________________
“પપ્પા ! કવિતા અને ઇતિહાસ કહેવાય કોને?” ‘તારી મમ્મી સાથે મારા લગ્ન થયા એ પહેલાં મારા જીવનમાં જે મસ્તી હતી એ મસ્તીનું સ્વરૂપ “કવિતા” નું હતું, જ્યારે લગ્ન થયા પછી આજે મારા મનની જે હાલત છે એ હાલતનું સ્વરૂપ ‘ઇતિહાસ’નું છે. કદાચ આ ‘ઇતિહાસ’ આવતી કાલે ‘ઉપહાસ’નું કારણ બની જાય તો પણ ના નહીં.'
સંબંધના કેન્દ્રમાં જ્યાં પણ ‘રાગ’ હશે ત્યાં આ જ સ્થિતિ સર્જાવાની છે. પુષ્પને તમે કાયમ તાજું નથી જ રાખી શકતા. ચાંદને તમે કાયમ પૂનમનો નથી જ બનાવી શકતા. બસ, એ જ ન્યાયે રાગને તમે કાયમ તાજો અને ઉત્સાહસભર નથી જ રાખી શકતા.
માનતુંગ પેલી વિદ્યાધરીની સ્મૃતિની ભારે વ્યથા પણ અનુભવી રહ્યો છે પણ એ વ્યથા યોગિની સમક્ષ પ્રગટ કરી દઈને યોગિનીના રોષનો ભોગ પણ બનવા નથી માંગતો. પરણવા નીકળ્યો છે રત્નવતીને. સાથે રાખી છે યોગિનીને અને સ્મૃતિમાં ગોઠવાઈ ગઈ છે પેલી વિદ્યાધરી ! આ સ્થિતિમાં મન સ્વસ્થ શું રહે ? પ્રસન્ન શું રહે ? મોઢા પર તમાચો ખાઈને ય એ ગાલ લાલ રાખી રહ્યો છે.
રાજા પોતાના લશ્કર સાથે આગળ વધ્યો અને જ્યાં મંગિપત્તનના નાકે આવી ગયો ત્યાં યોગિનીએ એને વાત કરી.
‘હું છું યોગિની અને તમે છો ભોગી. આપણે બંને નગરમાં સાથે જ જશું તો લોકમાં
નિંદાપાત્ર બનશે. એવું કાંઈ ન બને એટલે આપણે બંને અહીંથી જ છૂટા પડી જઈએ. તમે જાઓ નગરમાં. હું અહીં રહી જાઉં છું ઉદ્યાનમાં. રત્નપતીને પરણીને તમે અહીં આવો. આપણે સહુ ઉજ્જયિની તરફ સાથે પ્રયાણ કરશું.'
યોગિનીની આ વાતને સ્વીકારી લેવા સિવાય માનતુંગ પાસે બીજો કોઈ વિકલ્પ જ નહોતો. યોગિનીને ઉઘાનમાં મૂકીને માનતુંગે નગરી તરફ પ્રયાણ કર્યું. દલસ્તંભન રાજાએ દબદબાભેર માનતુંગનું સામૈયું કર્યું અને ભવ્ય આવાસમાં એને ઉતારો આપ્યો.
આ બાજુ ઉદ્યાનમાં રહેલ યોગિનીએ પોતાના વેષને ઉતારી નાખ્યો અને સર્વાગે દિવ્ય આભરણો અને અલગ વસ્ત્રો પરિધાન કરી એ રત્નવતીના આવાસે પહોંચી ગઈ.
‘તમે કોણ ? ક્યાંથી આવો છો ?' રત્નવતીએ પૂછ્યું,
‘હું રાજા માનતુંગની માનવતી નામની રાણી છું. ઉજ્જયિનીથી આવું છું. તારું રૂપ જોવા માનતુંગે મને અહીં મોકલી છે. સાચે જ તારું રૂપ અદ્ભુત છે.'
રત્નવતીને માનવતીની આ વાત પર પૂર્ણ શ્રદ્ધા બેઠી. એણે માનવતાની ઓળખાણ પોતાની માતાને કરાવી, માતા પણ માનવતીને જોઈને ખુશ થઈ ગઈ, અને માનવતીનું ત્યાં આવવાનું રોજનું ચાલુ થઈ ગયું.
અને એક દિવસે હજારો નર-નારીઓની હાજરીમાં શુભ મૂહુર્ત માનતુંગ અને રત્નવતી, બંને એક બીજા સાથે લગ્નસંબંધથી બંધાઈ ગયા. રાતના સમયે રત્નવતી પાસે જવા રવાના થાય એ પહેલાં ત્યાં હાજર રહેલી માનવતીએ રત્નપતીની માતાને કહ્યું, *કુળદેવીને નમસ્કાર કર્યા પછી જ લગ્નજીવનની શરૂઆત કરવાનો અમારે ત્યાં રિવાજ છે. આપ રજા આપો તો રાજાની પાસે જઈને એ અંગેની સંમતિ લઈ આવું. આપ એ પછી જ ૨નવતીને રાજા પાસે મોકલો.'
અને માનવતી હાથમાં લાપસીનો થાળ લઈને માનતુંગના આવાસે પહોંચી ગઈ. લાપસીનો થાળ નીચે મૂકી, નમસ્કાર કરીને એ માનતુંગ પાસે બેસી ગઈ.
“કામિની ! તું કોણ ? રાતના અહીં કેમ ? તારી સાથે લાપસીનો થાળ કેમ ?” રાજાએ પૂછ્યું.
રત્નવતાના ગુરુની હું પત્ની છું. માનવતી મારું નામ છે. અમારે ત્યાં રિવાજ છે કે મહારાજાની પુત્રીને જે પરણે એણે મારી એઠી લાપસી ખાવી જોઈએ. એ આચારનું