________________
ય મારી આપને કરબદ્ધ પ્રાર્થના છે કે આપ અહીં જ રહી જાઓ.' ‘મારી એક શરત છે’ ‘બોલો’
‘તું અહીં રહે કે ક્યાંય દૂર જાય, તારે મને બધે જ સાથે રાખવી પડશે. અર્થાત્ હું કાયમ તારી સમીપમાં જ રહીશ.’
‘કબૂલ છે’
બીજી એક શરત એ છે કે મારા લાખ-લાખ અપશબ્દો પણ તારે માફ જ કરવા પડશે.’
‘એ શરત પણ મને માન્ય છે’
“મને મૂકીને ક્ષણવાર પણ તું દૂર રહીશ તો એ જ પળે હું તને છોડીને ચાલી જઈશ.”
‘મને કબૂલ છે’
માખી એમ તો સાકર પર પણ બેસે છે, પથ્થર પર પણ બેસે છે, મધ પર પણ બેસે છે અને ચીકણી વિષ્ટા પર પણ બેસે છે. પણ સાકર પર બેસતી માખી અને પથ્થર પર બેસતી માખી, ધારે ત્યારે એના પરથી ઊડી શકે છે જ્યારે મધ પર અને વિષ્ટા પર બેસતી માખી લાખ પ્રયાસ પછી ય ત્યાંથી ઊડી શકતી નથી.
આસક્તિની આ જ તો ખતરનાકતા છે. જે પણ આત્મા શિકાર બને છે આ આસક્તિનો, એ આત્મા જીવનભર બસ, રિબાતો જ રહે છે. પછી આસક્તિનો વિષય એની સાથે હોય તો પણ અને ન હોય તો પણ !
શું કહું ? વસ્તુ નાશવંત છે. શું કરશો એના પ્રત્યે આસક્તિ કેળવીને ? વ્યક્તિનું મન અને ખુદનું મન પણ પરિર્વનશીલ છે. ક્યાં સુધી વ્યક્તિ પ્રત્યેના આકર્ષણને સ્થિર રાખી શકશો ? સમય પસાર થશે, વસ્તુ જૂની થતી જશે અને વ્યક્તિ પરિચિત થતી જશે. બસ, આકર્ષણની માત્રામાં કડાકો બોલાતો જ જશે. પછી હાથમાં રાખ સિવાય અને આંખમાં આંસુ સિવાય બીજું કાંઈ જ નહીં બચે.
માનતુંગની મનઃસ્થિતિ જ જુઓ ને? નગરીનો એ રાજા છે. પ્રજાજનોના યોગક્ષેમની એના શિરે જવાબદારી છે. યોગિનીને એ વચન આપી જ શી રીતે શકે કે હું એક ક્ષણ પણ
૫
તને મારાથી દૂર નહીં રાખું ? શું યુદ્ધના મેદાનમાં ય એ યોગિનીને સાથે રાખશે ? શું રાજકાજનાં કાર્યોની વ્યસ્તતામાં ય એ યોગિનીને સાથે રાખશે ? વળી,
યોગિનીની બીજી શરત ‘મારા લાખ-લાખ અપશબ્દોને ય તારે માફ જ કરી દેવા પડશે.’ આ શરત પણ એ સ્વીકારી જ શી રીતે શકે ? એ પુરુષ છે એ તો ઠીક, રાજા છે.
ય
કોક કપરો નિર્ણય લેવાની પળે ય યોગિની એને અપશબ્દો કહી જાય તો ય એ અપશબ્દો એણે ગળી જ જવાના ? યોગિનીને એણે ઠપકાનો એક પણ શબ્દ કહેવાનો નહીં ? પણ, આસક્તિ કોનું નામ ? આવી બધી કબૂલાતો ન કરાવે તો જ આશ્ચર્ય !
રાજાની વિનંતિ સ્વીકારીને યોગિની રાજમહેલમાં જ રહી ગઈ. સાકર-દૂધના સંયોગની જેમ રાજા અને યોગિની બંનેનું ચિત્ત અડગભાવથી એક-બીજામાં મળી ગયું. અલબત્ત, રાજાએ બધાં જ રાજ્યકાર્યો મૂકી દીધા. આખો દિવસ યોગિનીની સાથે જ રહેવાનું અને એનો પડ્યો બોલ ઝીલી લેવાનું. બસ, આ એક જ કાર્યમાં એ વ્યસ્ત બની ગયો અને પોતાની જાતને કૃતકૃત્ય માનવા લાગ્યો.
પણ,
યોગિની કાંઈ ગાંજી જાય તેવી નહોતી. રાજાની પોતાના પ્રત્યેની આસક્તિનો એણે ભરપૂર લાભ ઉઠાવવા માંડ્યો. ક્યારેક એ રાજાને લાડભર્યા શબ્દો બોલી પ્રસન્ન પ્રસન્ન બનાવી દેતી હતી તો ક્યારેક કઠોર શબ્દો બોલીને રાજાને પોતાના પગમાં પડવા એ મજબૂર કરતી હતી. ક્યારેક એ બાળકની જેમ રાજાને તાડન કરતી હતી તો ક્યારેક રાજાને રિસામણાં-મનામણાં કરવા એ ઉશ્કેરતી હતી.
પણ, રાજા યોગિનીના તમામ પ્રકારના અનુકૂળ-પ્રતિકૂળ વ્યવહારોને પ્રસન્નતાથી જ સ્વીકારતો હતો. એને એક જ ડર હતો, યોગિનીના ચાલ્યા જવાનો ! અને એટલે જ નગારું જેમ દાંડીના મારને સહન કરતું જ રહે છે, પથ્થર જેમ શિલ્પીના ટાંકણાઓના મારને સહન કરતો જ રહે છે, બસ, એ જ રીતે રાજા યોગિનીના તમામ પ્રકારના વ્યવહારોને સહન કરતો જ રહે છે.
કેવી કરુણદશા છે સંસારી જીવની ? જ્યાં એને રસ પેદા થઈ જાય છે, આસક્તિ ઊભી થઈ જાય છે, આકર્ષણ ઊભું થઈ જાય છે, આદરભાવ ઊભો થઈ જાય છે, એના
૫