Book Title: Aho Ashcharyam
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 30
________________ રૂપાંતરિત નથી જ થતું, પણ મન? આજે એ ડાહ્યું હોય છે તો આવતી કાલે એ ગાંડુ બની જાય છે. આજે એ સજ્જનતાના શિખરે હોય છે તો આવતી કાલે એ દુર્જનતાની ખાઈમાં પડ્યું હોય છે. પવિત્રતાની ગંગામાં આજે એ તરતું હોય છે તો આવતી કાલે એ વાસનાની ગટરમાં ડૂબકી ખાતું હોય છે. આજે એ જેની પાછળ મરવા તૈયાર હોય છે, આવતી કાલે એને મારી નાખવાના વિચારમાં એ રમતું થઈ જાય છે. આ જ કારણ છે કે મનના માધ્યમથી બંધાતો કોઈ પણ સંબંધ કાયમ માટે આનંદદાયક કે પ્રસન્નતાકારક બન્યો રહેતો નથી. આકર્ષણ વિકર્ષણમાં પલટાઈ જાય છે, આનંદ ઉદ્વેગનું સ્વરૂપ ધારણ કરી બેસે છે. શાંતિ ક્યારે સંક્લેશમાં રૂપાંતરિત થઈ જાય છે એની ખબર પણ પડતી નથી. એક વાત તને કહું ?” પતિએ પત્નીને પૂછ્યું ‘ખુશીથી કહો' ‘તને ખોટું તો નહીં લાગે ને?' *પ્રશ્ન જ નથી' તો સાંભળ. આ ઘરમાં તે શરૂઆતમાં આવી હતી ને ત્યારે તું મને ‘ચન્દ્રમુખી' લાગતી હતી’ ‘સરસ, પછી ?” ‘પછી મને તારામાં ‘સૂર્યમુખી’નાં દર્શન થવા લાગ્યા.' ‘સરસ, પછી ?” પછી શું? હવે તું મને ‘જ્વાળામુખી' લાગે છે.’ ‘બહુ સરસ, હવે હું તમને એક વાત કહું ?” “ખુશીથી કહે' ‘આ ધ૨માં હું આવી ને, ત્યારે તમે મને પ્રાણનાથ’ લાગતા હતા. ‘સરસ. પછી ?” *પછી મને તમારામાં ‘નાથ'નાં દર્શન થવા લાગ્યા.' સરસ, પછી ?” પછી શું? અત્યારે મને તમારામાં ‘અનાથ’નાં દર્શન થઈ રહ્યા છે.” પત્નીએ હસીને વાત મૂકી દીધી. કારેલું વરસો પછી ય કડવું જ રહે છે તો સાકર વરસો પછી ય મીઠી જ રહે છે. પથ્થર વરસો પછી ય પુખમાં રૂપાંતરિત નથી જ થતો તો પુષ્પ વરસો પછી ય ધૂળમાં ‘આ કયું નગર છે?” નગર બહાર વૃક્ષની છાયામાં બેઠેલા એક મુસાફરે ત્યાંથી પસાર થઈ રહેલ એક માણસને પૂછ્યું, ‘નગરનું નામ છે, મંગિપત્તન' ‘રાજાનું નામ ?' ‘દલતંભન’ ‘રાણીનું નામ ?” ‘ગુણમંજરી” ‘પરિવારમાં ?' ‘ગુણ અને રૂપથી અનુપમ એવી રત્નવતી નામની પુત્રી છે. મને એમ લાગે છે કે તમે આ નગરીમાં પ્રથમવાર જ આવ્યા છો? ‘તમારી વાત સાચી છે, હું ઉજ્જયિનીથી આવું છું” ‘તો સાંભળો મારી એક વાત. તમે જો ચમત્કાર જોવા માગતા હો અને તમારા નયનોને સંતોષ આપવા માગતા હો તો થોડો સમય અહીં જ બેઠા રહો. રાજકુમારી રત્નવતી ટૂંક સમયમાં એની સખીઓ સાથે અહીં ક્રીડા કરવા આવનાર છે. તમે એના રૂપને જોશો તો તમને ય પ્રતીતિ થઈ જશે કે મેં રત્નવતીના રૂપના કરેલ વખાણમાં કોઈ જ અતિશયોક્તિ નહોતી. અરે, તમને કદાચ અલ્પોક્તિ લાગે તો ય નવાઈ નહીં.' ‘તો તો હું હમણાં અહીં જ બેઠો રહીશ” આગંતુક મુસાફરે એ નગરીના માણસને પ૯ ૬૦

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50