Book Title: Aho Ashcharyam
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 13
________________ લગ્નના પ્રથમ દિવસે જ છે. આ સ્થિતિ સર્જાઈ છે તો આગળ તો કોણ જાણે શું નું શું થશે ? Ekha iIii3Dી. hણ' VMWC T FACE હું પાલવ પાથરું છું. આપ કંઈક બોલો. આપ તો અતુલ બળના ધારક છો. જ્યારે હું તો અબળા છું. કાકલૂદીભરી વિનંતિ કરવી કે પગે પડીને કરગરવું એ બળસિવાય મારી પાસે બીજું કોઈ બળ નથી. આપની મૌનપૂર્વકની એક એક પળ આજે અને આ સમયે મારા માટે યુગ જેવડી બની રહી છે. આપ કંઈક બોલો. મને પ્રસન્ન કરો. મારા નષ્ટપ્રાયઃ થઈ ગયેલ ધૈર્યને આપ પુનઃ જીવતું કરો.' આશા-અપેક્ષા અને આસક્તિ. કહેવું હોય તો એમ કહી શકાય કે આ ખતરનાક ત્રિપુટીએ આ સંસારના પ્રત્યેક જીવના લમણે દુઃખ, ઉદ્વેગ અને હતાશા ઝીંકવા સિવાય બીજું કશું જ કર્યું નથી. આશામાં ને આશામાં જીવ વર્તમાનનાં બધાં જ દુઃખોને જીરવી જાય છે અને છતાં આશા એની સાકાર થતી નથી. અપેક્ષાપૂર્તિના એના પ્રયાસોને યત્કિંચિત પણ સફળતા મળે છે તો ય એને પ્રસન્નતાની અનુભૂતિ થતી નથી. કારણ કે અપેક્ષાઓ સંતતિ નિયમનમાં માનતી નથી. એક અપેક્ષા પૂર્ણ થાય છે અને સાથોસાથ એ નવી સંખ્યાબંધ અપેક્ષાઓને જન્મ આપતી જાય છે. અને આસક્તિજન્ય વેદનાનું તો પૂછવું જ શું? આસક્તિ કરનાર મન સતત પોતાના વિષયો ફેરવતું રહે છે. આસક્તિનો વિષય જો વસ્તુ છે તો એ ગમે ત્યારે નષ્ટ થઈ જાય છે. આસક્તિનો વિષય જો વ્યક્તિ છે તો એનું મને ગમે ત્યારે બદલાઈ જાય છે, આશા જો છૂટી જાય, અપેક્ષા જો ખૂટી જાય અને આસક્તિ જો તૂટી જાય તો જ આ જીવને સંસારમાં પ્રસન્નતાની કંઈક અનુભૂતિ થતી રહે. માનવતી અત્યારે દુ:ખી કેમ છે ? આશા-અપેક્ષા અને આસક્તિ, ત્રણેયની એ શિકાર બનેલી છે. આસક્તિ છે અને સંસારના વિષય સુખોની. અપેક્ષા છે એને, કાકલૂદીભરી પોતાની વિનંતિ પતિ સ્વીકારી જ લેશે એની. માનવતીની આટલી કાકલૂદી પછી માનતુંગે માનવતી સામે જોયું તો ખરું પણ એ નજરમાં સ્નેહ નહોતો, ધૃણા હતી. પ્રેમ નહોતો. વૈષ હતો. ‘જો માનવતી, તું એમ નહીં માનતી કે મેં તારા પ્રત્યેના સ્નેહના કારણે તારી સાથે લગ્ન કર્યા છે’ - આ શબ્દો સાંભળતા માનવતીના માથે જાણે કે આભ તૂટી પડ્યું. પતિ આ શું બોલી રહ્યો છે ? આમ છતાં સ્વસ્થતા ટકાવી રાખીને એણે માનતુંગને પૂછ્યું, ‘લગ્ન સ્નેહ વિના ર્યા છે?” Gre લગ્નની પ્રથમ રાત્રે માનતુંગની ઉપેક્ષા જોઈ માનવતી થયરી ગઈ. હાથ જોડીને આંખમાં આંસુ લાવીને માનવતી બોલી. ‘નાથ ! મારો કોઈ અપરાધ ?” માનતુંગ મૌન. ‘સ્વામીનાથ ! આવા વિરુદ્ધ ભાવને પ્રદર્શિત કરીને આપ મને દુ:ખી કેમ કરો છો ? મારી આ ઉપેક્ષા એ શું મારી પ્રતીક્ષાની કસોટી છે? કે પછી મારા કોક અપરાધની સજા છે ? આપ જ જો મારી ઉપેક્ષા કરશો તો મારે જવાનું ક્યાં ? સમસ્ત પ્રજાજન પ્રત્યે સ્નેહ રાખનારા આપ, આજે મારા પર જ કેમ સ્નેહરહિત થઈ ગયા છો? આપની સામે ૨૫

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50