________________
સરોવરમાં સ્નાન કરી-કિનારે આવી યોગિનીએ વૃક્ષની બખોલમાંની વીણામાં સંતાડેલા પીતાંબર વસ્ત્રો અને અલંકારો ધારણ કર્યા.
આ બાજુ એક પ્રહર જેટલો સમય વ્યતીત થઈ ગયા છતાં યોગિની પાછી ન ફરી એટલે એને શોધવા રાજા પોતે જંગલમાં એકલો નીકળી પડ્યો. ચાલતા ચાલતા એ ત્યાં આવી ગયો કે જ્યાં યોગિની વૃક્ષ પર બેઠી હતી. યોગિનીએ રાજાને પોતાના તરફ આકર્ષિત
૭૩
કરવા મધુર ગીતનો પ્રારંભ કર્યો. ગીત સમાપ્ત થતાં જ રાજાને ઉદ્દેશીને એણે બૂમ પાડી. ‘હે વિદેશીન ! તું આ બાજુ ચાલ્યો આવ'
એ અવાજને અનુસરીને રાજા વટવૃક્ષ તરફ ચાલ્યો. વટવૃક્ષની નીચે આવીને ઊભો રહ્યો અને વટવૃક્ષ પર બેઠેલ યોગિની તરફ એની નજર ગઈ.
‘ઓહ ! આ યોગિની તો નથી જ. તો પછી છે કોણ ? આવા ગાઢ જંગલમાં એ એકલી જ દેખાય છે તો શું એ દેવાંગના હશે ? કોઈ માનવી સ્ત્રી આટલી રૂપવતી હોય એ તો માનવામાં જ નથી આવતું.’
‘હે મુગ્ધા ! તું છે કોણ ? તારો નિવાસ ક્યાં છે ? જંગલમાં એકલી કેમ છે ? શું તું તારા પતિ વડે તિરસ્કારાઈ છે? તારી વય તો નાની દેખાય છે છતાં અહીં તું ડરતી નથી ? જે હોય તે તું મને સત્ય જણાવ' રાજાએ પૂછ્યું.
‘બાળપણમાં અજ્ઞાનતાથી મારા વડે એક દુઃસાધ્ય પ્રતિજ્ઞા કરાઈ છે. એ પ્રતિજ્ઞાને જે પૂર્ણ કરે એને જ મેં મારા પતિ બનાવવાનો નિર્ણય કર્યો છે'
‘શી છે એ પ્રતિજ્ઞા ?'
‘મારા ચરણોદકનું પાન કરીને જે બળદની જેમ નાથ નાખીને આમતેમ વહન કરવા યોગ્ય હોય એ જ મારો પતિ બની શકે. આવો પતિ ન મળવાથી અને બીજાનો મેં નિષેધ કરવાથી ક્રોધ પામેલ વિદ્યાધર પિતા વડે પોતાના દેશમાંથી હું કાઢી મુકાઈ છું'
માંસના ટુકડાને જોઈ જેમ માછલા ઉલ્લાસ પામે છે તેમ સાક્ષાત્ રૂપરૂપના અંબાર સમી આ સ્ત્રીને જોઈને માનતુંગ કામાતુર બનીને ભાન ભૂલી ગયો. ‘દુષ્ટોને આશ્ચર્ય પમાડવા અને જન્મને સફળ કરવા હું આને શું કામ ન પરણી જાઉં ?'
જુઓ કામની આ વિડંબના ! માનવતીને પરણીને રાજાએ છોડી દીધી છે. યોગિનીને પોતાની સાથે રાખી છે. રત્નવતીને પરણવા એ અત્યારે નીકળ્યો છે અને અત્યારે અધવચ્ચે અન્ય રૂપવતી સ્ત્રીને જોઈને એને પરણી જવા એ તત્પર અને તૈયાર બની ગયો છે.
સંપત્તિની ગુલામીમાં વિવેકને હજી હાજર રાખી શકાય છે. સ્વાદિષ્ટ ભોજનની લોલુપતા પણ વિવેકને ગેરહાજર કરી જ દે એ નક્કી નથી. ખ્યાતિની જાલિમ ભૂખ પણ વિવેકનું બલિદાન લઈને જ રહે એ નિશ્ચિત્ત નથી પરંતુ વાસનાની લંપટતા તો વિવેકની સ્મશાનયાત્રા કાઢીને જ રહે છે. ત્યારે જ તો કહેવાયું છે ને કે ઘુવડ માત્ર દિવસે જ આંઘળું
૭૪