Book Title: Agam Satik Part 21 Pragnapana Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૧૧/-/૧/૩૭૯ થી ૩૮૮
૬૯
શિષ્યને ઉપદેશ આપવો - ૪ - (૬) પ્રત્યાખ્યાની-યાચના કરનારને નિષેધ કરવો. (૭) ઈચ્છાનુલોમા-પરની ઈચ્છાને અનુસરવું. (૮) અનભિગ્રહ જ્યાં પ્રતિનિયત અર્થનો નિશ્ચય ન હોય. “ઠીક લાગે તે કરો.’” (૯) અભિગૃહિતા-પ્રતિનિયત અર્થનો નિશ્ચય હોય - આ કરવું, આ ન કરવું. (૧૦) સંશયકરણી - અનેક અર્થની વાચક હોવાથી સંશય ઉપજાવે તેવી. (૧૧) વ્યાકૃતા - પ્રગટ અર્થવાળી, (૧૨) અવ્યાકૃતા - અસ્પષ્ટ ઉચ્ચારવાળી.
• સૂત્ર-૩૮૯,૩૯૦ :
[૩૮] ભગવન્ ! જીવો ભાષક છે કે અભાષક ? ગૌતમ ! તે બંને છે. ભગવન્ ! ‘બંને એમ કેમ કહ્યું? ગૌતમ ! જીવો ને ભેટે છે – સંસારી, અસંસારી તેમાં જે અસંસારી છે તે સિદ્ધો છે, તેઓ અભાષક છે. તેમાં જે સંસારી છે તે બે ભેટે છે – શૈલેશીને પ્રાપ્ત અને શૈલેશીને પ્રાપ્ત. તેમાં જે શૈલેશી પ્રાપ્ત છે, તે અભાષક છે. તેમાં જે અશૈલેશીપાપ્ત છે તે બે ભેટે છે – એકેન્દ્રિયો અને અનેકેન્દ્રિય. તેમાં જે એકેન્દ્રિયો છે તે અભાષક છે. તેમાં જે અનેકેન્દ્રિયો છે તે બે ભેટે છે – પર્યાપ્તા અને અપાતા. તેમાં અપર્યાપ્તતા, તે અભાષક છે તેમાં જે પતા છે તે ભાષકો છે. તેથી ઉપર પ્રમાણે કહ્યું. ભગવન્ ! નૈરયિક શું ભાષક છે કે અભાષક ? ગૌતમ! બંને છે. ભગવન્ ! એમ કેમ કહ્યું ? ગૌતમ! નૈરયિક બે ભેદે છે પયતા અને અપાતા. તેમાં અપાતા તે અભાષક છે. પતા છે તે ભાષક છે, તેથી બંને એમ કહ્યા. એકેન્દ્રિય સિવાય બધાં આમ કહેવા.
-
[૩૯૦] ભગવન્ ! ભાષાના કેટલા પ્રકારો છે? ગૌતમ ! ચાર. એક સત્યભાષાનો, બીજો પૃષા, ત્રીજો સત્યમૃષા, ચોથો અસત્યામૃષા.
ભગવન્ ! જીવો સત્ય આદિ કઈ ભાષા બોલે છે ? ગૌતમ ! સત્ય ભાષા પણ બોલે, પૃષા ભાષા પણ બોલે ઈત્યાદિ ચારે ભાષા બોલે.
ભગવન્ ! નૈરયિકો શું સત્ય ભાષા બોલે કે અસત્યામૃષા સુધીની ભાષા બોલે? ગૌતમ ! નૈરયિકો સત્યાદિ ચારે ભાષા બોલે. આ પ્રમાણે અસુરથી સ્તનિતકુમારો જાણવા. વિલેન્દ્રિયો માત્ર અસત્યામૃષા ભાષા બોલે છે, બાકીની ત્રણ ભાષા નથી બોલતા.
ભગવન્ ! પંચેન્દ્રિય તિચો સત્ય યાવત્ અસત્યામૃષા ભાષા બોલે ? ગૌતમ ! એક માત્ર અસત્યામૃષા ભાષા બોલે છે, પણ શિક્ષાપૂર્વક કે ઉત્તરગુણની લબ્ધિ સિવાય બીજે જાણવું. શિક્ષાપૂર્વક કે ઉત્તરગુણની લબ્ધિને આશ્રીને સત્યભાષા આદિ ચારે ભાષા બોલે છે. મનુષ્યો યાવત્ વૈમાનિકો જેમ જીવો કહ્યા તેમ કહેવા.
• વિવેચન-૩૮૯,૩૯૦ -
ભગવન્ ! ભાષાના કેટલા પ્રકારો છે ? તે પૂર્વે કહ્યા છે, તો પણ ફરી કહેવાનું
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ કારણ બીજા સૂત્રનો સંબંધ બતાવે છે, સૂત્ર સુગમ છે, પરંતુ વિકલેન્દ્રિયોમાં સત્યાદિ ત્રણ ભાષાનો નિષેધ સમજવો. કેમકે તેમને સમ્યજ્ઞાન કે પરવંચનાદિ અભિપ્રાય હોતો નથી. તિર્યંચ પંચેન્દ્રિયોમાં પણ તેમજ છે - ૪ - ૪ - તિર્યંચો શિક્ષાદિ સિવાય સત્યભાષા ન બોલે, પણ મેના-પોપટ આદિ શિક્ષણદ્વારા, ક્ષયોપશમ વિશેષ, જાતિસ્મરણ કે કુશળતારૂપ લબ્ધિથી ચારે ભાષા બોલે. હવે ભાષા દ્રવ્યના ગ્રહણાદિ સંબંધે સંશય નિવારણ પ્રશ્ન—
90
• સૂત્ર-૩૯૧ થી ૩૯૩ :
[૩૯૧] ભગવન્ ! જીવ જે દ્રવ્ય ભાષાપણે ગ્રહણ કરે છે, તે શું સ્થિત દ્રવ્યો ગ્રહણ કરે કે અસ્થિત ગૌતમ ! સ્થિત ગ્રહણ કરે છે, અસ્થિત નહીં. ભગવન્ ! જો સ્થિત ગ્રહણ કરે તો તે દ્રવ્યથી-ક્ષેત્રથી-કાળથી કે ભાવથી ગ્રહણ કરે છે? ગૌતમ! તે ચારેથી.
ભગવન્ ! દ્રવ્યથી ગ્રહણ કરે તે એક પ્રદેશવાળા, બે પ્રદેશવાળા કે યાવત્ અનંત પ્રદેશવાળા ગ્રહણ કરે છે? ગૌતમ ! એક પ્રદેશથી યાવત્
અસંપદેશી દ્રવ્યો ગ્રહણ ન કરે, પણ અનંત પ્રદેશી દ્રવ્યો ગ્રહણ કરે. ક્ષેત્રથી ગ્રહણ કરે તે એક પ્રદેશાવગાઢ, બે પ્રદેશાવગાઢ કે યાવત્ અસંખ્યાત પ્રદેશાવગઢ ગ્રહણ કરે? ગૌતમ ! એક પ્રદેશાવગાઢ યાવત્ અસંખ્યાત પ્રદેશાવગઢ ગ્રહણ કરે? ગૌતમ ! એક પ્રદેશાવગાઢ યાવત્ સંખ્યાત પ્રદેશાવગાઢ ગ્રહણ ન કરે,
પણ અસંખ્યાત પ્રદેશાવાઢ દ્રવ્યો ગ્રહણ કરે. કાળથી દ્રવ્યો ગ્રહણ કરે તે એક સમય સ્થિતિક, બે સમય સ્થિતિક કે યાવત્ અસંખ્યસમય સ્થિતિક ગ્રહણ કરે ? ગૌતમ ! તે બધાં ગ્રહણ કરે. ભાવથી જે દ્રવ્યો ગ્રહણ કરે તે શું વર્ણગંધ-રસકે સ્પર્શવાળા ગ્રહણ કરે? હા, ગૌતમ ! તે બધાં ગ્રહણ કરે.
ભાવથી જે વર્ણવાળા ગ્રહણ કરે, તે શું એક વર્ણવાળા કે યાવત્ પાંચવર્ણવાળા ગ્રહણ કરે? ગૌતમ ! ગ્રહણ યોગ્ય પ્રત્યેક દ્રવ્યોને આશ્રીને બધાં
વર્ણવાળા ગ્રહણ કરે. સર્વ ગ્રહણ દ્રવ્યોને આશ્રી અવશ્ય પાંચ વર્ણવાળા દ્રવ્યો ગ્રહણ કરે. તે કાળા ચાવત્ ધોળા.
વર્ણથી જે કાળા દ્રવ્યો ગ્રહણ કરે, તે શું એકગુણ કાળા કે યાવત્ અનંતગુણ કાળા દ્રવ્યો ગ્રહણ કરે છે. તે એક યાવત્ અનંત ગુણ કાળા બધાં દ્રવ્યો ગ્રહણ કરે. આમ શુક્લ દ્રવ્યો સુધી જાણવું.
ભાવથી જે ગંધવાળા દ્રવ્યો ગ્રહણ કરે, તે શું એક ગંધવાળા કે બે ગંધવાળા ગ્રહણ કરે ? ગૌતમ ! ગ્રહણ યોગ્ય પ્રત્યેક દ્રવ્યોને આશ્રીને એક કે બે ગંધવાળા ગ્રહણ કરે છે અને ગ્રહણ યોગ્ય સર્વે દ્રવ્યોને આશ્રીને અવશ્ય બે ગંધવાળા દ્રવ્યો ગ્રહણ કરે છે. જે ગંધથી સુરભિગંધવાળા ગ્રહણ કરે છે, તે શું એકગુણ કે ચાવત્ અનંતગુણ સુરભિગંધી ગ્રહણ કરે છે ? ગૌતમ ! તે બધાં ગ્રહણ કરે છે. એ પ્રમાણે દુરભિગંધી પણ જાણવા.