Book Title: Aho Ashcharyam
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 44
________________ ‘એકદંડિયા મહેલમાં બિરાજમાન માનવતીએ રૂપરૂપના અંબાર જેવા પુત્રરત્નને જન્મ આપ્યો છે” ‘તને કોણે કહ્યું?' ‘માનવતીએ પોતે ‘તું કોણ છે ?' ‘એકદંડિયા મહેલનો વિશ્વાસુ પહેરગીર છું, જૂઠ બોલવાનો મારે કોઈ પ્રશ્ન નથી.’ માનવતીએ બીજું કાંઈ કહ્યું છે?” નહીં. એની પ્રાર્થનાનો અસ્વીકાર થયો હોવાથી એ ભારે રોષે ભરાયેલો તો હતો જ પરંતુ આપની ઉપસ્થિતિ મંગિપત્તનમાં હોવાથી તે શાંત બેસી રહ્યો હતો. પરંતુ જ્યાં એને ખ્યાલ આવી ગયો કે આપ હવે મુંપિત્તનમાં નથી, એ લશ્કર લઈને યુદ્ધ કરવા મુંપિત્તનના નાકે આવી ગયો છે. પોતાના દૂત દ્વારા એણે દલસ્તંભન રાજવીને સંદેશો મોકલ્યો છે, “કાં તો મને રત્નવતી આપો અને કાં તો યુદ્ધ માટે તૈયાર થઈ જાઓ. આપ જાણો જ છો કે દેલખંભન રાજાનું સૈન્ય એવું બળવાન નથી કે જિતશત્રુને યુદ્ધમાં પરાજયનો સ્વાદ ચખાડી શકે. આ હિસાબે અમારા રાજવીએ અને આપના શ્વસુરે મને આપની પાસે મોકલ્યો છે. આપ પુનઃ મુંપિત્તન પધારો અને જિતશત્રુના દાંત ખાટા કરી નાખો. દૂતની વાત સાંભળતાની સાથે જ માનતુંગે ઉજ્જયિની તરફના પ્રયાણને માંડી વાળીને મુગિપત્તન તરફ પ્રયાણ આદર્યું. શક્ય એટલી ઝડપે એ મુંપિત્તન આવી ગયો અને જિતશત્રુને કહેવડાવી દીધું કે તારી તાકાત હોય એટલા સૈન્યને લઈને યુદ્ધના મેદાનમાં આવી જા. મારી તલવાર તારા લોહીની ભૂખી થઈ ગઈ છે.’ જિતશત્રુને જ્યાં આ સમાચાર મળ્યાં, એ થથરી ગયો. સસરો અને જમાઈ બંને જ્યારે એક થઈ ગયા છે, ત્યારે એમને હરાવવાનું તો મારું ગજું જ ક્યાં છે ? હવે કરું શું ? જો પાછો ફરી જાઉં તો લોકમાં હાંસી થાય અને જો યુદ્ધ જ લડી લઉં તો જાન જાય ! કાંઈ નહીં. જાન ભલે જાય પણ પાછો ફરી જાઉં તો તો મારા ક્ષાત્રવટને કલંક લાગે, મરવાનું તો આમે ય એક વાર છે જ ને ? તો પછી યશ સાથે જ મોતને વહાલું કેમ ‘આ જ કે મહારાણીને તું કહેજે કે રાજાને આ સમાચાર મોકલાવીને એનો હર્ષ વધારે !” આગની જેમ સમસ્ત અંતઃપુરમાં આ સમાચાર પ્રસરી ગયા. માનવતીની આ ધિઠ્ઠાઈ ? આ નિર્લજ્જતા ? આ નફફટાઈ? મહારાણીએ રાજાને પત્ર લખ્યો. “માનવતીને થયેલ પુત્રજન્મની ખુશાલીની મીઠાઈરૂપે આ પત્ર આપના પર મોકલ્યો છે. પત્ર વાંચીને આપ ખૂબ ખૂબ રાજી થજો.’ દલસ્તંભન પાસે આવેલા દૂતે રાજાને આ પત્ર આપ્યો. પત્ર વાંચતાની સાથે જ રાજાએ ઉજ્જયિની પહોંચી જવાનો નિર્ણય કર્યો. “જોઉં તો ખરો કે માનવતીનો પુત્ર છે કેવો?' દલસ્તંભન રાજાની રજા લઈને માનતુંગ ઉજ્જયિની તરફ જવા તો નીકળ્યો પણ અત્યારે ય એના ચિત્તમાં યોગિની જ રમી રહી છે. કમાલ એનું રૂપ ! અદ્દભુત એનું વીણાવાદન! ગજબનાક એના કંઠનું માધુર્ય ! આખરે જે બનવાનું હતું એ જ બન્યું. દલસ્તંભન અને માનતુંગના ઝંઝાવાતી આક્રમણ સામે જિતશત્રુ ટકી ન શક્યો. એ મર્યો નહિ પણ યુદ્ધનું મેદાન છોડીને નાસી ગયો. સમસ્ત મુગિપત્તન નગરીમાં લોકોએ વિજયોત્સવ તો મનાવ્યો પણ આ વિજયથી અત્યંત હર્ષવિભોર બની ગયેલ દલસ્તંભને માનતુંગને બીજા ચાર મહિના પોતાની મહેમાનગતિ માણવા રોકાઈ જવાની વિનંતિ કરી જેનો માનતુંગે સ્વીકાર કરી લીધો ! ‘મહારાણી બા ! એક શુભ સમાચાર !' ૮૭ ૮૮

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50