Book Title: Agam Satik Part 21 Pragnapana Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૧૮/-/૩/૪૪
૧૮૫
કાળથી કેટલો કાળ હોય ? ગૌતમ! જઘન્યથી અંતમુહુર્ત અને ઉત્કર્ષથી સંખ્યાનો કાળ હોય. એ પ્રમાણે તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિય સંબંધે જાણવું. ભગવાન ! પંચેન્દ્રિય “પંચેન્દ્રિયરૂપે કાળથી ફક્યાં સુધી હોય ? ગૌતમ ! જઘન્યથી અંતમુહૂર્વ અને ઉત્કૃષ્ટથી કંઈક અધિક હજાર સાગરોપમ હોય નિન્દ્રિય વિશે પૃચ્છા. ગૌતમ! સાદિ અનંતકાળ હોય
ભગવન ! સેન્દ્રિય અપયતા સેન્દ્રિય આપતારૂપે કાળથી કેટલો કાળ રહે ? ગૌતમ જઘન્ય અને ઉત્કૃષ્ટથી અંતમુહૂર્ત સુધી હોય. એ પ્રમાણે પંચેન્દ્રિય અપર્યાપ્તા સુધી જાણતું. ભગવાન ! સેન્દ્રિય પતિ સેન્દ્રિય પતિ પે કાળથી કેટલો કાળ રહે ? ગૌતમ ! જઘન્યથી અંતમુહૂર્ત ઉત્કૃષ્ટથી સાધિક શત પૃથર્વ સાગરોપમ. - ભગવન! પર્યાપ્તા એકેન્દ્રિયનો પ્રશ્ન - જઘન્ય અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ સંખ્યાતા હજાર વર્ષ બેઈન્દ્રિય પાતાની પૃચ્છા - જઘન્ય અંતમુહૂd, ઉત્કૃષ્ટ સંખ્યાતા વ૮ તેઈન્દ્રિય પર્યતાની પૃચ્છા - જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ સંખ્યાતા દિવસ, ચઉરિન્દ્રિય પ્રયતાની પૃચ્છા - જઘન્યથી અંતમુહૂર્ત ઉત્કૃષ્ટથી સંખ્યાતા માસ. પંચેન્દ્રિય પર્યાપ્તાની પૃચ્છા - જઘન્ય અંતર્મુહૂર્વ અને ઉત્કૃષ્ટ શતપૃથકત્વ સાગરોપમ હોય.
• વિવેચન-૪૩૪ -
ઈન્દ્રિય સહિત હોય તે સેન્દ્રિય. ઈન્દ્રિયો બે ભેદે - દ્રવ્યન્દ્રિય, લબ્ધીન્દ્રિય. તેમાં અહીં લબ્ધીન્દ્રિય લેવી. કેમકે તે વિગ્રહગતિમાં પણ હોય અને ઈન્દ્રિય પર્યાપ્તાને પણ હોય. •x• ગૌતમ ! અહીં જે સંસારી છે, તે અવશ્ય સેન્દ્રિય છે. સંસાર અનાદિ છે, માટે સેન્દ્રિય અનાદિ છે. તેમાં જે કોઈપમ કાળે સિદ્ધ નહીં થાય, તે અનાદિ અનંત છે. કેમકે તેને પણ કાળે સિદ્ધ નહીં થાય, તે અનાદિ અનંત છે. કેમકે તેને સેન્દ્રિયપણાના પર્યાયનો કદિ અભાવ થતો નથી. જે સિદ્ધ થશે તેની અપેક્ષાઓ અનાદિ સાંત છે, કેમકે મુક્તને ઈન્દ્રિયો ન હોય.
એકેન્દ્રિય સૂત્રમાં જે કહ્યું કે – ઉત્કૃષ્ટ અનંત કાળ છે, તે અનંતકાળવનસ્પતિકાળ જેટલો કહ્યો. જે આગળ કહેવાશે, તેટલો કાળ એકૅન્દ્રિયપણે રહે. કેમકે વનસ્પતિકાય એકેન્દ્રિય છે, માટે તેનું પમ ગ્રહમ થાય છે, તે વનસ્પતિકાળ આ પ્રમાણે-કાળથી અનંતી ઉત્સર્પિણી-અવસર્પિણી, ક્ષેત્રથી અનંતલોક અથવા અસંખ્યાતા પુગલ પરાવર્ત જાણવા. * * *
- બેઈન્દ્રિય સૂત્રમાં સંખ્યાનો કાળ એટલે સંખ્યાતા હજાર વર્ષો જાણવા. કેમકે વિકલેન્દ્રિયોને તેટલો કાળ હોય છે. એ પ્રમાણે તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિયો પણ કહેવા. • x • પંચેન્દ્રિયમાં ઉત્કૃષ્ટથી સાધિક હજાર સાગરોપમ પ્રમાણ છે, તે નારક, તિર્થય પંચેન્દ્રિય, મનુષ્ય, દેવભવમાં ભ્રમણ કરવા વડે જાણવો. તેથી અધિક કાળ ન હોય, કેમકે એટલો જ કાળ કેવળજ્ઞાનીએ જામ્યો છે.
૧૮૬
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ અનિદ્રિય એટલે દ્રવ્ય-ભાવ ઈન્દ્રિય રહિત. તે સિદ્ધ જ છે. સિદ્ધ સાદિ અનંતકાળ પર્યા છે, માટે સાદિ અનંત કહ્યા. સચિવ પmTM • અપચતા લબ્ધિ અને કરણ અપેક્ષાએ જાણવા. કેમકે બંને પ્રકારે અપતિ-પયત જઘન્યથી કે ઉત્કૃષ્ટથી અંતમુહૂર્ત પ્રમાણ છે. એમ પંચેન્દ્રિય અપયક્તિા સુધી કહેવું. અહીં અનિન્દ્રિય સંબંધે ન કહેવું કેમકે તે પર્યાપ્ત અને પર્યાપ્ત વિશેષણ રહિત છે.
સેન્દ્રિય પર્યાપ્તા - અહીં પર્યાપ્ત લબ્ધિની અપેક્ષાથી જાણવો, તે પતિપણું વિગ્રહગતિમાં પણ કરણ અપર્યાપ્તાને સંભવે છે. તેથી ઉત્કૃષ્ટથી સાધિક બસોથી, નવસો સાગરોપમ સુધીનો કાળ હોય છે. અન્યથા કરણપયક્તિાનો કાળ ઉત્કૃષ્ટથી, અંતમુહૂર્ત ન્યૂન 13-સાગરોપમ પ્રમાણ હોવાથી પૂવોંકત ઉત્તર ઘટી ન શકે. એ પ્રમાણે પર્યાપ્તપણું લબ્ધિ અપેક્ષાએ જાણવું.
એકેન્દ્રિય પર્યાપ્ત સૂત્રમાં સંખ્યાતા હજાર વર્ષ જાણવા, કેમકે એકેન્દ્રિય પૃથ્વીકાય-ઉત્કૃષ્ટથી ભવસ્થિતિ ૨૨,૦૦૦ વર્ષ છે. અકાયની ૭૦૦૦, વાયુકાયની ૩૦૦૦, વનસ્પતિકાયની ૧૦,૦૦૦ વર્ષ છે. તેથી કેટલાંક નિરંતર પર્યાપ્ત ભવોની સંકલનાથી સંખ્યાતા હજાર વર્ષો ઘટી શકે. બેઈન્દ્રિય પર્યાપ્તા સૂરમાં સંખ્યાના વર્ષો હોય છે, કેમકે બેઈન્દ્રિયની ઉત્કૃષ્ટ ભવસ્થિતિ ૧૨-વર્ષ છે. પણ સર્વ ભવોમાં ઉત્કટસ્થિતિ ન સંભવે. તેથી કેટલાંક નિરંતર ભવોની સંકલના વડે પણ સંખ્યાતા વર્ષો જ હોય. - x • તેઈન્દ્રિય પર્યાપ્તાના સૂત્રમાં સંખ્યાતા દિવસો છે, કેમકે તેની ભવસ્થિતિ ઉત્કૃષ્ટથી પણ ૪૯ દિવસ હોવાથી કેટલાંક નિરંતર પ્રયતા ભવોની સંકલના વડે સંખ્યાના દિવસો જ થાય છે. ચઉરિક્રિય સત્રમાં સંખ્યાતા માસ છે કેમકે તેમની ભવસ્થિતિ ઉત્કટથી છ માસ હોવાથી કેટલાંક નિરંતર પર્યાપ્તા ભવની સંકલના કરવા છતાં આ કાળ જ થાય. પંચેન્દ્રિય ણ સુગમ છે.
છે
પદ-૧૮, દ્વાર-૪-“કાય” છું
o હવે કાયદ્વાર કહે છે – • સૂત્ર-૪૭૫ :
ભગવન સકાયિક જીવ, સકાયિક રૂપે કાળથી કેટલો કાળ રહે ? ગૌતમ! સકાયિક બે ભેદે - અનાદિ અનંત, અનાદિ સાંત. તેમાં અનાદિ સાંતની જધન્ય તમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી સંખ્યાના વષધિક બે હજાર સાગરોપમ કાયસ્થિતિ.
ભગવાન ! કાયિક સંબંધે પૃચ્છા - ગૌતમ! કાયિક સાદિ અનંત છે. સકાયિક અપયપ્તિાની પૃચ્છા • તે જઘન્ય અને ઉત્કૃષ્ટથી અંતમુહૂર્ત છે. એમ ગરકાયિક અપર્યાપ્તા સુધી જાણવું. સકાયિક પાપ્તિાની પૃચ્છા - જઘન્યથી