Book Title: Agam Satik Part 21 Pragnapana Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૧૭/૨/-/૪૫૬ થી ૪૫૮
કાપોતલેશ્યા સંભવે છે, તેનાથી નીલલેશ્તી વિશેષાધિક છે, કેમકે ઘણાં વ્યંતર અને ભવનપતિને તેનો સંભવ છે. તેથી કૃષ્ણલેશ્મી વિશેષાધિક છે, તેથી તેજોલેશ્મી સંખ્યાતગણાં છે, કેમકે કેટલાંક ભવનપતિ અને વ્યંતર, તથા સર્વ જ્યોતિષ્ક, સૌધર્મ, ઈશાન દેવોને તેજોલેશ્યા છે.
૧૫૭
હવે દેવીનું અાબહત્વ - દેવીઓ સૌધર્મ, ઈશાન કલ્પ સુધી જ હોય, આગળના દેવલોકમાં નહીં. માટે તેમને ચાર લેશ્મા જ હોય છે. તેથી સૂત્રમાં ‘તેજોલેશ્યા સુધી' એમ પાઠ છે. સૌથી થોડી દેવી કાપોતલેશ્તી છે, કેમકે કેટલીક
ભવનપતિ અને વ્યંતર દેવીને કાપોત લેશ્યા હોય છે, તેથી નીલલેશ્તી વિશેષાધિક છે, તેથી કૃષ્ણલેશ્મી દેવી અધિક છે, તેનાથી તેજોલેશ્મી દેવી સંખ્યાતગણી છે. કેમકે જ્યોતિક, સૌધર્મ, ઈશાનની બધી દેવીને તેજોલેશ્યા હોય છે.
-
હવે દેવ-દેવીનું અાબહુત્વ કહે છે – સૌથી થોડાં શુક્લ લેશ્મી દેવો છે, તેથી પાલેશ્મી અસંખ્યાતગણાં, તેથી કાપોતલેશ્મી અસંખ્યાતગણાં, તેથી નીલલેશ્મી વિશેષાધિક, તેથી કૃષ્ણલેશ્તી વિશેષાધિક છે એટલાને પૂર્વે વિચાર્યા. તેથી કાપોતલેશ્મી દેવી સંખ્યાતગણી છે - તે ભવનપતિ અને વ્યંતર નિકાયની જાણવી. દેવીઓ દેવો કરતાં દરેક નિકાયમાં સામાન્યથી બત્રીશગણી છે. તેથી ક્રમશઃ નીલ લેશ્મી, કૃષ્ણલેશ્મી દેવી વિશેષાધિક છે. પૂર્વવત્. તેથી તેજોલેશ્મી દેવો સંખ્યાતગણાં છે. કેમકે કેટલાંક ભવનપતિ, વ્યંતરો અને સૌધર્મ, ઈશાનના બધાં દેવોને તેજોલેશ્યા હોય છે તેનાથી તેજોલેશ્તી દૈવી સંખ્યાતગણી છે, કેમકે દેવો કરતાં દેવી બત્રીશગણી છે.
હવે ભવનવાસી દેવોનું અલ્પબહુત્વ - સૌથી થોડાં તેજોલેશ્તી છે, કેમકે મહદ્ધિક દેવો તેજોલેશ્તી હોય, તે થોડાં હોય છે - તેનાથી અસંખ્યાતગણાં કાપોતલેશ્મી છે, કેમકે અતિ ઘણાં ભવનવાસી દેવોને કાપોતલેશ્યા સંભવે છે. તેથી નીલ, કૃષ્ણલેશ્મી અનુક્રમે વિશેષાધિક છે. - - આ પ્રમાણે ભવનપતિ દેવીનું સૂત્ર જાણવું.
હવે ભવનપતિ દેવ, દેવી વિષયક અલ્પબહુત્વ - સૌથી થોડાં તેજોલેશ્યી છે,
કેમકે મહદ્ધિક દેવો તેજોલેશ્તી હોય, તે થોડાં હોય છે - તેનાથી અસંખ્યાતગણાં કાપોતલેશ્તી છે, કેમકે અતિ ઘણાં ભવનવાસી દેવોને કાપોતલેશ્યા સંભવે છે. તેથી નીલ, કૃષ્ણલેશ્મી અનુક્રમે વિશેષાધિક છે. - - આ પ્રમાણે ભવનપતિ દેવીનું સૂત્ર જાણવું.
હવે ભવનપતિ દેવ, દેવી વિષયક અલ્પબહુત્વ - સૌથી થોડાં તેજોલેશ્મી ભવનવાસી દેવો છે, તેજોલેશ્મી ભવનવાસી દેવીઓ સંખ્યાતગણી છે, કેમકે સામાન્યથી દેવી બત્રીશગણી હોય. તેનાથી અનુક્રમે નીલલેશ્યી, કૃષ્ણલેશ્તી વિશેષાધિક છે. તેનાથી કાપોલેશ્મી ભવનવાસી દેવી સંખ્યાતગણી છે ઈત્યાદિ - ૪ - ભાવના પૂર્વવત્. જ્યોતિક દેવોનું એક જ સૂત્ર છે, કેમકે તે નિકાયમાં તેજોલેશ્યા સિવાય બીજી લેશ્યા સંભવતી નથી.
વૈમાનિક દેવનું અલ્પબહુત્વ - સૌથી થોડાં શુક્લલેશ્મી વૈમાનિક દેવો છે,
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨
કેમકે લાંતકાદિ દેવોને જ શુક્લલેશ્યા સંભવે છે. x - તેનાથી પાલેશ્મી અસંખ્યાતગણાં છે, કેમકે સનત્કુમાર આદિ ત્રણ દેવોને પાલેશ્યા સંભવે છે, - x - X - તેનાથી તેજોલેશ્મી દેવ અસંખ્યાતગણાં છે. તેજોલેશ્યા સૌધર્મ અને ઈશાન દેવને હોય છે - ૪ - x - દેવીઓ સૌધર્મ અને ઈશાન કલ્પમાં જ છે, ત્યાં કેવળ તેજોલેશ્યા છે, તેથી જૂદું સૂત્ર કહ્યું નથી. વૈમાનિક દેવ-દેવીના અલાબહત્વનું સૂત્ર સુગમ છે.
હવે ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિકોનું અાબહુત્વ - સૌથી થોડાં શુક્લલેશ્મી વૈમાનિક દેવો છે તેનાથી પાલેશ્મી અસંખ્યાતગણાં છે, તેનાથી તેજોલેશ્મી
અસંખ્યાતગણાં છે, તેનાથી તેજોલેશ્મી ભવનવાસી દેવો અસંખ્યાતગણાં છે. - x - x - તેનાથી કાપોતલેશ્મી ભવનવાસી દેવો અસંખ્યાતગણાં છે, કેમકે અલ્પઋદ્ધિક ઘણાંને કાપોતલેશ્યા સંભવે છે. તેથી ભવનવાસી નીલલેશ્તી વિશેષાધિક છે. તેનાથી કૃષ્ણલેશ્તી વિશેષાધિક છે. તેનાથી તેજોલેશ્તી વ્યંતરો અસંખ્યાતગણાં છે. - x + x - તેનાથી કાપોતલેશ્તી વ્યંતરો અસંખ્યાતગણાં છે કેમકે અલ્પઋદ્ધિકને પણ કાપોતલેશ્યા હોય છે. તેનાથી નીલલેશ્તી વ્યંતરો વિશેષાધિક છે - ૪ - તેનાથી તેજોલેશ્ત્રી જ્યોતિક દેવો સંખ્યાતગણાં છે, - ૪ - ૪ - ભવનવાસી દેવી અને દેવદેવી સંબંધી બે અલ્પબહુત્વ પૂર્વોક્ત ભાવનાનુસાર વિચારવા.
હવે લેશ્માવાળા જીવોનું અલ્પદ્ધિક અને મહાદ્ધિકત્ત્વ પ્રતિપાદન કરવા માટે સૂત્ર કહે છે. તેમાં લેશ્યાના ક્રમથી ઉત્તરોત્તર મહદ્ધિપણું અને પૂર્વ-પૂર્વનું અલ્પકિપણું જાણવું.
૧૫૮
આ પ્રમાણે નાક, તિર્યંચ, મનુષ્ય, વૈમાનિકના સૂત્રો પણ વિચારવા. જેમને
જેટલી લેશ્યા હોય તેટલી કહેવી.
. પદ-૧૭, ઉદ્દેશો-૩ છ
• બીજો ઉદ્દેશો કહ્યો, હવે ત્રીજો આરંભે છે – • સૂત્ર-૪૫૯ :
ભગવન્ ! નૈરયિક નૈરયિકમાં ઉત્પન્ન થાય કે અનૈરયિક નૈરયિકમાં ઉત્પન્ન થાય ? ગૌતમ ! નૈરયિક જ નૈયિકમાં ઉપજે, અનૈરયિક નૈરયિકમાં ન ઉપજે. એ પ્રમાણે વૈમાનિક સુધી જાણવું.
ભગવન્ ! નૈયિક, નૈરટિકથી ઉદ્ધ કે અનૈરયિક નૈરયિકથી ઉદ્ધતેં ? ગૌતમ ! અનૈરયિક નૈરયિકથી ઉદ્ધત, નૈરયિક નૈરયિકથી ન ઉદ્ધ. એમ વૈમાનિક સુધી જાણવું. વિશેષ એ કે - જ્યોતિષુ, વૈમાનિકમાં ઉદ્ધર્તો ને બદલે ‘સર્વે' એમ બોલવું.
ભગવન્ ! ખરેખર, કૃષ્ણલેશ્તી નૈરયિક, કૃષ્ણલેશ્તી નૈરયિકોમાં ઉત્પન્ન થાય અને કૃષ્ણલેશ્કી થઈને મરે ? જે લેશ્યાથી ઉત્પન્ન થાય, તે વેશ્યાથી મરણ