________________
સુધી બસ, સર્વત્ર ગોઠવાતા જ રહો!
રાજવી માનતુંગને અત્યારે ભય શેનો છે? યોગિની સાથે એણે જે વ્યવસ્થા ગોઠવી. છે એ વ્યવસ્થામાં ગરબડ ઊભી થઈ જવાની સંભાવના એને દેખાઈ રહી છે અને એના કારણે યોગિનીના રોષનો ભોગ બનવાનો ભય એને સતાવી રહ્યો છે.
માનતુંગની રનવતીને પરણવા જવાની વાત સાંભળીને યોગિની અત્યારે આવેશમાં કેમ આવી ગઈ છે? માનતુંગે પોતાને સાથે રાખવાની જે બાંયધરી આપી છે એનો ભંગ થવાની સંભાવના એને દેખાઈ રહી છે. અને એ બાંયધરીનો ભંગ થાય તો પોતે મનમાં ઘડી રાખેલ ભાવિ યોજનાઓનો મહેલ કડડભૂસ થઈ જવાનો ભય એને સતાવી રહ્યો છે.
“રાજન ! તું આ શું બોલે છે? પૂર્વે તે મને જે વચન આપ્યું છે એ તું યાદ તો કર. મને અહીં છોડીને જો તારે અન્યત્ર જવું જ હતું તો મારી જેવી યોગિનીને તારે વચન આપવું નહોતુ.’ યોગિનીએ માનતુંગ પર પોતાનો રોષ ઠાલવવાનું ચાલુ કરી દીધું.
‘દેવી, એવું નથી કે...'
‘કે શું? મંગિપત્તનથી અહીં આવેલ આ મંત્રીની વાત પર તું વિચાર પણ કેવી રીતે કરી શકે ? જ્યારે તેં મને વચન જ આપ્યું છે કે જીવનભર હું આપની સાથે જ રહીશ ત્યારે કોઈ પણ વ્યક્તિની મારાથી તને દૂર કરી દેનારી વાત પર તારે વિચાર પણ કરવાનો ન હોય. પણ સાચું કહું ? આમાં દોષ તારો નથી, મારો જ છે.
ઘરબાર અને મા-બાપ ત્યજીને યોગિની બની ચૂકેલી મારે શા માટે તારી સાથે વચનબદ્ધ થવાની જરૂર હતી કે ‘હું અહીં જ રહીશ.' મારે તો કોઈની ય લાગણીને વશ થયા વિના પ્રતિબદ્ધ બનીને સર્વત્ર ફરતા રહેવાની જરૂર હતી પણ, હું તારા હૃદયના ભાવોને તોડી ન શકી અને અહીં જ રહેવાનું તને વચન આપી બેઠી !
આમ છતાં, તને એક વાત હું યાદ કરાવવા માગું છું કે તારે વચન આપીને જો ફરી જવું જ હતું તો તારે કમ સે કમ મારા જેવી યોગિની સાથે તો આ વિશ્વાસઘાત નહોતો જ કરવો, તને ખબર છે ? ત્રાજવામાં મૂકેલા દેડકાનું સાચું વજન જેમ કરી શકાતું નથી, વૃક્ષની ડાળ પર બેસેલા વાંદરા માટે એની સ્થિરતા અંગેની સાચી આગાહી જેમ કરી શકાતી નથી તેમ વિશ્વાસઘાતી અને વચનદ્રોહી સાથે બંધાયેલ સંબંધ ક્યાં સુધી ટકી.
રહેશે, એ કહી શકાતું નથી.
ખેર, તો યોગિની છું. મારા માટે તારું એક ઘર બંધ થઈ જાય એનાથી મને તો કોઈ જ ફરક પડતો નથી કારણ કે મારા માટે તારા સિવાયનાં બધાં જ ઘરો આજે ય ખુલ્લાં જ છે, ખુશીથી તું જા રત્નપતીને પરણવા. હું તો આ ઊપડી અહીંથી. અલબત્ત, અહીંથી હું જાઉં એ પહેલાં મારી પાસે તારી કોઈ અપેક્ષા હોય તો તે તું મને જણાવ. કારણ કે સર્પ, શત્રુ અને યોગીઓ ક્યારેય કોઈના કાયમી મિત્ર હોતા નથી.
યોગિનીના આ આક્રોશભર્યા તીખાં-તમતમતાં વચનોને સાંભળીને રાજા સ્તબ્ધ થઈ ગયો. યોગિનીને પ્રસન્ન કરવાના ઉપાયો તે વિચારવા લાગ્યો. અને થોડોક સમય પસાર થયા બાદ તે બોલ્યો.
‘હે ભાગ્યવંતી યોગિની ! કબૂલ, હું અપરાધી છું પણ આપ તો યોગિની છો ને? શું હું આપને માટે કામાં યોગ્ય નથી ? સુખડ જેમ જેમ ઘસાય છે તેમ તેમ સુગંધીપણાંને પામતું જાય છે, સુવર્ણ જેમ જેમ બળાય છે તેમ તેમ મનોહરપણાંને પામતું જાય છે, શેરડી જેમ જેમ યંત્રમાં પિલાતી જાય છે તેમ તેમ મધુર રસને જન્મ આપતી જાય છે. દૂધ જેમ જેમ ઊકળતું જાય છે તેમ તેમ વધુ ને વધુ સ્વાદિષ્ટ બનતું જાય છે. બસ, એ જ ન્યાયે યોગી પુરુષો જ્યારે દુર્જનથી કલેશ પમાડાય છે ત્યારે વધુ ને વધુ પ્રસન્નતા દાખવતા રહે છે.
શું આવા યોગી પુરુષોમાં આપનો સમાવેશ થતો નથી ? જો હા, તો શું આપે મારા અપરાધને ક્ષમાયોગ્ય માની લેવો ન જોઈએ? શું મારા આપના પ્રત્યેના સ્નેહને આપે આંખ સામે રાખવો ન જોઈએ ? શું મારી આપના પ્રત્યેની ભક્તિને આપે બિરદાવવી ન જોઈએ?
જે જીભ વડે આપે “હું અહીં જ રહીશ” એવું કહ્યું હતું, એ જ જીભ વડે “હવે હું અહીં નહીં રહું” એવું બોલતા આપને શરમ નથી આવતી ? હું તો એમ માનતો હતો કે આકૃતિ ગુણોની જાહેરાત કરે છે પણ તમારા આક્રોશભર્યા વચનો સાંભળ્યા પછી મને એમ લાગે છે કે મારી એ માન્યતા ખોટી જ હતી. તમારી કાયા જરૂર કમનીય છે પરંતુ તમારું મને તો વજ કરતાં ય કઠોર છે.
હે મનોહરણી યોગિની ! મનની સ્વચ્છંદતાને આપ એક બાજુ મૂકી દો. મેં જે કાંઈ કહ્યું છે એના પર શાંતિથી વિચાર કરો અને આપને છેલ્લી વાત કરું?
ઉ0