________________
માનતુંગની હાલત તો કાપો તો ય લોહી ન નીકળે એવી થઈ ગઈ.. ‘તો શું મેં જેની સાથે વિષયસેવન કર્યું એ સ્ત્રી...' એ આગળ વિચારી ન શક્યો. એણે દલસ્તંભન પાસે ઉજ્જયિની જવાની રજા માંગી અને દલસ્તંભન રાજવીએ પોતાના મોભાને છાજે એ રીતે રત્નવતીને અશ્રુભીની વિદાય આપી.
*
‘આ ઉદ્યાન તો આવી ગયું પણ અહીં યોગિની ક્યાં ?'
માનતુંગની વેદનાનો અને વલોપાતનો પાર નથી. એ ઉદ્યાનનાં વૃક્ષોને અને ઉદ્યાનમાં ક્રીડા કરી રહેલ મયૂરોને પૂછી રહ્યો છે. ‘તમે કોઈએ યોગિનીને ક્યાંય જતી જોઈ હોય તો મને જણાવો. મને એના વિના ક્યાંય ચેન નથી.’
‘સ્વામિન્ ! આપને કોઈ ચિંતા છે ?’
‘રે સુભટ ! મારી ચિંતાને જાણીને તું શું કરી શકવાનો ? જે યોગિની વીણાવાદન દ્વારા અને ગીતગાન દ્વારા મને સદાય પ્રસન્ન રાખતી હતી એ યોગિનીએ મને વચન આપ્યું હતું કે રત્નવતીને પરણીને આપ પાછા ફરશો ત્યારે આપને હું અહીં જ મળીશ. હું આ ઉદ્યાનમાં સર્વત્ર ફરી આવ્યો પણ એ યોગિનીનો ક્યાંય પતો નથી. તું એને
શોધવાના મારા પ્રયાસમાં મને કાંઈ મદદ કરી શકે ખરો ?'
‘સ્વામિન ! એક વાત કહું આપને ?’
‘કહે ”.
યોગીઓ સામાન્યથી સન્માનમાં ઉત્કંઠાવાળા હોય છે. કબૂલ, યોગિનીએ આપને અહીં મળવાનું વચન આપ્યું હતું પરંતુ એ વાતને આજે છ મહિના ઉપરાંતનો સમય થયો. એ સમય દરમ્યાન આપે યોગિનીની કોઈ ખબર પણ કઢાવી છે ખરી ?'
‘ના’
‘તો આપનાથી વિરક્ત થઈને એ અન્યત્ર ચાલી ગઈ હોય તો એમાં એનો કોઈ દોષ નથી અને મારી તો આપને એક વિનંતી છે’
‘શી?’
‘અત્યારે રત્નવતી આપની સાથે છે એના આનંદથી આપના ચિત્તને તરબતર રાખો, યોગિની જો આપનાથી વિરક્ત થઈને દૂર થઈ શકે છે તો આપ એને સ્મૃતિપથ પરથી દૂર કેમ નથી કરી શકતા ?’
સુભટની આ સલાહ સાંભળી માનતુંગે પોતાના મનને યોગિનીના સ્મરણથી મુક્ત
૮૫
કરી દીધું અને ઉજ્જયિની તરફ જવા પ્રયાણ આદરી દીધું. કેટલાક દિવસો પસાર થયા અને લાવલશ્કર સહિત માનતુંગે એક અરણ્યમાં વાસ કર્યો. આ એ અરણ્ય હતું કે જ્યાં એણે અપ્સરા [] ના ચરણનું જળ પીધું હતું અને બળદરૂપે એ ભમ્યો હતો. અપ્સરાની યાદે એનું મન પુનઃ અશાંત બની ગયું. ‘કેવું મસ્ત એનું રૂપ હતું ? કાયા એની કેવી મોહક હતી ? કેવું ગજબનાક માધુર્ય હતું એની વાણીમાં ? હું કમનસીબ રહ્યો કે એનો સહવાસ મને ન મળ્યો !'
ન
હા. વાસનાનું શરીર એટલું બધું મોટું છે કે આખી દુનિયાના કપડાંથી ય એ ઢંકાય તેમ નથી. વાસનાના વાસણમાં એટલાં બધાં છિદ્રો છે કે આખી દુનિયાની જળરાશિથી ય એ ભરાય તેમ નથી. વાસનાનું પેટ એટલું બધુ મોટું છે કે આખી દુનિયાના ભોજનના દ્રવ્યોથી ય એ ભરાય તેમ નથી. વાસનાનું સ્વરૂપ એટલું બધું વિચિત્ર છે કે બ્રહ્મા પણ એનો પાર પામી શકે તેમ નથી.
માનતુંગની મનઃસ્થિતિ જોશો તો આ સત્ય બરાબર સમજાઈ જશે. કેટકેટલી સ્ત્રીઓ એના મનનો કબજો જમાવીને બેઠી છે ? માનવતી, રત્નવતી, અપ્સરા, વિદ્યાધરી, યોગિની, રત્નવતીની ગુરુની પત્ની. ક્યાં છે એનું મન શાંત ? ક્યાં છે એનાં મનને તૃપ્તિ ? ક્યાં છે એનાં મનને પ્રસન્નતાની અનુભૂતિ ?
સાચે જ મનના વિશ્રામને અને વાસનાના વિરામને અનુભવવા માગો છો ? એક જ કામ કરો. તળિયા વિનાના વાસનાના ખપ્પરને પૂરવાના પ્રયાસો છોડી જ દો. ફાવી જશો.
*
‘રાજન્ ! આપે મુગિપત્તન પાછા ફરવું પડશે' ઉજ્જયિની તરફનું પ્રયાણ શરૂ થવાની તૈયારીમાં હતું અને ત્યાં માનતુંગની છાવણીમાં એક માણસે પ્રવેશ કર્યો. ‘કોણ છે તું ?” ‘દલસ્તંભન રાજાનો દૂત'
‘અહીં કેમ આવ્યો છે ?'
‘ઉજ્જયિની તરફના આપના પ્રયાણને રોકવા’
‘પણ કારણ કાંઈ ?’
‘બન્યું છે એવું કે ચંદેરી નગરીનો રાજા જિતશત્રુ રત્નવતીને ઇચ્છતો હતો પરંતુ રત્નવતી આપને ઇચ્છતી હતી એટલે દલસ્તંભન રાજા વડે એની પ્રાર્થના સ્વીકારાઈ