Book Title: Agam Satik Part 21 Pragnapana Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૧૨/-/-/૪૦૪
૩
અને આહારક ભદ્ધ શરીરો નથી, મુક્ત શરીરો સામાન્ય ઔઔદારિક મુક્ત શરીર માફક જાણવા. તૈજસ અને કાર્પણ તેમના જ ઔદારિક શરીરવત્ જાણવા. આ પ્રમાણે ચઉરિન્દ્રિયો સુધી જાણવા.
પંચેન્દ્રિય તિો એમજ સમજવા. પણ વૈક્રિય શરીરોમાં આ વિશેષતા
• ભગવન્ ! પંચે તિર્યંચોને કેટલા વૈક્રિય શરીરો છે ? ગૌતમ ! બે ભેદે – બદ્ધ અને મુક્ત. તેમાં ભદ્ધ શરીરો તેઓ અસંખ્યાતા છે ઈત્યાદિ અસુકુમારવત્ જાણવું, પણ તે શ્રેણીની વિષ્ફભસૂચિ અંગુલના પ્રથમ વર્ગમૂળના અસંખ્યાતમા ભાગ પ્રમાણ જાણવી. મુક્ત શરીરો તેમજ જાણવા.
ભગવન્ ! મનુષ્યોને કેટલા પ્રકારના ઔદારિક શરીરો છે ? ગૌતમ! બે ભેદ બદ્ધ અને મુકત. બદ્ધ શરીરો કદાચ સંખ્યાતા હોય અને કદાચ અસંખ્યાતા હોય. જઘન્ય પદે સંખ્યાતા હોય છે કે સંખ્યાતા કોટાકોટી પ્રમાણ હોય છે અથવા ત્રણ યમલપદના ઉપર અને ચાર યમલપદની નીચે છે અથવા પાંચમા વર્ગ વડે છઠ્ઠા વર્ગને ગુણતાં જેટલી સંખ્યા આવે તેટલાં છે અથવા છઠ્ઠું વાર છંદ આપી શકાય એટલા રાશિ પ્રમાણ છે. ઉત્કૃષ્ટથી અસંખ્યાતા છે. તે કાળથી અસંખ્યાતી ઉત્સર્પિણી-અવસર્પિણીથી અપહરાય છે. ક્ષેત્રથી એક સંખ્યાનો પ્રક્ષેપ કરવાથી મનુષ્યો વડે સમગ્ર શ્રેણી અપહરાય છે. તે શ્રેણીના આકાશપદેશોનો અપહરા વિચારતા તેઓ અસંખ્યાતા થાય છે. કાળથી અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી વડે અપહરાય છે. ક્ષેત્રથી અંગુલના પ્રથમ વર્ગમૂલને ત્રીજા વર્ગમૂળથી ગુણતાં જે સંખ્યા આવે તેટલાં જાણવું.
જે મુક્ત શરીરો છે તે ઔદારિક સામાન્ય મુક્ત શરીર પેઠે જાણવા. ભગવન્ ! વૈક્રિય શરીર સંબંધે પૃચ્છા બે ભેદે, તે આ – બદ્ધ અને મુકત. બદ્ધ શરીર સંખ્યાતા છે. સમયે સમયે અપહાર કરતાં સંખ્યાતા કાળે પહરાય પણ અપહરાતા નથી. મુક્ત શરીરો છે તે સામાન્ય ઔદાકિની જેમ જાણવા. તૈજસ અને કામણ તેમના ઔદારિક શરીરો માફક કહેતા. વ્યંતરો નૈરયિકની માફક ઔદારિક અને આહારક શરીરો કહેવા, વૈક્રિય શરીરો નૈરયિકવત્ કહેવા. પણ તે શ્રેણીઓની વિશ્કેભસૂચિ જાણવી. સંખ્યાતા સેંકડો યોજનના વર્ગ પ્રમાણ ખાંડ પતરને પૂરવા અપહરવામાં જાણવો. મુક્ત શરીર ઔદાકિની માફક જાણવા. આહારક શરીરો સુકુમારવત્ કહેવા. તૈજસ-કાર્પણ શરીરો તેમના વૈક્રિય શરીરવત્ કહેવા.
-
-
જ્યોતિકો એમ જ જાણવા. પણ તે શ્રેણીની વિષ્ફભસૂચિ પણ જાણવી. ૨૫૬ ગુલના વર્ગ પ્રમાણ ખંડપતરને પૂરવામાં કે પહાર જાણવો. વૈમાનિક સંબંધે એમ જ જાણવું. પરંતુ તે શ્રેણીની વિખંભ સૂચિ ગુલના બીજા વર્ગમૂળને ત્રીજા વર્ગમૂલ વડે ગુણતાં જેટલા પ્રદેશો આવે તેટલા પ્રદેશ પ્રમાણ જાણવી. અથવા અંગુલના ત્રીજા વર્ગમૂલના ધનપમાણ જાણવી.
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨
• વિવેચન-૪૦૪ (ચાલુ) :
બેઈન્દ્રિયોના બદ્ધ ઔદાકિ શરીરોથી અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણી વડે સંપૂર્ણ પ્રતર અપહરાય છે. અહીં પ્રતર અપહરાય છે, એ ક્ષેત્રને આશ્રીને પરિમાણ કહ્યું, ઉત્સર્પિણી આદિથી કાળને આશ્રીને પરિમાણ કહેલ છે - ૪ - ભાવાર્થ - એક બેઈન્દ્રિય વડે અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ ખંડ આવલિકાના અસંખ્યાત ભાગ પ્રમાણ કાળે અપહરાય છે. બીજા વડે પણ તેટલો ખંડ તેટલા કાળે અપહરાય
છે. એમ બધાં બેઈન્દ્રિયો વડે અપહાર કરાતા સમગ્ર પ્રતર અસંખ્યાતી ઉત્સર્પિણીઅવસર્પિણી કાળે અપહરાય છે. ઈત્યાદિ - ૪ - ૪ - સૂત્રાર્થવત્ જાણવું.
તિર્યંચ પંચેન્દ્રિય બદ્ધ મુક્ત ઔદાકિ શરીર બેઈન્દ્રિય માફક જાણવાં. તેમને બદ્ધ વૈક્રિય શરીરો અસંખ્યાતા છે. કાળ પરિણામ - અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી કાળે પહરાય છે ક્ષેત્રથી - અસંખ્યાત શ્રેણી જેટલાં આકાશ પ્રદેશ છે. તે શ્રેણીઓનાં પરિમાણ પ્રતરના અસંખ્યાતા ભાગ પ્રમાણ છે. સૂત્રમાં કહે છે કે – અસુકુમારવત્ કહેવું. વિશેષ એ – વિખંભસૂચિના પરિમાણના વિચારમાં અસુકુમારોને અંગુલપ્રમાણ ક્ષેત્રના વર્ગમૂલનો સંખ્યાતમો ભાગ કહ્યો છે, અહીં અસંખ્યાતમો ભાગ કહેવો - x - ૪ - ઈત્યાદિ સૂત્રાર્થ મુજબ કહેવું, * X + X +
મનુષ્યોના બદ્ધ શરીર કદાચ સંખ્યાતા, કદાચ અસંખ્યાતા હોય. તાત્પર્ય એ છે કે – મનુષ્યો બે પ્રકારે ગર્ભજ, સંમૂર્ત્તિમ-તેમાં ગર્ભજ હંમેશાં સ્થાયી હોય છે, સંમૂર્ણિમ મનુષ્યો કદાચિત્ હોય છે અને કદાચિત્ સર્વથા હોતા નથી. કેમકે તેમનું ઉત્કૃષ્ટાયુ અંતર્મુહૂર્ત છે, તેમની ઉત્પત્તિનું અંતર ઉત્કૃષ્ટથી ૨૪-મુહૂર્ત પ્રમાણ છે. તેથી જ્યારે સર્વથા સંમૂર્ણિમ મનુષ્યો હોતા નથી અને કેવળ ગર્ભજ મનુષ્યો જ હોય છે, ત્યારે તેઓ સંખ્યાતા હોય છે, કેમકે ગર્ભજ મનુષ્યો હંમેશાં સંખ્યાતા જ હોય છે, - x - જ્યારે સંમૂર્ત્તિમ મનુષ્યો હોય છે ત્યારે અસંખ્યાતા હોય છે. - x + સૂત્રમાં કહે છે – જઘન્ય પદે સંખ્યાતા છે. સૌથી થોડાં મનુષ્ય હોય તે જઘન્ય૫દ. આ જઘન્ય પદમાં સંમૂર્છિમોનું ગ્રહણ છે કે ગર્ભજ મનુષ્યોનું ગ્રહણ છે ? માત્ર ગર્ભજનું ગ્રહણ છે, કેમકે તેઓ જ હંમેશાં અવસ્થિત હોવાથી સંમૂર્છિમના અભાવમાં સૌથી થોડાં હોય છે, ઉત્કૃષ્ટ પદમાં બંને પ્રકારના મનુષ્યનું ગ્રહણ છે -
x - આ જઘન્યપદમાં સંખ્યાતા મનુષ્યો છે, તેમાં સંખ્યાતા સંખ્યાતા ભેદો છે. તેથી વિશેષ સંખ્યાનો નિર્ણય કરે છે – સંખ્યાતા કોટાકોટી મનુષ્યો છે, તે સિવાય બીજું
તેથી વિશેષ પરિમાણ જણાવે છે -
ત્રણ યમલ પદના ઉપર અને ચાર યમલ પદની નીચે છે. અહીં મનુષ્યની સંખ્યા જણાવનાર ૨૯ અંકસ્થાન આગળ કહેવાશે. તેમાં આગમ પરિભાષાથી આઠ આઠની ‘યમલપદ' એવી સંજ્ઞા છે. ૨૪ અંક સ્થાન વડે ત્રણ સમલપદ થાય છે. ઉપરના પાંચ અંકસ્થાન બાકી રહે છે, પણ યમલપદ આઠ અંકસ્થાન વડે થતું હોવાથી ચોથું યમલપદ થતું નથી, માટે કહ્યું કે – ત્રણ યમલપદની ઉપર છે. કેમકે