Book Title: Aho Ashcharyam
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 31
________________ આ જવાબ આપ્યો. પેલો માણસ તો ત્યાંથી આગળ નીકળી ગયો અને એ સ્થળે ટૂંક સમયમાં જ પોતાની સખીઓથી પરિવરેલી રત્નવતી ત્યાં ક્રીડા કરવા આવી પહોંચી. રત્નવતી પર મુસાફરની નજર પડી અને આંખો વિસ્ફારિત થઈ ગઈ. ‘આવું કમનીય રૂપ ? લાગે છે કે વિધાતાએ એને નવરાશની પળોમાં જ ઘડી હશે.” અલબત્ત, મુસાફરની નજર રત્નાવતી પર પડી હતી પણ રત્નવતીની નજરે એ મુસાફર ચડ્યો નહોતો. અને એટલે જ મુસાફરે વૃક્ષની ઓથમાં છુપાઈને રત્નાવતી સખીઓ સાથે કેવી કેવી ક્રીડાઓ કરે છે એ જોવાનું મુનાસિબ માન્યું. રત્વનતી વગેરેની જાતજાતની ક્રીડાઓ ચાલુ તો થઈ ગઈ પરંતુ અચાનક વૃક્ષ પાછળ છુપાયેલ મુસાફર પર રત્નવતીની નજર પડી ગઈ અને એણે ક્રીડાઓ થંભાવી દીધી. પોતાની એક સખીને એણે નજીક બોલાવી અને કાનમાં કહ્યું કે ‘ત્યાં ઊભેલા મુસાફરને તું અહીં બોલાવી લાવ.' પેલી સખી વૃક્ષ પાસગઈ અને મુસાફરને બોલાવી લાવી. રાજકુમારી પાસે આવેલા મુસાફરે રાજકુમારીને નમસ્કાર કર્યા. ‘ભાઈ, તમે ક્યાંથી આવો છો ?' ધન્ય એવી ઉજ્જયિની નગરીથી’ ‘ત્યાંના રાજવી ?” માનતુંગ’ ‘એમની ખ્યાતિ?’ ‘શબ્દોમાં ન વર્ણવી શકું એવી, અને એમાં ય એમનું રૂપ તો ઇન્દ્રને ય શરમાવે તેવું છે.' શું વાત કરો છો ?' ‘સાચું કહું ? જેની દૃષ્ટિ સાથે રાજાનો સંબંધ થયો નથી એનું જીવન ફોગટ છે. કારણ કે પ્રત્યક્ષ દર્શન વિના કેવળ વર્ણનથી તો એના રૂપનો પાર પામી શકાય તેમ જ નથી.' રસલંપટ સામે તમે ભોજનની સ્વાદિષ્ટતાનું વર્ણન કરો અને પછી એ શાંત બેસી રહે ખરો? ધનલંપટ પાસે તમે સંપત્તિની પ્રાપ્તિની સંભાવનાઓનું વર્ણન કરો અને પછી એ હાથ જોડીને બેસી રહે ખરો ? યુવાનીની પગથારે ઊભેલ વ્યક્તિ સામે વિજાતીયનાં રૂપનું વર્ણન કરો અને પછી એ ચિત્તની સ્વસ્થતા ટકાવી શકે એ બને ખરું? પાણીની સામે તમે ઢાળ લાવીને મૂકી દો પછી એ પાણી ત્યાં જ ટકી શકે ખરું ? આકાશમાં ઊંચે ઊડી રહેલ સમડીની આંખ ધરતી પર પડેલ મરેલા ઉંદર પર પડે અને એ પછી ય સમડી આકાશમાં ઊડતી જ રહે એ બને ખરું? બસ, રત્નવતીની આ જ હાલત થઈ. ઉજ્જયિનીના મુસાફરના મુખે માનતુંગના રૂપનું વર્ણન સાંભળીને એના મનમાં ઊથલપાથલ મચી ગઈ. ‘જો માનતુંગનું આવું અદ્વિતીય રૂપ હોય તો મારે એને માત્ર નીરખવું જ જોઈએ એમ નહીં, એ રૂપના સ્વામી માનતુંગને જ મારે મારો જીવનસાથી બનાવવો જોઈએ' આ વિચાર સાથે એણે ક્રીડા મુલતવી રાખી અને એ સીધી પહોંચી ગઈ રાજમહેલના પોતાના આવાસે. તુર્ત જ વિશ્વાસ દાસીને એણે બોલાવી અને એની સમક્ષ એણે વાત મૂકી. ‘મને એમ લાગે છે કે મારું બાળપણ વીતી ગયું છે અને યુવાનીમાં મારો પ્રવેશ થઈ ચૂક્યો છે. તને શું લાગે છે ?' ‘વાત આપની સાચી છે” ‘મારું મન ભોગ પ્રત્યે આકર્ષિત થયું છે. મારું શરીર પણ એ તલસી રહ્યું છે.' ‘મારે કરવાનું છે? આપ મને કહો” ‘મારે ઉજ્જયિનીના સ્વામી માનતુંગ સાથે સંબંધ બાંધવો છે. તે માતા પાસે જઈને મારા મનની આ વાત જણાવ. અને હા, આ વાતની સાથે માતાને એ વાત પણ જણાવી દેજે કે માનતુંગ સાથે મારો સંબંધ જો નહીં બંધાય તો હું અગ્નિના શરણે ચાલી જઈશ.' ‘એ દિવસે આપને જોવાના નહીં જ આવે ‘તો તું જા શીઘ માતા પાસે અને આ સંબંધનું પાકું કરી આવ’ દાસી શીવ્ર ત્યાંથી નીકળીને આવી ગુણમંજરી પાસે અને રત્નવતીના મનની બધી જ વાતો સવિસ્તર કહી સંભળાવી, | ‘તને શું લાગે છે ?' ‘માનતુંગ સાથે સંબંધ બાંધવો જ પડશે.” ‘સારું. તું જા. હું રાજાના કાને આ વાત નાખું છું. એમનો અભિપ્રાય શો આવે છે ? એ જાણીને પછી તેને જણાવું છું.” રાણી પહોંચી રાજા પાસે અને દીકરીના મનની બધી જ વાતો એમને કહી સંભળાવી. “દીકરીની મનોકામના હું જરૂર પૂરી કરીશ. એ અંગે તું અત્યારથી જ નિશ્ચિત ૬૨

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50