________________
શું દેવની આરાધનાથી તને પુત્ર થયો છે ? તું એક કામ કર. આ પુત્ર જેનો છે એને ત્યાં જ રહેવા તું ચાલી જા.'
એને ત્યાં જ છું અત્યારે’ માનવતી બોલી.’
| ‘એટલે ?” આ પુત્ર આપનો જ છે અને હું અત્યારે આપને ત્યાં જ છું'
‘તને જૂઠ બોલતા શરમ નથી આવતી?” ‘હું જે બૌલી છું એ સત્ય જ છે. આપે એ જાણવું છે ?'
અને એ જ પળે માનવતીએ રાજાની સમક્ષ હાર અને વીંટી મૂક્યા. પોતાના જ હાર, અને પોતાની જ વીંટી જોઈને રાજા સ્તબ્ધ બની ગયો. એનું મસ્તક શરમથી નીચે ઝૂકી ગયું.
‘રાજન ! હે નાથ ! આપને આશ્ચર્ય થતું હશે કે આ હાર અને વીંટી મારી પાસે આવ્યા કેવી રીતે ? પણ આપ બધી ય સાચી વાત સાંભળો.
આ નગરમાં આપ જે યોગિનીના વીણાવાદન પાછળ અને ગીતગાન પાછળ પાગલ હતા એ યોગિની હું જ હતી.'
‘નાથ ! એ પછી કહું છું. પહેલાં આ બાળકને રમાડો તો ખરા ! એને માતાનું વાત્સલ્ય મળ્યું છે. પણ પિતાના પ્યારનો સ્પર્શ એને હજી સુધી ક્યાં થયો છે ?'
અને માનતુંગે એ જ પળે બાળકને હાથમાં લઈને ચૂમીઓથી નવડાવી નાખ્યો. એની આંખોમાંથી હર્ષનાં આંસુ વહેવા લાગ્યા. પિતા-પુત્રના સુખદ મિલનને જોઈને માનવતીની આંખો પણ સજળ બની ગઈ.
નાથ ! માત્ર વચનપાલન માટે જ મેં આ બધું કર્યું છે. બાકી, હું તો આપની મોજડી સમાન છું જ્યારે આપ મસ્તકના મુકુટ સમાન છો. હું અમાસની રાત્રિ સમાન છું જ્યારે આપ દીપક સમાન છો. હું કાંટાના વૃક્ષ સમાન છું જ્યારે આપ કલ્પવૃથા સમાન છો. માટે આપ મારા વિષે હવે જે પણ ઇચ્છતા હો, એ કહો.’
‘પણ માનવતી, આવા કડક બંદોબસ્તવાળા એકદંડિયા મહેલમાંથી તું બહાર નીકળી શકી જ શી રીતે ? મારા તો મગજમાં આ વાત બેસતી જ નથી.
અને માનવતીએ રાજાને એ ભોંયરું જ બતાવી દીધું કે જેના વાટે એ રોજ પોતાના પિતાને ત્યાં પહોંચી જતી હતી. ભોંયરું બતાવ્યા બાદ માનવતીએ નાનામાં નાની વિગતો પણ માનતુંગ સમક્ષ નિખાલસ દિલે રજૂ કરી દીધી. માનતુંગ તો આ બધું જોઈને અને સાંભળીને સ્તબ્ધ જ બની ગયો.
‘એક સ્ત્રીની આ તાકાત ? આ હોશિયારી ? આ હિંમત ? ઓ ચાલબાજી ? આ કપટલીલા ? આ મર્દાનગી ? પુરુષ પાસે કદાચ તાકાતવાળું શરીરબળ જરૂર છે પણ હૃદયબળ તો સ્ત્રી પાસે જે છે એની આગળ પુરુષ તો પાણી ભરે છે. હવે પછી ક્યારેય આ માનવતી સંતાપવા યોગ્ય તો નથી જ પણ પરીક્ષા કરવા યોગ્ય નથી. કદાચ એ મને પરલોકમાં ય પહોંચાડી દે! બાકી, બોલેલાં વચનો ચરિતાર્થ કરવા એણે કેવી કમાલ કરી બતાડી ? મને પગે તો પાડ્યો પણ એના ચરણનું જળ પીવડાવીને એણે મને બળદ પણ બનાવ્યો , અરે, મારા દ્વારા એણે પુત્ર પ્રાપ્તિ પણ કરી લીધી ! કમાલ ! કમાલ !
હા. હજી આગળ સાંભળો. મંગિપત્તનના માર્ગમાં જે સરોવર પાસે આપે વિદ્યાધરી સાથે લગ્ન કરીને એના ચરણનું જળ પીધું હતું એ વિદ્યાધરી પણ હું જ હતી'
શું વાત કરે છે ?'
“અરે, હજી આગળ સાંભળો. રત્નાવતીના વિવાહ સમયે આપને એઠી લાપસી ખવડાવાની ચેષ્ટા કરનારી, છ માસ આપને ત્યાં વસાવનારી જે ગુરુભાર્યા હતી એ પણ હું જ હતી.'
‘કાંઈ સમજાતું નથી” ‘એ ગુરુભા સાથે આપે દૈહિક સંબંધ બાંધ્યો. એનાથી એને ગર્ભ રહ્યો અને નિશાની રૂપે આપે એને હાર અને વીંટી આપ્યા, બોલો, બરાબર છે ને?
માનતુંગને હવે બોલવા જેવું કાંઈ ન રહ્યું. એને ખાતરી થઈ ગઈ કે માનવતીના ખોળામાં જે બાળક રમી રહ્યો છે એનો પિતા પોતે જ છે.
‘પણ તે આ બધું કર્યું કેવી રીતે ?'
મંત્રીને બોલાવીને સમસ્ત નગરને શણગારી દેવાની માનતુંગે એને આજ્ઞા કરી અને સુભટો સહિત નગરજનોના હર્ષનાદ વચ્ચે માનતુંગે માનવતી સાથે રાજમહેલમાં જ્યારે પ્રવેશ કર્યો ત્યારે સૌથી વધુ દુઃખી અને સૌથી વધુ સ્તબ્ધ અંતઃપુરની રાણીઓ હતી.
‘આપણે આ શું જોઈ રહ્યા છીએ? જે માનવતી રાજા દ્વારા તિરસ્કૃત થઈને ગલીએ
૯૧