Book Title: Aho Ashcharyam
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 47
________________ ગલીએ ભટકવા યોગ્ય બનવી જોઈતી હતી એ માનવતીનો અત્યારે દબદબાપૂર્વક રાજમહેલમાં પ્રવેશ થઈ રહ્યો છે? શું રાજાને માનવતીએ મૂરખ બનાવી દીધો હશે ? શું માનવતીએ રાજા પર કોઈ કામણ-દ્રુમણનો પ્રયોગ ર્યો હશે ? કશું જ સમજાતું નથી. ખેર, હમણાં તો આપણે મૌન જ રહો. આગળ પર બધું ય જોયું જશે !” માનતુંગ-માનવતીએ પુત્રનું નામ “મદનભ્રમ' રાખ્યું. સુસંસ્કારોના આધાન સાથે જ્ઞાનાભ્યાસ કરતાં કરતાં એ મોટો થવા લાગ્યો. માનતુંગ-માનવતી પણ ધર્મારાધનામાં લીન બનીને પ્રસન્નતાપૂર્વક દિવસો પસાર કરવા લાગ્યા, એમાં એક દિવસ રાજમહેલના ઝરુખે બેઠેલા માનતુંગની નજર નગરના રસ્તાઓ પર પડી અને એની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. આ શું ?” ‘ગઈ કાલે તો આ દૂધ સરસ હતું, આજે ફાટી ગયેલું કેમ દેખાય છે?’ ‘એમાં લીંબુનાં ટીપાં પડી ગયા છે” ‘ગઈ કાલે તો આ દૂધ સરસ હતું, આજે બગડી ગયેલું કેમ દેખાય છે ?” ‘એમાં રાષ્ટ્ર પડી ગઈ છે.’ ‘ગઈ કાલે તો આ દૂધ મોળું હતું. આજે એમાં સ્વાદ કેમ અનુભવાય છે?” ‘એમાં સાકર નાખી છે* ‘ગઈ કાલે તો આ દૂધ ‘દૂધ' જ હતું. આજે એનું દહીં બની ગયેલું કેમ દેખાય છે ?' ‘એમાં મેળવણ નાખ્યું છે બસ, જીવનનું ય આવું જ છે. એ કેવું બનશે? એ જાણવા તમારે કોઈ જ્યોતિષી પાસે જવાની જરૂર જ નથી. તમે એ જીવનમાં કોને પ્રવેશ આપો છો એના પર જ એનો જવાબ નિર્ભર છે, તમે જીવનમાં જો ગંદાને, ગલતને પ્રવેશ આપો છો તો એ જીવન ગંદુ અને ગલત જ બનવાનું છે અને જો જીવનમાં તમે સમ્યક્ત અને સરસને પ્રવેશ આપો છો તો એ જીવન સમ્યક અને સરસ જ બનવાનું છે. ‘આ લોકોનાં ટોળેટોળાં કઈ બાજુ જઈ રહ્યા છે?' નગરના રસ્તા પર ચાલી રહેલ લોકસમૂહને જોઈને માનતુંગ પહેરેગીરને બોલાવીને પૂછ્યું, ‘ગામ બહાર વનમાં નિર્મળ જ્ઞાનના ધારક પૂજ્ય ધર્મઘોષ મુનિરાજ પધાર્યા છે. નગરજનો એમને વંદન કરવા વન તરફ જઈ રહ્યા છે.” આ સાંભળીને પરિવારથી યુક્ત માનવતી સહિત માનતુંગ પણ વંદન કરવા વનમાં ૯૩ ૯૪

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50