Book Title: Agam Satik Part 21 Pragnapana Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 74
________________ ૧૬૪-૨/૪૪૦ ત્યારે ત્રીજો ભંગ થાય. એ રીતે આહારક મિશ્ર વડે પણ બે ભંગ થાય. એમ એકના યોગે ચાર ભંગ થાય. કિસંયોગમાં પણ પ્રત્યેકના ચાર ભંગ થાય છે. એમ સર્વ સંખ્યા વડે જીવપદને આશ્રીને નવ ભંગો થાય છે. વૈરયિકપદમાં સત્યમનપ્રયોગથી આરંભી વૈક્રિય મિશ્રકાય પ્રયોગી સુધી દશ પદો હંમેશાં બહુવચન વડે હોય. તેથી એ પ્રથમ ભંગ. [શંકા] વૈક્રિયમિશ્રશરીસ્કાય પ્રયોગી હંમેશાં કેમ હોય ? કેમકે નકગતિનો બાર મુહૂર્તનો ઉ૫પાત વિરહકાળ છે. [સમાધાન] ભલે બાર મુહૂર્વ ઉપપાત વિરહકાળ હોય, તો પણ તે સમયે ઉત્તર વૈક્રિય શરીરનો આરંભ કરનારા સંભવે છે, તે ભવધારણીય વૈક્રિય વડે મિશ્ર થાય છે. કેમકે વૈક્રિય શરીરના સામર્થ્યથી ઉત્તર વૈક્રિયનો આરંભ કરે છે. ઈત્યાદિ - ૪ - વૈક્રિયમિશ્ર વાળા નૈરયિક હોય. ૧૩૩ કાર્યણશરીર પ્રયોગી નૈસ્મિક કદાચિત્ એક પણ ન હોય, કેમકે બાર મુહૂર્ત ઉપપાત વિરહકાળ હોય છે જ્યારે હોય ત્યારે જઘન્યથી એક, બે અને ઉત્કૃષ્ટથી અસંખ્યાતા હોય. તેથી જ્યારે કાર્યણ એક પણ ન હોય ત્યારે પહેલો ભંગ, એક હોય ત્યારે બીજો ભંગ, ઘણાં હોય તો ત્રીજો ભંગ. આ ત્રણે ભંગ ભવનપતિ, વ્યંતર, જ્યોતિક, વૈમાનિકમાં વિચારવા. પૃથ્વી આદિ પાંચેમાં ઔદારિક ઔદારિકમિશ્ર કાર્યણ પ્રયોગવાળા પણ હંમેશાં ઘણાં હોય છે, તેથી પ્રત્યેકને ત્રણે પદોના બહુવચનમાં એક જ ભંગ હોય, વાયુકાયિકોમાં ઔદારિક દ્વિક, વૈક્રિય દ્વિક, કાર્પણ એ પાંચ પદના બહુવચનમાં એક ભંગ હોય કેમકે તેઓમાં વૈક્રિય દ્વિકવાળા ઘણાં હોય છે. બેઈન્દ્રિયોમાં જો કે અંતર્મુહૂર્વ ઉપપાત વિરહકાળ છે, તો પણ તે અંતર્મુહૂર્ત નાનું છે અને ઔદારિક મિશ્રનું અંતર્મુહૂર્ત ઘણું મોટું છે માટે તેમાં ઔદાકિમિશ્ર હંમેશાં હોય. કાર્પણ શરીસ્કાય પ્રયોગી કદાચિત્ એક પણ ન હોય કેમકે તેમનો ઉપપાત વિરહકાળ અંતર્મુહૂર્ત હોય છે. જ્યારે હોય ત્યારે જઘન્યથી એક, ઉત્કૃષ્ટથી અસંખ્યાતા હોય. તેથી કાર્મણ ન હોય ત્યારે પ્રથમ ભગં, એક હોય તો બીજો ભંગ, ઘણાં હોય તો ત્રીજો ભંગ થાય. એમ તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય પણ કહેવા. પંચેન્દ્રિય તિર્યંચો વૈરયિકવત્ કહેવા. પણ વૈક્રિય હ્રિકને સ્થાને ઔદારિક દ્વિક કહેવા. અર્થાત્ સત્યમન પ્રયોગી યાવત્ અસત્યમામૃષા વચન પ્રયોગી અને ઔદાકિ દ્વિક એ દશ પ્રયોગી હોય. તે હંમેશાં બહુવચન વડે અવસ્થિત છે. જો કે તિર્યંચ પંચેનો ઉપાતવિહકાળ અંતર્મુહૂર્ત છે. પણ તે ઘણું નાનું છે, ઔદાકિમિશ્રનું અંતર્મુહૂર્વ ઘણું મોટું છે, માટે અહીં પણ ઔદારિક મિશ્ર શરીર કાય પ્રયોગી સદા હોય છે. જે બાર મુહૂર્તનો ઉ૫પાતવિહકાળ કહ્યો, તે ગર્ભજ પંચે તિર્યંચ આશ્રીને સમજવો. કાર્યણશરીસ્કાય પ્રયોગી તિર્યંચ પંચે કદાચિત્ એક પણ ન હોય, કેમકે તેમનો ઉપપાતવિરહ કાળ અંતર્મુહૂર્ત છે. તેમના ત્રણે ભંગ પૂર્વવત્ જાણવા. પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ મનુષ્યોમાં ચાર મનના, ચાર વચનના, વૈક્રિય દ્વિક તથા ઔદારિકરૂપ ૧૧પદો હંમેશાં બહુવચનયુક્ત હોય છે (શંકા) વૈક્રિયમિશ્રવાળા હંમેશા કેમ હોય ? [સમાધાન] વિધાધરની અપેક્ષાએ હોય. જેમકે – વિધાધરો અને તે સિવાય બીજા કેટલાંક મિથ્યાર્દષ્ટિ આદિ વૈક્રિય લબ્ધિવાળા હંમેશાં વિકુર્વણા કરતાં હોય છે. - - ઔદાકિ મિશ્ર અને કાર્પણ શરીર કાયપ્રયોગી કદાચિત્ સર્વથા ન હોય, કેમકે બાર મુહૂર્વ ઉપપાત વિરહકાળ છે. આહારક દ્વિકવાળા કદાચ હોય છે, તેથી ઔદાકિ મિશ્રાદિના અભાવમાં ૧૧-૫દના બહુવચનરૂપ એક ભંગ છે. પછી ઔદાકિ મિશ્રપદને આશ્રીને એકવચન અને બહુવચન વડે બે ભંગ, આહાસ્ય પદ વડે બે ભંગ એમ કરતાં - ૪ - એક સંયોગી આઠ ભંગ સૂત્રમાં કહ્યા. દ્વિકસંયોગમાં પ્રત્યેકના એકવચન, બહુવચન વડે ઔદાકિ મિશ્ર અને આહાપદના ચાર ભંગ, એ પ્રમાણે ઔદારિક મિશ્ર અને આહાક મિશ્ર પદના ચાર ભંગ - ૪ - ૪ - ઈત્યાદિ - ૪ - સૂત્રમાં કહ્યા મુજબ દ્વિકસંયોગી ૨૪-ભંગ થાય. ત્રિકસંયોગમાં ઔદાકિ મિશ્ર, આહારક દ્વિકના એકવચન અને બહુવચન વડે આઠ ભંગો થાય. ઔદારિક મિશ્ર, આહારક, કાર્યણના આઠ ભંગ થાય એ રીતે સૂત્રમાં કહ્યા મુજબ - ૪ - ૪ - બધાં મળીને ત્રિકસંયોગી બીશ ભંગ થાય. ઔદારિક મિશ્ર, આહારક દ્વિક, કાર્યણ એ ચારના એકવચન-બહુવચન વડે ૧૬-ભંગો થાય. એમ કુલ ૮૦ થયા. પ્રયોગ કહ્યો. પ્રયોગના વશથી જીવ-અજીવની ગતિ થાય છે, માટે ગતિનું નિરૂપણ કરવા માટે કહે છે – ૧૩૪ • સૂત્ર-૪૪૧ : ગતિષપાત કેટલા ભેદે છે ? ગૌતમ ! પાંચ ભેદે – પ્રયોગગતિ, તતગતિ, બંધનછંદગતિ, ઉપપાતગતિ, વિહાયોગતિ. પ્રયોગગતિ કેટલા ભેટે છે ? પંદર ભેદે . – સત્યમન પ્રયોગગતિ આદિ પ્રયોગ માફક પ્રયોગગતિ પણ કહેવી, તે કાર્પણ શરીકાય પ્રયોગગતિ સુધી કહેવું. ભગવન્ ! જીવોને કેટલા ભેદે પ્રયોગગતિ કહી છે? ગૌતમ ! પંદર ભેટે - સત્ય મ યાવત્ કામણ શરી ભગવન્ ! નૈરસિકોને કેટલા ભેદે પ્રયોગગતિ છે? ૧૧-ભેદે. સત્યમન પ્રયોગ ગતિ આદિ. એ પ્રમાણે ઉપયોગપૂર્વક વૈમાનિક સુધી સ્વ-સ્વ પ્રયોગગતિ છે. ભગવન્ ! જીવો સત્યમ યાવત્ કામણ શરીકાય પ્રયોગગતિવાળા હોય ? ગૌતમ ! બધાં જીવોની અપેક્ષાએ સત્યમ પણ હોય, ઈત્યાદિ પૂર્વવત્ ભાંગા પણ તેમજ કહેવા. એમ વૈમાનિક પર્યન્ત જાણવું. આ પ્રયોગગતિ ભગવન્ ! તત ગતિ શું છે ? જેણે ગામ યાવત્ સંનિવેશ પ્રતિ પ્રયાણ કર્યુ હોય, પણ ત્યાં પહોંચ્યા સિવાય માર્ગમાં વર્તતો હોય તે તતગતિ. એમ તતગતિ કહી.

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104