________________
એક જાતનો ભય પણ હતો કે ‘પહેરેગીર પિતાજી પાસે ન પહોંચતા રાજા પાસે તો નહીં પહોંચી ગયો હોય ને ? પિતાજી પાસે જ પહોંચવા નીકળેલ પહેરેગીરના હાથમાં રહેલ મારો પત્ર પડી તો નહીં ગયો હોય ને ? અંધારામાં બહાર જવા નીકળેલ પહેરેગીર પર કોઈની નજર તો નહીં પડી હોય ને ?”
ભય ! તમામ પ્રકારના સુખને દુ:ખમાં ફેરવી નાખવાની તાકાત જો એ ધરાવે છે તો અનુકૂળતાઓની વણઝાર વચ્ચે ય ચિત્તને અશાંતિની આગમાં સળગતું રાખવાનું કામ એ સતત કરતો રહે છે. શરીરને એ રોગગ્રસ્ત જ રાખે છે તો આત્માને એ દુર્ગાનગ્રસ્ત જ રાખે છે. હાથને એ હિંસા માટે તૈયાર કરતો રહે છે તો આંખમાં એ ક્રૂરતાને જન્મ આપતો રહે છે. પગને એ કંપિત રાખતો રહે છે તો જીભને એ દીનતાભર્યા શબ્દો બોલવા મજબૂર કરતો રહે છે.
આમ છતાં આશ્ચર્ય તો એ છે કે માણસે રોગનો સમાવેશ ‘દુ:ખ' માં કર્યો છે. દરિદ્રતાને માણસ દુ:ખ' માની રહ્યો છે. અપમાન માણસને ‘દુ:ખ’ લાગી રહ્યું છે. અનિદ્રા માણસને ‘દુ:ખરૂપ’ લાગી રહી છે પરંતુ બધાં જ સુખોને દુ:ખમાં રૂપાંતરિત કરી દેતી ભયભીત મનોદશા માણસને દુઃખરૂપ લાગી જ નથી.
એ જ રીતે સંપત્તિને માણસે ‘સુખ’ નું નામ આપ્યું છે. સન્માનનો સમાવેશ એણે સુખ’માં કર્યો છે. સત્તાને એ “સુખ’નો પર્યાય માનવા તૈયાર છે. તંદુરસ્તીને ‘સુખ’ માનવા એ સતત ઉત્સુક છે પરંતુ તમામ પ્રકારનાં દુ:ખોને નપુંસક બનાવી દેતી ‘નિર્ભીક મનોદશા’ ની પોતાના મનમાં ‘સુખ' તરીકે પ્રતિષ્ઠા કરી દેવા એનું મન તૈયાર નથી.
ભયગ્રસ્ત હૃદયે માનવતી પહેરેગીરના આગમનની રાહ જોતી હતી અને ત્યાં જ એની નજર રસ્તા પર પડી, પહેરેગીર ભલે વૃદ્ધ હતો પણ ચાલવાની એની ગતિ તેજ હતી. માનવતીના હૃદયના ધબકારા વધી ગયા. ‘પહેરેગીર કાર્ય કરીને આવ્યો હશે ? પિતાજીએ પ્રત્યુત્તર લખી આપ્યો હશે ? પહેરેગીરને પિતાજી પાસે પહોંચવામાં કોઈ તકલીફ આવી હશે ?' આવા જાતજાતના વિકલ્પોમાં માનવતીનું મન અટવાતું હતું અને ત્યાં પહેરેગીર એકદમ બાજુમાં આવીને ઊભો રહી ગયો.
‘કામ ?”
‘પ્રત્યુત્તર ?'
‘સાથે જ લાવ્યો છું આમ કહીને ધનદત્તનો પત્ર માનવતીના હાથમાં વિના વિલંબે પહેરેગીરે મૂકી દીધો, માનવતીએ પત્ર વાંચ્યો.
દુઃખના દિવસો હવે તારા પૂરા થયા જ સમજ. તેં પત્રમાં મને જે સૂચન કર્યું છે એનો અમલ શક્ય એટલો ઝડપથી હું કરાવું છું. ધીરજ ધરજે. પ્રભુની કૃપાથી સહુ સારા વાનાં થઈને જ રહેશે’
માનવતીના આંખમાં આંસુ આવી ગયા. આખરે કંઈક રસ્તો નીકળ્યો ખરો ! એકવાર મને પહોંચી જવા દે પિતાજી પાસે, માનતુંગના ગર્વના ચૂરેચૂરા કેવી રીતે કરવા એ પછી વિચારું છું.
માનવતીએ પહેરેગીરને પુનઃ ઇનામ આપીને ખુશ કર્યો. પહેરેગીર પાછો પોતાની જગા પર આવીને ઊભો રહી ગયો. અને આ બાજુ માનવતીએ ધર્મારાધનાઓ શક્ય એટલી વધારી દીધી.
‘એક અગત્યનું કાર્ય કરવાનું છે’ | ‘કરી આપીશ”
‘ભારે જોખમી છે” ‘મને એનો કોઈ ભય નથી” ‘કદાચ જાન પણ ગુમાવવો પડે’
‘તૈયાર છું' શેઠ ધનદ ના ઘરના એક ઓરડામાં ધનદત્તની બંધ બારણે કડિયાના આગેવાન સાથે વાટાઘાટ ચાલી રહી છે.
‘આપ કામ બતાવો’ અને શેઠે પોતાના મનમાં રહેલ ગુપ્ત યોજના એની પાસે ખુલ્લા દિલે પૂર્ણ વિશ્વાસ સાથે જાહેર કરી દીધી. ‘મારા ઘરથી માનતુંગના રાજમહેલ સુધીનું ભોંયરું બનાવવાનું છે. જેનો અણસાર રાજાને તો શું, નગરના એક પણ પ્રજાજનને ય ન આવવો જોઈએ.”
‘કાર્ય થઈ જશે' કાર્યમાં તમે સફળ બની જાઓ તો તમારી સાત પેઢીને ખાતાં ન ખૂટે એટલું દ્રવ્ય
પત્ર ?” ‘પિતાજીને હાથોહાથ આપ્યો.'
૩૯
૪૦