________________
તો તું ક્રીડા કરી જ શી રીતે શકીશ? કારણ કે એ વય તો પતિને આધીન જ રહેવાની !'
| ‘એટલે ?”
‘એટલે બીજું કાંઈ નહીં, થોડા જ સમયમાં આપણા સહુના પિતાજી સમહોત્સવ આપણને પતિગૃહે વળાવશે, ત્યાં ગયા પછી આપણે હર્ષપૂર્વક પતિનું ગૃહ શોભાવવું પડશે. સસરા, જેઠ વગેરેનો વિનય કરવો પડશે. ઘરનાં જે પણ કાર્યો હશે તે કરવા પડશે.
મુખ્યામાં રહેવું પડશે. બધાય સાથે અનુકૂળ થઈને વર્તવું પડશે, લાજ દ્વારા મુખ છુપાવવું પડશે, વચનમાં મંદપણું જોઈશે, કુળધર્મો નિભાવવા પડશે. આ સ્થિતિમાં ક્રીડા કરવાનું આપણા માટે શક્ય જ ક્યાં બનવાનું? એટલે હે માનવતી ! ક્રીડા કરવા ચાલ, તું તૈયાર થઈ જા.'
હા, આ વ્યવસ્થા હતી પૂર્વના કાળમાં, ઘરેણાં માટે તિજોરી જો “બંધન’ નથી જ ગણાતી, ખેતર માટે વાડ જો ‘કેદ' નથી જ ગણાતી, સંપત્તિ માટે પાકીટ જો ‘બંધન' નથી જ ગણાતું તો શીલ-સદાચાર માટે “આમન્યા’ અને ‘મર્યાદા’ પણ બંધન શું ગણાય ? પણ, આજના કાળના બુદ્ધિના વ્યભિચારીઓ વ્યાખ્યા બદલી નાખવામાં ફાવી ગયા છે. આમન્યાને તેઓએ ‘પછાતપણા”નું લેબલ લગાવી દીધું છે તો શરમને તેઓએ ‘બંધિયારપણાં’નું નામ આપી દીધું છે. મર્યાદાને તેઓએ ‘કેદ'નું નામ આપી દીધું છે તો વફાદારીને તેઓએ ‘ગુલામી'નું નામ આપી દીધું છે,
મૂલ્યોની બદલાઈ ગયેલ આ વ્યાખ્યાઓએ કૌટુંબિક જીવનની આખી વ્યવસ્થાઓ આજે બદલાવી દીધી છે. અહીં લાજ કાઢવાનો રિવાજ નામશેષ થઈ ગયો છે. મર્યાદાસભર વસ્ત્રોનું પરિધાન અહીં ઑક્સિજન પર જીવી રહ્યું છે, સંયુક્ત કુટુંબમાં વસવાટ અત્યારે દુર્લભતર બની રહ્યો છે, સ્ત્રી સમાનતાના હલકટ નારા હેઠળ સ્ત્રીઓને ઘરની બહાર કાઢવામાં આજના વિકૃત બુદ્ધિવાળાઓ ગજબનાક હદે સફળ બની રહ્યા છે. સર્વત્ર જાણે કે વાસનાનો-વ્યભિચારનો અને વિકૃતિનો નગ્ન નાચ ચાલી રહ્યો છે,
પોતાની સખીઓના મુખે આવી વાતો સાંભળતા જ માનવતીના મનમાં બેઠેલો અહં છંછેડાયો. સખીઓને એણે સંભળાવી દીધું, ‘પતિને આધીન થઈને જ જો જીવન જીવવાનું હોય તો એવા જીવનનો કોઈ અર્થ જ નથી. બાકી, યુદ્ધના મેદાનમાં પરાક્રમી દેખાતો પુરુષ પણ સ્ત્રી આગળ તો સાવ માયકાંગલો જ પુરવાર થતો હોય છે.
સજ્જનોનો વિવેકદીપક પણ ત્યાં સુધી જ પ્રજ્વલિત રહે છે જ્યાં સુધી એ સ્ત્રીના નયન કટાક્ષથી જોવાયો નથી. પુરુષ સન્માર્ગમાં ત્યાં સુધી જ રહી શકે છે કે જ્યાં સુધી
સ્ત્રીનાં દૃષ્ટિરૂપી બાણોની વર્ષા એના હૃદય પર થઈ નથી. બુદ્ધિશાળી માણસો ગંગામાં રહેલ રેતીનું પ્રમાણ, સાગરમાં રહેલ જળનું પ્રમાણ, હિમાલયની ઊંચાઈનું પ્રમાણ જાણવામાં હજી કદાચ સફળ થાય છે પણ સ્ત્રીના હૃદયને જાણવામાં તો તેઓ થાપ જ ખાઈ જાય છે.
માનવતીના આવાં વચનો સાંભળીને સ્તબ્ધ થઈ ગયેલ સખીઓએ માનવતીને એટલું જ કહ્યું કે “માનવતી ! વચનો આપણે એવા જ બોલવા જોઈએ કે સર્વ વડે સન્માન કરવા યોગ્ય હોય અને મધુર હોય.
બાકી, વિષમ એવી પણ નદી જેમ સમુદ્રમાં પોતાના અસ્તિત્વને વિલીન કરી દે છે, સુગંધી કાલાગધૂપ પણ જેમ પોતાની જાત અગ્નિને સમર્પિત કરી દે છે, રત્નથી જડાયેલ પણ મોજડી જેમ પગમાં ગોઠવાઈ જાય છે તેમ પતિવ્રતા સ્ત્રી પણ પતિના સાંનિધ્યમાં જ સુરક્ષિત રહે છે. ન એણે ક્યારેય પોતાના પતિને ઠગવો જોઈએ કે ન એણે પતિના વિશ્વાસનો ઘાત કરવો જોઈએ. પતિએ બતાવેલ માર્ગ પર ચાલતા રહીને અને પતિએ બતાવેલ કાર્ય કરતા રહીને પતિને એણે પ્રસન્ન રાખવો જોઈએ.'
સખીઓનાં આવાં વચનો સાંભળ્યા પછી ય મૌન રહે કે શાંત રહે તો એ માનવતી શેની ? એ તો ક્રોધાવિષ્ટ થઈને ગર્જી ઊઠી.
સ્ત્રીઓ વડે રાજાઓ તો શું પણે અસુરેન્દ્રો અને દેવેન્દ્રો પણ ઠગાયા છે, વશ કરાયા છે. સ્ત્રી જો હોશિયાર હોય તો તાકાત નથી કોઈ પુરુષની કે એ એને વશ ન થાય. શું કહું તમને ? સ્ત્રી તો પુરુષને વશ કરવાનું અમોધ શસ્ત્ર છે અને પ્રબળ તાકાતવાન યંત્ર છે, એના કટાક્ષવિલાસ આગળ પુરુષ તો પથ્થરની મૂર્તિ જેવો છે. સ્ત્રી હોશિયારીપૂર્વક પુરુષના હૃદયમાં પ્રવેશ કરીને એને મોહિત પણ કરે છે તો સંતુષ્ટ પણ કરે છે, ફજેત પણ કરે છે તો તિરસ્કૃત પણ કરે છે, આનંદ પણ આપે છે તો ખેદ પણ પમાડે છે.
ટૂંકમાં, અગ્નિ આગળ મીણ જો તાકાતહીન છે, સર્પ આગળ દેડકો જો કાયર છે, સિંહ આગળ ગાય જો કમજોર છે તો સ્ત્રી આગળ પુરુષ નામર્દ જ છે. ખબર તો મને એ નથી પડતી કે આવી ભરાડી સ્ત્રીને પંડિતોએ ‘અબળા' કેમ જાહેર કરી હશે ?'
ફૂલ જો કઠોર નથી બની શકતું તો પથ્થર કોમળ નથી બની શકતો. સસલું જો આક્રમક નથી બની શકતું તો સિંહ શરણાગતિ નથી સ્વીકારી શકતો. આગ જો શીતળ નથી બની શકતી તો બરફ ઉષ્ણ નથી બની શકતો પણ સ્ત્રી? જો એ માતૃસ્વરૂપે છે તો