________________
‘હા’ ‘પણ કારણ કાંઈ ?” ‘તારા ગર્વના ચૂરેચૂરા કરવા’
મેં ક્યાં આપની સામે ગર્વ કર્યો છે?’ ‘મારી સાથે નહીં પણ તારી સખીઓ વચ્ચે તે ગર્વ કર્યો છે કે નહીં ?”
‘ક્યારે ?' અને માનતુંગે માનવતી સમક્ષ સખીઓ સાથે એના થયેલ વાર્તાલાપનો આખો જ પ્રસંગ કહી સંભળાવ્યો.
‘બોલ, હવે તો ખ્યાલ આવે છે ને?”
‘હા. પણ આપ કરવા શું માંગો છો ?' ‘તારી તાકાત હોય તો તારા ચરણનું જળ મને પીવડાવી જાણ, તારું એઠું અન્ન મને વપરાવી જાણ, મને તું બળદની જેમ વશ કરી દેખાડ.” માનતુંગે રોષપૂર્વક માનવતીને સંભળાવી દીધું.
માનતુંગનાં આ વચનો સાંભળીને માનવતી થથરી ગઈ. ‘જેને હું ‘કલ્પવૃક્ષ' માનતી હતી એ આવો કાંટાવાળો બાવળિયો નીકળ્યો ? જેના માટે મારી માન્યતા ‘સાગર'ની હતી એ આવો ગંદું ખાબોચિયું નીકળ્યો ? જે મને વરસાદ બનીને ઠારતો રહેશે એમ હું માનતી હતી એ વીજળી બનીને મને બાળવા લાગ્યો? જેને મારા હૃદયમાં મેં મેરુનું સ્થાન આપ્યું હતું. એ આવો અણિયાળો પથ્થર નીકળ્યો? મને કૂવામાં ઉતારીને આ માણસ દોરડું કાપી નાખવા તૈયાર થઈ ગયો છે ? મારી આ વ્યથા મારે કોની પાસે ઠાલવવાની? અહીં વ્યથાને સાંભળે એવો કોઈ સજજન પણ ક્યાં છે?”
‘નાથ, એક પ્રશ્ન પૂછું?'
‘પૂછ' ‘જો હું ત્યાગ કરવા યોગ્ય જ હતી તો આપે મારી સાથે લગ્ન જ નહોતા કરવા. કાદવને અડીને હાથ સાફ કરવા એના કરતાં કાદવનો સ્પર્શ જ ન કરવો એ વધુ ન્યાયી છે એવું આપને નથી લાગતું?’
મને અક્કલ આપવાની તારે જરૂર નથી. મેં તને પૂર્વે પણ કહ્યું અને હમણાં પણ કહું છું કે તારા ગર્વના ચૂરેચૂરા કરવા જ મેં તારી સાથે સંબંધ બાંધ્યો છે”
એક વાત મારી સાંભળશો ?'
‘બોલ' ‘સખીઓ સમક્ષ બોલાયેલા મારાં વચનોને આપે ગંભીરતાથી મન પર લેવાની જરૂર નથી કારણ કે એવાં વચનો તો હું મશ્કરીમાં બોલી હતી. રમતમાં બોલી હતી. ૨મતમાં કે મશ્કરીમાં બોલાયેલ વચનો આખરે તો નિર્દોષ જ હોય છે, એને સાચા માની લેવાની ભૂલ જો પ્રાકૃત માણસ પણ કરતો નથી તો આપના જેવા ઉદાત્ત હૃદયવાળા રાજવી એ વચનોને સાચા માની લે એવું તો હું માની જ નથી શકતી.
આપના ચરણે મેં મારું જીવન સમર્પિત કર્યું છે. આપના ખોળામાં મેં મારું માથું મૂક્યું છે. આપના ભરોસે મેં મારા જીવનની નૈયા તરતી મૂકી છે. આપ એને નહીં સાચવો તો બીજું કોણ સાચવશે? આપ મને નહીં બચાવો તો બીજું કોણ બચાવશે ?
આપ આવો અઘટિત વર્તાવ કરીને મારા વિશ્વાસનો ઘાત કરી રહ્યા છો એવું આપને નથી લાગતું ? વિશ્વાસઘાતનું આ પાપ કેટલું બધું ભયંકર હોય છે એની આપને ખબર નથી ? સાવ તુચ્છ ચીજને મોટું સ્વરૂપ આપીને આપ મારી સાથેની પ્રીતને તોડી રહ્યા છો એ બરાબર નથી થતું એવું આપને નથી લાગતું?'
| ‘ખબરદાર માનવતી ! આગળ હવે એક પણ શબ્દ જો તું બોલી છે તો તારી ખેર નથી !'
નાથ ! મારી વાત માની જાઓ. સંઘર્ષની તમારી તલવારને વહેલી તકે સમાધાનના મ્યાનમાં મૂકી દો. બાકી તમને ખ્યાલ ન હોય તો કાન ખોલીને સાંભળી લો કે...'
‘કે શું?” ‘મારી નમતાને કાયરતા સમજી લેવાની ભૂલ ન કરશો. મારી આરઝૂને વેદિયાવેડામાં ખપાવી દેવાના ક્રમમાં આપ ન રાચશો, મારી વિનંતિને લાચારી માની લેવાની ગલતી આપ ન કરશો. મને અબળા માનીને મને દબાયેલી રાખવામાં આપ સફળ બન્યા રહેશો એવા ખ્વાબમાં આપ ન રાચશો.’ માનવતી આવેશમાં બોલી ગઈ. - સફળ ઇચ્છા રાગની જનક બની રહે છે તો નિષ્ફળ ઇચ્છા દ્વેષની જનક બની રહે છે. વ્યક્તિ પાસે રાખેલ અપેક્ષાને પૂરી કરવામાં સફળતા મળે છે તો અભિમાન પેદા થાય છે અને એમાં નિષ્ફળતા મળે છે તો ક્રોધ કષાય પેદા થઈ જાય છે.
શરીરક્ષેત્રે બાળપણ, યુવાની અને વૃદ્ધાવસ્થા એ જો ત્રણ અવસ્થા છે. વાતાવરણ ક્ષેત્રે શિયાળો, ઉનાળો અને ચોમાસું એ જો ત્રણ ઋતુ છે. રોગક્ષેત્રે જો વાત-પિત્ત અને કફ એ ત્રણ મુખ્ય બીમારી છે. જ્યોતિષ ક્ષેત્રે જો ધન-મકર અને કુંભ એ ત્રણ રાશિની બોલબાલા