Book Title: Aho Ashcharyam
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 18
________________ ખોલ્યો. પહેરેગીરને ઘરની અંદર લીધો અને માનવતીએ આપેલ પત્ર એમના હાથમાં આપી દીધો. શેઠે પત્ર વાંચવાનું ચાલુ કર્યું. જેમ જેમ પત્ર વંચાતો ગયો, શેઠની આંખમાંથી આંસુ ટપકવાના ચાલુ થયા. પત્ર પૂરો વંચાઈ જતા તો શેઠ ચોધાર આંસુએ રડી પડ્યા. મારી દીકરી અંગે તું કાંઈ જાણે છે ?' 2 ‘સંદેશો તો પહોંચાડવાનો છે પરંતુ રાજાને નહીં* ‘તો ?' મારા પિતાને !' ‘આપના પિતાને ?” ‘હા’ ‘પણ રાજાને એની જાણ...” પહેરેગીર આગળ કાંઈ બોલે એ પહેલાં માનવતીએ પોતાની પાસે રહેલ સુવર્ણનો હાર એના હાથમાં આપી દીધો. ‘આ શું ?' “કાંઈ નહીં. મારા તરફથી તને ભેટ’ જિંદગીમાં પહેરેગીરને આવી બક્ષિસ કોઈએ આપી નહોતી. સુવર્ણના હારે એના મનમાં હિંમત જગાડી દીધી. બોલો, આપના પિતાને મારે શો સંદેશો આપવાનો છે?” અને માનવતીએ રડતી આંખે એક પત્ર લખીને એ વૃદ્ધ પહેરગરને આપી દીધો, ‘આ પત્ર તારે મારા પિતાજીને હાથમાં જ આપવાનો છે, સાથે એમનેમોઢેથી કહેવાનું પણ છે કે રાજવી માનતુંગે છળથી, આપની પુત્રી સાથે લગ્ન કરીને એને એકતંભવાળા મહેલમાં તજી દીધી છે, બોલ, આ કામ થઈ તો શકશે ને તારાથી ?” | ‘મારા પર પૂર્ણ વિશ્વાસ રાખો. આ પડકારવાનું કાર્ય હું પ્રાણના ભોગે પણ કરીને જ રહીશ’ આમ કહીને પહેરેગીરે ત્યાંથી જવા માટે કદમ તો ઉપાડ્યા પણ માનવતીએ એને રોક્યો, ‘તારે માત્ર પત્ર જ નથી આપી આવવાનો’ ‘તો ?' પત્રનો જવાબ પણ લઈ આવવાનો છે' સારું” આટલું કહીને એ વૃદ્ધ પહેરેગીરે મધ્યરાત્રિએ જ ધનદત્તના ઘર તરફ જવા પગ ઉપાડ્યા. કોઈની ય નજરે ન ચડી જવાય એનો ખ્યાલ રાખીને પહેરેગીર ધનદત્તના ઘર પાસે આવીને ઊભો રહ્યો. ઘરના દરવાજે એણે ટકોરા લગાવ્યા. કોણ ?' ‘એ તો હું. રાણીબા પાસેથી એમનો પત્ર લઈને આવ્યો છું.” ધનદત્તે પોતે દરવાજો. tb ૨ શ્વસુરગૃહેથી પુત્રી માનવતીનો દર્દ ભર્યો પત્ર વાંચતો પિતા ધનદt. ૩૫ ૩૬

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50