________________ શેતાન લાગતો માણસ, આવતી કાલે પરમાત્મા ય બની જાય અને આજે સજ્જન શ્રેષ્ઠ લાગતો માણસ આવતી કાલે શેતાન પણ બની જાય. આજે જીવરક્ષક દેખાતો માણસ આવતી કાલે જીવભક્ષક પણ બની જાય અને આજે કૃપતાની ખાઈમાં પડેલો માણસ આવતી કાલે ઉદારતાનાં શિખરે બેઠેલો પણ દેખાય. આ વાસ્તવિકતાને આંખ સામે રાખીને આપણે એક જ કામ કરવાની જરૂર છે. અંદરમાં પડેલ શુભને બહાર લાવવા માટે સનિમિત્તોને અને શુભ આલંબનોને આપણે સતત હાથવગાં રાખવાનાં છે. અને અંદરમાં પડેલ અશુભ બહાર આવી ન જાય એ માટે કનિમિત્તાથી અને ગલત આલંબનોથી જાતને સતત બચાવતા રહેવાનું છે. આ બાબતમાં જો આપણે સફળ બન્યા તો જે ઇતિહાસ માનતુંગ અને માનવતીનો રચાયો, આપણો ઇતિહાસ પણ એવો જ રચાઈ જાય એ અસંદિગ્ધ વાત છે. હે માનતુંગ રાજર્ષિ ! હે માનવતી સાધ્વીજી ! અમારા પર એવી કૃપાવર્ષા આપ વરસાવો કે અધ્યાત્મયાત્રાના શિખરે આરુઢ થવાનાં જે સવ-સંકલ્પ-સાધના-સમર્પણ અને સમતા આપની પાસે હતા એ બધાં જ ઉદાત્ત પરિબળોના સ્વામી અમે પણ બનીને જ રહીએ. આખરે અમારે ય આપની જેમ