________________
આવા જાતજાતના વિચારોમાં અટવાયેલા રાજાએ મહારાણી પર પત્ર લખ્યો. ‘હું શક્ય એટલો વહેલો ત્યાં આવું છું એ પત્રે દૂતના હાથમાં આપી એને ઉજ્જયિની બાજુ રવાના કર્યો. ઉજ્જયિની પહોંચીને દૂતે મહારાણીના હાથમાં પત્ર મૂક્યો. પત્ર બધી જ રાણીઓ વચ્ચે મહારાણીએ વાંચ્યો.
‘હવે તો મહારાજા જલદી આવશે. માનવતીને ધિક્કારશે. કદાચ થાંભલે બાંધીને ચાબૂકો વડે ફટકારશે. આપણે એ મંગળકારી [2] દૃશ્ય જોઈને પરસ્પર તાળીઓ દઈને હસશું.’
કેવી કાતિલ છે આ ઈષ્ય પોતાના સુખે એ સુખી નહીં, પરંતુ બીજાના દુઃખે એ સુખી ! પોતાના દુઃખે એ દુઃખી નહીં, પરંતુ બીજાના સુખે એ દુઃખી ! તમે ગરીબને પ્રસન્ન જોઈ શકશો. તમે રોગીને મસ્ત જોઈ શકશો. તમે વિકલાંગને આનંદિત જોઈ શકશો પરંતુ ઈર્ષાળુના ચહેરા પર પ્રસન્નતા જોવામાં તમને લગભગ તો સફળતા નહીં જ મળે. કારણ કે એ સહુને પોતાના કરતાં ‘પાછળ’ જ જોવા ઇચ્છતો હોય છે અને આ સંસારમાં બધા જ એના કરતા પાછળ હોય એ તો સંભવ જ ક્યાં છે?
અહીં આપની માનવતી સ્વયં ગર્ભવતી બની છે. જેનું પુણ્ય ચઢિયાતું હોય તેને જ આવી સ્ત્રી હોય કે જે પતિ વિના પણ બાળકને જન્મ આપવા સમર્થ હોય. હે મહારાજા ! તેણીને જો પટ્ટરાણી પદ અપાય તો વધુ સારું કેમકે ત્યારે જ એને પોતાને સંદેશ સ્થાનની પ્રાપ્તિથી હર્ષ થશે.
આપને અમે વધુ તો શું લખીએ ? રત્વનતી જેવી પત્ની મળ્યાનો આપને ત્યાં આનંદ છે. અને અહીં માનવતી પુત્ર પ્રસવનાર છે. આ રીતે એક સાથે બે લાભની પ્રાપ્તિ થઈ હોય ત્યાં અમે તો આપને યાદ જ ક્યાંથી આવીએ ? છતાં હે દયાળુ ! ગર્ભ સંસ્કારના અવસરે તો આપ અત્રે પધારી જ જજો. અમારી આપને એવી વિનંતિ છે.'
પત્રના શબ્દ શબ્દ કેવા ડંખ ભર્યા છે? મનની આ જ તો કુટેવ છે. ગોળથી કામ સરતું હોય ત્યાંય એને સામી વ્યક્તિને કરિયાતું જ પીવડાવવામાં રસ હોય છે. સોયથી લક્ષ્ય સુધી પહોંચી શકાતું હોય ત્યાંય એને તલવારનો ઉપયોગ કર્યા વિના ચેન નથી પડતું. જે આગને ઠારવા એક બાલદી પાણીની જરૂર હોય ત્યાંય એને પાણીના પીપડે પીપડા ખાલી કરી દીધા વિના ફાવટ નથી આવતી.
મહારાણીએ પત્ર દૂતના હાથમાં મૂક્યો અને દૂત પત્ર લઈને તુર્ત જ ત્યાંથી મંગિપત્તન તરફ જવા નીકળ્યો. કાળક્રમે એ મુગિપત્તન નગરે પહોંચી ગયો અને માનતુંગના આવાસે જઈને એના હાથમાં મહારાણીએ આપેલ પત્ર મૂક્યો. માનતુંગે પત્ર પૂરેપૂરો વાંચી લીધો અને એ સ્તબ્ધ થઈ ગયો,
‘જે મહેલને સાત તો દરવાજા છે. જે ઘરમાં પ્રવેશવા કીડી તો શું, સર્વત્ર સંચરનાર, પવન પણ સમર્થ નથી એ ઘરમાં રહેલી માનવતી ગર્ભવતી બની હોય, એ વાત માનવા મારું મન કોઈ પણ હિસાબે તૈયાર નથી. મને એમ લાગે છે કે આ પત્રમાં કંઈક કપટ છે. મહારાણીએ માનવતી પ્રત્યેના દ્વેષભાવથી જ કદાચ પત્રમાં આવું બધું લખ્યું હશે. જો કે મહારાણીના સ્વભાવનો મને વરસોનો અનુભવ છે. મને લાગતું નથી કે એણે માનવતી માટે જે કાંઈ લખ્યું છે તે અસત્ય હોય !
રે માનવતી ! તું આવી કુલટા નીકળી? આવું અધમતમ પાપ આચરતાં તને કોઈ શરમ પણ ન આવી ? તારું આ કનિષ્ટતમ પકડાઈ જવાનો તને કોઈ ડર પણ ન લાગ્યો? પણે માનવતી ! તને દોષ શું આપું ? લગ્નનો પ્રથમ દિવસથી મેં તને એકલી છોડી દીધી છે એ ભૂલ મારી જ છે. પતિથી તરછોડાયેલી યુવાન સ્ત્રી આવું કાર્ય આચરી બેસે એમાં કોઈ જ આશ્ચર્ય નથી.
છ મહિના પૂરા થઈ ગયા બાદ...
‘જો તમારી ગોત્રજ પૂજા પૂર્ણ થઈ હોય તો હવે મને ઉજ્જયિની જવાની રજા આપો’ માનતુંગે દલસ્તંભન રાજાને વિનંતિ કરી.
‘તમારા મહારાણીએ અમને એમ કહ્યું છે કે મહારાજા છ માસ સુધી ગોત્રજોને પૂજી લે પછી જ તમારે દીકરીને વળાવવાની છે.”
‘આ ગોત્રજ પૂજનની વાત શી છે ? એ પૂજન તો હું જાણતો જ નથી, તમારા ગુરુની પત્નીએ લગ્નની પહેલી રાત્રિએ એઠી લાપસી ખવડાવીને મને એમ કહ્યું હતું કે રત્નવતીની પ્રાપ્તિ તમને છ મહિના પછી થશે.”
‘શી વાત કરો છો ?” ‘હા, તેણીએ મને એમ પણ કહ્યું હતું કે ત્યારબાદ જ તમારા સસરા તમને વિદાય કરશે. અને તેણીના વચનના હિસાબે જ હું અહીં રહ્યો છું. બાકી મહારાણી તો મારી સાથે છે જ નહીં”
‘તો આપ સાંભળી લો. અમારે એવી કોઈ ગુરુપત્ની છે જ નહીં. લાગે છે કે આપણને બંનેને કોઈ ધુતારી ઠગી ગઈ છે.'
૮૩