Book Title: Aho Ashcharyam
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 24
________________ અચાનક ?' ‘આપનું વીણાવાદન પણ વખણાય છે તો આપના કંઠે વહેતું ગાયન પણ એટલું જ વખણાય છે. આપની જો પ્રસન્નતા હોય તો આપની કળાનો એ કસબ મને પણ દેખાડો.' અને રાજાની આ વિનંતિ સાંભળતા જ યોગિનીએ હાથમાં વીણા પકડી, વીણાના તાર પર એની આંગળીઓ એક બાજુ રમવા લાગી તો બીજી બાજુ એણે પોતાનાં ગળાને પણ ખુલ્લુ મૂકી દીધું. રાજા તો કલ્પી જ નહોતો શકતો કે વીણાવાદન આટલું ભવ્ય પણ હોઈ શકે ! ગળાનું આવું પણ માધુર્ય હોઈ શકે ! અલબત્ત, વીણાવાદનની આ સમસ્ત પ્રક્રિયા દરમ્યાન રાજાની નજર યોગિનીના મુખ પર જ રહી અને રાજાના મનમાં એક શંકા પેદા થઈ ગઈ. “મને ઠગવા માટે માનવતી જ યોગિનીનો વેષ ધારણ કરી બેઠી હોય એવું તો નહીં હોય ને ? કારણ કે આ યોગિનીનો ચહેરો બિલકુલ માનવતીના ચહેરાને મળતો જ આવે છે. જોકે મેં માનવતીને જે રીતે નજરકેદમાં રાખી છે એ જોતાં મને લાગતું નથી કે એ ત્યાંથી કોઈ પણ હિસાબે બહાર આવી શકે. છતાં શંકાના નિવારણ માટે મારે એક વાર માનવતી જ્યાં છે ત્યાં જઈ આવવું તો જોઈએ જ !' રાજાના ચહેરા પરની આ વ્યગ્રતા માનવતીના ખ્યાલમાં આવી ગઈ. ‘લાગે છે કે રાજા મને જોવા એકદંડવાળા મહેલે પહોંચી જ જશે. એ ત્યાં પહોંચી જાય એ પહેલાં કોઈ પણ હિસાબે મારે અહીંથી નીકળી જઈને ત્યાં પહોંચી જવું જોઈએ.' માનવતીએ વીણા પર રમી રહેલ પોતાની આંગળીઓને આરામ આપી દીધો. કંઠને પણ એણે વિરામ આપી દીધો. રાજાની રજા લઈને રાજસભામાંથી એ નીકળી ગઈ. પિતાના આવાસે આવી, વસ્ત્રો બદલીને ભોંયરાવાટે એ એકદંડવાળા મહેલમાં પહોંચી ગઈ. કમરામાં જે હીંચકો હતો એના પર એ સૂઈ ગઈ. ‘પ્રયોજન વિના તો આપ અહીં નહીં જ આવ્યા હો. બોલો, આપને મારા સોગન છે, અહીં આવવાનું પ્રયોજન આપ મને જણાવો’ ‘તું મારી પાસે શેની અપેક્ષા રાખે છે ?” ‘આપ નથી જાણતા ?' ‘તો ય તું કહે તો ખરી !' ‘આપની પાસે દયાની અપેક્ષા રાખું છું' ‘એટલે ?' ‘અહીંથી છુટકારો’ ‘શક્ય નથી” ‘પણ શા માટે ?' ‘તને ખ્યાલ જ હશે કે કોયલના વચનને લોકો રસપૂર્વક સાંભળે છે જ્યારે કાગડો બોલે છે અને લોકો એને તુર્ત જ ઉડાડી મૂકે છે. તું અભિમાનમાં જે કાંઈ વચનો બોલી છે, એને યાદ કર, એ વચનોએ જ તને અહીં કેદ કરવા મને મજબૂર કર્યો છે. અહીંથી છુટકારો મેળવવાનો એક જ ઉપાય છે.’ | ‘કયો ?' ‘તું જે કાંઈ બોલી છે એને કરી બતાડ. તારાં વચનોનું પાલન તું કરી દે, એ જ પળે તારો અહીંથી છૂટકારો થયો સમજ.’ માનતુંગના આ શબ્દો સાંભળી માનવતી આવેશમાં આવી ગઈ. “આ માણસનું આ અભિમાન? આ ક્રૂરતા? આ ડંખ?” આ ઉપેક્ષા? આ મશ્કરી? એને બતાડી દઉં કે દરેક દરમાં ઉંદરો નથી હોતા, કો’ક દરમાં સર્પો પણ રહેતા હોય છે ! હાથ સમજીને નાખજે. નહિતર જાનથી હાથ ધોઈ નાખવા પડશે.” રાજનું ! પરણ્યાના પ્રથમ દિવસે આપે મને તજી દીધી, એકદંડિયા મહેલમાં મને નજરકેદ કરી દીધી. મારા આવાસની આસપાસ કડક ચોકીપહેરો ગોઠવી દીધો પણ કાન ખોલીને આપ સાંભળી લો કે...' જાગે છે ?' કોણ ?' ‘એ તો હું માનતુંગ !' ઢોંગ કરીને સૂતેલી માનવતી માનતુંગના આ અવાજને સાંભળીને જાગ્રત થઈ ગઈ. બ્રાન્ત થયેલી તે ઊઠી અને રાજાના ચરણમાં નમસ્કાર કરીને બોલી. ‘નાથ ! આપ ?' ૪૮

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50