુઃખી નહીં, પરંતુ બીજાના સુખે એ દુઃખી ! તમે ગરીબને પ્રસન્ન જોઈ શકશો. તમે રોગીને મસ્ત જોઈ શકશો. તમે વિકલાંગને આનંદિત જોઈ શકશો પરંતુ ઈર્ષાળુના ચહેરા પર પ્રસન્નતા જોવામાં તમને લગભગ તો સફળતા નહીં જ મળે. કારણ કે એ સહુને પોતાના કરતાં ‘પાછળ’ જ જોવા ઇચ્છતો હોય છે અને આ સંસારમાં બધા જ એના કરતા પાછળ હોય એ તો સંભવ જ ક્યાં છે?
અહીં આપની માનવતી સ્વયં ગર્ભવતી બની છે. જેનું પુણ્ય ચઢિયાતું હોય તેને જ આવી સ્ત્રી હોય કે જે પતિ વિના પણ બાળકને જન્મ આપવા સમર્થ હોય. હે મહારાજા ! તેણીને જો પટ્ટરાણી પદ અપાય તો વધુ સારું કેમકે ત્યારે જ એને પોતાને સંદેશ સ્થાનની પ્રાપ્તિથી હર્ષ થશે.
આપને અમે વધુ તો શું લખીએ ? રત્વનતી જેવી પત્ની મળ્યાનો આપને ત્યાં આનંદ છે. અને અહીં માનવતી પુત્ર પ્રસવનાર છે. આ રીતે એક સાથે બે લાભની પ્રાપ્તિ થઈ હોય ત્યાં અમે તો આપને યાદ જ ક્યાંથી આવીએ ? છતાં હે દયાળુ ! ગર્ભ સંસ્કારના અવસરે તો આપ અત્રે પધારી જ જજો. અમારી આપને એવી વિનંતિ છે.'
પત્રના શબ્દ શબ્દ કેવા ડંખ ભર્યા છે? મનની આ જ તો કુટેવ છે. ગોળથી કામ સરતું હોય ત્યાંય એને સામી વ્યક્તિને કરિયાતું જ પીવડાવવામાં રસ હોય છે. સોયથી લક્ષ્ય સુધી પહોંચી શકાતું હોય ત્યાંય એને તલવારનો ઉપયોગ કર્યા વિના ચેન નથી પડતું. જે આગને ઠારવા એક બાલદી પાણીની જરૂર હોય ત્યાંય એને પાણીના પીપડે પીપડા ખાલી કરી દીધા વિના ફાવટ નથી આવતી.
મહારાણીએ પત્ર દૂતના હાથમાં મૂક્યો અને દૂત પત્ર લઈને તુર્ત જ ત્યાંથી મંગિપત્તન તરફ જવા નીકળ્યો. કાળક્રમે એ મુગિપત્તન નગરે પહોંચી ગયો અને માનતુંગના આવાસે જઈને એના હાથમાં મહારાણીએ આપેલ પત્ર મૂક્યો. માનતુંગે પત્ર પૂરેપૂરો વાંચી લીધો અને એ સ્તબ્ધ થઈ ગયો,
‘જે મહેલને સાત તો દરવાજા છે. જે ઘરમાં પ્રવેશવા કીડી તો શું, સર્વત્ર સંચરનાર, પવન પણ સમર્થ નથી એ ઘરમાં રહેલી માનવતી ગર્ભવતી બની હોય, એ વાત માનવા મારું મન કોઈ પણ હિસાબે તૈયાર નથી. મને એમ લાગે છે કે આ પત્રમાં કંઈક કપટ છે. મહારાણીએ માનવતી પ્રત્યેના દ્વેષભાવથી જ કદાચ પત્રમાં આવું બધું લખ્યું હશે. જો કે મહારાણીના સ્વભાવનો મને વરસોનો અનુભવ છે. મને લાગતું નથી કે એણે માનવતી માટે જે કાંઈ લખ્યું છે તે અસત્ય હોય !
રે માનવતી ! તું આવી કુલટા નીકળી? આવું અધમતમ પાપ આચરતાં તને કોઈ શરમ પણ ન આવી ? તારું આ કનિષ્ટતમ પકડાઈ જવાનો તને કોઈ ડર પણ ન લાગ્યો? પણે માનવતી ! તને દોષ શું આપું ? લગ્નનો પ્રથમ દિવસથી મેં તને એકલી છોડી દીધી છે એ ભૂલ મારી જ છે. પતિથી તરછોડાયેલી યુવાન સ્ત્રી આવું કાર્ય આચરી બેસે એમાં કોઈ જ આશ્ચર્ય નથી.
છ મહિના પૂરા થઈ ગયા બાદ...
‘જો તમારી ગોત્રજ પૂજા પૂર્ણ થઈ હોય તો હવે મને ઉજ્જયિની જવાની રજા આપો’ માનતુંગે દલસ્તંભન રાજાને વિનંતિ કરી.
‘તમારા મહારાણીએ અમને એમ કહ્યું છે કે મહારાજા છ માસ સુધી ગોત્રજોને પૂજી લે પછી જ તમારે દીકરીને વળાવવાની છે.”
‘આ ગોત્રજ પૂજનની વાત શી છે ? એ પૂજન તો હું જાણતો જ નથી, તમારા ગુરુની પત્નીએ લગ્નની પહેલી રાત્રિએ એઠી લાપસી ખવડાવીને મને એમ કહ્યું હતું કે રત્નવતીની પ્રાપ્તિ તમને છ મહિના પછી થશે.”
‘શી વાત કરો છો ?” ‘હા, તેણીએ મને એમ પણ કહ્યું હતું કે ત્યારબાદ જ તમારા સસરા તમને વિદાય કરશે. અને તેણીના વચનના હિસાબે જ હું અહીં રહ્યો છું. બાકી મહારાણી તો મારી સાથે છે જ નહીં”
‘તો આપ સાંભળી લો. અમારે એવી કોઈ ગુરુપત્ની છે જ નહીં. લાગે છે કે આપણને બંનેને કોઈ ધુતારી ઠગી ગઈ છે.'
૮૩
Page #43
--------------------------------------------------------------------------
________________
માનતુંગની હાલત તો કાપો તો ય લોહી ન નીકળે એવી થઈ ગઈ.. ‘તો શું મેં જેની સાથે વિષયસેવન કર્યું એ સ્ત્રી...' એ આગળ વિચારી ન શક્યો. એણે દલસ્તંભન પાસે ઉજ્જયિની જવાની રજા માંગી અને દલસ્તંભન રાજવીએ પોતાના મોભાને છાજે એ રીતે રત્નવતીને અશ્રુભીની વિદાય આપી.
*
‘આ ઉદ્યાન તો આવી ગયું પણ અહીં યોગિની ક્યાં ?'
માનતુંગની વેદનાનો અને વલોપાતનો પાર નથી. એ ઉદ્યાનનાં વૃક્ષોને અને ઉદ્યાનમાં ક્રીડા કરી રહેલ મયૂરોને પૂછી રહ્યો છે. ‘તમે કોઈએ યોગિનીને ક્યાંય જતી જોઈ હોય તો મને જણાવો. મને એના વિના ક્યાંય ચેન નથી.’
‘સ્વામિન્ ! આપને કોઈ ચિંતા છે ?’
‘રે સુભટ ! મારી ચિંતાને જાણીને તું શું કરી શકવાનો ? જે યોગિની વીણાવાદન દ્વારા અને ગીતગાન દ્વારા મને સદાય પ્રસન્ન રાખતી હતી એ યોગિનીએ મને વચન આપ્યું હતું કે રત્નવતીને પરણીને આપ પાછા ફરશો ત્યારે આપને હું અહીં જ મળીશ. હું આ ઉદ્યાનમાં સર્વત્ર ફરી આવ્યો પણ એ યોગિનીનો ક્યાંય પતો નથી. તું એને
શોધવાના મારા પ્રયાસમાં મને કાંઈ મદદ કરી શકે ખરો ?'
‘સ્વામિન ! એક વાત કહું આપને ?’
‘કહે ”.
યોગીઓ સામાન્યથી સન્માનમાં ઉત્કંઠાવાળા હોય છે. કબૂલ, યોગિનીએ આપને અહીં મળવાનું વચન આપ્યું હતું પરંતુ એ વાતને આજે છ મહિના ઉપરાંતનો સમય થયો. એ સમય દરમ્યાન આપે યોગિનીની કોઈ ખબર પણ કઢાવી છે ખરી ?'
‘ના’
‘તો આપનાથી વિરક્ત થઈને એ અન્યત્ર ચાલી ગઈ હોય તો એમાં એનો કોઈ દોષ નથી અને મારી તો આપને એક વિનંતી છે’
‘શી?’
‘અત્યારે રત્નવતી આપની સાથે છે એના આનંદથી આપના ચિત્તને તરબતર રાખો, યોગિની જો આપનાથી વિરક્ત થઈને દૂર થઈ શકે છે તો આપ એને સ્મૃતિપથ પરથી દૂર કેમ નથી કરી શકતા ?’
સુભટની આ સલાહ સાંભળી માનતુંગે પોતાના મનને યોગિનીના સ્મરણથી મુક્ત
૮૫
કરી દીધું અને ઉજ્જયિની તરફ જવા પ્રયાણ આદરી દીધું. કેટલાક દિવસો પસાર થયા અને લાવલશ્કર સહિત માનતુંગે એક અરણ્યમાં વાસ કર્યો. આ એ અરણ્ય હતું કે જ્યાં એણે અપ્સરા [] ના ચરણનું જળ પીધું હતું અને બળદરૂપે એ ભમ્યો હતો. અપ્સરાની યાદે એનું મન પુનઃ અશાંત બની ગયું. ‘કેવું મસ્ત એનું રૂપ હતું ? કાયા એની કેવી મોહક હતી ? કેવું ગજબનાક માધુર્ય હતું એની વાણીમાં ? હું કમનસીબ રહ્યો કે એનો સહવાસ મને ન મળ્યો !'
ન
હા. વાસનાનું શરીર એટલું બધું મોટું છે કે આખી દુનિયાના કપડાંથી ય એ ઢંકાય તેમ નથી. વાસનાના વાસણમાં એટલાં બધાં છિદ્રો છે કે આખી દુનિયાની જળરાશિથી ય એ ભરાય તેમ નથી. વાસનાનું પેટ એટલું બધુ મોટું છે કે આખી દુનિયાના ભોજનના દ્રવ્યોથી ય એ ભરાય તેમ નથી. વાસનાનું સ્વરૂપ એટલું બધું વિચિત્ર છે કે બ્રહ્મા પણ એનો પાર પામી શકે તેમ નથી.
માનતુંગની મનઃસ્થિતિ જોશો તો આ સત્ય બરાબર સમજાઈ જશે. કેટકેટલી સ્ત્રીઓ એના મનનો કબજો જમાવીને બેઠી છે ? માનવતી, રત્નવતી, અપ્સરા, વિદ્યાધરી, યોગિની, રત્નવતીની ગુરુની પત્ની. ક્યાં છે એનું મન શાંત ? ક્યાં છે એનાં મનને તૃપ્તિ ? ક્યાં છે એનાં મનને પ્રસન્નતાની અનુભૂતિ ?
સાચે જ મનના વિશ્રામને અને વાસનાના વિરામને અનુભવવા માગો છો ? એક જ કામ કરો. તળિયા વિનાના વાસનાના ખપ્પરને પૂરવાના પ્રયાસો છોડી જ દો. ફાવી જશો.
*
‘રાજન્ ! આપે મુગિપત્તન પાછા ફરવું પડશે' ઉજ્જયિની તરફનું પ્રયાણ શરૂ થવાની તૈયારીમાં હતું અને ત્યાં માનતુંગની છાવણીમાં એક માણસે પ્રવેશ કર્યો. ‘કોણ છે તું ?” ‘દલસ્તંભન રાજાનો દૂત'
‘અહીં કેમ આવ્યો છે ?'
‘ઉજ્જયિની તરફના આપના પ્રયાણને રોકવા’
‘પણ કારણ કાંઈ ?’
‘બન્યું છે એવું કે ચંદેરી નગરીનો રાજા જિતશત્રુ રત્નવતીને ઇચ્છતો હતો પરંતુ રત્નવતી આપને ઇચ્છતી હતી એટલે દલસ્તંભન રાજા વડે એની પ્રાર્થના સ્વીકારાઈ
Page #44
--------------------------------------------------------------------------
________________
‘એકદંડિયા મહેલમાં બિરાજમાન માનવતીએ રૂપરૂપના અંબાર જેવા પુત્રરત્નને જન્મ આપ્યો છે”
‘તને કોણે કહ્યું?' ‘માનવતીએ પોતે
‘તું કોણ છે ?' ‘એકદંડિયા મહેલનો વિશ્વાસુ પહેરગીર છું, જૂઠ બોલવાનો મારે કોઈ પ્રશ્ન નથી.’
માનવતીએ બીજું કાંઈ કહ્યું છે?”
નહીં. એની પ્રાર્થનાનો અસ્વીકાર થયો હોવાથી એ ભારે રોષે ભરાયેલો તો હતો જ પરંતુ આપની ઉપસ્થિતિ મંગિપત્તનમાં હોવાથી તે શાંત બેસી રહ્યો હતો.
પરંતુ જ્યાં એને ખ્યાલ આવી ગયો કે આપ હવે મુંપિત્તનમાં નથી, એ લશ્કર લઈને યુદ્ધ કરવા મુંપિત્તનના નાકે આવી ગયો છે. પોતાના દૂત દ્વારા એણે દલસ્તંભન રાજવીને સંદેશો મોકલ્યો છે, “કાં તો મને રત્નવતી આપો અને કાં તો યુદ્ધ માટે તૈયાર થઈ જાઓ.
આપ જાણો જ છો કે દેલખંભન રાજાનું સૈન્ય એવું બળવાન નથી કે જિતશત્રુને યુદ્ધમાં પરાજયનો સ્વાદ ચખાડી શકે. આ હિસાબે અમારા રાજવીએ અને આપના શ્વસુરે મને આપની પાસે મોકલ્યો છે. આપ પુનઃ મુંપિત્તન પધારો અને જિતશત્રુના દાંત ખાટા કરી નાખો.
દૂતની વાત સાંભળતાની સાથે જ માનતુંગે ઉજ્જયિની તરફના પ્રયાણને માંડી વાળીને મુગિપત્તન તરફ પ્રયાણ આદર્યું. શક્ય એટલી ઝડપે એ મુંપિત્તન આવી ગયો અને જિતશત્રુને કહેવડાવી દીધું કે તારી તાકાત હોય એટલા સૈન્યને લઈને યુદ્ધના મેદાનમાં આવી જા. મારી તલવાર તારા લોહીની ભૂખી થઈ ગઈ છે.’
જિતશત્રુને જ્યાં આ સમાચાર મળ્યાં, એ થથરી ગયો. સસરો અને જમાઈ બંને જ્યારે એક થઈ ગયા છે, ત્યારે એમને હરાવવાનું તો મારું ગજું જ ક્યાં છે ? હવે કરું શું ? જો પાછો ફરી જાઉં તો લોકમાં હાંસી થાય અને જો યુદ્ધ જ લડી લઉં તો જાન જાય !
કાંઈ નહીં. જાન ભલે જાય પણ પાછો ફરી જાઉં તો તો મારા ક્ષાત્રવટને કલંક લાગે, મરવાનું તો આમે ય એક વાર છે જ ને ? તો પછી યશ સાથે જ મોતને વહાલું કેમ
‘આ જ કે મહારાણીને તું કહેજે કે રાજાને આ સમાચાર મોકલાવીને એનો હર્ષ વધારે !”
આગની જેમ સમસ્ત અંતઃપુરમાં આ સમાચાર પ્રસરી ગયા. માનવતીની આ ધિઠ્ઠાઈ ? આ નિર્લજ્જતા ? આ નફફટાઈ?
મહારાણીએ રાજાને પત્ર લખ્યો. “માનવતીને થયેલ પુત્રજન્મની ખુશાલીની મીઠાઈરૂપે આ પત્ર આપના પર મોકલ્યો છે. પત્ર વાંચીને આપ ખૂબ ખૂબ રાજી થજો.’
દલસ્તંભન પાસે આવેલા દૂતે રાજાને આ પત્ર આપ્યો. પત્ર વાંચતાની સાથે જ રાજાએ ઉજ્જયિની પહોંચી જવાનો નિર્ણય કર્યો. “જોઉં તો ખરો કે માનવતીનો પુત્ર છે કેવો?' દલસ્તંભન રાજાની રજા લઈને માનતુંગ ઉજ્જયિની તરફ જવા તો નીકળ્યો પણ અત્યારે ય એના ચિત્તમાં યોગિની જ રમી રહી છે.
કમાલ એનું રૂપ ! અદ્દભુત એનું વીણાવાદન! ગજબનાક એના કંઠનું માધુર્ય !
આખરે જે બનવાનું હતું એ જ બન્યું. દલસ્તંભન અને માનતુંગના ઝંઝાવાતી આક્રમણ સામે જિતશત્રુ ટકી ન શક્યો. એ મર્યો નહિ પણ યુદ્ધનું મેદાન છોડીને નાસી ગયો. સમસ્ત મુગિપત્તન નગરીમાં લોકોએ વિજયોત્સવ તો મનાવ્યો પણ આ વિજયથી અત્યંત હર્ષવિભોર બની ગયેલ દલસ્તંભને માનતુંગને બીજા ચાર મહિના પોતાની મહેમાનગતિ માણવા રોકાઈ જવાની વિનંતિ કરી જેનો માનતુંગે સ્વીકાર કરી લીધો !
‘મહારાણી બા ! એક શુભ સમાચાર !'
૮૭
૮૮
Page #45
--------------------------------------------------------------------------
________________
‘પુત્ર થવાની જાણ મને મહારાણી પાસેથી જ થઈ છે. એ સિવાય મને બીજી કોઈ જ જાણકારી નથી’ મંત્રીએ રાજાને જવાબ આપ્યો. અને મંત્રીને લઈને રાજા સીધો જ પહોંચી ગયો એકદંડિયા મહેલમાં માનવતી પાસે. માનવતીને પુત્રને રમાડી રહેલ જોઈને રાજાનો કોપ આસમાને આંખ્યો.
‘રે કુલટા ! બોલ, આ પુત્ર કોનો છે ?”
માનવતી મૌન. આ મહેલમાં કોઈ પુરુષનો પ્રવેશ શક્ય નહોતો અને છતાં તું પુત્રવતી બની છે તો
S
મને માચીસ મળશે?* ‘કેમ, શું કામ છે ?' મારે સિગરેટ સળગાવવી છે? ‘તો એક કામ કરો. સામેથી જે ભાઈ આવે છે ને, એની જીભ પર તમે સિગરેટ મૂકી દો. સળગી જશે’ ‘જીભ પર સિગરેટ મૂકવાથી શું સળગે ?' ‘તમને ખબર નથી. એ ભાઈની જીભે કેકનાં ઘરો સળગાવી નાખ્યા છે, તમારી સિગરેટ સળગી જવામાં શું વાંધો આવવાનો છે ?'
હા, કેટલાકની જીભમાં વીંછીનો ડંખ હોય છે તો કેટલાકની જીભમાં કરિયાતાની અંશ હોય છે. કેટલાકની જીભ વિષનું પ્રતિનિધિત્વ ધરાવતી હોય છે તો કેટલાકની જીભની તીક્ષ્ણતા તલવારની ધાર જેવી હોય છે. કેટલાકની જીભ દરિયાની સૂકી રેતી જેવી હોય છે તો કેટલાકની જીભમાં પથ્થરની કર્કશતા હોય છે.
‘રાજનું ! આપ સીધા અહીં આવ્યા?”
‘આપે ભૂલ કરી. આપે સીધા માનવતી પાસે જ પહોંચી જવાની જરૂર હતી. પતિસંગ વિના ય પુત્ર પ્રસવી શકે એવી પત્ની આપ પુયોગે પામ્યા છો. તો પહેલાં તો આપે એની પાસે જ જવું જોઈએ ને?” ઉજ્જયિનીમાં પ્રવેશ કર્યા બાદ અંતઃપુરમાં રાણીઓ પાસે ગયેલા માનતુંગને મહારાણીએ જ્યારે આ શબ્દો કહ્યા ત્યારે માનતુંગ પાસે એનો કોઈ જવાબ નહોતો. અંતઃપુરમાંથી બહાર નીકળીને એ પોતાના આવાસે ગયો અને મંત્રી સુબુદ્ધિને બોલાવ્યો.
‘માનવતીને પુત્ર કેવી રીતે થયો ?”
અને એ જ પળે માનવતીએ રાજા સમક્ષ નિશાની રૂપે આપેલા ઘર અને વીંટી કાઢી બતાવ્યા-પોતાનો જ હાર અને પોતાની જ વીટી જોઈ રાજા સ્તબ્ધ થઈ ગયો.
૮૯
0
Page #46
--------------------------------------------------------------------------
________________
શું દેવની આરાધનાથી તને પુત્ર થયો છે ? તું એક કામ કર. આ પુત્ર જેનો છે એને ત્યાં જ રહેવા તું ચાલી જા.'
એને ત્યાં જ છું અત્યારે’ માનવતી બોલી.’
| ‘એટલે ?” આ પુત્ર આપનો જ છે અને હું અત્યારે આપને ત્યાં જ છું'
‘તને જૂઠ બોલતા શરમ નથી આવતી?” ‘હું જે બૌલી છું એ સત્ય જ છે. આપે એ જાણવું છે ?'
અને એ જ પળે માનવતીએ રાજાની સમક્ષ હાર અને વીંટી મૂક્યા. પોતાના જ હાર, અને પોતાની જ વીંટી જોઈને રાજા સ્તબ્ધ બની ગયો. એનું મસ્તક શરમથી નીચે ઝૂકી ગયું.
‘રાજન ! હે નાથ ! આપને આશ્ચર્ય થતું હશે કે આ હાર અને વીંટી મારી પાસે આવ્યા કેવી રીતે ? પણ આપ બધી ય સાચી વાત સાંભળો.
આ નગરમાં આપ જે યોગિનીના વીણાવાદન પાછળ અને ગીતગાન પાછળ પાગલ હતા એ યોગિની હું જ હતી.'
‘નાથ ! એ પછી કહું છું. પહેલાં આ બાળકને રમાડો તો ખરા ! એને માતાનું વાત્સલ્ય મળ્યું છે. પણ પિતાના પ્યારનો સ્પર્શ એને હજી સુધી ક્યાં થયો છે ?'
અને માનતુંગે એ જ પળે બાળકને હાથમાં લઈને ચૂમીઓથી નવડાવી નાખ્યો. એની આંખોમાંથી હર્ષનાં આંસુ વહેવા લાગ્યા. પિતા-પુત્રના સુખદ મિલનને જોઈને માનવતીની આંખો પણ સજળ બની ગઈ.
નાથ ! માત્ર વચનપાલન માટે જ મેં આ બધું કર્યું છે. બાકી, હું તો આપની મોજડી સમાન છું જ્યારે આપ મસ્તકના મુકુટ સમાન છો. હું અમાસની રાત્રિ સમાન છું જ્યારે આપ દીપક સમાન છો. હું કાંટાના વૃક્ષ સમાન છું જ્યારે આપ કલ્પવૃથા સમાન છો. માટે આપ મારા વિષે હવે જે પણ ઇચ્છતા હો, એ કહો.’
‘પણ માનવતી, આવા કડક બંદોબસ્તવાળા એકદંડિયા મહેલમાંથી તું બહાર નીકળી શકી જ શી રીતે ? મારા તો મગજમાં આ વાત બેસતી જ નથી.
અને માનવતીએ રાજાને એ ભોંયરું જ બતાવી દીધું કે જેના વાટે એ રોજ પોતાના પિતાને ત્યાં પહોંચી જતી હતી. ભોંયરું બતાવ્યા બાદ માનવતીએ નાનામાં નાની વિગતો પણ માનતુંગ સમક્ષ નિખાલસ દિલે રજૂ કરી દીધી. માનતુંગ તો આ બધું જોઈને અને સાંભળીને સ્તબ્ધ જ બની ગયો.
‘એક સ્ત્રીની આ તાકાત ? આ હોશિયારી ? આ હિંમત ? ઓ ચાલબાજી ? આ કપટલીલા ? આ મર્દાનગી ? પુરુષ પાસે કદાચ તાકાતવાળું શરીરબળ જરૂર છે પણ હૃદયબળ તો સ્ત્રી પાસે જે છે એની આગળ પુરુષ તો પાણી ભરે છે. હવે પછી ક્યારેય આ માનવતી સંતાપવા યોગ્ય તો નથી જ પણ પરીક્ષા કરવા યોગ્ય નથી. કદાચ એ મને પરલોકમાં ય પહોંચાડી દે! બાકી, બોલેલાં વચનો ચરિતાર્થ કરવા એણે કેવી કમાલ કરી બતાડી ? મને પગે તો પાડ્યો પણ એના ચરણનું જળ પીવડાવીને એણે મને બળદ પણ બનાવ્યો , અરે, મારા દ્વારા એણે પુત્ર પ્રાપ્તિ પણ કરી લીધી ! કમાલ ! કમાલ !
હા. હજી આગળ સાંભળો. મંગિપત્તનના માર્ગમાં જે સરોવર પાસે આપે વિદ્યાધરી સાથે લગ્ન કરીને એના ચરણનું જળ પીધું હતું એ વિદ્યાધરી પણ હું જ હતી'
શું વાત કરે છે ?'
“અરે, હજી આગળ સાંભળો. રત્નાવતીના વિવાહ સમયે આપને એઠી લાપસી ખવડાવાની ચેષ્ટા કરનારી, છ માસ આપને ત્યાં વસાવનારી જે ગુરુભાર્યા હતી એ પણ હું જ હતી.'
‘કાંઈ સમજાતું નથી” ‘એ ગુરુભા સાથે આપે દૈહિક સંબંધ બાંધ્યો. એનાથી એને ગર્ભ રહ્યો અને નિશાની રૂપે આપે એને હાર અને વીંટી આપ્યા, બોલો, બરાબર છે ને?
માનતુંગને હવે બોલવા જેવું કાંઈ ન રહ્યું. એને ખાતરી થઈ ગઈ કે માનવતીના ખોળામાં જે બાળક રમી રહ્યો છે એનો પિતા પોતે જ છે.
‘પણ તે આ બધું કર્યું કેવી રીતે ?'
મંત્રીને બોલાવીને સમસ્ત નગરને શણગારી દેવાની માનતુંગે એને આજ્ઞા કરી અને સુભટો સહિત નગરજનોના હર્ષનાદ વચ્ચે માનતુંગે માનવતી સાથે રાજમહેલમાં જ્યારે પ્રવેશ કર્યો ત્યારે સૌથી વધુ દુઃખી અને સૌથી વધુ સ્તબ્ધ અંતઃપુરની રાણીઓ હતી.
‘આપણે આ શું જોઈ રહ્યા છીએ? જે માનવતી રાજા દ્વારા તિરસ્કૃત થઈને ગલીએ
૯૧
Page #47
--------------------------------------------------------------------------
________________
ગલીએ ભટકવા યોગ્ય બનવી જોઈતી હતી એ માનવતીનો અત્યારે દબદબાપૂર્વક રાજમહેલમાં પ્રવેશ થઈ રહ્યો છે? શું રાજાને માનવતીએ મૂરખ બનાવી દીધો હશે ? શું માનવતીએ રાજા પર કોઈ કામણ-દ્રુમણનો પ્રયોગ ર્યો હશે ? કશું જ સમજાતું નથી. ખેર, હમણાં તો આપણે મૌન જ રહો. આગળ પર બધું ય જોયું જશે !”
માનતુંગ-માનવતીએ પુત્રનું નામ “મદનભ્રમ' રાખ્યું. સુસંસ્કારોના આધાન સાથે જ્ઞાનાભ્યાસ કરતાં કરતાં એ મોટો થવા લાગ્યો. માનતુંગ-માનવતી પણ ધર્મારાધનામાં લીન બનીને પ્રસન્નતાપૂર્વક દિવસો પસાર કરવા લાગ્યા,
એમાં એક દિવસ રાજમહેલના ઝરુખે બેઠેલા માનતુંગની નજર નગરના રસ્તાઓ પર પડી અને એની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ.
આ શું ?”
‘ગઈ કાલે તો આ દૂધ સરસ હતું, આજે ફાટી ગયેલું કેમ દેખાય છે?’ ‘એમાં લીંબુનાં ટીપાં પડી ગયા છે” ‘ગઈ કાલે તો આ દૂધ સરસ હતું, આજે બગડી ગયેલું કેમ દેખાય છે ?” ‘એમાં રાષ્ટ્ર પડી ગઈ છે.’ ‘ગઈ કાલે તો આ દૂધ મોળું હતું. આજે એમાં સ્વાદ કેમ અનુભવાય છે?” ‘એમાં સાકર નાખી છે* ‘ગઈ કાલે તો આ દૂધ ‘દૂધ' જ હતું. આજે એનું દહીં બની ગયેલું કેમ દેખાય છે ?' ‘એમાં મેળવણ નાખ્યું છે
બસ, જીવનનું ય આવું જ છે. એ કેવું બનશે? એ જાણવા તમારે કોઈ જ્યોતિષી પાસે જવાની જરૂર જ નથી. તમે એ જીવનમાં કોને પ્રવેશ આપો છો એના પર જ એનો જવાબ નિર્ભર છે, તમે જીવનમાં જો ગંદાને, ગલતને પ્રવેશ આપો છો તો એ જીવન ગંદુ અને ગલત જ બનવાનું છે અને જો જીવનમાં તમે સમ્યક્ત અને સરસને પ્રવેશ આપો છો તો એ જીવન સમ્યક અને સરસ જ બનવાનું છે.
‘આ લોકોનાં ટોળેટોળાં કઈ બાજુ જઈ રહ્યા છે?' નગરના રસ્તા પર ચાલી રહેલ લોકસમૂહને જોઈને માનતુંગ પહેરેગીરને બોલાવીને પૂછ્યું,
‘ગામ બહાર વનમાં નિર્મળ જ્ઞાનના ધારક પૂજ્ય ધર્મઘોષ મુનિરાજ પધાર્યા છે. નગરજનો એમને વંદન કરવા વન તરફ જઈ રહ્યા છે.”
આ સાંભળીને પરિવારથી યુક્ત માનવતી સહિત માનતુંગ પણ વંદન કરવા વનમાં
૯૩
૯૪
Page #48
--------------------------------------------------------------------------
________________
અને માનતુંગના આ પ્રશ્નનું સમાધાન આપવા મુનિભગવંતે એ બંનેના પૂર્વભવ કહેવાનું શરૂ કર્યું.
જંબુદ્વીપ
ભારતદેશ પૃથ્વભૂષણે નગર તિલકસેન રાજા
ધનદત્ત શેઠ
જિનદત્તજિનપાલ બે પુત્રો. બન્યું એવું કે જિનપાલને એક વાર સદ્ગુરુનો યોગ થયો. એમના મુખેથી દેશના સાંભળીને એણે મૃષાવાદના વિષયમાં પચ્ચખાણ કર્યું. ધંધામાં તો એણે જૂઠ બોલવાનું બંધ કર્યું જ પણ મશ્કરીમાં પણ જૂઠ ન બોલાઈ જાય એ અંગે એણે જબરદસ્ત સાવધગીરી દાખવવા માંડી.
હંમેશાં સત્ય જ બોલવાના એના આગ્રહના કારણે ક્યારેક ધંધામાં ય એને જોઈએ તેવો લાભ નહોતો થતો છતાં ય વ્રતપાલનના એના આનંદમાં તો સતત વૃદ્ધિ જ થતી હતી.
એક દિવસ જિનદત્ત અચાનક દુકાને જઈ ચડ્યો અને એણે જોયું કે ધંધામાં જોઈએ તેવો નફો નહોતો.
‘આમ કેમ ચાલે ?* જિનપાલને એણે પૂછ્યું, ‘પણ એમાં હું શું કરું? ન્યાય-નીતિને છોડીને કે જૂઠ બોલીને હું પૈસા કમાવામાં નથી માનતો.”
‘પણ નિર્ધનતા આવે એનું શું?’ ‘તમને ઘનનો લોભ હોય તો તમે ધંધો કરો. બાકી હું તો આ જ રસ્તે ધંધો કરીશ ?”
‘તારો આ નિર્ણય પાકો જ છે?'
‘હા’ અને આ જવાબ સાંભળીને આવેશમાં આવી ગયેલ જિનદત્તે દુકાનમાં પડેલ લોખંડનું વજનિયું ઉપાડ્યું અને જિનપાલના માથામાં ફટકારી દીધું. વજનિયું મર્મસ્થાને વાગવાથી ત્યાં જ જિનપાલનું મોત થઈ ગયું.
ઉદ્યાનમાં મુનિશ્રેષ્ઠ માનવતી સહિત રાજાએ વંદન કર્યા. પહોંચ્યો. પાંચ અભિગમનું પાલન કરીને મુનિ શ્રેષ્ઠને માનવતી સહિત રાજાએ પ્રણામ કર્યા અને ઉચિત આસને બેઠો. મુનિએ ધર્માશિષ આપીને ભવસમુદ્રમાં ડૂબેલા જીવોના અજ્ઞાન–અંધકારનો નાશ કરનારી દેશનાનો પ્રારંભ કર્યો. ખળખળ વહેતા ઝરણાંનાં નીર જેવી દેશના સાંભળીને સહુનાં ચિત્ત પ્રસન્ન તો બન્યા પણ દેશનાની સમાપ્તિ બાદ માનતુંગે મુનિ ભગવંતને પ્રશ્ન પૂછડ્યો.
હે સ્વામિન્ ! મારા જીવનમાં માનવતીના પ્રવેશ બાદ જે ઊથલપાથલ સર્જાઈ અને મારા તમામ ઉપાયો માનવતી દ્વારા નિષ્ફળ કરાયા તેનું કારણ શું હતું ? આપ કૃપા કરીને મને એ જણાવી ન શકો?'
Page #49
--------------------------------------------------------------------------
________________
માનતુંગ વ્યથિત છે તો ‘સત્યવચન બોલવાના નિયમે મારામાં આવી તાકાત પેદા કરી ?” આ વિચારે માનવતી આનંદિત છે.
‘ગુરુદેવ ! આટલો સમય મેં તો ફોગટ જ ગુમાવ્યો' માનતુંગે અશ્રુભીની આંખે ગુરુ ભગવંત સમક્ષ એકરાર કર્યો.
રાજન્ ! જીવન જ્યાં સુધી હાથમાં છે ત્યાં સુધી બગડેલી બાજી પૂરેપૂરી સુધારી શકાય છે. તમે બંનેએ જોઈ લીધો સંસાર. ભોગવી લીધા ભોગો. જાણી લીધા કર્મોના ખેલ, હવે ચાલ્યા આવો સંયમના માર્ગે. નિષ્પાપ એ જીવન છે. પ્રસન્નતા એ જીવનનો પ્રાણ છે. પવિત્રતા એ જીવનની મૂડી છે. નિર્મળ પરિણતિ એ જીવનની બાદશાહી છે અને પરમપદ એ જીવનનું ફળ છે. શા માટે એ જીવનને અપનાવી લેવામાં હવે વિલંબ દાખવો છો ?'
અને
મુનિ ભગવંતની આ પ્રેરણાને ઝીલી લઈને યુવાન વયે પહોંચી ગયેલા પુત્ર મદનભ્રમને રાજગાદી સોંપી દઈને માનતુંગ અને માનવતી બંને ચારિત્રના માર્ગે નીકળી પડ્યા. જે પરાક્રમથી સંસાર ત્યાગ કર્યો, એનાં બમણાં પરાક્રમથી એ બંનએ સંયમજીવનના પાલનમાં જાગૃતિ દાખવી, સંયમજીવનનું નિરતિચાર પાલન કરીને છેલ્લે એક મહિનાનું અનશન કરીને બંને સર્વાર્થ સિદ્ધ વિમાનમાં પહોંચ્યા. તેત્રીસ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી ત્યાંથી વીને એ બંને મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્ય જન્મ પામી, સંયમ અંગીકાર કરી, ઘાતી કર્મોનો ક્ષય કરી કેવળજ્ઞાન પામી મોક્ષમાં પધારી જશે.
આવેશમાં આવી ગયેલા જિનદત્ત દુકાનમાં પડેલ લોખંડનું વજનિયું ઉપાડ્યું
અને જિનપાલના માથામાં ફટકારી દીધું. જિનપાલનો એ જીવ જુદા જુદા ભવોમાં ફરીને આ ભવમાં ‘માનવતી' સ્વરૂપે થયો અને ભાઈના મોતથી દુ:ખી થયેલ જિનદત્ત કેટલાક કાળ પછી મરીને આ ભવમાં માનતુંગ” સ્વરૂપે થયો. પછી શું શું બન્યું ? માનતુંગ ! તું એ બધું જ જાણે છે.
પૂર્વના વૈરભાવથી તે અહીં માનવતીને દુ:ખી કરવા પ્રયાસો કર્યા અને સત્યવાદીપણાનાં જિનપાલના સંસ્કારે માનવતીને પોતાના વચનના પાલનમાં સફળતા અપાવી.
માનતુંગ અને માનવતી, બંને પોતાના પૂર્વભવની દાસ્તાને સાંભળીને સ્તબ્ધ જ થઈ ગયા. ‘ધનના લોભે મેં ખુદે મારા નાના ભાઈની હત્યા કરી નાખેલી ?' આ વિચારે.
તમે કેરીની ગોટલીને જોઈને કહી શકશો કે આમાંથી આંબો પેદા થશે. તમે ગલૂડિયાને જોઈને કહી શકશો કે આગળ જતાં આ અલ્સેશિયન કૂતરો બનશે. તમે બીજના ચન્દ્રને જોઈને કહી શકશો કે આવતી કાલે એ પૂનમ બનશે. ગંગોત્રીને જોઈને તમે કહી શકશો કે આગળ જતાં આ વિરાટ ગંગાનું સ્વરૂપ ધારણ કરી બેસશે. અગ્નિ પર ચડેલા માખણને જોઈને તમે કહી શકશો કે આમાંથી ઘી બનશે.
પણ, માણસને જોઈને એના ભાવિ અંગે તમે કોઈ જ આગાહી નહીં કરી શકો. આજે
Page #50
--------------------------------------------------------------------------
________________ શેતાન લાગતો માણસ, આવતી કાલે પરમાત્મા ય બની જાય અને આજે સજ્જન શ્રેષ્ઠ લાગતો માણસ આવતી કાલે શેતાન પણ બની જાય. આજે જીવરક્ષક દેખાતો માણસ આવતી કાલે જીવભક્ષક પણ બની જાય અને આજે કૃપતાની ખાઈમાં પડેલો માણસ આવતી કાલે ઉદારતાનાં શિખરે બેઠેલો પણ દેખાય. આ વાસ્તવિકતાને આંખ સામે રાખીને આપણે એક જ કામ કરવાની જરૂર છે. અંદરમાં પડેલ શુભને બહાર લાવવા માટે સનિમિત્તોને અને શુભ આલંબનોને આપણે સતત હાથવગાં રાખવાનાં છે. અને અંદરમાં પડેલ અશુભ બહાર આવી ન જાય એ માટે કનિમિત્તાથી અને ગલત આલંબનોથી જાતને સતત બચાવતા રહેવાનું છે. આ બાબતમાં જો આપણે સફળ બન્યા તો જે ઇતિહાસ માનતુંગ અને માનવતીનો રચાયો, આપણો ઇતિહાસ પણ એવો જ રચાઈ જાય એ અસંદિગ્ધ વાત છે. હે માનતુંગ રાજર્ષિ ! હે માનવતી સાધ્વીજી ! અમારા પર એવી કૃપાવર્ષા આપ વરસાવો કે અધ્યાત્મયાત્રાના શિખરે આરુઢ થવાનાં જે સવ-સંકલ્પ-સાધના-સમર્પણ અને સમતા આપની પાસે હતા એ બધાં જ ઉદાત્ત પરિબળોના સ્વામી અમે પણ બનીને જ રહીએ. આખરે અમારે ય આપની જેમ