Book Title: Agam Satik Part 21 Pragnapana Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૧૦/-|/૩૬૪ થી ૩૭૧
આઠપદેશી સ્કંધ સંબંધે કહ્યું તેમ સંખ્યાત પ્રદેશી, અસંખ્યાત પ્રદેશી, અનંત પ્રદેશી પ્રત્યેક સ્કંધ સંબંધે કહેવું.
[૩૬૬] પરમાણુમાં ત્રીજો, દ્વિપદેશી સ્કંધમાં પહેલો અને ત્રીજો, દેશી સ્કંધમાં પહેલો ત્રીજો નવમો અને અગિયારમો. - [૩૬૭] - ચતુઃપ્રદેશી સ્કંધમાં પહેલો, ત્રીજો, નવમો, દશમો, અગિયારમો, બારમો અને ત્રેવીસમો. [૩૬૮] પંચપદેશી સ્કંધમાં બીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, પંદરમો, સોળમો, સત્તરમો, અઢારમો, વીશમો, એકવીશમો અને બાવીશમો ભંગ છોડી દેવો. [૩૭] - સાત પ્રદેશી સ્કંધમાં બીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, પંદરમો, સોળમો, સત્તરમો, અઢારમો અને બાવીશમાં ભંગ સિવાયના બાકીના ભંગો જાણવા. [૩૭૧] . બાકીના સ્કંધો વિશે બીજા-ચોથા-પાંચમા-છઠ્ઠા-પંદરમા-સોળમાં-સત્તરમાં અને અઢારમાં ભાંગાને છોડીને બાકીના ભાંગાઓ જાણવા.
• વિવેચન-૩૬૪ થી ૩૭૧ :
[અનુવાદની નોંધ - અહીં વૃત્તિકારશ્રીએ ઘણું વિસ્તૃત વચન કરેલ છે, પૂજ્ય સાગરાનંદ સૂરીશ્વરજીએ સંપાદિત કરેલ તેમની પતમાં સ્થાપનાની આકૃત્તિઓ પણ આપી છે. પૂર્ણ-સ્પષ્ટ ખ્યાલ મેળવવા માટે વાયકોએ મૂળ સંસ્કૃતવૃત્તિની પ્રત ખાસ સાથે રાખવી. અમે અહીં અનુવાદમાં સંક્ષેપ પણ કર્યો છે, આકૃતિઓ પણ છોડી દીધી છે, કેમકે માત્ર અનુવાદથી આ સૂત્રની સમજવી સરળ નથી.]
*ક
પરમાણુ પુદ્ગલ-ઈત્યાદિ પ્રશ્નસૂત્રમાં ૨૬-ભંગો છે. તે આ રીતે – ચરમ, અચરમ, અવક્તવ્ય એ ત્રણ પદો છે, તેમાંના એક એકના સંયોગે એકવચનના ત્રણ ભાંગા થાય. જેમકે – ચરમ, અચરમ, અવક્તવ્ય. બહુવચનના પણ ત્રણ ભાંગા થાય છે – ચરમો, અચરમો, અવક્તવ્યો. બધાં મળીને એક સંયોગના છ ભંગો થયા. હવે ચરમ, અચરમ, અવક્તવ્ય પદના ત્રણ દ્વિક સંયોગો થાય છે, જેમકે – (૧) ચરમઅચરમ, ચરમ-અવક્તવ્ય, અચરમ-અવક્તવ્ય. તેમાંના એક એક દ્વિકસંયોગના ચાર ભાંગાઓ થાય છે તેમાં પ્રથમ દ્વિકસંયોગના આ પ્રમાણે ભંગો થાય – ચરમઅચરમ, ચરમ-અચરમો, ચરમો-અચરમ, ચરમો-અચરમો. આ પ્રમાણે બાકીના બંને ભંગની ચતુર્ભૂગીઓ કહેવી. બધાં મળી દ્વિક સંયોગના બાર ભંગો થાય છે. ત્રિકસંયોગના આઠ ભંગો થાય છે. કુલ ૨૬-ભંગો.
પરમાણુ પુદ્ગલ ચરમ નથી, કેમકે ચરમપણું બીજાની અપેક્ષાએ હોય, પણ અપેક્ષા રાખવા યોગ્ય અન્ય પદાર્થની વિવક્ષા નથી. - ૪ - વળી પરમાણુ અવયવ રહિત હોવાથી ચરમ નથી, તેમ અચરમ પણ નથી. કેમકે અવયવ અભાવે તેનું મધ્યપણું નથી, પણ અવક્તવ્ય છે, કેમકે ચરમ-અચરમ વ્યવહારનું કારણ નથી. જે શબ્દ વડે કહી શકાય તે વક્તવ્ય, ન કહી શકાય તે અવક્તવ્ય. બાકીના ભંગોનો નિષેધ કરવો, કેમકે પરમાણુમાં તેનો અસંભવ છે.
દ્વિપદેશીસ્કંધ-પ્રશ્નસૂત્ર પૂર્વવત્ જાણવું, તેનો ઉત્તર આ પ્રમાણે – કદાચ ચરમ હોય, અચરમ ન હોય, કદાચ અવક્તવ્ય હોય ઈત્યાદિ. જ્યારે દ્વિપ્રદેશી સંધ
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ સમશ્રેણિએ રહેલા બે આકાશપ્રદેશમાં રહેલા હોય, ત્યારે એક પરમાણુ બીજા પરમાણુની અપેક્ષાએ ચરમ છે, માટે કદાચિત ચરમ હોય. અચરમ હોતો નથી, કેમકે સર્વ દ્રવ્યોનું પણ કેવળ અચરમપણું હોતું નથી. જ્યારે દ્વિપ્રદેશી સ્કંધ એક આકાશ પ્રદેશમાં રહે છે, તે તથાવિધ એકત્વ પરિણામથી પરિણત થયેલ હોવાથી પરમાણુ પેઠે
ચરમ અને અચરમના વ્યવહારને કારણનો અભાવ હોવાથી તેનો ચરમ કે અયરમ શબ્દથી વ્યવહાર કરવો અશક્ય છે, માટે અવક્તવ્ય છે, તે સિવાયના ભંગોનો નિષેધ કરવો. એ સંબંધે આગળ કહેવાશે કે – દ્વિપ્રદેશી કંધમાં પહેલો અને ત્રીજો ભંગ હોય છે, બાકીના ભાંગાઓ અસંભવ હોવાથી નિષેધ યોગ્ય છે.
ત્રિપ્રદેશી કંધમાં – કદાચ ચરમ હોય ઈત્યાદિ. પ્રિદેશી કંધ જ્યારે સમશ્રેણીએ રહેલા બે આકાશપ્રદેશમાં રહેલો હોય છે. ત્યારે તે ચરમ હોય છે. - x - અચરમપણાનો નિષેધ પૂર્વવત્ જાણવો. કદાચ અવક્તવ્ય હોય. જ્યારે ત્રિપ્રદેશી સ્કંધ એક આકાશપ્રદેશમાં રહે છે, ત્યારે પરમાણુ માફક ચરમ કે અચરમના વ્યવહારનું કારણ ન હોવાથી તેને અવક્તવ્ય કહ્યો. ચોથાથી આઠમો ભંગ નિષેધ્ય છે. કેમકે તેનો અસંભવ છે. નવમો ભંગ ગ્રહણ કરવો - કદાચિત્ ચરમો અને અચરમ હોય. તેથી - કદાચિત્ બે ચરમ હોય અને એક અચરમ હોય. પ્રિદેશીસ્કંધ સમશ્રેણિએ રહેલા ત્રણ આકાશપ્રદેશોમાં રહે છે ત્યારે આદિ અને અંતનો એક એક
પરમાણુ અંતે હોવાથી બે પરમાણુઓ ચરમ છે, મધ્યનો પરમાણુ અચરમ છે. દશમો ભંગ પ્રતિષેધ્ય છે, કેમકે ત્રણ પ્રદેશ હોવાથી ચરમ-અચરમમાં બહુવચનનું કારણ
અસંભવ છે. અગિયારમો ભંગ ગ્રાહ્ય છે ઃ- તે આ - કદાચ ચરમ અને અવક્તવ્ય હોય. ત્રિપ્રદેશી કંધ વિશ્રેણીએ હોય ત્યારે બે પરમાણુ સમશ્રેણીએ હોવાથી દ્વિપદેશાવગાઢ - x - હોવાથી ચરમ છે, એક વિશ્રેણીમાં છે, તે અવક્તવ્ય છે.
ચતુઃપ્રદેશી સ્કંધ -
બાકીના બધાં ભાંગાનો પ્રતિષેધ કરવો. તે સંબંધે આગળ કહેવાશે - ત્રિપદેશી સ્કંધમાં પહેલો, ત્રીજો, નવમો, અગિયારમો ભાંગો હોય છે - * - – કદાચ ચરમ હોય ઈત્યાદિ. અહીં પહેલો, ત્રીજો, નવમો, દશમો, અગિયારમો, બારમો અને તેવીશમો એ સાત ભાંગા ગ્રહણ કરવા. બાકીનાનો નિષેધ કરવો. તેમાં પહેલો ભંગ કદાચિત્ ચરમ હોય, જ્યારે ચતુઃપ્રદેશી કંધ સમશ્રેણિએ રહેલા બે આકાશપ્રદેશમાં આ પ્રમાણે હોય ત્યારે ચરમ ભંગ હોય છે, તેનું ચરમપણું દ્વિદેશી સ્કંધ માફક વિચારવું. ત્રીજો ભંગ ‘કદાચ અવક્તવ્ય' હોય તે આ રીતે – બે પરમાણુ ચરમ અને એક અચરમ હોય. તે આ રીતે – ચતુઃ પ્રદેશીમાં ત્રણ આકાશપ્રદેશમાં રહે, ત્યારે પહેલા-છેલ્લા પ્રદેશમાં અવગાઢ બે પરમાણુ ચરમ અને મધ્યમાં છે તે અચરમ હોય. દશમો ભંગ - બે ચરમ અને બે અચરમ, ચતુઃપ્રદેશીસ્કંધ સમશ્રેણિએ રહેલ ચાર આકાશપ્રદેશમાં સીધા હોય ત્યારે આદિના અને અંતના બે પ્રદેશ ચરમ અને મધ્યમના બે પરમાણુ અચરમ હોય. અગિયારમો ચતુઃપ્રદેશીમાં ત્રણ
ભંગ-કદાચ ચરમ અને અવક્તવ્ય હોય. તે આ રીતે -