Book Title: Agam Satik Part 21 Pragnapana Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 75
________________ ૧૬૪-૪-/૪૪૧ બંધનછેદગતિ શું છે ? જીવ શરીરથી કે શરીર જીવથી જુદુ પડતાં બંધન છંદ ગતિ થાય. આ બંધન છેદગતિ. ૧૩૫ ઉપપાતગતિ કેટલા ભેટે છે ? ત્રણ ભેટે ક્ષેત્રોષપાત, ભવોપાત, નોભવોપાત. ક્ષેગોપાતગતિ કેટલા ભેદે છે ? પાંચ ભેદે - નૈરયિક યાવત્ દેવ ક્ષેત્રોપાતગતિ, સિદ્ધ ક્ષેત્રોષપાતગતિ. નૈરયિક ક્ષેત્રોપપાતગતિ કેટલા ભેદે છે ? સાત ભેદે રાપભા યાવત્ અધઃસપ્તમી પૃથ્વી નૈરયિક ક્ષેત્રોપાત ગતિ. તિર્યંચયોનિક ક્ષેત્રોપાતગતિ કેટલા ભેટે છે ? પાંચ ભેટે એકેન્દ્રિય યાવત્ પંચેન્દ્રિય તિય ક્ષેત્રોપપાતગતિ. મનુષ્ય ક્ષેત્રોપાતગતિ કેટલા ભેદે છે? બે ભેદે - સંમૂર્ત્તિમ અને ગર્ભજ મનુષ્ય ક્ષેત્રોપપાતગતિ. દેવ ક્ષેત્રો૫પાતગતિ કેટલા ભેદે છે ? ચાર ભેદે - ભવનપતિ યાવત્ વૈમાનિ સિદ્ધક્ષેત્રોપપાતગતિ કેટલા ભેદે છે ? અનેક ભેદે – જંબૂદ્વીપ દ્વીપમાં ભરત અને ઐરાવત ક્ષેત્ર ઉપર ચારે દિશા-વિદિશામાં સિદ્ધ ક્ષેત્રોપપાતગતિ છે. જંબુદ્વીપ દ્વીપમાં ગુલ્લહિમવંત અને શિખર પર્વતની ઉપર, તૈમવત-હૈરણ્યવત્ ક્ષેત્ર ઉપર, શબ્દાપાતી-વિકટાપાતી વૃત્તવૈતાઢ્ય ઉપર, મહાહિમવંત-કિમ વર્ષધર પર્વતની ઉપર, હરિવર્ષ-રમ્યક્ વર્ષની ઉપર, ગંધાપાતી-માલ્યવંત વૃત્તવૈતાઢ્યની ઉપર, નિષધ-નીલવંત વર્ષધરપર્વત ઉપર, પૂર્વ-પશ્ચિમ વિદેહની ઉપર, દેવકુટુઉત્તરકુની ઉપર, મંદર પર્વતની ઉપર [આ બધાં સ્થાન] ચારે દિશા-વિદિશામાં સિદ્ધ ક્ષેત્રોષપાત ગતિ છે. લવણરામુદ્રની ઉપર ચારે દિશા-વિદિશામાં, ધાતકીખંડ દ્વીપના પૂર્તિપશ્ચિમાદ્ધના મેરુની ઉપર, કાલોદ સમુદ્રની ઉપર, પુષ્કરવરદ્વીપાર્કના પૂર્વાર્ધના ભરત, ઔરવત ક્ષેત્રની ઉપર, એ પ્રમાણે યાવત્ પુષ્કરવરહીપાર્કના પશ્ચિમાર્કમાં મેરુની ઉપર ચારે દિશા-વિદિશામાં સિદ્ધક્ષેત્રોષપાત ગતિ કહી છે. આ પ્રમાણે સિદ્ધક્ષેત્રોષપાત ગતિ કહી. ભવોપપાત ગતિ કેટલા ભેદે છે ? ચાર ભેદે - નૈરયિક ચાવત્ દેવભવોષપાત ગતિ. નૈયિકભવોપપાત ગતિ સાત ભેદૈ, ઈત્યાદિ ક્ષેત્રોષપાતગતિના સિદ્ધ સિવાયનો ભેદ અહીં કહેવા. એ પ્રમાણે ભવોષપાત ગતિ કહી. - - નોભવોપાતગતિ કેટલા ભેદે છે? બે ભેદે - પુદ્ગલનોભવોપાત ગતિ અને સિદ્ધનોભોષપાત ગતિ. પુદ્ગલ નોભવોપપાત ગતિ કેવી છે ? પરમાણુ પુદ્ગલ જે લોકના પૂર્વ ચરમાંતથી પશ્ચિમ ચરમાંત સુધી એક સમયમાં જાય અને પશ્ચિમથી પૂર્વ સરમાંત સુધી એક સમયમાં જાય, એ રીતે દક્ષિણથી ઉત્તર અને ઉત્તરથી દક્ષિણ ચરમાંત સુધી જાય, ઉપરથી નીચે અને નીચેથી ઉપરના ચરમાંત સુધી જાય, તેને પુદ્ગલ ભવોષપાત ગતિ કહેવાય છે. સિદ્ધનોભવોપાત ગતિ કેટલા ભેટે છે ? બે ભેદે - અનંત અને પરંપર સિદ્ધનોભવોષપાત ગતિ. પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ અનંતર સિદ્ધ નૌભવોષપાત ગતિ કેટલા ભેદે છે ? પંદર ભેદે - તીથસિદ્ધ યાવત્ અનેક સિદ્ધ અનંતરનોભવ પરંપર સિદ્ધનોભતોષપાત ગતિ કેટલા ભેદે છે? અનેક ભેદે - પ્રથમ સમય એ પ્રમાણે દ્વિસમયસિદ્ધ યાવત્ અનંતસમય સિદ્ધ નોભવોપાત ગતિ. -x - ઉપપાતગતિ કહી. ૧૩૬ વિહાયોગતિ કેટલા ભેદે છે ? ૧૭ ભેદે – સ્પૃશ, અસ્પૃશ્ય, ઉપસંપર્ધમાન, અનુપસંપર્ધમાન, પુદ્ગલ, મંડુક, નૌકા, નય, છાયા, છાયાનુપાત, વેશ્યા, લેશ્યાનુયાત, ઉદ્દિશ્ય પ્રવિભક્ત, તુઃરુષ પ્રવિભક્ત, વક્ર, પંક, બંધનમોરાનગતિ. (૧) સ્પૃશદ્ગતિ કેવી છે ? પરમાણુ પુદ્ગલ, દ્વિપદેશી યાવત્ અનંતપદેશી સ્કંધોની પરસ્પર સ્પર્શ કરીને જે ગતિ પ્રવર્તે તે સ્પૃશદ્ધતિ. (ર) અસ્પૃશતિપરસ્પર સ્પર્શ કર્યા વિના એ પરમાણુની ગતિ. (૩) ઉપસંપર્ધમાન ગતિ – રાજા, યુવરાજ, ઈશ્વર, લિવર, માલિક, કૌટુંબિક, ઈલ્મ્સ, શ્રેષ્ઠી, સેનાપતિ, સાર્થવાહને અનુસરીને ગમન કરે તે ગતિ. (૪) અનુપસંપધમાનગતિ - તેઓ એકબીજાને અનુસર્યા સિવાય જે ગતિ કરે તે. (૫) પુદ્ગલગતિ - પરમાણુ પુદ્ગલ ચાવત્ અનંતપદેશ સ્કંધની જે ગતિ પ્રવર્તે છે તે. (૬) મંડુકગતિ - દેડકો કૂદી કૂદીને જે ગમન કરે તે. (૭) નૌકાગતિ જે પૂર્વ વેતાલીથી દક્ષિણ વેતાલી જળ માર્ગે જાય તે. (૮) નયગતિ - જે નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુ સૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એર્વભૂત નસોની ગતિ. અથવા સર્વ નયો જે ઈચ્છે તે (૯) છાયાગતિ - ઘોડા કે હાથી કે મનુષ્ય કે કિન્નર કે મહોરગ કે ગંધર્વ કે વૃષભ કે થ કે છત્રની છાયાને અનુસરીને ગમન કરે તે. (૧) છાયાનુપાતગતિ - જે કારણે પુરુષને છાયા અનુસરે પણ પુરુષ છાયાને ન અનુસરે તે ગતિ. (૧૧) લેશ્યાગતિ - જે કૃષ્ણલેશ્યા નીલલેશ્યાને પામીને તે રૂપપણે - વર્ણ-ગંધ-રસ-સ્પર્શપણે વારંવાર પરિણમે, એ પ્રમાણે નીલલેશ્યા, કાપોલેશ્યાને પામીને, કાપોતલેશ્યા તેજોલેશ્યાને પામીને, તેજોલેશ્યા પદ્મલેશ્યાને પાને, પદ્મલેશ્યા શુક્લલેશ્યાને પામીને જે તપણે યાવત્ પરિણમે તે લેશ્યાગતિ. (૧૨) વેશ્યાનુપાતગતિ - જે લેશ્યાવાળા દ્રવ્યો ગ્રહણ કરી મરણ પામે, તે વેશ્યાવાળામાં ઉત્પન્ન થાય. જેમકે કૃષ્ણવેશ્યાવાળામાં યાવત્ શુકલલેશ્યાવાળામાં. (૧૩) ઉદ્દિશ્ય પ્રવિભકતગતિ - જે આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, પ્રવર્તક, ગણિ, ગણધર, ગણાવચ્છેદકને ઉદ્દેશી ઉદ્દેશીને ગમન કરે તે. (૧૪) ચતુઃપુરુષ પ્રવિભક્ત ગતિ - જેમકે (૧) ચાર પુરુષો એક સાથે તૈયાર થઈ એક સાથે ગતિ કરે (ર) એક સાથે તૈયાર થઈ જુદા સમયે ગતિ કરે. (૩) જુદા સમયે તૈયાર થઈ, સાથે ગતિ કરે, (૪) જુદા જુદા સમયે તૈયાર થઈ જુદા જુદા ગતિ કરે તે

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104