Book Title: Agam Satik Part 21 Pragnapana Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૧૮/-/૫/૪૩
૧૧
અનંત, અનાદિ સાંત. જેઓ કદિ મોક્ષે જવાના નથી, તે સદૈવ કોઈપણ યોગ વડે સયોગી છે, માટે અનાદિ અનંત. જેઓ મોક્ષે જશે તે અનાદિ સાંત. કેમકે મુકિતપર્યાય પ્રાપ્ત થતાં યોગ પર્યાયનો સર્વથા અભાવ થાય છે. | મનોયોગવાળા સુગમાં જઘન્યથી એક સમય હોય છે. જ્યારે કોઈક જીવ
દારિક કાયયોગથી પહેલા સમયે મનોયોગ્ય પગલો ગ્રહણ કરી, બીજા સમયે મનપણે પરિણમાવીને મૂકે, ત્રીજા સમયે અટકે કે મરે ત્યારે એક સમય મનોયોગી. ઉત્કૃષ્ટ અંતમુહd, કેમકે મનને યોગ્ય પુદ્ગલ નિરંતર ગ્રહણ કરતો અને મૂકતો અંતમુહૂર્ત પછી અવશ્ય તથાવિધ જીવસ્વભાવથી જ અટકે, પછી ફરી ગ્રહણ કરે અને મૂકે. પણ સૂમકાળ હોવાથી કદાચ તેનું સંવેદન થતું નથી, તેથી ઉત્કૃષ્ટથી પણ મનોયોગી અંતર્મુહૂર્ત સુધી હોય. એ પ્રમાણે વચનયોગી પણ કહેવો. વચનયોગી જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી અંતર્મુહર્ત વચનયોગી હોય. તેમાં પહેલા સમયે કાયયોગ વડે ભાષા યોગ્ય દ્રવ્ય ગ્રહણ કરે છે, બીજે સમયે ભાષાપણે પરિણમાવીને મૂકે, પછી ત્રીજા સમયે બંધ પડે છે કે મારે છે. માટે એક સમય વચનયોગી હોય છે. • x • x - અને ઉત્કૃષ્ટ અંતર્મુહર્ત સુધી ભાષા દ્રવ્યોને નિરંતર ગ્રહણ કરતો અને મૂકતો પછી અટકે છે. કેમકે તેવો જીવનો સ્વભાવ છે.
કાયયોગી જઘન્યથી અંતર્મુહર્ત હોય. અહીં બેઈન્દ્રિયાદિને વચનયોગ પણ હોય છે અને સંજ્ઞી પંચેન્દ્રિયને મનોયોગ પણ હોય છે. તેથી જ્યારે વચનયોગ કે મનોયોગ હોય ત્યારે કાયયોગનું પ્રધાનપણું નથી, કેમકે તે બંને યોગો સાદિ સાંત છે. જઘન્યથી અંતમુહૂર્ત સુધી કાયયોગી હોય. ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ પર્યન્ત હોય છે. કેમકે વનસ્પતિકાયમાં કેવળ કાયયોગ હોય છે, વચન કે મનોયોગ નહીં. બીજા યોગોના અભાવે તેની કાયસ્થિતિ પર્યન્ત નિરંતર કાયયોગ હોય છે.
યોગી - યોગરહિત, તે સિદ્ધ છે. તે સાદિ-અનંત છે, માટે અયોગીને સાદિ-અનંતકાળ કહ્યો છે.
૧૯૨
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર આદેશથી જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ પૂવકોટી પૃથકત્વ અધિક દશ પલ્યોપમ. બીજ આદેશથી જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ પૂવકોટી પૃથકત્વ વર્ષ અધિક ૧૮ પલ્યોપમ, ગીજ આદેશથી જઘન્ય એક સમય ઉતકૃષ્ટથી યુવકોટી પૃથકવ
અધિક ચૌદ પલ્યોપમ, ચોથા આદેશથી જદાચ એક સમય, ઉત્કૃષ્ટ પૂર્વકોટી પૃથકત્વ અધિક પલ્યોપમ પૃથક્વ હોય.
ભગવાન ! પુરુષવેદી પુરુષવેદી રૂપે કેટલો કાળ હોય ? ગૌતમ ! જઘન્ય અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટથી કંઈક અધિક શતપૃથવ સાગરોપમ હોય.
ભગવાન ! નપુંસકવેદી, નપુંસકવેદી રૂપે કેટલો કાળ હોય ? ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ.
ભગવાન ! વેદક આવેદકરૂપે ક્યાં સુધી હોય ? ગૌતમ ! અવેદક બે પ્રકારે - સાદિ અનંત, સાદિ સાંત. જે સાદિ સાંત છે, તે જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતમુહૂર્ત હોય.
વિવેચન-૪૩૮ :
વેદ સહિત હોય તે સવેદ. તે ત્રણ ભેદે – અનાદિ અનંત, અનાદિ સાંત, સાદિ સાંત. જે ઉપશમ કે ક્ષપક શ્રેણીને કદિ ન પ્રાપ્ત કરે તે અનાદિ અનંત. કારણ કે કદિ પણ તેના વેદના ઉદયનો વિચ્છેદ થવાનો નથી. જે ઉપશમ કે ક્ષપક શ્રેણિ પ્રાપ્ત કરશે તે અનાદિ સાંત. કેમકે ઉપશમ કે ક્ષપક શ્રેણિ પ્રાપ્તિમાં વેદોદયનો વિચ્છેદ થાય છે. જે ઉપશમ શ્રેણિ પ્રાપ્ત કરી, ત્યાં વેદના ઉદય હિત થઈને પુનઃ ઉપશમશ્રેણિથી પડતો વેદના ઉદયવાળો થાય તે સાદિ સાંત. તે જઘન્યથી અંતર્મુહd હોય. તે આ પ્રમાણે - અહીં જ્યારે કોઈ ઉપશમ શ્રેણીને પ્રાપ્ત કરી ત્રણ પ્રકારના વેદને ઉપશમાવી, વેદોદય રહિત થઈને પુનઃ શ્રેણિથી પડતો સવેદપણું પ્રાપ્ત કરી જલ્દી ઉપશમશ્રેણિ અને કાર્મપ્રન્શિકોના મતે ક્ષપકશ્રેણી પ્રાપ્ત થાય, થઈને અંતર્મુહૂર્તમાં ત્રણે વેદનો ઉપશમ કે ક્ષય કરે ત્યારે જઘન્યથી અંતર્મુહ સુધી વેદસહિત હોય અને ઉત્કૃષ્ટથી કંઈક ન્યૂન અદ્ધ પુદ્ગલ પરાવર્ત કાળ સુધી હોય છે. કેમકે ઉપશમશ્રેણિથી પડેલો વધુમાં વધુ એટલો કાળ સુધી સંસારમાં રખડે છે, માટે ઉત્કૃષ્ટ સાદિ સાંત સવેદીને ઉપરોક્ત કાળ પ્રમાણ ઘટે છે.
રીવેદના વિષયમાં પાંચ આદેશો છે, તેમાં બધે જઘન્ય સમય માત્રનો વિચાર આ પ્રમાણે છે - કોઈક સ્ત્રી ઉપશમ શ્રેણિમાં ત્રણ વેદનો ઉપશમ કરી અવેદી થઈને તે શ્રેણિથી પડતાં સ્ત્રીવેદનો ઉદય એક સમય અનુભવી, બીજે સમયે કાળ કરી દેવોમાં ઉત્પન્ન થાય. ત્યાં તેને પુરુષપણું પ્રાપ્ત થાય, પણ સ્ત્રીપણું ન પામે. તેથી જઘન્યથી સમયમાત્ર સ્ત્રીવેદ હોય.
ઉત્કૃષ્ટના વિચારમાં ભાવનાઓ – (૧) કોઈ જીવ પૂર્વકોટી આયુવાળી મનુષ્ય સી કે તિર્યય સ્ત્રીમાં પાંચ-છ ભવો કરી ઈશાનકલો - પપ-પલ્યોપમની ઉત્કૃષ્ટ સ્થિતિક અપરિગૃહિતા દેવીપણે થાય અને સ્વ આયુ ક્ષય થવાથી, મરીને ફરી
છે પદ-૧૮, દ્વા-૬-“વેદ” છે
o હવે વેદદ્વાર પ્રતિપાદન કરવા કહે છે – • સૂત્ર-૪૩૮ -
ભગવન / સવેદી સવેદીરૂપે કેટલો કાળ હોય ? ગૌતમ ! સવેદી ત્રણ ભેદ - અનાદિ અનંત અનાદિ સાંત, સાદિ સાંત. તેમાં જે સાદિ સાંત છે, તે જધન્યથી અંતમુહૂર્વ અને ઉત્કૃષ્ટથી અનંતકાળ-કાળથી અનંત ઉત્સર્પિણીઅવસર્પિણી હોય, ક્ષેત્રથી કંઈક ન્યૂન અદ્ધ પુદ્ગલ ધરાવતું હોય.
ભગવન / પ્રીવેદી આવેદી રૂપે કેટલો કાળ હોય ? ગૌતમાં એક