Book Title: Agam Satik Part 21 Pragnapana Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 47
________________ ૧૨/-/-/૪૦૦ ા પદ-૧૨-“શરીર' — * - * — * — ૩૯ ૦ પદ-૧૧ની વ્યાખ્યા કરી. હવે ૧૨-મું કહે છે, તેનો સંબંધ આ છે - પદ૧૧માં સત્યાદિ ભાષા કહી, ભાષા શરીરને આધીન છે, એમ હમણાં કહ્યું. તે કાયયોગથી ગ્રહી વચનયોગથી કાઢે છે. હવે શરીર વિભાગ કહે છે– • સૂત્ર-૪૦૦ : ભગવન્ ! શરીરો કેટલાં છે ? પાંચ ઔદાકિ, વૈક્રિય, આહારક, તેજસ, કાર્પણ, ભગવન્ ! નૈરયિકોને કેટલા શરીર છે ? ત્રણ – વૈક્રિય, તેજસ, કાર્પણ. એ પ્રમાણે અસુરથી સ્વનિતકુમારોનું જાણવું. ભગવન્ ! પૃથ્વીકાયિકોને કેટલા શરીર છે ? ત્રણ - ઔદાકિ, તેજસ, કાર્પણ. એ પ્રમાણે વાયુકાયિકને વર્જીને ચરિન્દ્રિય સુધી કહેવું વાયુકાયિકને ? ચાર શરીરો છે – ઔદારિક, વૈક્રિય, તેજસ, કાણ. એ રીતે પંચેન્દ્રિય તિય યોનિક પણ કહેવા. મનુષ્યને કેટલા શરીર છે ? પાંચ છે . ઔાકિ યાવત્ કાર્પણ. વ્યંતરાદિ ત્રણે દેવોને નાકોની માફક કહેવા. • વિવેચન-૪૦૦ : શરીર - ઉત્પત્તિ સમયથી માંડીને પ્રતિસમય ક્ષય પામે તે. ભગવન્ ! શરીરો કેટલા કહ્યા છે ? પાંચ. ઔદારિકાદિ તેનો શબ્દાર્થ આગળ કહેશે, તો પણ કંઈક કહીએ છીએ - ૩વાર એટલે પ્રધાન, તેનું પ્રધાનપણું તીર્થંકર અને ગણધર શરીર અપેક્ષાથી સમજવું. કેમકે તીર્થંકર અને ગણધરના શરીરથી અન્ય અનુત્તર દેવોનું શરીર પણ અનંતગુણ હીન છે અથવા ઉદાર - વિસ્તારવાળું, કેમકે અવસ્થિત ઔદારિક શરીરનો વિસ્તાર સાધિક ૧૦૦૦ યોજન પ્રમાણ છે. સ્વાભાવિક વૈક્રિય શરીરનું એટલું પ્રમાણ નથી, તે ૫૦૦ ધનુષુ ઉત્કૃષ્ટથી હોય, તે પણ માત્ર સાતમી નક પૃથ્વીમાં. - ૪ - ૪ - ૪ - અથવા રત્ન - થોડાં પ્રદેશવાળું, પણ ધન નહીં, કેમકે ઔદારિક શરીર ભીંડીની માફક થોડાં પ્રદેશવાળું અને વિશાળ હોય છે અથવા સિદ્ધાંત પરિભાષાથી ોશન - માંસ, અસ્થિ અને સ્નાયુથી બદ્ધ, ઉદાર શબ્દથી ઔદારિક થાય છે. વાર, રાત્ત, અત્ત, ગોરાન શબ્દો જાણવા. - X + X + - વિવિધ કે વિશિષ્ટ ક્રિયા તે વિક્રિયા, તે નિમિત્તે થયેલ તે વૈક્રિય. - x - તે નાક અને દેવોને સ્વભાવથી જ હોય છે અથવા વૈકુર્વિક શબ્દનો આ રીતે સંસ્કાર કરવો. વિકુર્વ-વિવિધ પ્રકારની ક્રિયા, તે હેતુથી બનેલ તે વૈકુર્વિક... માહાર - ચૌદ પૂર્વધરથી કાર્યની સિદ્ધિ માટે યોગબલ વડે કરાય તે આહાસ્ક... તૈજસ - તેજનો વિકાર કે પરિણામ... કર્મજ-કર્મથી ઉત્પન્ન થયેલ. ઔદાકિાદિ શરીરોના આ પ્રકારે ક્રમિક ઉપન્યાસનું કંઈ પ્રયોજન છે કે યથાકથંચિત્ આ ક્રમ પ્રવૃત્ત થયો છે ? ક્રમનું પ્રયોજન છે. શું પ્રયોજન છે ? ઉત્તરોત્તર શરીરના પ્રદેશોનું સૂક્ષ્મપણું અને વર્ગણામાં પ્રદેશોનું અધિપણું જણાવવા માટે છે. પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ ઔદારિક કરતાં વૈક્રિય શરીરના પ્રદેશોની સૂક્ષ્મતા છે, એમ ક્રમશઃ કાર્યણના પ્રદેશ સૌથી સૂક્ષ્મ છે, ઔદારિકથી ક્રમશઃઉત્તરોત્તર શરીરમાં પ્રદેશોની અધિકતા છે. એ પાંચ શરીરમાં નૈરયિકાદિને વિશે કેટલા શરીર સંભવે ? પાઠસિદ્ધ છે. જીવોને શરીરના બે ભેદ બદ્ધ, મુક્ત, તેમાં જે વિચાર સમયે જીવે ગ્રહણ કરેલાં છે તે બદ્ધ અને પૂર્વભવે છોડેલ છે, તે મુક્તશરીર. તે બદ્ધ અને મુક્ત શરીરોના પરિમાણનું દ્રવ્ય, ક્ષેત્ર, કાળથી નિરૂપણ કરવું જોઈએ. તેમાં ભવ્યાદિ દ્રવ્ય વડે, શ્રેણિ-પ્રતરાદિ ક્ષેત્ર વડે, આવલિકાદિ રૂપ કાળ વડે. તેમાં ઔદાકિ શરીરને આશ્રીને કહે છે – .. - • સૂત્ર-૪૦૧ ભગવન્ ! ઔદારિક શરીરો કેટલા ભેટે છે ? ગૌતમ ! બે ભેટે છે – બદ્ધ અને મુક્ત. તેમાં બદ્ધ શરીર અસંખ્યાતા છે, કાળથી અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણીના સમયો વડે અપહરાય છે. ક્ષેત્રથી અસંખ્યાતા લોક પ્રમાણ છે. તેમાં મુક્ત શરીરો અનંતા છે, કાળથી અનંત ઉત્સર્પિણી-અવસર્પિણીના સમયો વડે અપહરાય છે. ક્ષેત્રથી અનંત લોક પ્રમાણ છે અને તે અભવ્યોથી અનંતગુણા અને સિદ્ધોને અનંતમા ભાગે છે. - ભારદ્ધ ભગવન્ ! વૈક્રિય શરીરો કેટલાં છે ? ગૌતમ! બે પ્રકારના છે અને મુક્ત. તેમાં બદ્ધ શરીરો છે તે અસંખ્યાતા છે અને કાળથી અસંખ્યાતી ઉત્સર્પિણી-અવસર્પિણીના સમયો વડે અપહરાય છે. ક્ષેત્રથી પતરના અસંખ્યાતમા ભાગમાં રહેલી અસંખ્યાતી શ્રેણીના પ્રદેશ પ્રમાણ છે. તેમાં મુક્ત શરીરો છે તે અનંતા છે, કાળથી અનંત ઉત્સર્પિણી અને અવસર્પિણીના સમયો વડે અપહરાય છે. ઈત્યાદિ ઔદાવિત્. ભગવન્ ! આહારક શરીરો કેટલા ભેટે છે? ગૌતમ! બે ભેટ બાળ અને મુક્ત. તેમાં બદ્ધ શરીરો છે તે કદાચ હોય કે કદાચ ન હોય. જો હોય તો જઘન્ય એક, બે કે ત્રણ હોય, ઉત્કૃષ્ટ સહસ્ર પૃથકત્વ હોય. તેમાં જે મુક્ત શરીરો છે તે અનંતા છે ઈત્યાદિ ઔદાકિવત્ કહેવું. ભગવના તૈજસ શરીર કેટલા ભેદે છે? ગૌતમ! બે ભે દ્ધિ અને મુક્ત. તેમાં બદ્ધ શરીરો છે તે અનંતા છે, કાળથી અનંત ઉત્સર્પિણી-અવસર્પિણી સમો વડે અપહરાય છે. ક્ષેત્રથી અનંતલોક પ્રમાણ છે દ્રવ્યથી સિદ્ધો કરતાં અનંતગણા અને અનંતમાભાગથી ન્યૂન સર્વ જીવોના જેટલા છે, તેમાં મુક્ત શરીરો અનંતા છે. કાળથી અનંત ઉત્સર્પિણી - અવસર્પિણીના સમયો વડે અપહરાય છે. ક્ષેત્રથી અનંત લોક પ્રમાણ છે. દ્રવ્યથી સર્વ જીવો કરતાં અનંતગણાં અને સર્વ જીવના વર્ગના અનંતમા ભાગ પ્રમાણ છે, એ રીતે કામણ શરીરો પણ કહેવા. • વિવેચન-૪૦૧ :ઔદારિક શરીરો કેટલાં કહ્યા ઈત્યાદિ. અહીં બદ્ધ શરીરો, મુક્ત - - - -

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104