Book Title: Aho Ashcharyam
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 4
________________ એની કોમળતા પાસે ફૂલ પણ પાણી ભરે છે, એની સહૃદયતા સામે માખણ પણ પોતાની હાર સ્વીકારી લે છે અને એના વાત્સલ્ય આગળ ઘીની સ્નિગ્ધતા પણ શરમાઈ જાય છે. પણ સબૂર ! આ જ સ્ત્રી પોતાના હૃદયમાં જો વાસનાનો સાગર ભરીને બેઠી છે તો પછી એની કુટિલતા આગળ શિયાળ કોઈ વિસાતમાં નથી. એની ક્રૂરતા આગળ સિંહ લાચાર છે. એની કૃતઘ્નતા આગળ સર્પ છેલ્લા નંબરે છે. એની ભયંકરતા આગળ જ્વાળામુખી પાણી ભરે છે. એની ત્રાડ આગળ ભૂકંપ મોઢામાં તણખલું લઈને ઊભો રહી જાય છે. એના આક્રમણ સામે પ્રલયકારી વાવાઝોડું હાર સ્વીકારી લે છે. માનવતીએ પોતાની સખીઓને જે કાંઈ કહ્યું છે એ સાંભળીને સખીઓ તો આશ્ચર્યમાં ગરકાવ થઈ ગઈ છે. ‘ઉત્તમકુળમાં જન્મેલી અને સુસંસ્કારોનો વારસો પામેલી માનવતી આવું બોલી શકે છે ?' પણ એ સહુને લાગ્યું કે અત્યારે માનવતીને છંછેડવામાં કોઈ મજા નથી. કારણ કે નદીમાં પૂર આવ્યું હોય છે ત્યારે તરવા જવામાં જો ડૂબી જવાનો સંભવ છે તો સામી વ્યક્તિ જ્યારે મદોન્મત્ત બની ગઈ હોય છે ત્યારે એને જવાબ આપવા જવામાં ક્યારેક કલહ થઈ જવાનો સંભવ છે. ‘જો માનવતી, તારી વાક્પટુતાને અમે પહોંચી વળી શકીએ તેમ નથી. અત્યારે તો અમે તને એટલું જ કહીએ છીએ કે તું પોતે પરણીને સાસરે જાય ત્યારે તારા પતિને વશમાં રાખજે' એક સખી બોલી. ‘પતિને માત્ર વશમાં જ નહીં રાખું' માનવતી બોલી. ‘તો ?’ ‘પતિને એઠું અન્ન પણ ખવડાવીશ અને મારા પગ એની પાસે ધોવડાવીને એ પાણી પણ એને પીવડાવીશ. મારા પગે પણ એને પાડીશ અને બળદ બનાવીને એને હું ભમાડીશ પણ ખરી. જો આ બધું હું કરી દેખાડું તો જ માનજો કે હું માનવતી છું’ ચારેય સખીઓને લાગ્યું કે હવે આની સાથે એક પણ શબ્દ બોલવા જેવો નથી કારણ કે અત્યારે એ કોક જુદી જ જાતના નશામાં છે. આપણે સહુ ચાલો, પોતપોતાના આવાસે. પાંચેય કન્યાઓ પોતપોતાના આવાસે જવા ત્યાંથી રવાના તો થઈ ગઈ પરંતુ એ કન્યાઓ વચ્ચે થયેલ વાર્તાલાપ એક ખૂણામાં ઊભા રહીને સાંભળી રહેલ માનતુંગ તો સ્તબ્ધ જ થઈ ગયો. ખાસ તો એને માનવતીના શબ્દોમાં ભારોભાર અભિમાન નીતરતું 9 ઝોયાનું દેવું ‘પાંચેય કન્યાઓમાં રૂપ ભલે એની પાસે સર્વશ્રેષ્ઠ છે પરંતુ ગુણના નામે એની પાસે છે જ શું ? શૂન્યની કિંમત ત્યારે જ ગણાય કે જ્યારે એની આગળ કોક ચોક્કસ સંખ્યા મુકાય. બસ, એ જ ન્યાયે રૂપ તો ત્યારે જ પ્રશંસનીય ગણાય કે જ્યારે એ રૂપને ગુણોનું પીઠબળ હોય. પણ, દેખાય છે એવું કે જેટલી મહત્ત્વની ચીજો છે એ તમામમાં કો'ક ને કો'ક કલંક તો છે જ. સાગર વિશાળ ખરો પણ પાણી એનું ખારું, ચન્દ્ર સૌમ્ય ખરો પણ કલંક તો એનામાં ય ખરું. સૂર્ય તેજસ્વી ખરો પણ તાપ એનો ભારે આકરો. પુષ્પ સુવાસિત ખરું પણ ay રાત્રે નગરચર્યા કરી રહેલ રાજા માનતુંગ છુપાઈને માનવતી અને તેની સહેલીઓની વાતો સાંભળી-સ્તબ્ધ થઈને...માનવતીનો મદ ઉતારવા સંકલ્પ કરે છે. ८

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 50