Book Title: Aho Ashcharyam
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 21
________________ એવું કોઈ ઉતાવળિયું પગલું ભરવા જેવું નથી કે જે તારા ભાવિ માટે દુઃખરૂપ અથવા તો જોખમરૂપ પુરવાર થાય.' ‘પિતાજી ! આપ મારા પર ભરોસો રાખો. હું એ પરિણામ લાવીને મૂકી દઈશ કે જે પરિણામને જોઈને આપ ખુદ હર્ષવિભોર બની જશો. અલબત્ત, એ અંગે હું અત્યારે વધુ કાંઈ જ કહેવા માંગતી નથી, માત્ર આપ એક કામ કરો.' મને એક સુંદર વીણા લાવી આપો’ મહેનતાણા તરીકે મારે તમને આપવાનું | ‘શેઠ, એ વાત આપણે પછી સમજી લેશું. પહેલાં મને આપ આશીર્વાદ આપો કે ભારે પડકારભર્યા આ કાર્યને હું પાર પાડી જ દઉં અને આપની પુત્રીને એકાંતવાસના દુ:ખમાંથી કાયમ માટે છુટકારો અપાવી જ દઉં, અને શેઠના આશીર્વાદ લઈને પોતાના વિશ્વાસુ સાથીઓ સાથે કડિયાના આ આગેવાને ભોંયરું બનાવવાનું કાર્ય શરૂ કરી દીધું. જોખમ પાર વિનાનું હતું પણ સૌની હિંમત એથી વધુ હતી. સહુ વિશ્વાસુ હતા. સૂઝબુઝવાળા હતા અને ધગશવાળા પણ હતા. અને એક દિવસ.... ‘શેઠ ! વધામણી...' ‘શેની ?’ ‘જે કાર્ય માટે આપે મને યોગ્ય સમજ્યો હતો એ કાર્ય મારા વિશ્વાસુ સાથીઓના સહકારથી મેં સંપન્ન કરી દીધું છે. માનવતીને મળવા આપને જવું હોય તો ભોંયરાવાટે હવે આપ પણ એની પાસે જઈ શકશો અને માનવતી અહીં આપની પાસે આવવા માગતી હશે તો એ ય ભોંયરા વાટે અહીં આવી શકશે? કડિયાના આગેવાનના મુખે આ સમાચાર સાંભળીને શેઠના આનંદનો પાર ન રહ્યો. કલ્પના બહારની બક્ષિસ આપીને શેઠે એને ખુશ કરી દીધો અને માનવતીને પણ આ સમાચાર પહોંચાડી દીધા, આ શું?” કાંઈ નહીં’ કાંઈ નહીં શું? આ હદે તારું શરીર સુકાઈ ગયું?' માનવતીની કુશકાય જોઈને શેઠ ધનદત્તની આંખમાંથી આંસુ વહી રહ્યા છે. ભોંયરા વાટે પોતાને ત્યાં આવી ગયેલ માનવતીને શેઠ લગ્ન બાદ પ્રથમવાર જ જોઈ રહ્યા હતા, અને એની સુકાઈ ગયેલ કાયાને જોઈને શેઠ રસ્તબ્ધ થઈ ગયા હતા. ‘પિતાજી ! કાયા તો મારી ટૂંક સમયમાં જ પૂર્વવતુ ભરાવદાર બની જશે પણ મારી એક ઇચ્છા છે. જેને આપ પૂર્ણ કરી દેશો તો મને ખાતરી છે કે આપના અવિનયી જમાઈની ખોપરી હું ઠેકાણે લાવી જ દઈશ.' ‘તારી ઇચ્છા પૂરી કરવામાં તો મને શું વાંધો હોય ? પણ હું એમ માનું છું કે તારે યોગિનીનો વેશ ધારણ કરી ગલીએ ગલીએ-ચૌટે ચૌટે ફરી પોતાના સૌદર્ય અને કંઠથી માનવતીએ નગરજનોને મુગ્ધ કરી દીધા, ૪

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50