Book Title: Agam Satik Part 21 Pragnapana Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 37
________________ ૧૧-૩૭૫ માનતો હતો, તેમ પરિપૂર્ણ માન ઈત્યાદિ. એ પ્રમાણે “ભાષા અવધારણી છે” એમ નિર્ણય કર્યો હવે તે સત્ય છે, મૃષા છે આદિ નિર્ણય કરવાને પૂછે છે - અર્ચાવબોધ કારણભૂત ભાષા શું સત્યાદિ છે ? તેમાં સને હિતકારી તે સત્ય. સત-મુનિઓ, કેમકે તેઓ ભગવંતની આજ્ઞાના સમ્યક્ આરાધક હોવાથી પરમ શિષ્ટ છે. તેઓને હિતકર - આલોક પરલોકના આરાધક હોવાથી મુક્તિ પ્રાપ્ત કરાવનાર તે સત્યભાષા અથવા સને યોગ્ય તે સત્ય. અથવા સ-મૂળ મહાવતો, તેના સાધક ઉત્તગુણો. તે જ મુકિત પમાડનાર હોવાથી સ-અત્યંત શ્રેષ્ઠ છે. અથવા સ-વિધમાન, ભગવંત ઉપદિષ્ટ જીવાદિ પદાર્થો, તેને ચાવસ્થિત વસ્તુતત્વની પ્રરૂપણા કરવા વડે હિતકાક. સાધુ-ચોગ્ય ભાષા તે સત્યભાષા, વિપરીત સ્વરૂપવાળી ભાષા તે મૃષાભાષા, ઉભય સ્વભાવવાળી તે સત્યમૃષા, આ ત્રણે ભાષા જેમાં નથી અને આમંત્રણાદિ છે. તે અસત્યામૃષા ભાષા કહેવાય. ભગવંત કહે છે – કદાચ સત્ય, કદાચ અસત્ય ઈત્યાદિ. તેમાં આરાધની તે સત્યભાષા અહીં અસ્વીકારના વિષયમાં વસ્તુનું પ્રતિષ્ઠાપન કરવાની બુદ્ધિથી જે સર્વાના મતને અનુસરીને બોલાય, જેમકે આત્મા છે, તે સતુ-અસત્ આદિ અનેક ધર્મયકત છે, ઈત્યાદિ યથાવસ્થિત વસ્તુને કહેનારી, જેનાથી સમ્યગદર્શનાદિ મોક્ષમાર્ગનું આરાધન થાય એવી ભાષા આરાધની કહેવાય, તેથી સત્યભાષા છે. વિપતિપતિમાં વસ્તુનું સ્થાપન કરવા માટે સર્વજ્ઞ મતથી પ્રતિકૂળપણે જે બોલાયઆત્મા નથી, એકાંત નિત્ય છે, આદિ અસત્ય ભાષા છે, સત્ય છતાં પપીડાકારી વિપરીત વસ્તુના કથનથી, પરપીડાનો હેતુ હોવાથી, મુક્તિમાર્ગ વિરાધક હોવાથી વિરાઘની અને વિરાધકભાવવાળી હોવાથી મૃષાભાષા છે. સત્યમૃષા - ક્યાંક પાંચ બાળકોનો જન્મ થયો હોય ત્યારે એમ કહે કે અહીં દશનો જન્મ થયો છે. તે સ્થળ વ્યવહાર નયના મતથી આરાધની-વિરાધની કહેવાય છે, કેમકે પાંચ બાળકો જન્મ્યા, તેટલે અંશે યથાર્થ હોવાથી આરાઘની. દશ પૂરા નથી એટલે અંશે યથાર્થ હોવાથી વિરાધની, એ રીતે આરાધની-વિરાધની હોવાથી સત્યમૃષા કહેવાય છે. અસત્યામૃષા- જે તેનું લક્ષણ ન હોવાથી આરાધની નથી તેમ વિપરીત વસ્તુના કથનના અભાવથી પરપીડાહેતુક ન હોવાથી વિરાધની પણ નથી. અમુક અંશે સંવાદ અને વિવાદના અભાવથી જે આરાધની-વિરાધની પણ નથી આવી. જેમકે પ્રતિક્રમણ કરો ઈત્યાદિ વ્યવહાર સાધક, આમંત્રણ આદિ ભેદવાળી તે અસત્યામૃષાભાષા. “યથાવસ્થિત વસ્તdવ પ્રતિપાદક ભાષા આરાધની હોવાથી સત્ય છે,” એમ કહ્યું, તેથી સંશય પ્રાપ્ત ગૌતમ પૂછે છે – • સૂ-395 - ભગવાન ! “ગાય, મૃગ, પશુ, પક્ષી” એ ભાષા પ્રજ્ઞાપની છે ? આ ભાષા પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર મૃષા નથી. હા, ગૌતમ! એ ભાષા પ્રજ્ઞાપની છે, મૃષા નથી. ભગવાન ! જે સીલિંગવાસી, પુલિંગવાયી, નપુંસકલિંગવાથી, એ ભાષા પ્રજ્ઞાપની છે ? મૃષા નથી ? હા, ગૌતમ! એ ભાષા પ્રજ્ઞાપની છે, મૃષા નથી. ભગવન સી આજ્ઞાપની,. પુરુષ આજ્ઞાાપની, નપુંસક આજ્ઞાપની, પ્રજ્ઞાપની ભાષા છે ? મૃષા નથી ? હા, ગૌતમ! એ ભાષા પ્રજ્ઞાપની છે, મૃષા નથી. ભગવાન ! જે આપજ્ઞાપની, પુરપાપની, નપુંસક જ્ઞાાપની ભાષા પ્રજ્ઞાપની છે? મૃષા નથી ? હા, ગૌતમ ! આ ભાષા પ્રજ્ઞાપની છે, મૃણ નથી. ભગવાન ! જે અતિમાં-સ્ત્રીવા, પુરુષવાદ્, નપુંસકવાફ ભાષા, ઓ પ્રજ્ઞાપની છે ? મૃષા નથી ? હા, ગૌતમ ! એ ભાષા પ્રજ્ઞાપની છે, મૃષા નથી. ભગવન ! જે જાતિરૂપે - સ્ત્રી આજ્ઞાપની, પુરષ આજ્ઞાપની, નપુંસક આજ્ઞાપની છે, એ ભાષા પ્રજ્ઞાપની છે ? મૃષા નથી ? હા, ગૌતમ ! એ ભાષા પ્રજ્ઞાપની છે, મૃષા નથી. ભગવદ્ ! જાતિરૂપે : સી પ્રજ્ઞાપની. પુરુષ પ્રજ્ઞાપની, નપુંસક પ્રજ્ઞાપની છે, એ ભાષા પ્રજ્ઞાપની છે ? મૃષા નથી ? હા, ગૌતમ ! તે ભાષા પ્રજ્ઞાપની છે, મૃષા નથી. • વિવેચન-૩૦૬ : ગો, મૃગ પ્રસિદ્ધ છે. પશુ-બકરા, જેના વડે અથ જણાવાય તે પ્રજ્ઞાપની-સાથે પ્રતિપાદિકા ભાષા છે ? પ્રરૂપણા કરવા યોગ્ય છે ? ભાષા સત્ય છે-મૃષા નથી ? અર્થાત '' ભાષા ગોજાતિ પ્રતિપાદક છે, જાતિમાં ત્રણે લિંગો કહેવા યોગ્ય છે ? કેમકે ગણે લિંગનો જાતિમાં સંભવ છે, એ પ્રમાણે મૃગાદિ સંબંધે જાણવું. પણ આ શબ્દો ગણે લિંગના વાચક નથી, પણ પંલિંગરૂપ અર્ચના વાયક છે. તેથી સંશય થાય છે કે આ ભાષા પ્રજ્ઞાપની - અર્થ કથનાર્થે પ્રરૂપણીય છે કે નહીં ? હા - નિશ્ચયથી તે ભાષા પ્રજ્ઞાપની છે, અર્થ કરનાર્થે પ્રરૂપણીય છે, કેમકે યથાવસ્થિત અર્થ પ્રતિપાદક હોવાથી સત્ય છે, તો પણ જાતિનું પ્રતિપાદન કરનારી આ ભાષા છે અને જાતિનો ત્રણે લિંગ સાથે સંબંધ છે. - X - તેથી યથાવસ્થિત અર્થ પ્રતિપાદક આ ભાષા પ્રજ્ઞાપની છે. * * * * * આ ભાષા પરપીડાકર કે છેતરવા આદિ દુષ્ટ આશયથી કહેલ નથી માટે મૃષા નથી, તેથી પ્રજ્ઞાપની છે. અથ પ્રસ્ત અર્થે છે. મત - સંબોધન છે. સીવાક-આલિંગ પ્રતિપાદક ભાષાલતા આદિ, પુરુષવાઘટ, પટાદિ પુંલિંગ પ્રતિપાદક, નપુંસક વા-ભીંતાદિ નપુંસકલિંગ પ્રતિપાદક ભાષા છે. શું તે પ્રજ્ઞાપની છે ? ઉક્ત શબ્દો અનુક્રમે સ્ત્રી-પુરુષનપુંસકલિંગવાયી છે. સ્ત્રીના ચિહ્નો-યોનિ, કોમળતા, અસ્થિરતાદિ છે. પુરુષના ચિલોલિંગ, કઠોરતા, દૃઢતાદિ છે, સ્તનાદિ અને દાઢીમૂછ આદિ લક્ષણનો સદ્ભાવ અને અભાવસહિત, મોહાનિથી પ્રજ્વલિતને નપુંસક કહે છે. આવા લક્ષણો લતા આદિમાં જણાતાં નથી - x • તેથી આ ભાષા પ્રજ્ઞાપની છે કે નહીં એવો સંશય થાય છે, માટે પ્રશ્ન પૂછે છે. અહીં ભગવંત કહે છે – ગૌતમ ! અવશ્ય ઈત્યાદિ. અહીં શબ્દ પ્રવૃત્તિના વિચારમાં પૂર્વોક્ત સ્ત્રી આદિ લક્ષણો સ્ત્રીલિંગાદિ શબ્દનું વાચ્ય નથી. પણ

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104