Book Title: Agam Satik Part 21 Pragnapana Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 89
________________ ૧૭/૩/-/૪૬૦ ૧૬૩ વડે ચારે દિશા-વિદિશામાં જોતો કેટલું ક્ષેત્ર જાણે કે અવધિદર્શન વડે કેટલું ક્ષેત્ર જુએ ? ગૌતમ ! ઘણું ક્ષેત્ર ન જાણે, ઘણું ક્ષેત્ર ન જુએ. તાત્પર્ય એ કે – વિવક્ષિત કૃષ્ણ લેશ્મી નૈરયિક સ્વ યોગ્યતાનુસાર અતિવિશુદ્ધ છતાં બીજા કૃષ્ણ લેશ્મી નૈરયિકની અપેક્ષાએ અતિ ઘણું ક્ષેત્ર અવધિજ્ઞાન-દર્શન વડે જાણે-જુએ નહીં. એ જ કહે છે – અતિ દૂરનું ક્ષેત્ર ન જાણે - જુએ, પરંતુ થોડું અધિક ક્ષેત્ર જાણે-જુએ. આ સૂત્ર સમાન નક પૃથ્વીમાં રહેલા કૃષ્ણલેશ્તી નૈરયિકની અપેક્ષાએ સમજવું. કેમકે તેમ ન માનતા દોષનો સંભવ છે. જેમકે સાતમી પૃથ્વીનો નૈરયિક જઘન્ય અદ્ધ ગાઉ જાણે અને ઉત્કૃષ્ટ એક ગાઉ જાણે. છઠ્ઠી પૃથ્વીવાળો જઘન્ય એક ગાઉ, ઉત્કૃષ્ટ દોઢ ગાઉ જાણે. એ રીતે પાંચમીનો જઘન્ય દોઢ ગાઉ, ઉત્કૃષ્ટ બે ગાઉ જાણે. તેથી બમણાંત્રણ ગણાં અધિક ક્ષેત્રનો સંભવ હોવાથી આ સૂત્રમાં દોષ આવે. - ૪ - દૃષ્ટાંત દ્વારા આ કથન સિદ્ધ કરવા સૂત્રકાર કહે છે - x - જેમ સરખી પૃથ્વીએ રહેલ કોઈ વિવક્ષિત પુરુષ પોતાના ચક્ષુ નિર્મળ હોવાથી કંઈક અધિક જુએ છે, પણ ઘણું વધારે જોતો નથી. તેમ કોઈ વિવક્ષિત કૃષ્ણલેશ્તી નૈરયિક સ્વ ભૂમિકાનુસાર અતિ વિશુદ્ધ છતાં સમાન પૃથ્વીમાં રહેનાર, બીજા કૃષ્ણલેશ્તી નૈરયિકની અપેક્ષાએ અવધિ વડે કંઈક અધિક ક્ષેત્ર જુએ, પણ ઘણું વધુ નહીં. અહીં સમાનપૃથ્વીના સ્થાને સમાન નક પૃથ્વી છે. સ્વ ભૂમિકા સમાન કૃષ્ણલેશ્યા છે, ચક્ષુના સ્થાને અવધિ છે, એથી આ અર્થ વ્યક્ત થાય છે. જેમ સમાન ભૂમિએ રહેલો પુરુષ, ખાડામાં રહેલ પુરુષની અપેક્ષાએ ઘણું વધું ક્ષેત્ર જુએ છે. તેમ પાંચમી પૃથ્વીમાં રહેલો સ્વ ભૂમિકાનુસાર અતિવિશુદ્ધ કૃષ્ણલેશ્તી વિવક્ષિત નૈરયિક છે તે સાતમીપૃથ્વીમાં રહેલ અતિ મંદ સામર્થ્યવાળા અવધિજ્ઞાની નૈરયિકની અપેક્ષા ઘણું વધુ જુએ છે, કેમકે તેનું અવધિ સાધિક ત્રણગણું છે. હવે નીલલેશ્યા વિષયક સૂત્ર કહે છે. સુગમ છે. પણ િિતપિર - ગયું છે. તિમિર જન્મ ભ્રાંતિ જેમાં તે, સ્પષ્ટ. આવા અતિ સ્પષ્ટ ક્ષેત્રને જાણો. અતિશય અર્થમાં તર્ પ્રત્યય છે. અર્થાત્ જેમ પૃથ્વી ઉપર રહેલ પુરુષની અપેક્ષાએ પર્વત ઉપર ચઢેલો મનુષ્ય અતિ દૂરના ક્ષેત્રને જુએ, તે પણ સ્કૂટ પ્રતિભાસ ક્ષેત્રને જાણે તેમવિવક્ષિત નીલલેશ્મી સ્વ યોગ્યતાનુસાર અતિ વિશુદ્ધ અવધિજ્ઞાની અન્ય કૃષ્ણલેશ્તી નૈરયિકથી જાણે. અહીં પૃથ્વીતલને સ્થાને નીચેની કૃષ્ણલેશ્યા છે, ઈત્યાદિ - ૪ - હવે નીલલેશ્તીની અપેક્ષાએ કાપોતલેશ્તીની સૂત્ર - કાપોતલેશ્તી નૈરયિક, નીલલેશ્તી નૈરયિકની અપેક્ષાએ સુગમ છે. પણ બંને પગો ઉંચા કરીને. અર્થાત્ જેમ પર્વત ઉપર વૃક્ષે ચડેલો ચોતફ જોતાં અત્યંત સ્પષ્ટ જુએ, તેમ કાપોતલેશ્તી નૈરયિક, નીલલેશ્તી નૈરચિક અપેક્ષાએ ઘણું ક્ષેત્ર અવધિજ્ઞાનથી જુએ. અતિ સ્પષ્ટપણે જાણે. અહીં વૃક્ષ સ્થાને કાપોતલેશ્યા અને ઉપરની નપૃથ્વી છે. પર્વત સ્થાને નીલલેશ્યા, ત્રીજી નકપૃવી છે. - x - હવે કઈ લેશ્યા કેટલાં જ્ઞાનોમાં હોય તે કહે છે - પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ * સૂત્ર-૪૬૧ : ભગવન્ ! કૃષ્ણલેશ્તી જીવ કેટલાં જ્ઞાનોમાં હોય ? ગૌતમ ! બે, ત્રણ કે ચાર જ્ઞાનોમાં વર્તતો હોય. જો બે જ્ઞાનમાં હોય તો આભિનિબૌધિક અને શ્રુતજ્ઞાનમાં હોય, જો ત્રણ જ્ઞાનમાં હોય તો આભિનિ, શ્રુત અને અવધિજ્ઞાનમાં હોય અથવા આભિનિ, શ્રુત મન:પર્યવ જ્ઞાનમાં હોય. જો ચાર જ્ઞાનમાં હોય તો આભિનિ શ્રુત અવધિ મનઃપવજ્ઞાનમાં હોય. એ પ્રમાણે પાલેશ્મી સુધી જાણવું. ૧૬૪ ભગવન્ ! શુકલલેશ્તી જીવ કેટલાં જ્ઞાનોમાં હોય ? ગૌતમ ! બે, ત્રણ કે ચાર જ્ઞાનમાં હોય. જો બે જ્ઞાનમાં હોય તો ઈત્યાદિ કૃષ્ણલેશ્ત્રીવત્ ાવત્ ચાર જ્ઞાનમાં કહેવું. જો એક જ્ઞાનમાં હોય તો કેવળજ્ઞાનમાં હોય. • વિવેચન-૪૬૧ : કૃષ્ણલેશ્તી જીવ બે, ત્રણ, ચાર જ્ઞાનોમાં હોય, ઈત્યાદિ સૂત્રાર્થ મુજબ જાણવું. વિશેષ એ કે અહીં અવધિજ્ઞાન રહિતને પણ મન:પર્યવજ્ઞાન થાય, કેમકે સિદ્ધપ્રાભૂતાદિ ગ્રન્થોમાં અનેક વાર તેમ પ્રતિપાદિત કર્યુ છે. વળી દરેક જ્ઞાનના આવરણના ક્ષયોપશમની સામગ્રી વિચિત્ર હોય. તેમાં કોઈ લબ્ધિસહિત અપ્રમત્ત - ચારિત્રીને મનઃ પર્યાવજ્ઞાનવરણના ક્ષયોપશમના નિમિત્તભૂત તથાવિધ અધ્યવસાયાદિરૂપ સામગ્રી પ્રાપ્ત થાય, પણ અવધિજ્ઞાનાવરણના ક્ષયોપશમના કારણભૂત સામગ્રી પ્રાપ્ત ન થાય, તેથી મન:પર્યવજ્ઞાન જ પ્રાપ્ત થાય. (પ્રશ્ન) મનઃપર્યવ અતિ વિશુદ્ધને થાય, કૃષ્ણલેશ્યા સંક્લિષ્ટ અધ્યવસાયરૂપ છે, તો કૃષ્ણલેશ્તીને મનઃપર્યવ કઈ રીતે સંભવે ? પ્રત્યેક લેશ્યાના અસંખ્યાતા લોકાકાશ પ્રદેશ પ્રમાણ અધ્યવસાય સ્થાનો હોય છે, તેમાંના કેટલાંક મંદરસવાળા હોય તે પ્રમત્ત સંયતને પણ હોય છે. તેથી કૃષ્ણ, નીલ, કાપોત લેશ્યા પ્રમત્તસંયત ગુણસ્થાનક સુધી કહેવાઈ છે. મનઃપર્યવ પહેલા અપ્રમત્તને થાય, પણ પછી પ્રમત્તસંયતને પણ હોય છે. માટે કૃખલેશ્તીને પણ મનઃપર્યવજ્ઞાન સંભવે છે. - ૪ - ૪ - ફક્ત શુલલેશ્યાની વિશેષતાથી તેમાં જુદું સૂત્ર કહ્યું શુલલેશ્યામાં જ કેવળજ્ઞાન હોય, બીજી લેશ્મામાં નહીં. પદ-૧૭, ઉદ્દેશો-૪ છે ૦ ત્રીજો ઉદ્દેશો કહ્યો. હવે ચોથો કહે છે. તેની ગાથા – (૧) પરિણામ, (૨) વર્ણ, (૩) રસ, (૪) ગંધ, (૫) શુદ્ધ-અશુદ્ધ, (૬) પ્રશસ્ત-પ્રશસ્ત, (૩) સંક્લિષ્ટ-અસંકિલષ્ટ, (૮) ઉષ્ણશીત, (૯) ગતિ, (૧૦) પરિણામ, (૧૧) અપ્રદેશ-પ્રદેશ પ્રરૂપણા, (૧૨) અવગાહ, (૧૩) વર્ગણા, (૧૪) સ્થાન, (૧૫) અલ્પબહુત્વ. એમ પંદર અધિકાર છે. તેમાં પહેલો પરિણામ અધિકાર કહે છે -

Loading...

Page Navigation
1 ... 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104